મુખ્ય પૃષ્ઠ > પ્રકીર્ણ, માહિતી, સાહિત્ય જગત > જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત (ગુજરાતી ભાષા વગર્) Atul B. Kothari

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત (ગુજરાતી ભાષા વગર્) Atul B. Kothari


પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમ માં ત્યાર બાદ થાઓ અંગ્રેજી ના નિષ્ણાત
અમારી તમને નમ્ર વિનંતિ કે ગુજરાત રાજ્યના દરેક બાળક્નું પ્રાથમિક શિક્ષણ ગુજરાતીભાષામાં જ થાય તેવો કાયદો ગુજરાત સરકાર પસાર કરે તેવા અમારા પ્રયાસમાં તમારો સહકાર સાંપડે.
ગુજરાતી ભાષાનું તથા સંસ્ક્રુતિ નું સંરક્ષણ કરવા તથા પ્રગતિ સાધવા માટે આવો કાયદો અનિવાર્ય છે.
આજે આખી દુનિયામાં અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ માનવામાં ના આવે તેટલી ઝડપથી ફેલાઇ રહ્યું છે. એક વખત દુનિયામાં અંગ્રેજો નું રાજ્ય ચાલતું હતું. આજે એમ લાગે છે કે આખી દુનિયામાં અંગ્રેજી નું રાજ્ય ચાલી રહ્યું છે.
અંગ્રેજો થી આઝાદી મેળવવાનો અચુક રસ્તો આપણા ગુજરાતના સુપુત્ર મોહનદાસ કરમચંદ ગાંધી, મહાત્મા ગાંધી એ ભારત તથા વિશ્વ ને બતાવ્યો.હવે અંગ્રેજી ભાષાની ગુલામી થી આઝાદી મેળવવા માટે ગાંધીજી એ ચીંધેલા માર્ગે – સ્વદેશી, સ્વાવલંબી, ઉપર ચાલી ને પુરુષાર્થ કરવાની ફરજ આપણી છે.
આજની દુનિયામાં આર્થિક સિધ્ધિ કે બીજી કોઇ જાતની સિધ્ધિ મેળવવા માટે અંગ્રેજી ભાષામાં નિષ્ણાત થવાથી માર્ગ કંઇક રીતે સરળ થઈ જાય છે. અંગ્રેજી ભાષા આપણે ગુજરાતી ભાષાની અવગણના કરી ને શીખવાની જરુર નથી.
આજકાલ શહેરોમાં રહેતા ઘણા વાલીઓ એમના સંતાનોને સંસારમાં સફળતા મળે તે માટે બાળમંદિર થી જ અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરે છે.આ ઘણું ભયંકર કામ છે.
એક કારણ તો એ છે કે વૈગ્નાનિક દ્રષ્ટિએ જોવા જઇએ તો એમ કહેવામાં આવે છે કે જે બાળકનું શિક્ષણ તેની માત્રુભાષામાં થાય છે તે બાળકનો દરેક ક્ષેત્રે સંપુર્ણ વિકાસ થવાની શક્યતા વધુમાં વધુ છે. તે છતાં વાલીઓ ડરના માર્યા તેમના સંત્તાનોને બાળમંદિર થી જ અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરે છે. ગુજરાતના અસંખ્ય બાળકોની આ રીતે સંપુર્ણ વિકાસ થવાની તક છીનવી લેવામાં આવી રહી છે. આનો એક જ ઉપાય છે કે ગુજરાત સરકાર ઉપર જણાવ્યા મુજબ ગુજરાતના દરેક બાળકનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં જ થાય તેવો કાયદો પસાર કરે.
ગરવી ગુજરાતના એવા ઘણા સુપુત્રો છે જેમણે બાળમંદિર થી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવ્યું ન હતું તે છતાં તેઓ ગુજરાતમાં જ નહી, ભારતમાં જ નહી પણ વિશ્વમાં માન્પાન અને ખ્યાતિ પામ્યા છે.
ગુજરાતને આધુનિક સમયમાં વિશ્વના નક્શા ઉપર પ્રખ્યાત કરનાર ગુજરાતના સુપુત્ર છે મહાત્મા ગાંધી. આખી દુનિયામાં તેમની મહાત્મા અને શાંતિના દુત તરીકે પુજા થાય છે. જો તેમનું શિક્ષણ બાળમંદિર થી જ અંગ્રેજી માધ્યમમાં જ થયુ હોત તો તેઓ કદાચ પહેલેથી જ “જેક એંડ જીલ વેન્ટ અપ ધિ હીલ ટુ ફેચ એ પેઇલ ઓફ વોટર્” શીખ્યા હોત્ તેમને કદાચ સ્વપને પણ વિચાર ના આવત કે ભારતની આઝાદીનો માર્ગ ભગવદ ગીતામાં અને રામાયણમાં સમાયો છે.
ગુજરાતના બીજા પ્રસિધ્ધ સુપુત્ર છે ટંકારા ગામના મહર્ષિ સ્વામી દયાનંદ્ સરસ્વતી તેમણે આર્ય સમાજની સ્થાપના કરી. તેઓ સૌથી પહેલા હતા જેમણે કહ્યું અને અપનાવ્યું કે જો ઘરની નારિ શિક્ષણ મેળવશે તો આખા ઘરમાં બધા ભણેલા થશે.  જો તેમનું શિક્ષણ બાળમંદિર થી જ અંગ્રેજી માધ્યમમાં જ થયુ હોત તો તેઓ કદાચ પહેલેથી જ “ટ્વિંકલ ટ્વિંકલ લીટલ સ્ટાર હાઉ આઇ વડંર વોટ યુ આર્” શિખ્યા હોત અને પોતાની સંસ્ક્રુતિનુ ગ્યાન જ ના થયું હોત્. તો પછી તે આર્ય સમાજની સ્થાપના કેવી રીતના કરી શક્યા હોત્?
તમને વાંચી ને હસવું આવશે કે જો નરસિંહ મહેતા બાળમંદિર થી જ જો અંગ્રેજી ભાષાના માધ્યમમાં ભણ્યા હોત કદાચ જાગને જાદવા ક્રુષ્ણ ગોવાળિયા ને બદ્લે તેમણે લખ્યું હોત કે વેક અપ ઓ કાઉબોય ઓફ લોર્ડ ક્રિશ્ના. આ હાસ્યમજાક નથી. કમનસીબે આ હકિકત છે. આનો પુરાવો તમને હિંન્દિફિલ્મ જગતની આજકાલની ફિલ્મોમાં મળી રહ્યો છે. હિંદિ ફિલ્મોમાં અંગ્રેજી ડાઇલોગ તથા ગીતોનો ઉપયોગ કેટ્લો વધી ગયો છે તેના તમેજ શાક્ષી છો.
બાળમંદિર થી જ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની પ્રથા એક લપસણા ઠાળ જેવી છે. એક વખત એમાં લપસવાનું ચાલુ થઈ જાય પછી ગુજરાતી ભાષા કે ગુજરાતી સંસ્ક્રુતી ને નષ્ટ થતા બચાવવું લગભગ અસંભવ બની જશે.
સર્વે ગરવી ગુજરાતીઓને અમારે એટ્લું જ કહેવું છે કે સમસ્ત જગતમાં ગુજરાતીઓને ઓળખાણ દિર્ગ દ્રશ્ટિ, પ્રામાણિક તથા શાંતિના પુજારીઓ તરીકે ની છે. આશા છે આપણી ભાષા તથા સંસ્ક્રુતિ ના રક્ષણ માટે આપણે ટુંકનજર રાખીને બાળમંદિર થી જ અંગ્રેજી માધ્યમના શિક્ષણ્ ને પ્રોત્સાહન ના આપીએ.
ટુંકમાં એટલું જ કહેવું છે કે આપણી ભાષાની અવગણના કરવી તે આપણી સંસ્ક્રુતિની અવગનણના કરવા સમાન છે. તો પછી આપણી ભાષાની અવગણના કર્યા સિવાય જગતમાં પ્રગતિ સાધવાનો, કારકિર્દિ જમાવવાનો તથા ખ્યાતિ પામવનો એક જ રસ્તો છે. તે છે ગુજરાત રાજ્યના દરેક બાળકનું પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં જ થવું જોઇએ. ત્યારબાદ જેને અંગ્રેજીના જેટલા પણ નિષ્ણાત થવું હોય તેટલા થઈ શકે છે અને જે માધ્યમમાં ભણવું હોય તે ભણે.
Atul B. Kothari
3300 S Gessner Road
Suite 249
Houston, TX 77063
713-785-3900 – Voice
713-634-5233 – Fax
http://www.comprehensivepaperless.com

Advertisements
 1. જૂન 12, 2009 પર 6:45 પી એમ(pm)

  Nice thought, Atulbhai ! My hope is Gujarati Bhasha is alive both in written & spoken forms…..I do not have the Solution, but I salute you for publishing your ideas ! I also invite you to my Blog, Chandrapukar, & please do VISIT & bless it with your “words” as your comments !

 2. wishandvote
  જૂન 25, 2009 પર 8:09 એ એમ (am)

  Respected Sir,

  I am from Junagadh,Currently stayed at Sydney,Australia for Medical Education and specially blogging on Health Care Tips.

  Really your shared this article is very instructing.I was remembering about my village.Will share with mine other “GUJJU-Kathiyavadi Friends”.

  Mohit Shah
  Dental Trainer

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: