મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, Received Email > તમે અને તમારા હસ્તાક્ષર.. અનીલ શાહ

તમે અને તમારા હસ્તાક્ષર.. અનીલ શાહ

એપ્રિલ 13, 2009 Leave a comment Go to comments

 superstock_1570r-1236641

જગતમાં દરેક વ્યક્તિના લખાણ લખવાની પદ્ધતિ અને શૈલી પરસ્પરથી અલગ હોય છે.જે વ્યક્તિના લખાણ અથવા હસ્તાક્ષર આપણે એક વખત જોઈ લીધેલ હોય તો તેને આપણે અવશ્ય ઓળખી શકીએ છીએ .જેમ જગતમાં કોઈ બે વ્યક્તિઓના હાથની રેખાઓ એક સરખી હોઈ શકતી નથી તેવી જ રીતે બે વ્યક્તિઓના લખાણ અને હસ્તાક્ષર પણ લગભગ એક સમાન હોતા નથી. આમાં તફાવત કે અંતર હોવાની સાહજીકતા રહેલી જ હોય છે.
લખાણ કે હસ્તાક્ષર પરથી વ્યક્તિના સ્વભાવ અંગેની જાણકારી મેળવી શકાય છે. લખાણ કે હસ્તાક્ષર એ વ્યક્તિની પોતાની એક મૌલીકતા છે. કોઈ બે વ્યક્તિના હસ્તાક્ષરમાં કોઈને કોઈ ભિન્નતા અવશ્ય આવે છે.જેમ કે.. હસ્તાક્ષરની લઢણ, કાગળ-કલમની ભિન્નતા, હસ્તાક્ષર કરતી વખતે અલગ-અલગ કલમીય દબાણ વગેરે.. દ્રષ્ટીગોચર થાય છે.
હસ્તાક્ષરમા રહેલી વિભિન્નતાના કેટલાંક કારણો આ મુજબ હોઈ શકે.


( ૧ ) કલમ પર પડતું દબાણ..
( ૨ ) હસ્તાક્ષરનો ઝોંક..
( ૩ ) હસ્તાક્ષરની દ્રઢતા…
( ૪ ) હસ્તાક્ષર ઉપરથી નીચે અને નીચેથી ઉપર તરફ..
( ૫ ) વાંકાચૂકાં હસ્તાક્ષર..
( ૬ ) હસ્તાક્ષરની કોમળતામાં વિસંવાદિતા..
( ૭ ) હસ્તાક્ષર સુડોળ કે બેડોળ..
( ૮ ) હસ્તાક્ષરની અસ્પષ્ટતા..
( ૯ ) હસ્તાક્ષર નાના- મોટા અને તૂટક-તૂટક..
( ૧૦ ) ઢંગધઢા વિનાના અક્ષર.. વગેરે..વગેરે…
હસ્તાક્ષરની મહત્તા ઃ


હસ્તાક્ષર એ માનવમનનું એક દર્પણ છે.માનવબુદ્ધિ અને તેના હ્રદયને પામવાનું માધ્યમ એ હસ્તાક્ષર છે.હસ્તાક્ષર કરતી વખતે હસ્તાક્ષરકર્તાની માનસિક સ્થિતિ અને ઘટનાઓનું વિહંગાવલોકન પણ જરૂરી બને છે.જો તે ગુસ્સામાં હોય અથવા અસ્થિર માનસિક અવસ્થામાં હોય તો જાતકના હસ્તાક્ષર તૂટેલા-કપાયેલા હશે અથવા તો કેટલીક વખત હસ્તાક્ષર કાપીને ફરીથી લખેલા હશે.જો જાતક ઊતાવળમાં હોય તો વ્યક્તિના હસ્તાક્ષર ભાર દઈને લખેલા હશે.જો સ્વછંદ વિચારધારાવાળી વ્યક્તિ હસ્તાક્ષર કરતી હોય તો હસ્તાક્ષર વચ્ચેના અંતરમાં વિસંવાદિતા અને ન્યૂનતા જોવા મળશે.સાચા અને ઉચ્ચ વિચારવાળી વ્યક્તિના હસ્તાક્ષર સીધા અને સ્પષ્ટ હોય છે.જેના અક્ષર અસ્પષ્ટ , વાંકાચૂકાં અને ઢંગધઢા વિનાના હોય તેવી વ્યક્તિ બીજાને છેતરનારી અને ઠગનારી સંભવે છે.
હવે , આપણે અલગ-અલગ પ્રકારના હસ્તાક્ષરવાળી વ્યક્તિના સ્વભાવ અંગે ચર્ચા કરીશું.
( ૧ ) સરળ હસ્તાક્ષર : સરળ અને સૂક્ષ્મ હસ્તાક્ષરવાળા વ્યક્તિની જિંદગી સરળ અને સાહજિક હોય છે.તેઓને ધૂર્તતા , આડંબર અને જૂઠ પસંદ નથી.
( ૨ ) સ્પષ્ટ હસ્તાક્ષર :સ્પષ્ટ હસ્તાક્ષરવાળી વ્યક્તિ સહનશીલ અને ગંભીર હોય છે તથા તેમની જિંદગી અવ્યવસ્થિત હોય છે.
( ૩ ) વ્યાકરણીય હસ્તાક્ષર : હસ્તાક્ષરમાં બે શબ્દો વચ્ચેનું અંતર , અનુસ્વારનો ઉપયોગ એ એક સ્પષ્ટ કલમે કરેલા હસ્તાક્ષર છે.આવી વ્યક્તિ સ્વચ્છંદ રહે છે.તે કોઇના દ્વારા છેતરાય તેમ તે ઈચ્છતી નથી.
( ૪ ) સુસજ્જિત હસ્તાક્ષર : આવા હસ્તાક્ષર પ્રથમ નજરે જોનારના મનને હરી લે છે.તે વ્યક્તિની ઈચ્છા ,સુંદરતા અને સૌમ્યતા દર્શાવે છે.આવી વ્યક્તિ સૂક્ષ્મ વિચાર અને વ્યવહારમાં કોમળતા દર્શાવે છે.
( ૫ ) મોટા અક્ષરે લખેલા હસ્તાક્ષર : મોટા અક્ષરે હસ્તાક્ષર કરવાવાળા જાતકો સ્વચ્છંદ પ્રવ્રુત્તિવાળા હોય છે.તેઓનું મગજ યોજનાબદ્ધ કામ કરે છે.
( ૬ ) રચનાત્મક હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળા જાતકો આદર્શ મનાય છે.ફરવાની પ્રવ્રુત્તિ ,સહિષ્ણૂતા ,સાહસ ,આત્મનિયંત્રણ , સ્પષ્ટતા ,સહજત્વ વગેરે તેઓના સ્પષ્ટ ગુણ છે.
( ૭ ) ભારે દબાણપૂર્વક લખાયેલા હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળી વ્યક્તિ દ્રઢ નિશ્ચયી હોય છે.તેઓની જીવનશક્તિ મજબૂત હોય છે.તેઓ પોતાની વાત પર અડગ રહેતા હોય છે.તેઓ સ્પષ્ટવક્તા , વિકાસશીલ અને ઉદ્યમી હોય છે.
( ૮ ) હલકા દબાણપૂર્વક લખાયેલા હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળા જાતકો કોમળ મનપ્રધાનવાળી ,સહનશીલ ,શાલિન અને સંસ્કારી હોય છે.તેઓ મહત્વાકાંક્ષી અને ઉત્સુક માલૂમ પડે છે.તેઓ ક્યારેય ખોટું સહન કરતા નથી.
( ૯ ) ઉપર તરફ જતાં અક્ષર : આવા જાતકો પોતાની ઈચ્છા અને મહત્વકાંક્ષાને દર્શાવે છે.તેઓમાં અદભૂત અને અવિસ્મરણીય કામ કરવાની ચીવટ હોય છે.આવા જાતકોમાં હિંમત અને એકાગ્રતા હોય છે.
( ૧૦ ) નીચે તરફ જતાં હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળા જાતકો સાવધાન અને સાહસિક હોય છે. વિષમ અને પ્રતિકુળ સંજોગોમાં પણ વિચલિત થતા નથી.પોતાની આશાવાદિતાથી અને હકારાત્મક વલણથી મંઝિલે પહોંચે છે.
( ૧૧ ) સૂક્ષ્મ હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળી વ્યક્તિ અંતર્મુખી હોય છે.તેઓ કામની સાતત્યતાને જાળવી રાખે છે.પોતાના રહસ્યને છુપાવવું તે તેઓની કમજોરી રહે છે.
( ૧૨ ) પાછળ ઝૂકતાં હસ્તાક્ષર :આવા હસ્તાક્ષરવાળા જાતકો રહસ્યમય ,શંકાશીલ અને અસ્વભાવિક સંભવે છે.તે ગોપનીય પર વિશ્વાસ ધરાવે છે.તેઓમાં અસત્ય બોલવાની પ્રવ્રુત્તિ દેખાય છે.
( ૧૩ ) ધારદાર હસ્તાક્ષર : આવી વ્યક્તિ એક તરફ ચીવટવાળી હોય છે તો બીજી તરફ તેઓ નિર્મમ આલોચક હોય છે.તેઓ પોતાના પ્રતિસ્પર્ધી અને દુશ્મનથી ક્યારેય ડરતી નથી.આત્મવિશ્વાસ , સ્વાવલંબન ,તથા કૂટનીતિ.. તેઓના સાફલ્યની ચાવીઓ છે.
( ૧૪ ) ગોટમગોળ હસ્તાક્ષર : આવા હસ્તાક્ષરવાળા જાતકો રહસ્યમય ઉપરાંત દ્વિઅર્થી હોય છે.મ્રુદુભાષી હોય છે.તેઓ પોતાની કૌશલ્યતા અને ભાવના છુપાવી રાખે છે.હાસ્ય , વિનોદ , સહિષ્ણુતા અને સહજતા એ તેઓના સવિશેષ ગુણો છે.
———————————ઈશ્વરેચ્છા બલિયસી———————

www.anilshah19.wordpress.com

Advertisements
  1. ઓગસ્ટ 21, 2011 પર 6:05 એ એમ (am)

    હસ્તાક્ષર અંગની ખૂબજ સુંદર જાણકારી આપવા બદલ ધન્યવાદ !

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: