મુખ્ય પૃષ્ઠ > પ્રકીર્ણ, માહિતી, સાહિત્ય જગત, Received Email > શબ્દોની તાકાતને ઓળખો-N.Raghuraman

શબ્દોની તાકાતને ઓળખો-N.Raghuraman

એપ્રિલ 15, 2009 Leave a comment Go to comments

word_power_magic1
તાજી ઘટનાની વાત છે. એક અજાણ્યા માણસના શબ્દોએ મારી આંખો ખોલી નાખી. તેનાં વાકયો સાંભળીને મને અહેસાસ થયો કે આખરે શા માટે શબ્દોને નકારાત્મક કે સકારાત્મક ક્રિયાઓનું પ્રારભિંક લક્ષણ કહેવામાં આવે છે.

ઘટના કંઈક એવી હતી કે હું મારી દિનચર્યા અનુસાર મારા ડોગી સાથે ટહેલવા નીકળ્યો. અચાનક મારા પાડોશી તેમના આલ્સેશિયન કૂતરા સાથે મારી સામે આવ્યા અને બોલ્યા, ‘તમને ખબર છે કે દરરોજ તમારી બાલ્કનીમાં ઊભેલા આ ડોગીને જોઈને મને એવો અહેસાસ થાય છે કે જાણે તે મને ચા કે કોફી માટે આમંત્રણ આપી રહ્યું છે. કદાચ તમને આ સાંભળી આશ્ચર્ય થયું હશે.

જોકે, આપણે પણ કયારેક સાથે ચા-કોફી પીવી જોઈએ! હું તમારી બિલ્ડિંગની બાજુમાં જ રહું છું.’ તેમનાં મધુર હાસ્ય અને વાતો સાથે થોડી વારમાં જ તે ત્યાંથી નીકળી ગયા, પરંતુ તેમણે કહેલા શબ્દો મારા દિલ-ઓ-દિમાગ પર અંકિત થઈ ગયા.


આયરિશ લેખક જયોર્જ બર્નાર્ડ શો શબ્દોને પોસ્ટેજ સ્ટેમ્પ કહેતા હતા. તેને લીધે જ પોતાની વાત પ્રત્યે બહુ સાવધાન રહેવું જોઈએ. જો વરુણ ગાંધીએ બોલેલા શબ્દોએ વિવાદ પેદા કરી દીધો તો લાલુપ્રસાદ યાદવની તેમના અંગેની ટિપ્પણી ‘રોડ રોલરે’ ઘટનાને ફરીથી ‘ગરમ’ કરી દીધી.
ભૂતપૂર્વ સીબીઆઈ નિદેશક જોગિંદરસિંહ એક નવું પુસ્તક લખી રહ્યા છે, જેનો મર્મ મને ખબર છે. તે પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે તમે હંમેશાં સકારાત્મક વિચારો ન કરી શકો, તેવી જ રીતે નકારાત્મક ખયાલોને આવતા રોકી પણ ન શકો. તેમ છતાં જો તમે સજાગ રીતે કોશિશ કરો તો નકારાત્મક વિચારોને દૂર રાખી શકો છો. તેના માટે તમારે શબ્દો પર બહુ ઘ્યાન આપવું પડશે.
યાદ રાખો કે શબ્દ બે લોકોને નજીક લાવી શકે છે અને તેમને અલગ પણ કરી શકે છે. આ સંદર્ભમાં બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલના શબ્દો જાણવા જોઈએ, ‘નકારાત્મક શબ્દોને બોલ્યા વિના પચાવી જવાથી કોઈનું પણ પેટ નથી બગડયું!’
ફંડા એ છે કે શબ્દોમાં બહુ તાકાત હોય છે. આથી કોઈ પણ વ્યકિત સાથે વાત કરતી વખતે હંમેશાં યોગ્ય અને સકારાત્મક શબ્દોની પસંદગી કરવી જોઈએ.-58695063ma8

Email courtsey:-kiddingfrnd@yahoo.co.in

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: