મનની ખીંટી –

એપ્રિલ 8, 2009 Leave a comment Go to comments

 
 
અમારાં ઘરમાં રિપેર કામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે..  કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી  અધવચ્ચે એની ઈલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની  ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘેર મૂકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો  નહીં. અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : ‘ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને  બાળકોને તમને મળીને આનંદ થશે.’

 ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બન્ને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં  દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું.  એનાં બે બાળકોને વહાલથી ભેટ્યો અને પત્નીને ચૂમી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા  ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી શક્યો નહીં. મેં એને પૂછ્યું : ‘ઘરમાં દાખલ  થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?’

 ‘અરે, હા. આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો  આવવાની, પણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અને બાળકોને એની સાથે શું લેવાદેવા ? એટલે,  જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ  થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું. પણ નવાઈની વાત તો એ  છે કે રાતે મૂકેલી તકલીફોમાં થી ઘણી ખરી સવારે ત્યાં હોતી નથી.

 તેના મૂળ લેખકને, ગુજરાતી અનુવાદક શ્રી શાંતિલાલ ડગલીને, યુનિકોડમાં ટાઈપ કરીને રીડ ગુજરાતી પર મૂકવા માટે શ્રી મૃગેશભાઈ શાહને Original English version : http://www.naute.com/stories/worrytree.phtml ( Thanks to Vinay Khatri)

Advertisements
 1. dhufari
  એપ્રિલ 9, 2009 પર 7:09 પી એમ(pm)

  ભાઇશ્રી
  ખરેખર એક પ્રેરણા દાયક કથાનક છે.દરેક માણસ જો આવી એક ખીંટી રાખવાનું શરૂ કરે તો
  ઘરકંકાસના પ્રસંગોમાં જરૂર ઓટ આવવા લાગે.માણસ ખીટી લગાવવાનું તો શરૂ કરે જ કારણ કે
  આરંભે સુરા ઘણા મળી જાય પણ એમને ખીટીમાં શ્રધ્ધા રાખતા આવડતી નથી અને એ બીજા યા
  ત્રિજા દિવસે જ આ ખીટી કંઇ કામની નથી કહી ઉખેડીને ફેંકતા વાર નહી કરે કારણ કે,ઇન્સ્ટંટ રીઝલ્ટમાં
  માને છે.
  અસ્તુ
  -પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”
  visit my blog athttp://dhufari.wordpress.com

 1. એપ્રિલ 18, 2009 પર 7:59 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: