મુખ્ય પૃષ્ઠ > નિવૃત્તિ ની પ્રવૃત્ > વાતાવરણ નો નહીં વિચારધારા નો દોષ- હરિક્રીષ્ણ મજમુંદાર

વાતાવરણ નો નહીં વિચારધારા નો દોષ- હરિક્રીષ્ણ મજમુંદાર


મારી વાતો અમેરિકન વાતાવરણની છે પરંતુ સમય જતા તે વાતાવરણ કરતા વિચારધારા સાથે વધુ સંકળાયેલી લાગે છે. તમે નિવૃત્ત થયા પછી કરવાની ઘણી બધી વૈજ્ઞાનિક વાતો પછી આ વાત મુકુ છું તેનુ મુખ્ય કારણ એજ કે ક્યારેક આજુ બાજુ નજર નાખો અને વિચારધારાથી પીડીત ઘણા કુટુંબો દેખાશે. અત્યારે એક જ કુટુંબમાં ચાર પેઢીની વાત કાલ્પનીક નામો થી સમજાવું છું

.

જગદીશભાઈ નું લગ્ન જીવન બે સંતાનો ભણવા ગયા અને ખાલી માળો હતો ત્યારે ખરાબે ચઢ્યું. જીજ્ઞા અને જગદીશ બંને તેલ કંપનીમાં સારા એવા મોટા પગારનાં પગારદાર તેથી જેવી બાળકોની જવાબદારી ગઈ તે સાથે  “હું”પદ મોટુ થતું ગયુ..જીજ્ઞાને સતત એવું લાગે જગદીશ દરેક અન્ય સ્ત્રીને બહુ સરસ રીતે વાતો કરે છે અને મારી વાત આવે અને એનો તેવર બદલાઈ જાય છે. જગદીશ કહે એવું કશું નથી. છતા શંકાનું મોળવણ દુધમાં પડ્યુ તેટલે તે ધીમે ધીમે દહીં જેવી વિકૃતિનું સ્વરૂપ પકડતી ગઈ અને નાના જીગન અને મોટા જતીન ને વચ્ચે રાખી બંને જણા છૂટા પડ્યા..૩૦ વર્ષ બાદ્. જગદીશ મીત્તભાષી તેથી  ડો. ક્રૂષ્ણા સાથે બીજુ લગ્ન પણ કર્યુ..જોકે સ્વૈચ્છીક નિવૃત્તિને કારણે પુરતા પૈસા હતા..અને મોટા ઘરમાં થી ઘણા મોટા મકાનમાં રહેવા તે ચાલી ગયો. જીજ્ઞાએ પોતાનુ નાનુ અને સ્વતંત્ર મકાન લીધું

જીગન અને જતીન જ્યારે જ્યારે જગદીશભાઈને મળવા જાય ત્યારે ક્રૂષ્ણાને તકલીફ થાય.તે વાતનો નિવેડો લાવવા જગદીશે ક્રૂષ્ણાને તે દિવસે કહ્યું ‘મેં જીજ્ઞાને છુટા છેડા આપ્યાછે જીગન અને જતીન ને નહિ..તે મારા સંતાનો છે અને હું તને કહેતો નથીકે તેમને તુ તારા પણ સંતાનો બનાવ્ પરંતુ તુ એમના આવવાથી તારુ પત્તુ કપાય તેવો ભ્રમ ના સેવ્. દક્ષાને આ વાત ના ગમી છતા જગદીશની સ્પષ્ટ વાતે રાહત જરૂર આપી.

૨.

તે દિવસે નાનો જીગન જીજ્ઞા વિશે ઘસાતુ બોલતો હતો ત્યારે જગદીશભાઈ એ કહ્યું  મારી અને જીજ્ઞા વચ્ચે વૈચારીક મતભેદ ભલે હોય.. જ્યારે જ્યારે તુ જીજ્ઞા વિશે બોલે ત્યારે તે મારી પૂર્વ પત્ની હોવા સાથે તે તારી મા છે તે ભુલવું ના જોઈએ. તે રોગ ગ્રસ્ત છે અને તે રોગનો ઉપાય નથી તેથી બંને છૂટા પડ્યા છીયે. મારું સંતાન તેની મા વિશે ઘસાતુ બોલે તે મને જરાય ના ગમે.

જીગન કહે પણ મમ્મી તો હું તમારું ઘસાતુ બોલું તો તેને આનંદ થાય છે. તેથી તે વાત તમને કહેતો હતો. જગદીશ શુન્ય થઈને જીગન ને જોતો રહ્યો અને થોડીક ક્ષણો પછી બોલ્યો તેથીજ તો અમે જુદા થયા..બાકી તે છૂટા છેડાની વકીલે મારા વિશે ધુળ ઉડાડવાનું કશું બાકીજ ક્યાં રાખ્યુ હતું…ખૈર તેને ભગવાન સન્માર્ગ બતાવે.. કહી વાત બદલી.

૩.

જીગન અમેરિકામાં જન્મેલ સંતાન હતું અને જીજ્ઞા તેની ભારતિય મિત્ર સુજાતાની દીકરી ઝીલ સાથે તેનું લગ્ન કરવા ઇચ્છતી હતી. જગદીશભાઈ નું માનવું હતુ જીગને ભારતમા જન્મેલી અને ઉછરેલી ઝીલ સાથે લગન કરવાની ના પાડતા કહ્યું વિચારોની ભીન્નતા તમને સુખદાયી જીવન નહીં આપે. અમેરિકાની સ્વતંત્રતા તે પચાવી નહી શકે.

જગદીશભાઈની ના ઉપર જીગને લગ્ન કર્યા  અને ત્રણ વર્ષ પછી તે લગ્ન ને કારણે જીજ્ઞા અને સુજાતાની મૈત્રી તુટી ગઈ. લગ્ન જીવનમાં ભંગાણ પડવાનું કારણ ખબર છે ઝીલ ને પણ જીગન ની અન્ય સ્ત્રી મૈત્રી ગમતી નહીં

.

જગદીશભાઈનાં બાપુજી હરીભાઈ અને શાંતા બેન  ભારતથી જ્યારે આવ્યા ત્યારે ક્રૂષ્ણાનાં કહેવા પ્રમાણે ઘણા સારા હતા. પરંતુ તેમના દમને કારણે તેમને ઘરનો ઉપલો માળ મળ્યો હતો. તેમનું ખાવાનું જુદુ..તેમનુ લગભગ બધું જ જુદુ. જતીન ની દીકરી જેનાને દાદા સાથે રહેવું હોય પણ દમીયલ તબિયતને કારણે ક્રૂષ્ણા તેમની પાસે જવા ના દે.જેના દાદા પાસે જાય ત્યારે દાદાએ અને જેના એ મોં ઢાંકીને જ જવાનું. આ પ્રથા સામે શાંતા બેનને આ વાતનું બહુજ લાગી આવે. જીજ્ઞા સાથે આ બાબતે વાત કરે ત્યારે બંને રડે..

જગદીશભાઇ મનથી સમજે પણ વહેવારીક રીતે ક્રૂષ્ણાની વાત સાચી તેથી અમેરિકાનાં નામે નિઃસાસા નાખે.

૫.

હરીભાઇ અને શાંતાબેન સાથે થતા વૈમનસ્યથી કંટાળી જગદીશભાઇ બોલ્યા હવે તે લોકો ચોથી પેઢી સાથે મરજી મુજબ રમી પણ ના શકે? ત્યારે હરીભાઈ બોલ્યા જગદીશ અમે ભારત હતા ત્યારે જે કલ્પનાની દુનિયામાં હતા. તેના કરતા અત્યારે ભલે થોડાક બંધનો સાથે પણ જેનાને જોઇએ છે ને? તે આનંદ છે. અમેરિકામાં વાતાવરણ નો નહીં વિચારધારા નો દોષ છે. ભારતમાં રહ્યાં હોય અને જેવું જીવ્યા હોય તેવું બધું અહી મળે તે વિચારધારા જ મૂળભૂત રુપે ખોટી છે.. ભારતનાં અમારા સંસ્કાર અને અમારી વાતો અહીંનાં બાળકો માટે અર્થહીન છે કારણ કે તેઓ ત્યાં જવાનાં નથી અને તેનો ફાયદો કે ગેર ફાયદો સમજવાનાં નથી. તેમની સ્મૃતિમાં અમે ગ્રેટ ગાંડ પા રહીયે તેટલું પુરતુ છે.આ બધી નક્કર વાતો જ્યારે હું કહું તે શાંતાને ગમતુ નથી. પણ આ વાતો જેટલી જલ્દી નિવૃત થયેલા કે થનારા લોકોનાં મગજમાં ઉતરે તેટલુ તેમનું જ જીવન સંઘર્ષહીન બને છે.

 શાંતા બેન તરત જ ઉકળી પડ્યા હવે તમે વેવલા થવાનું બંધ કરો અને ‘દાદા’પણું બતાવો..એમ તો કંઈ ચાલતુ હશે.. જીજ્ઞાને પણ આ જ ઉકળાટ છે.દર અસલ છેલ્લા પાંચ સાત વર્ષથી હરિભાઈ અને શાંતાબેન વચ્ચે પણ વિચારોનું વૈમનસ્ય વધતું હતું. અમેરિકા આવ્યા પછી તે બળવત્તર થયું. કદાચ આ ભૂમિ દરેકનાં મનમાં સ્વમાન વધારે પ્રમાણમાં લાવી દે છે અને નિવૃત્ત વૃધ્ધ દંપતીમાં ખાસ કારણ કે કમ કાજ કશું હોતુ નથી સિવાય કે ભૂતકાળ વાગોળ્યા કરવાનો…પતિ એ જ્યાં જ્યાં ભુલો કરી તેને કારણે તેમને થયેલું નુકશાન વધુ દેખાય અને એક તબક્કે અએવું પન કહી બેસે કે તમારા કરતા મે આ કર્યુ હોત તો આપણી પરિસ્થિતિ સારી હોત્. અને હવે મારે શું કામ દબાયેલા રહેવાનું.. તમારી તાકાત જોઇ લીધી..તમારાથી દૂર રહીને કદાચ મને શાંતી વધારે મળશે જેવા ભ્રમો જોર પકડે.. જીજ્ઞાનો ટેકો મળતા જ શાંતાબેને હરિભાઈથી દુર રહેવા જવાનું નક્કી કર્યુ…

હરિભાઇ કહે હવે ઉતરતી વેળાએ સાથ છોડવાનો તારો નિર્ણય સાચો હશે કે નહીં પણ તને જેમ ઠીક લાગે તેમ કર…હા જિંદગીનાં છેલ્લા તબક્કામાં હું તને છૂટા છેડા નહીં આપુ.. તારી મરજી હોય તેમ કરજે અને તારુ અને મારું માન સાચવજે. 

આ વાતો તો હજી લાંબી ચાલી શકે છે પરંતુ હરીભાઈની વાતો ૭૫ વર્ષે તેમની ઉંમરની ગરીમા સાચવી એટલું જ કહે છે  Mention it but do not insist

આ સમગ્ર ઉદાહરણમાં તટસ્થ મનથી વિચાર કરો તો લાગશે કે જિંદગીનાં આ છેલ્લા દસકામા દરેક પેઢી એક યા બીજા પ્રકારનાં નકારત્મક વિચારધારાનો ભોગ બનેલા છે જે એમ જ સાબિત કરે છે દેશ હોય કે વિદેશ વિચારધારા ખરડાય ઍટલે પરિણામ બદલાય અને બદલાય જ્.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: