મુખ્ય પૃષ્ઠ > કવિતા, વિજય શાહ, સાહિત્ય જગત > દિલની વાતો કોણ સમજાવી શકે-ખલીલ ધનતેજવી

દિલની વાતો કોણ સમજાવી શકે-ખલીલ ધનતેજવી

જુલાઇ 4, 2009 Leave a comment Go to comments

motabhai 025

ખલીલ ધનતેજવી સાથે વિજય શાહ

જે કઠણ માટીને ઉથલાવી શકે
એ જ માણસ બીજ પણ વાવી શકે

તુ પવન છે આગ ભડકાવી શકે
પણ કદી દીવો ન સળગાવી શકે

બારણે તુ હોય ને લાગ્યા કરે
વાયરો પણ દ્વાર ખખડાવી શકે

દે હવે વાચાળ આંખોને દુવા
લાગણી ભીતરની પ્રગટાવી શકે

નાહી ધોઇને નીકળતા ચંદ્રને
રાત જો ધારે તો અભડાવી શકે

મોતી ચરતા હંસલાની આંખમાં
મોતિયો પણ કોક દી આવી શકે

સૂર્યને જો રાત જોવી હોયતો
આગિયાના વેશમાં આવી શકે

સૂર્ય જો રાતે કદી ભુલો પડે
આગિયો તાકાત અજમાવી શકે

હા ખલીલ આજે ગઝલ ન હોય તો
દિલની વાતો કોણ સમજાવી શકે

ખલીલ ધનતેજવી

નવપ્રકાશીત ગઝલ સંગ્રહ “સારાંશ”માંથી

Advertisements
 1. pravinshah
  જુલાઇ 4, 2009 પર 4:02 એ એમ (am)

  સુંદર ગઝલ !

  બે મિત્રોનું મિલન જોવું ગમ્યું !

 2. devikadhruva
  જુલાઇ 4, 2009 પર 7:35 પી એમ(pm)

  તુ પવન છે આગ ભડકાવી શકે
  પણ કદી દીવો ન સળગાવી શકે

  vaah,vaah….

 3. જુલાઇ 4, 2009 પર 10:34 પી એમ(pm)

  चांद नहा धोकर नीकला है
  रात भी कपडे बदलकर आयेगी
  ખુબ સુંદર ગઝલ તમે રજુ કરી…૨૦૦૦ની સાલમાં ધનતેજવી અને જલન માતરી લેસ્ટર આવ્યા ત્યારથી મેં ગઝલ લખવાની શરુ કરી ધનતેજવીને મેં મારી પ્રથમ ગઝલ સંભળાવેલી….

 4. જુલાઇ 5, 2009 પર 9:17 પી એમ(pm)

  Nice gazal

  દે હવે વાચાળ આંખોને દુવા
  લાગણી ભીતરની પ્રગટાવી શકે

  Nice lines.

  Sapana

 5. જુલાઇ 7, 2009 પર 5:56 પી એમ(pm)

  બારણે તુ હોય ને લાગ્યા કરે
  વાયરો પણ દ્વાર ખખડાવી શકે

  Vijaybhai, thanks for sharing this. Khalilbhai’s ghazals (both Gujarati and Hindi/Urdu) are always thought provoking.

  Himanshu

 6. JAYDEEP
  જૂન 9, 2011 પર 4:37 એ એમ (am)

  KHUBAJ SARAS LAKHI CHEE……….

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: