Home > સાહિત્ય જગત, Received E mail > માતૃભાષામાં બ્લોગિંગ : ગુજરાતી પણ પાછળ નથી…(નિસબત)

માતૃભાષામાં બ્લોગિંગ : ગુજરાતી પણ પાછળ નથી…(નિસબત)


  http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=76868  Courtesy : Sandesh 16/th May 2009

gujarati blog jagat

ગુજરાત એ ભારતમાં સૌથી વિકસિત રાજ્યોમાં અગ્રેસર છે એ વાત તો હવે સૌ કોઇ જાણે છે. ગુજરાતનો વિકાસદર, ગુજરાતીઓનો વિકાસપ્રેમ એ પણ હવે જગજાહેર બાબતો બની ગઇ છે. પરંતુ ગુજરાતી જણ એટલે અટક્યો નથી. પોતાના જ્ઞાન, માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને કારણે હવે એ અનિવાર્ય એવી ઇન્ટરનેટની દુનિયા તરફ વળ્યો છે. જોકે, સાચી રીતે કહેવું હોય તો વળ્યો છે ને બદલે ઇન્ટરનેટની દુનિયાને ઘૂમી વળ્યો છે એમ કહેવું જોઇએ.

અને ઇન્ટરનેટ ઉપર પોતાની વાત રજૂ કરવાનું સૌથી સબળ અને અસરકારક માધ્યમ બની રહ્યું છે, બ્લોગ. સ્લમડોગ મિલનિયોરની ચર્ચા કરતો અમિતાભનો બ્લોગ હોય કે કોલકતા નાઇટ રાઇડર્સની અંદરની વાતો લિકેઝ કરતો અજ્ઞાાત બ્લોગ હોય, બ્લોગના માધ્યમથી પોતાની વાત જાહેરમાં મૂકવાનું વલણ હવે સેલિબ્રિટી સહિત સામાન્ય માણસોમાં પણ વધી રહ્યું છે.

પરંતુ આપણે તો વાત કરવી છે, ગુજરાતી ભાષા વિશેના બ્લોગસ્ની.

એક સાદી ગણતરી મુજબ વર્ષ ૧૯૯૬ સુધીમાં ગુજરાતી ભાષામાં લખાતાં કે ગુજરાતી ભાષાની ચર્ચા કરતાં બે કે ત્રણ બ્લોગ ઇન્ટરનેટ ઉપર અસ્તિત્વ ધરાવતાં હતાં. જેની સંખ્યા વર્ષ ૨૦૦૨માં વધીને પચીસ થઇ અને વર્ષ ૨૦૦૬માં લગભગ ૧૩૦. આજે વાત કરવી હોય તો આ સંખ્યાનો અંદાજ, બ્લોગર વિજય શાહના મતે, ૪૦૦ ઉપરાંત હશે!

આમાંથી મોટાભાગના બ્લોગનું કામ એક જ છે અને એ છે ગુજરાતી ભાષા સાચવવાનું. જો આવા બ્લોગને એક સંસ્થા તરીકે સ્વીકારીએ તો એના માધ્યમથી ભાષાનું કામ કરી રહેલા વ્યક્તિઓને ‘સેવાના ભેખધારી’ એટલેકે ‘સ્વયંસેવક’ જ ગણવા પડે. મોટાભાગે આ લોકો ગુજરાતી ભાષાને સાચવવાનું જ કામ કરે છે. એમને પોતાને વાંચતા-વાંચતા ક્યાંકથી ગમેલું કે ક્યારેક પોતે રચેલું સાહિત્ય બ્લોગ ઉપર મૂકાય છે. હા, એમાં એક જોખમ રહેતું કે બીજાની રચના તફડાવીને પોતાને નામે ચઢાવી રજૂ કરનારા મોટી સંખ્યામાં દેખાતા. પરંતુ તકનીકના વિકાસ સાથે આ સંખ્યામાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે.

નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેની ખાઇ દૂર કરવા સાથે સારી રચનાઓને લોકભોગ્ય બનાવવા સાથે આગામી પેઢીમાં ભાષા સંસ્કાર દૃઢ કરવા મથતાં લોકો આ સ્વયંસેવી કાર્યમાં રોકાયેલા છે. અને એ પણ કોઇ પણ પ્રકારના પારિશ્રમિકની અપેક્ષા વિના કલાકો સુધી, નિઃસ્વાર્થભાવે.

નવી અને જૂની પેઢી વચ્ચે સંબંધનો બંધ વધુ મજબૂત કરવાના ધ્યેયથી મંડેલા બ્લોગમાં કેટલાંક પ્રતિનિધિ નામ લેવા હોય તો મોના નાયકનો “ઉર્મિસાગર”  જયશ્રી ભક્તાનો “ટહુકો”, ચેતન ફ્રેમવાલા-મંથન ભાવસાર-ચેતનાબેન શાહનો “ધબકાર” અને નીલમ દોશીના “પરમ ઉજાસ”નું સ્થાન મોખરે છે. તો ગુજરાતી ભાષાની યથાયોગ્ય જાળવણી માટે સૌથી મોખરે છે, મૃગેશ શાહનું “રીડ ગુજરાતી”. સાથે છે ધવલ શાહ અને વિવેક ટેલરના “લયસ્તરો” પણ ખરું. તો પોતાના અનુભવો વિશે, પોતાના લેખન વિશે ઘણાં બ્લોગ છે. એમાં કાવ્ય પદાર્થ વિશેના બ્લોગમાં વિવેક ટેલરનો “શબ્દો છે શ્વાસ મારા”,  હેમંત પુણેકરના “હેમ કાવ્યો”,મહેશ રાવળનું “નવેસર”, દેવિકાબેન ધ્રુવ-ધીરુભાઇ શાહ-ગીરીશ દેસાઇ-પ્રવીણ કડકીયાની “ગુજરાતી સાહિત્ય સરિતા” આવે. તો ગદ્ય માટે “વિજયનું ચિંતન જગત”, જે.ડી. પટેલનું “વેબ પુસ્તકાલય”, નીલા કડકીયાનું “મેઘ ધનુષ્ય” ગણી શકાય. એ સિવાય ઉંઝા જોડણીમાં પણ સુરેશ જાની, જુગલકિશોર વ્યાસ, ઉત્તમ ગજ્જર અને ચિરાગ પટેલ જેવા બ્લોગિંગ કરતાં રહે છે.

મજાની વાત તો એ છે કે પ્રયોગાત્મક અભિગમ ધરાવતા કેટલાંક બ્લોગ દ્વારા ઘણાં લેખકો દ્વારા લખાતી સહિયારી નવલકથા-લઘુનવલકથા, શબ્દારંભે એક જ નક્કી અક્ષરની અંતાક્ષરી જેવા તો કંઇ કેટલાય પ્રયોગો થયાં અને પ્રમાણમાં સફળ પણ રહ્યાં. આ અને આવી અનેક પ્રવૃત્તિઓ ઇન્ટરનેટના માધ્યમથી થઇ રહી છે. એક રીતે જોઇએ તો આ યાદી બિલકુલ અપૂર્ણ છે. એ પરિપૂર્ણ હોવાનો કોઇ દાવો નથી. ઇન્ટરનેટ ઉપરના ગુજરાતી રંગના કૂંડામાંથી આ તો માત્ર થોડાં ચટકાં છે. થોડાંમાં ઘણું  સમજો સાહેબજી!

છેલ્લે એક આખરી વાત. આવા નિઃસ્વાર્થ સેવાના ભેખધારી બ્લોગર્સ માટે શું કરી શકાય ? તો એક સાદો ઉપાય છે, એમના બ્લોગ ઉપરથી કોઇ મજાની વિગતને ક્યાંક જરા જેટલું પણ સ્થાન ક્રેડીટ સાથે આપી શકાય તો આપી છૂટવું જોઇએ, ‘સંદેશ’ એની અર્ધસાપ્તાહિક પૂર્તિમાં આપે છે એમ જ…

 1. મે 18, 2009 at 5:42 am

  લગે રહો.
  અભિનંદાન !

 2. મે 18, 2009 at 6:15 am

  ભાઈશ્રી વિજયકુમાર,

  ધન્યવાદ! ‘સંદેશ’ દ્વારા ગુજરાતી બ્લોગરની લેવાયેલી નોંધને આપે આપના બ્લોગ તથા મેઈલ દ્વારા બ્લોગર મિત્રો અને ગુજરાતી વાંચકોને તાત્કાલિક જાણ કરી દીધી, તે પોતે જ બતાવી આપે છે કે ગુજરાતી ભાષાનું ગૌરવ અને હિત આપના દિલોદિમાગમાં કેવું સ્થાન ધરાવે છે. ‘સંદેશ’ ના પગલે પગલે અન્ય ગુજરાતી અખબારો પણ ગુજરાતી બ્લોગીંગ પ્રવૃત્તિની આવી સરાહના કરે તો મને લાગે છે કે ગુજરાતી બ્લોગર ભાઈબહેનોના ઉત્સાહમાં નોંધપાત્ર વેગ આવી શકે. વિદેશમાં વસતા ગુજરાતીઓની માતૃભાષા ગુજરાતી માટેના અહોભાવની લાગણી સામે અહીં વસતા ગુજરાતીઓ ફિક્કા લાગે છે. ‘શું શાં પૈસા ચાર’ જેવી માથાવટી પામેલી આ ગૌરવવંતી ભાષાને જેમ્સ ફોર્બસ, રેવ. ફાધર વાલેસ અને સેમ્યુઆલ હેરી જેવા વિદેશીઓએ જ નહિ, પણ વિદેશમાં વસતા આપણા દેશી વિદેશી ભાઈબહેનો પણ ગુજરાતીના સંવર્ધન અને પ્રસાર માટે જે પ્રયત્ન કરી રહ્યા છે તેને દાદ આપવા માટે લખીએ તેટલું ઓછું છે.

  આ આનંદદાયક સમાચારને અનુમોદન આપતી નોંધો વાંચકો અને બ્લોગર ભાઈબહેનો દ્વારા વધુ અને વધુ લખાય તો સોનામાં સુગંધ ભળવા જેવી વાત બની રહેશે તે નિર્વિવાદ હકીકત છે.

 3. મે 18, 2009 at 8:34 am

  that’s true, vijayuncle………

  congrats and thanks !!

 4. મે 18, 2009 at 9:28 am

  સમગ્ર ગુજરાતી બ્લૉગ-જગતને અભિનંદન. સંદેશને આ ઉમદા કર્યની નોંધ લેવા બદલ બિરદાવવું રહ્યું.

 5. મે 18, 2009 at 9:55 am

  Congratulations !!

  Keep it UP !!

 6. rajnikant.a.shah
  મે 18, 2009 at 1:46 pm

  સંદેશને આ ઉમદા કર્યની નોંધ લેવા બદલ બિરદાવવું રહ્યું.

 7. Akbarali narsi
  મે 18, 2009 at 4:25 pm

  શ્રિ વિજયભાઈ શાહ

  આપ તથા આપના જેવા બ્લોગ ભેખધારીઓ ની ‘સંદેશ’

  જેવા આગળ પડતા ગુજરાતી સામયીકે નોંધ લીધી અને

  ગુજરાતી ભાષા માટેનાં પ્રયાસોની સરાહનાથી ઘણી ખુશી

  થઈ, વિજયભાઈ આપનો ગુજરાતી ભાષા પ્રત્યે નાં પ્રેમ નો

  મને પ્રત્યક્ષ અનુભવ છે, આપ ઘણો ટાઈમ અને મહેનતથી

  ગુજરાતી ભાષા પ્રત્યે જે ભેખ ધર્યો છે તે ખરેખર વખાણવા

  લાયક છે, ભગવાન આપને વધારે હીંમત અને તંદુરતી બક્ષે.

  અકબરઅલી નરસી

 8. રેખા સિંધલ
  મે 18, 2009 at 5:33 pm

  Thank you vijaybhai !

 9. મે 19, 2009 at 3:15 am

  ૨૦૦૬માં ૧૩૦ બ્લોગ્સ? મને આ વાત પર શંકા છે…

 10. Nishit Joshi
  મે 20, 2009 at 2:33 pm

  ગુજરાતી બ્લોગ અને તેના બ્લોગરો વિષે લેખ આપવા બદલ તંત્રીશ્રી તથા

  સંપાદકશ્રી નો તેમજ લેખકનો ખુબ આભાર.[જેની જાણકારી પણ મને ગુજબ્લોગ દ્વારા જ
  મળી]

  આપણી માતૃભાષા – ગુજરાતી છે અને તેનુ સાહિત્ય સંસકૃતી જળવાય તેના

  માટે સૌએ મળીને ઉપાય કરતા જ રહેવા જોઇએ.

  બધા જ ગુજરાતી બ્લોગરોને પણ ખુબ અભિનંદન જેઓના અથાગ પ્રયાસથી

  આજ આપણી માતૃભાષાનુ સન્માન જળવાયેલુ છે .

  હુ એક ગુજરાતી છુ અને મારી માતૃભાષા ગુજરાતી છે તેનો મને ગર્વ છે .

  ફરીવાર આપનો આભાર.

  નીશીત જોશી

  કોલકાતા
  હ્રદય ઉતર્યુ કાગળ પર
  http://nishitjoshi.wordpress.com

 11. YOGENDRA JANI
  મે 27, 2009 at 3:38 pm

  શ્રશ્રિ વિજય્ભાઇ,
  એ હકિક્ત ચ્હે કે ગુજારાતિઓએ વિદેશ્મા પન ધર્મ્ સાથે સાહિત્ય નિ વિવિધ્
  પ્રવ્રુત્તિઓ જિવન્ત રાખિચ્હે. આ માતે વિજય્ભાઇ જેવા સાહિત્યપ્રેમિઓ નિ ખાસ્
  જહેમત કારન્ભુત ચ્હે. આથિ સન્દેશ નો લેખ એ ઉચિત પદઘો કહેવાય્.
  સહુ ને ખુબ ખુબ અભિનન્દન્.
  યોગેન્દ્ર જાનિ, ન્યુયોર્ક્.

 12. મે 30, 2009 at 11:25 pm

  In May 2006, Abhiyaan has noted following key blogs:

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: