વડોદરાની બુધ સભા


 કીર્તિકાંત પુરોહીત અને રશીદ મીર જેવા ઉત્તમ ગઝલકાર અને કવિ સાથે એક કલાકની બુધ સભા એ આગવું શમણું હતુ તે સાકાર થયુ ૧૭ જુન ની સાંજે પ્રેમાનંદ સાહિત્ય સભાની બેઠકમાં..જેનો બધો જ જશ આ બુધ સભાનો જાણીતો ગઝલકાર ભરત દેસાઈને જાય છે. ન્યુ જર્સી થી ફોન કરી મને અને કીર્તિકાંતભાઈ ને મેળવે છે.

સમયસર સૌ બુધ સભાનાં સભાસદો આવી ગયા અને રશીદ મીર સાહેબે પુષ્પકાંતભાઈને તેમની રચના સંભળાવવા કહ્યું અને સરસ રીતે તેમણે રજુ કર્યુ,

ને વતન બાદ બહુ વરસે મળ્યા બધા

આ મિલન આપણું તો લોટરી હતું

એ જ ગમખ્વાર અકસ્માત મને યાદ છે

એ ઇજાઓ મોતની કંકોતરી હતી

હવે વારો હતો પ્રતાપ સિંહ ડાભી નો જેઓ “હાકલ”ના નામથી લખે છે તેમણે તરન્નુમ માં ગાયું

 

જેમ ઉપચારો કરો વકરે વધુ,જખ્મની આદત તમે જાણો નહીં

શાહુકારી ઘરે લીધો છે જનમ,પ્રેમની લાગત તમે જાણો નહીં

જૈ અલખને ઓટલે આરાધજો, ભવની ભાવટ તમે જાણો નહીં

એમતો “હાકલ” કદી ના હારતો. કાલની થાપટ તમે જાણો નહીં

 

હવે વારો હતો નરેન્દ્ર જોષીનો

તુજ હવે સીધે રસ્તે વાળ મને, રખડેલ જેવું ગમતુ નથી આળ મને,

શોધી કાઢીશ ખુદાને પળવારમાં. સહેજ પણ કોઇ દે કંઈ ભાળ મને,

શમ્માથી તુ દાઝવા તો દે મને. એ પછી આખે આખો બાળ મને

ચાદર વણતા વણતા દુહા હું ય લખત્,કબીર જેવી ક્યાં મળી છે  સાળ મને

સુભાષ પંચોલી “અક્ષર” કહે છે ..

આખુ જીવન જેની નિકટતા પામવા તરસ્યો

મારી નનામી જો હવે એની જ કાંધે છે

પરવા કરી ના કોઈએ એની હયાતીમાં

“અક્ષર”  હવે ચાલી ગયો તો ખોટ સાલે

વકીલ નીરવ વ્યાસ કહે છે

 

કહો ક્યાં સુધી મૌન રાખુ, સરાસર

હવે કંઇક બોલી નાખું, સરાસર

બધાએ જ પુછ્યું ઝખમ જોઈને, તો

અમે પણ કહ્યું એને લાખુ, સરાસર

મને એમકે પૂછશો છંદ પિંગળ 

તમે પૂછી નાખ્યુ પલાખું, સરાસર

રાજેન્દ્ર પાઠક, રશીદ મીર અને જગન્નાથભાઇ સુથારે પણ સુંદર મનોગમ્ય રચના કહી. વશી સાહેબ અને અન્ય સૌ મિત્રોનો શત શત આભાર કે મને બહુ આદર સહ  “પોતાનો”ગણી માન આપ્યું.અનુકુળતા થશે તો બીજી બુધ સભામા મારી તાજી છંદબધ્ધ રચના લઈને જઈશ.

Advertisements
 1. જૂન 19, 2009 પર 7:11 એ એમ (am)

  tame vadodra ma budh sabha bhari e jani ne anand thyo ,kyarek palanpur avine shabda sadhana parivar ni ravi sabha ma pan hajari apo to gamse ,am pan ‘man’ sahebe tamo ne invitation aapel 6e j ,

 2. જૂન 23, 2009 પર 10:55 પી એમ(pm)

  Very nice. I personally met Dr. Rashid Mir. and he gave me all his publications-books as gift. what a nice person!..I am glad you met good poets. keep your note.

 3. Ashish gandhi
  જૂન 24, 2009 પર 3:59 એ એમ (am)

  saras maahiti-

 4. જૂન 25, 2009 પર 3:57 એ એમ (am)

  Budhsabha of Vadora reminded me the sabha of Bhavanagar.
  Wonderful,

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: