મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ, સાહિત્ય જગત > સ્પૃહા ભાર છે,તે ઉતારો- હળવાશ છે-આચાર્ય પ્રદ્યુમ્નવિજય સુરિ

સ્પૃહા ભાર છે,તે ઉતારો- હળવાશ છે-આચાર્ય પ્રદ્યુમ્નવિજય સુરિ

એપ્રિલ 30, 2009 Leave a comment Go to comments

cage

મનને કોઈ પણ,ચાહે લોખંડના,ચાંદીના કે સોનાના પિંજરે પૂરનાર સ્પૃહા છે. પછી તે સત્ વિષયક હોય કે અસત્ વિષયક.સ્પૃહા કરી કે પુણ્ય ઓછું પડ્યું. તે મેળવવા આંબવા પનો ટૂંકો પડ્યો. મનની વિચિત્ર ખાસિયત છેઃ જે ન મળે તેને જ મેળવવા મથ્યું રહે. તે નિષ્ફળતાના કારણરૂપ પુણ્યની ખામી જુએ તો જ પુણ્ય-સંપત્તિ વધારવા તરફ તે વિચારે. પણ…વો દિન કબ? તે તો તેને હાંસલ કરવા જ લાગ્યો રહે.
તો, એવી સ્પૃહાનો ભાર લઈને જીવવાને બદલે હળવું જીવન જીવવા માટે કવિ ઉમાશંકરનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છેઃ

‘જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ,
બની રહો તે જ સમાધિ યોગ.’

 
સહજતાથી જીવવું – સારા સંકેતો મળે તો તે તરફ જીવન વાળવું. પ્રત્યેક સંકેતમાં ઇશ્વરની લિપિ જોવી. તેને ઉકેલવાની કોશિશ કરવી. આપણું જીવનકાર્ય શું હોય તેની આપણને ખબર ન હોય તેમ બને પરંતુ ‘એને’ ખબર છે. તે જે રીતે જીવન દોરે તેની વચ્ચે દખલગીરી ન કરીએ અને ‘તેના’ દોરવાયા દોરવાઈએ. તેના ઈશારાને સમજવા ભરપૂર મહેનત કરીએ. એ સમજાય તો તે તરફ વળીએ. કાંઈક નક્કર મેળવ્યાનો અહેસાસ સાથે જિંદગીની ચોપડીના બીજા પૂંઠાને પણ બંધ કરીએ. કો’ક તેને માથે મૂકશે એ શ્રદ્ધા રાખવી ગમે છે એ માટે.

મનને સમજાવવું પડે છે કે સ્પૃહા ન રાખો. પુણ્ય પ્રમાણે સામેથી જ આવશે. જાણો છો? એના ઉપર આપણું નામ કોતરાયું છે! બીજું કોઈ એની માલિકી નહીં કરે. મળશે, આપણને જ મળશે. –પણ તેના સમયે અને આપણા કિસ્મત પ્રમાણે.
ભરોસો રાખજો અને તૈયાર રહેજો.

 Pathashala  ank-no69_-_pdf

pageend

Advertisements
  1. Ramesh Shah
    એપ્રિલ 30, 2009 પર 2:11 પી એમ(pm)

    Pu acharya pradyumnasuriji naa prakaashan pathashaalaa is available on http://www.rameshshah.wordpress.com.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: