ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી-(7)
ત્ર
૧. | ત્રકી | પ્રગતિ | ભારતની ત્રકીનો (तरक्की) મુખ્ય આધાર દેશભક્તિ છે. |
૨. | ત્રખ્ | તરસ્ | ત્રખનો માર્યો કાગડો કુંજામાં કાંકરા નાખતો ગયો |
૩. | ત્રગારો | તેજ્, ચળકાટ ભર્યો | પૂર્વે હેમંતનો સૂર્ય ત્રખતો હતો..ત્યાં ક્યાંકથી વાદળો આવીતેને ઢાંકી ગયા |
૪. | ત્રગાળો | તરગાળો ,નાટકીયો | ગ્રામ્ય મેળામાં ત્રગાળતો હાજર જ હોયને… |
૫. | ત્રજડ | તલવાર્ | હોંકારા દેકારા પછી ત્રજડ ઝબકીને મિંયા ફુસકી ઝબક્યા.. |
૬. | ત્રણ ત્રાસે | સારી રીતે | નવ વધુને પહેલું અઠવાડીયુ તો ત્રણ ત્રાસે જ રખાયને..! |
૭. | ત્રતક | અવતરણ | જન્માષ્ટમીની મેઘલી રાતે શ્રી કૃષ્ણનું ત્રતક થયું. |
૮. | ત્રપુબંધક,ત્રિખ | સીસુ | સંગીતકારોનાં કાનમાં ત્રિખ રેડવાની સજા કરી તે પાપ કર્મનાં ઉદયે વર્ધમાનનાં કાનમાં ખીલા ઠોકાયા |
૯. | ત્રપુલ | કલાઈ | તાંબાનાં વાસણોને તપાવી નવસાર અને ત્રપુલ વડે કલાઇ થતી હોય છે. |
૧૦. | ત્રબાક | ડાકલું, ભૈરવનું વાજીંત્ર | ત્રાંડવ નૃત્ય શિવજીનાં ગુસ્સાને ભૈરવનાં ત્રબાક્ને કારણે વધું બીહામણું લાગતું હતું |
૧૧. | ત્રયી | આધ્યાત્મવિદ્યા, | જૈન ધર્મની રત્નત્રયી છે જ્ઞાન્ દર્શન અને ચારિત્ર. |
૧૨. | ત્રવટું | ત્રિભેટે | યુવા વર્ગ ત્રવટે ઉભો છે જ્યાં માબાપની જ્વાબદારી,પોતાનાં સ્વપ્ના અને બાળકોનું લાલન પાલન તેમને મુંઝવે છે |
૧૩. | ત્રશકાર | લોહીનું ટીપુ | ગુલાબ લેવા જતા તન્વીને કાંટે ત્રશકાર ઝળુંબી ગયો… |
૧૪. | ત્રસન | ઉદ્વેગ,બીકણ,ભય,ચિંતા | અજ્ઞાન જ દરેક ત્રસનનું મૂળ હોય છે. |
૧૫. | ત્રસાળો | સરવાળો, ઉમેરો કરવો | બાપની સંપતિમાં ત્રસાળો કરે તે ડાહ્યો દિકરો |
૧૬. | ત્રઠકવું | ધ્રુજવું | શંકરનાં તાંડવતી થતા ધરતીકંપોથી દક્ષ રાજા ત્રઠુક્યાં અને કૈલાશપતિની માફી માંગવા લાગ્યા |
૧૭. | ત્રંબાવતી | ખંભાત્ | ત્રંબાવતી ૧૫મી સદીનું ધીખતું બંદર હતું. |
૧૮. | ત્રંખ | ત્રંબક્,શંકર | કામદેવને જોઈને ત્રંખની ત્રીજી આંખ ખુલી ગઈ |
૧૯. | ત્રા | જતન કરવું | મા અને મામા જે ત્રા કરે તે બાપા ક્યાં કરે? |
૨૦ | ત્રાકડીયું | ત્રાજવું | મોસાળે મા પીરસે ત્યારે હેતનું ત્રાકડીયું વધારે જ નમે |
૨૧. | ત્રાગ | અંત છેડો | એના વલોપાતનો ત્રાગ ત્યારે આવ્યો જ્યારે તે પત્ર સૌએ વાંચ્યો. |
૨૨. | ત્રાજવડાં | છુંદણા | તારા નામનાં ત્રાજવડાં છુંદાવું, તે ત્રાજવડે તારા મનને મોહાવું |
૨૩. | ત્રાણક | રક્ષક | ત્રાણકોનાં ટૉળા સાથે ચાલતા જોઈ બહારવટીયાઓએ જાન લૂંટવાનો વિચાર માંડી વાળ્યો. |
૨૪. | ત્રિક | ગોખરું, ત્રીજો | ત્રિક એ ગરમાટો લાવતું ઔષધ છે. |
૨૫. | ત્રિકટુક | સુંઠ, પીપર અને મરી | ત્રિકટુક દરેક વૈદ્યનું વાયુ હનન પ્રારંભીક શસ્ત્ર છે |
૨૬. | ત્રિગોનેલ્લા | મેથી | ત્રિગોનેલ્લા મીટી પેશાબમાં અસરકારક સાબિત થતી હોય છે. |
૨૭. | ત્રિજડ | કટારી, તલવાર્ | ભેટે ત્રિજડ એ શીખનું એક લક્ષણ. |
૨૮. | ત્રિઠ | કલમ્ | ત્રિઠ જ્યારે કલ્પના સંગે રમે ત્યારે કવિતાનું સર્જન કવિ કરે |
૨૯. | ત્રિદલ્ | બીલીનું પાન | ત્રિદલ એ શિવ શંભુની સહસ્ત્ર પૂજાનું મુખ્ય ઘટક છે |
૩૦. | ત્રિરસ | મદિરા | ત્રિરસ સેવન જ માણસને નકામા કરી દે છે |
૩૧. | ત્રિરુપ | અશ્વમેઘ યજ્ઞ નો અશ્વ | ત્રિરુપ જ્યારે લવ કૂશે રોક્યો ત્યારે હનુમાનને તેમાં રામ લક્ષ્મણની છબી દેખાઈ |
૩૨. | ત્રિલ | ન ગણ જ્યાં ત્રણે લઘુ | કમળ ત્રિલ છે |
૩૩ | ત્રિલોક નાથ્ | પ્રભુ, આકડાનુ ઝાડ | ત્રિલોકનાથને વંદન્…૩ |
૩૪ | ત્રિષમ | હ્રસ્વ,નાનું | ત્રીષમ હોવા છતા વીંછીનો ડંખ ઘાતક બની શકે.. |
૩૫ | ત્રેઠવા | બાફેલા અડદનાં દાણા | ત્રેઠવામાં ગોળ નાખી પામ્જરાપોળમાં વૃધ્ધ ઢોરને સચવાય છે |
૩૬ | ત્રેધા | શક્તિ, તાકાત્ | કહે છે ગુર્જર રાજા જયશેખર મસ્તક કપાયેલું હોવા છતા અદભુત ત્રેધાથી લઢ્યો |
૩૭. | ત્રેવટી | ત્રણ કઠોળની દાળ્ | ત્રેવટી અને બાટી મધ્યપ્રદેશની સરહદે ખુબ જ ખવાય છે. |
૩૮. | ત્રેહ | ભેજ | શ્રાવણે દરિયો અને મેઘ હીલોળે ચઢે અને તેથી ત્રેહ ઝાઝો નડે |
૩૯. | ત્રૈતન્ | નિર્દય દાસ | રાવણ ખાલી વિભિષણને ત્રૈતન ના બનાવી શક્યો.. અને જુઓ તેનું કેવું પતન થયું |
૪૦ | ત્રોત્ર | અંકુશ | વિશાળકાય હાથી મહાવતનાં ત્રોત્ર પાસે ઢીલો ઢસ. |
૪૧ | ત્રોબાડ | કદરૂપી સ્ત્રી | મંથરા ખુંધી અને ત્રોબાડ હતી |
૪૨. | ત્ર્યક્ષ | શીશુપાળ | જેવી ૧૦૧મીગાળ ત્ર્યક્ષ બોલ્યો અને સુદર્શન ચક્ર વીંઝી શ્રી કૃષ્ણે તેનો વધ કર્યો |
૪૩ | ત્વક્ત | બખ્તર | રાણા પ્રતાપનાં ત્વક્તનો ભાર ૪ મણ હતો |
૪૪ | ત્વગ દોષ | કોઢ | ત્વગ દોષ વરસા ગત રોગ છે |
૪૫ | ત્વિષ | બળાત્કાર | અનિચ્છા હોવા છતા જે કરવું પડે તે એક પ્રકારનો ત્વિષ છે |
૪૬ | ત્વિષિ | કિરણ | દિપ ભલે ડગમગે પણ તેની ત્વિષિ સતત રહે |
૪૭ | ત્વેષ | ક્રોધ | સહેજ પણ બહાનુ મળે અને દુર્વાસાનો ત્વેષ ભડકે બળે. |
૪૮ | ત્સરુ | તલવારની મૂઠ | સહેજ પણ ધાર્યુ ન થાય અને રાજાનો હાથ ત્સરુ પર જાય્ |
૪૯ | ત્રિવલી | પેટ ઉપર પડતી સળો | ૫૦ ઉપર જાય અને દરેક સ્ત્રીને પેટે ત્રિવલી વધતે અઓછે અંશે દેખાય તે કસરતનો અભાવ્.૫ |
૫૦ | ત્રુઠવું | પ્રસન્ન થવું | દૈવ આજે ત્રુઠ્યો મારે ઘરે દૈવત્નો ખજાનો ખુલ્યો |
Categories: પ્રકીર્ણ, માહિતી, સાહિત્ય જગત
મગજ બહેર મારી ગયું …. આ પચાસે પચ્ચાસ શબ્દો મેં પહેલી વાર વાંચ્યાં. આજે ખબર પડી કે ગુજરાતી ભાષા અંગે મારી જાણકારી કેટલી અમથી છે !! નાપાસ થઇને શીખવાની મઝા મને આમેય વધારે પડે છે.
શ્રી વિજયભાઈ/શ્રી વિશાલ મોણપરા
સમયના વહેણની સાથે આપણી બોલચાલ, લખાણ અને પુસ્તકોમાંથી જુના શબ્દ વિલુપ્ત થતાં જાય અને નવા શબ્દ ઉમેરાતાં જાય એ એક સ્વાભાવિક ક્રમ છે. એ આપણી કોઈ ઓછપ કે ખામીની નિશાની નથી પણ આપણી ભાષા જીવતી હોવાનો પુરાવો છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત, અપભ્રંશ, જુની ગુજરાતી અને અત્ચારની ગુજરાતી ભાષાનો વિકાસ એ જ રીતે થયો છે. કદાચ અત્ચારની ગુજરાતીમાં મેં આ સંદેશ લખ્યો છે તે આજથી ૨૦૦ વર્ષ બાદ કોઈને સમજવો હશે તો તે બહુ કડાકુટ કર્યા પછી જ સમજી શકાશે.
ભગવતગોમંડળ કોષમાં જેટલા શબ્દો છે તેમાંથી ઘણાં શબ્દ આપણે કદી વાંચ્યા ન હોય તેવું લાગે તો તેનાથી ખેદ અનુભવવાની જરૂર નથી. એ શબ્દ કાળક્રમે કુદરતી રીતે જ વિલુપ્ત થયા છે. આમ છતાં જો તે શબ્દો આજે પણ આપણે જે કંઈ કહેવા માંગીએ છીએ તે વધુ અસરકારક રીતે સમજાવી શકે તેમ હોય તો તેમને જરૂર ચલણમાં પાછા લાવવા જોઈએ. પણ આ વિલુપ્ત થયેલાં શબ્દો વાપરી આપણે કંઈ પણ બોલીએ કે લખીયે તે કોઈને સમજાય જ નહિ તો આપણી મહેનત નકામી જાય. રેલ્વેની ટીકીટબારી પર જઈ ‘મોહમયીની બે મૂલ્યપત્રિકા’ માંગવાને બદલે ‘મુંબઈની બે ટીકીટ’ કહીએ તો જ આપણું કામ થાય.
સ્વામી આનંદે ૬-૭ દાયકા અગાઉ તે વખતની તળપદી અને લોકભાષામાં બહુ જ સરસ સાહિત્યનું સર્જન કર્યું છે. પણ એ લખાણ આજે વાંચવું-સમજવું હોય તો જાણકાર માણસની મદદ લેવી પડે.
આપણે આપણું શબ્દજ્ઞાન અને ભાષાભંડોળ જરૂર વધારવું જોઈએ પણ એ સાથે એ શબ્દો બીજાને કેટલા સમજાશે તે ધ્યાનમાં રાખીએ તો તે કસરતનો ફાયદો થશે. એ મહેનત નકામી નહિ જાય.
-માવજીભાઈના પ્રણામ