મુખ્ય પૃષ્ઠ > નિવૃત્તિ ની પ્રવૃત્ > શતાયુ બનવાની જડીબુટ્ટીઓ -હરિક્રીષ્ણ મજમુદાર્

શતાયુ બનવાની જડીબુટ્ટીઓ -હરિક્રીષ્ણ મજમુદાર્


પૂર્વાગ્રહો છોડો અને સો વર્ષ જીવો

એક વખત મને  ભાષણ આપવા આમંત્રણ મળ્યુ..જે સભા હતી  બેબીબૂમરો માટે .. એટલે ૫૦ ની ઉપરનાં માણસો માટેની  હતી. મારી ઉંમર તે વખતે ૮૨ની. તેથી ભલે આમંત્રીત હતો પરંતુ મારુ વક્તવ્ય કંઈ તે લોકો માટે બહુ અગત્યનું નહોંતુ. ૫૦થી ઉપરના લગભગ ૭૫ જેટલા માણસોને નિવૃત્તી માટે તૈયાર કરવાનો મૂળ હેતૂ હતો.

પહેલે દિવસે તબીબોનાં વક્તવ્યો હતા જેઓ સભાને વધતી ઉંમરે કયા કયા રોગો થાય તેનો સામનો કેવી રીતે કરવો અને તેની દવાઓ વિશે વાતો હતી..અલ્હાઇમર્..વિસ્મૃતિ થી શરુ કરી તીવ્રતમ હ્રદય રોગનાં લક્ષણો અને તેને રોકવાના ઉપાયો બતાવ્ય…સાંજે બે ચાર વિદુષકોને બોલાવી મનોરંજન નો કાર્યક્રમ હતો..અને તે વિદુષકોની નવાઈ લાગતી હતી કે કોઇ જોક ઉપર કોઇ હસતુ કેમ નથી…હું દરેકનાં મોં જોઈને સ્પષ્ટ કહી શકતો હતો કે તબીબી વાતોથી બધા શ્રોતા એટલા બધા ભડકી ગયા હતાકે  કોઇને વિદુષકોની વાતથી હસવુ આવે તે શક્ય નહોંતુ.

બીજે દિવસે યોગ અને નિવૃતિ નિવાસની મુલાકાતો હતી..કોફી અને નાસ્તો હતા અને બે બસ ભરીને તે શહેરની આસપાસનાં પાંચેક નિવૃતિ નિવાસોની મુલાકાત કરાવી …આયોજકો તે નિવૃત્તિનિવાસનાં ફાયદા..સગવડ અને લાભો સમજાવતા હતા. જ્યારે મારા સહિત સૌની નજર ત્યાં રહેતા અને પોતાની જાતને કોષતા રહેવાસીઓની ઉપર હતી.. અને ડરનાં માર્યા સૌ વિચારતા હતા કે આપણે અહીં રહેવા આવવુ પડે તે કરતા પહેલા મોત આવે તો સારુ.

ત્રીજે દિવસે સવારે મને આયોજકોએ કહ્યું આપણી પાસે ૨૫ મીનીટનો સમય છે અને ત્રણ વક્તા છે તેથી તમે તે પ્રમાણે આ સભા જનોને વક્તવ્ય આપો એટલે મે એમ પુછ્યુ મને જે યોગ્ય લાગે તે કહીશ અને ૮ મીનીટ કરતા વધારે નહીં બોલુ..અને જો તેમ લાગે તો મારું ધ્યાન દોરજો..અને તે ભાઈને મારી સભ્યતા ગમી અને ડોકુ હલાવ્યુ.

મેં વાતની શરૂઆત કરતા કહ્યું અહીં તમે જે સાંભળ્યુ અને જોયુ તે બધુ ભુલી જાવ્. અને એક વાત ધ્યાન રાખો કે માણસ એક  છે અને તેને આટલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તે માનવાનું કોઇ કારણ નથી. તમને ખબર છેને શસ્ત્ર ક્રીયા પહેલા ડોક્ટર લેખીત લખાવે છે કે તમે મરી જાવ તો ડોક્ટર જવાબદાર નહીં…બસ આ એવું જ છે..તમને ક્યારેક પણ કંઇ થશે તો તેના ઈલાજો છે.તેના ભાર સાથે જીવવાની કંઇ જ જરૂર નથી તે મારા જાત અનુભવથી આપને કહી રહ્યો છું..આ સભાનાં સંચાલકોનાં સંચાલનો ખૉટા છે તેમ નથી કહેતો..પણ તેમને જણાવેલા દરેક ભયો તમને લાગશે તે ડર તમારા મગજમાંથી કાઢી નાખો… અને તાળીઓનાં ગડગડાટો થી સભા ગુંજી રહી હતી..કહેવાની જરૂરત નથી કે તે વક્તવ્ય અને ત્યાર પછીની પ્રશ્નોત્તરી દોઢ કલાકથી વધુ ચાલી

 તે પ્રશ્નોત્તરીમાં મે કહેલી કેટલીક વાતો અહીં હું આપની જાણકારી માટે લખું છું.

મને પુછાયેલ  સૌથી અઘરો પ્રશ્ન (મારે માટે જવાબ આપવાનો તે) હતો શું ઉંમર થઈ એટલે આત્મ સન્માન ગુમાવીને જીવવાનું?

મારો જવાબ હતો આત્મ સન્માન એ બહુ બારીક શબ્દ છે જેમા તમારુ દ્રષ્ટીબીંદુ અને સામેનાનું દ્રષ્ટીબીંદુ એક સ્થળે એકત્રીત ન થાય તો વિરોધાભાસ થવાનો…જેમ કે તમને અલ્હાઇમર છે અને તમને ભુલી જવાની બીમારી છે. તમે કોફી પીધી અને તમે થોડુ ચાલ્યા પછી ફરીથી કોફી પીવાની તલપ થઈ અને તમે કહો કે મે સવારથી કોફી પીધી જ નથી તો તે ખોટુ. પણ તમારી સંભાળ રાખનારા બહેન કહે કે તમે કોફી પીધી છે તો શાંતીથી તમે કહો ભલે મને ફરી પીવી છે તો દ્રશ્ટીબીંદુ એક થઈ ગયું..પન જો એમ જ કહ્યા કરો કે ના મે પીધી જ નથી અને તુ ખોટુ બલે છે તો બદલાયેલુ દ્રષ્ટીબીંદુ વિખવાદ કરી શકે. હવે આત્મ સ્ન્માન કેમ ગુમાવ્યું? અલ્હાઇમરને કારણે તમે જે ભુલી ગયા તેને કારણે…

બીજો પ્રશ્ન હતો ભૂતકાળમાં પડ્યા રહેવાનો શું અર્થ્?

એક સમયે તમે રાજા હતા.. એક સમયે મોટી કંપનીનાં ઉચ્ચ હોદ્દેદાર હતા.. પણ આજે નથી તેનુ શું?

ભૂતકાળ એ ગાડીનો  rear mirror છે. તેમાં જ્યારે જરૂર પડે ત્યારે જ અને તેટલો સમય જ રહેવું જોઈએ..ઇતીહાસ પુનરાવર્તીત થતો હોય છે પણ રોજ નહીં. જ્યારે રોજ તે ગાડીનો front glass છે. તેની જરૂર વધારે હોય છે. અને ભુલી જવાની ઘટના આમતો સુખદાયક હોય છે અને ત્મએ જોજો લોકો મોટે ભાગે ભૂતકાળનાં દુઃખો જ વાગોળતા હોય છે..સુખો નહીં

ત્રીજો પ્રશ્ન હતો પૂર્વાગ્રહ પર્..મારે કેમ નવી રીતે જીવવાનું? અમે જે રીતે જીવ્યા છે તે રીત અમને બરોબર લાગે છે.

મારા મગજમાં તે વખતે અનેક જવાબો હતા પણ અહીં હું અટક્યો અને મેં પ્રશ્ન પુછ્યો – તમારે સુખમય રીતે સો વરસ જીવવું છે કે દુઃખમય રીતે… જવાબ સ્વાભાવિક રીતે જ સુખમય રીતનો હતો તેથી મે બે ઉદાહરણ આપ્યા- મારા પિતરાઇ મોટાભાઇ કૃષ્ણ દેસાઈ અમેરિકામાં રહેતા હતા ત્યારે તેમની બેનીફીટ આવકો બંધાઇ ચુકી હતી. તેમની પત્ની ને અલ્હાઇમર થયો હતો અને તે બધુ ભુલી જતી હતી..દિકરો અને વહુ બધી જ રીતે સારા..એક વખત એવું નક્કી થયુ કે જીંદગીનાં છેલ્લ વરસો ભારતમાં ગાળવા જેથી અમદાવાદમાં સારો એપાર્ટમંટ ખરીદ્યો અને મહારાજ્, ચોવિસ કલાકની કામવાળી ,રામલો અને ડ્રાઇવર સાથે રહેવુ શરૂં કર્યુ…બે વર્ષબાદ પત્નીનાં મૃત્યુ પછી છોકરાએ અમેરિકા બોલાવ્યા ત્યારે કહે હું તો અહીં સારો છું..મને અહીં ૪ નોકરો છે ત્યાં બધુ મારે જાતે કરવુ પડે…અમેરિકામાં જેમ સુખો છે તેમ દુઃખો પણ છે જ્યારે તેજ પ્રકારે ભારતમાં પણ સુખો છે તેમજ દુઃખો છે…કૃષ્ણ નો સ્વભાવ ટોળામાં જીવવાનો..અને તે ટૉળા આજે ૯૦ વર્ષે પણ તેને મળે છે.. જ્યારે જો તે અમેરિકામાં હોત તો કદાચ નર્સીંગહોમ મળત્.. આ વાતને હું front mirrorમાં રહીને જીવવાનું કહું છું. તે અમેરિકન જીવન પધ્ધતિ જીવ્યા પછી પણ નવું જીવન શરુ કરે છે અને આજમાં જીવે છે..અમેરિકાથી ભારત જતા ઘણા બધા મિત્રોએ તેનો સત્કાર માણ્યો છે. ( એ કહે છે જુની જીવન પધ્ધ્તિમાં જે છે તે કદાચ નવી જીવન પધ્ધતિમાં ના હોય પણ જે છે તેમાં જે નથી નો પૂર્વાગ્રહ ઉમેરવો તેજ rear mirror જોઇને ગાડી ચલાવવાની વાત છે)

225px-Jeanne-Calment-1996

બીજુ ઉદાહરણ મેં ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં   સ્થાન પામેલી સૌથી લાંબુ જીવન જીવેલી ફ્રેન્ચ મહીલા જેની કમેટ નું આપ્યુ..તે ૧૨૨ વર્ષ જીવેલી ૮૫ વર્ષે તે Fencing (તલવાર બાજી અને તીવ્ર ચંચળતા યુક્ત યુધ્ધ સાધનોનાં ખેલો) કરતી અને ૧૦૦ વર્ષે પણ તેના ગામના પહાડી વિસ્તારમાં તે સાયકલ ચલાવતી. ૧૧૯ વર્ષ સુધી તે ધુમ્રપાન કરતી. તેના સુદીર્ઘ જીવન માટે તે કહેતી લસણ શાકભાજી ઓલિવ ઓઇલમાં ડુબાડીને ખાતી અને શરીરે ઓલીવ ઓઈલ ચોપડતી પણ. ૧૧૪ વર્ષ સુધી તો તે સ્વસ્થતાથી ચાલી શકતી ૧૧૯ વર્ષે આંખે તકલીફ થતા અને ખાસ તો જાતે લાઈટર ન સલગાવી શકતા તેને ધુમ્ર પાન છોડ્યુ. તે મનથી પોતાને કદી વૃધ્ધ માનતી નહોંતી અને સદા પ્રસન્ન મીજાજ રહેતી. 

અંતે જ્યારે મારું વક્તવ્ય પુરુ કર્યુ ત્યારે તે સૌ શ્રોતાઓનો હું હકારત્મક જીવન જીવો નું વહેવારીક સંદેશો આપનારો “દાદો” હતો. અને પૂર્વાગ્રહો છોડી આજમાં જીવવાની શીખ આપનારો “ગુરુ” હતો. મને ૨૫ મીનીટની મર્યાદા બતાવનારા સંચાલક મિત્ર તો મને ભેટી જ પડ્યા હતા અને મારી સ્મૃતિનો સૌથી સંતોષ જનક તે દિવસ હતો.. કરણ કે ૭૫ જણને મેં શતાયુ બનવાની જડીબુટ્ટીઓ આપી હતી

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: