મુખ્ય પૃષ્ઠ > નિવૃત્તિ ની પ્રવૃત્ > જુના ઇતિહાસ અને નવી ભૂગોળ-હરિક્રીષ્ણ મજમુદાર

જુના ઇતિહાસ અને નવી ભૂગોળ-હરિક્રીષ્ણ મજમુદાર

માર્ચ 8, 2009 Leave a comment Go to comments

 

અમેરિકામાં ફેમીલી યુનીફીકેશનનો કાયદો ૧૯૬૫માં આવ્યો જેને કારણે એક વ્યક્તિ કુટુંબની બાકીની બધી વ્યક્તિઓને અમેરિકા બોલાવી શકતો અને તેમને સ્થીર થવામાં મદદરુપ થઈ શકતા.આ કાયદાને લીધે સામન્ય રીતે દિકરા દિકરીનાં પરિવારોમાં પ્રસુતીનો પ્રસંગ આવે એટલે મોટે ભાગે મા કે  સાસુ ભારત થી આવે. ભારતની સરખામણીમાં  મળતિ સુવિધાઓ જેવીકે ૨૪ કલાક પાણી, કપડા વાસણ ધોવાનાં સાધનો અને જગ્યાની મોકળાશને લીધે કામનો બોજો લાગતો નથી વળી સારી દાક્તરી સારવારને  લીધે પ્રસુતિમાં પણ ચિંતા રહેતી નથી.
તેમની સાથે આવેલા પિતા અને સસરાને પણ સારો આવકાર અને  મોકળું વાતાવરણ , જાત જાતનાં મનોરંજનનાં વિકલ્પો, કુદરતી સૌંદર્ય અને તંદુરસ્ત હવામાને લીધે એમને અહીં ગમે છે અને તેમની સગવડ અને સલામતી માટે વેતન અને દાક્તરી લાભો મળતા હોય છે.
શરુ શરુમાં તો બધુમે છે પણ જેમ જેમ સમય જતો થાય છે તેમ તેમ પોતાના કહેવાય તેવા માણસોનો આભાવ  નડે છે. ક્યાંય પોતા પણું લાગતુ નથી અને કાઈક ખોવાઈ ગયા હોય તેમ લાગે છે.અને તેવો મુંઝારો જણાય છે.
.સ્ ૨૦૦૦ પછી ભારતથી પૈસા લાવવાની છુટ મળવાથી તેમનો મુંઝારો ઓર વધે છે કેમકે જો તે પૈસા અહી આવે તો અહીં મળતા કલ્યાણ યોજનાનાં લાભો બંધ થવાની શક્યતા વધે છે.તેઓ ભારતની મિલકત ન બતાવે તો પકડાઇ જવાની ભીતિ રહે છે અને છતા પૈસે આ યોજનાનો લાભ લેતા હોવાથી એમની છાપ્ પણ હલકી પડે છે..
કાંતીભાઈ ભારતનાં ન્યાય ખાતાનાં મોટા અધિકારી હતા પણ અહી તેમનો પૌત્ર રોબર્ટ એમ કહેતો ફરે છે મારા દાદા તો વેલફેર ઉપર જીવે છે અને ગરીબ છે તેથી કાંતીભાઈ ઉદાસ રહે છે. અમેરિકામાં મે કલ્યાણ યોજનાના સલાહકાર તરીકે ઘણું કામ કર્યુ હોવાથી મારે વડીલો અને યુવા પેઢી બંનેનાં મનની વાતો સમજવી પડતી હોય છે. 

વડિલોને એમ લાગે છે કે ખરે ટાણે તેમની સાથે નથી હોતા જ્યારે યુવા પેઢી એમ વિચારે છે કે તેમની સેવાઓની અને તેમને પડતી માનસીક અને શારિરીક તાણની કદર થતી નથી.બન્ને પેઢીઓ દુભાય છે જેમા કોઇનોય વાંક નથી.આ પરિસ્થિતિ જુદી જુદી રહેણી કરણી અને જુના ઇતિહાસ અને નવી ભૂગોળમાંથી જન્મી છે.

કેટલાક દાખલા સાચા નામો છુપાવીને અત્રે લખું છું જેથી મારા વાક્યોની સચ્ચા સમજાશે.

. જમીયત રાય વિધુર હતા. ભારતમાં પોતાના મોટા બંગલામાં વિશ્વાસુ નોકર ચાકર સાથે રહેતા હતા. અને ઘરકામમાં તે નોકર ચાક્રો ખડે પગે રહેત તેથી કેટલાક કામો પુરુષ તરીકે ન થાય તેવી સખત માન્યતા ધરાવતા હતા જેમાંનું એક કામ સવારની ગરમા ગરમ કોફી તો ઉઠીને તરત જ જોઈએ.પત્નીનાં  નિધન પછી તેમની રસોયણ બહેન શાંતા તે કરતી.

પોતાના એકના એક દિકરા કલ્પેશ સાથે અમેરિકા રહેવાનુ ફાવશે કે નહીં તેની ઝીણવટભરી તપાસ કરવા તે ન્યુ જર્સી રહેવા આવ્યા. શરુ શરુમાં તો કલ્પેશ કે મીના કોફી આપતા પણ જુદા સમયો અને જુદી જીવન પધ્ધતિને લીધે એક દિવસે કલ્પેશે હસતા હસતા કહ્યું

” બાપુજી કોફી પોટમાં સવારની કોફી તમે જાતે બનાવતા શીખી જાઓ..આતો અમેરિકા છે નાનામોટા કામ તો સૌ અહીં જાતેજ કરતા હોય છે.”

જમિયત રાય તો સડક થઈ ગયા તેમને પહેલી વખત વિધુર હોવાનો અફસોસ થયો..પછી તો પોતાને ભાવતી ખાવા પીવાની ચીજ વસ્તુઓ પણ તેઓ જાતે ખરીદીને લાવતા અને કલ્પેશ્ને અમા કંઇ અજુગતુ ન લાગતુ.. તેમને તેમની જિંદગી તેમના પ્રમાણે  જીવવાનો અધિકાર છે તેમ સમજી તેમ કરવા દેતા..પણ જમિયત રાયાને ખુશ ન જોઇ તેમનુ મન ડંખતું. ત્રણ ીના પછી જમિયત રાયે પાછા જવાનો નિર્ણય જણાવ્યો ત્યારે ત્રણેય ની આંખમાં આંસુ હતા..જુની ઘરેડ્નાં સ્વમાની માનસને વાતે વાતે દુઃખ લાગતુ હતુ અને તેમનો સ્મય જતો નથી ની ફરિયાદ હતી જ્યારે કલ્પેશ અને મીના પાસે જેટલો સમય મળતો હતો તે બધો પપ્પા પાસે જતો હતો…

૨. કરસન ભક્તાએ બહુ રમુજી વાત કરી.

“મારે હરીશ (તેમનો પુત્ર) સાથે નિરાંતે વાત કરવી હતી તેથી જ્યારે હું વાત કરુંને એ ગજવામાંથી ડોલરો કાઢે અને કહે બાપુજી વાપરોને તમ તમારે.. આ પૈસા તમારા જ છે. મેં કહ્યું હરીશ પૈસાની કોઈ જરુર નથી ..મારે તો તારી સાથે પેટ ભરીને વાતો કરવી છે..દિકરા..તો કહે પપ્પા એકાદ રવિવાર આખો દિવસ સાથે રહીશુ અને પેટભરીને વાતો કરીશું.આ વીકતો હું બહુ જ બીઝી છું…એ નિરાંત્નો રવિવાર બે વર્સ થયા તો પણ હજી નથી આવ્યો.”

મેં હરીશને પુછ્યુ તો કહે..

“બાપા સાથે વાત કરવામાં હું મારી લાગેલી આ બધી લ્હાય ક્યારે હોલવું..એઇ ખાધે પીધે સુખી એટલે બધી વાતે સુખી..અને તેમની વાતોમાં હોયે પણ શું? અહીયા તો ડોલર પહેલો.. બાપા પછી”

૩. ગણપતભાઈ સાથે હું અમારા બેઉનાં મિત્ર કાશીનાથનાં બેસણામાં  ગયો હતો. તેમના પુત્ર ગૌરવે બેસણુ રાખુ હતુ. તેની શ્વેત પત્ની કેટ અને તેનુ કુટુંબ અને કાશીનાથનાં અંગત મિત્રો અને કુટુંબીઓ થઈ નાનુ ગૃપ હતુ. પ્રસંગોપાત સદગતનાં સદ્ગુણોની વાત કરી કેટ રડી પણ ખરી.થોડાક ભજન કરી બધા છૂટા પડ્યા.. પાછા જતા ગણપતભાઈ બોલ્યા આખી જિંદગી કેટ કાશીનાથને હડે હડે કરતી હતી અને અત્યારે કેવા દેખાડા કરતી હતી?

મેં કહ્યું ભાઇ આ અમેરિકા છે. કેટ તો સારી હતી કે કાશીનાથને સાથે તો રાખતી હતી..નર્સીંગ હોમમાં તોનહોંતી નાખી આવીને?

દરેક વડીલોને લાગે છે કે તેમની બાબતનો નિર્ણય તેઓ લે તો સારું. તેથી હું યુવા વર્ગને એવુ કહેતો હોઉ છું કે વડીલો જાતે નિર્ણય લેતા હોય તો તેમને લેવાદો સિવાય કે તેમના નિર્ણય્થી કોઇ જાન્હાની કે શારિરીક નુકસાની થતી હોય્..તે સિવાય થોડોક નાણાકીય માર કે થોડિક અવ્યવસ્થા થતી હોય તો તે સહીને પણ તેમને કરવા દઈ તેમનૂં સન્માન જળવાય તેવું વર્તજો

૪.બહેચર પટેલ ને બે દિકરા અમેરિકામાં મોટો અનીલ સાઉથ કેરોલીના રહે અને સુનીલ કેલીફોર્નીયામાં..પહેલેથી જ નક્કી કે છ મહીના બાપ અનીલને ત્યાં રહે અને છ મહીના સુનીલને ત્યાં.. જેથી દાદાનો લાભ બંને નાં સંતાનો ને સરખો મળી રહે.સગવડ અગવડે દાદા નો સમય બદલાય પણ ખરો.

એક વખત ચોથે મહીને સુનીલને ત્યાંથી ટીકીટ આવી ગઈ દાદાને કેલીફોર્નીયા જવાની અને જવાને આગલે દિવસે બહેચરભાઇને કહ્યું તો તેમને લાગી આવ્યું.. મને પુછો તો ખરા.. મેં મારા મિત્રની ૬૫મી વર્ષગાંઠ  ગોઠવી છે. સુનીલે ટીકીટ રદ કરવાનું કહ્યું તો બહેચર ભાઇએ ના પાડી તે ગયા પણ મનમાં તેમને થઈ ગયુ.. મારો કોઇ અવાજ જ નહીં.

૫. સનત્, રાજેન્દ્ર,પ્રતિમા અને નીતા ચારેય સંતાનો અમેરિકામાં તેથી ચીનુભાઈ અને મંદાબેન અમેરીકા આવ્યા.. આવ્યા ત્યારે ૬ મહિનાનો પ્રોગ્રામ હતો જે ૮ વર્ષ ખેંચાયો… કારણ દરેક વર્ષે એક્ને ત્યાં પ્રસુતી હોય્. અને તે દરેક પ્રસુતિ મંદાને માથે.. ચીનુભાઇને અમેરીકા બીલકુલ ના ગમે પણ ચારેય છોકરા એવા કે મા બાપની ઈચ્છા કરતા તેમના ફેમીલી પ્લાનીંગને વધુ મહત્વ આપે..

બધુ પરવાર્યા પછી ય દેશ પહૉચ્યા અને ચીનુભાઇ નું અવસાન થયું..મંદા બેનની હવે કોઇનેય જરુર નથી..દેશમાં એકલી રહે છે અને મુંઝાય છે. મંદાબેન ખિજવાઇને કહે છે પણ ખરા એમનો જીવ જાત્રામાં હતોને.. તે ના થઈ તમારા વસ્તારને વધારવામાં… 

૬. કનુભાઇ અને કપીલાબેન  તેમના એક ના એક દિકરા નરેન્દ્ર સાથે ૮ વર્ષ થી અમેરિકામાં રહેતા હતા.નરેન્દ્ર અને નમ્રતા તેમનો પડ્યો બોલ ઝીલતા હતા..તેમના મકાનમાં તેમના બે રુમ જુદા હતા અને તેમના રુમ માં દાખલ થવા બહારથી બારનું પન અલગ હતુ ક્ર જેથી તેમના મિત્રોને બોલાવી તેમની સાથે મનોરંજન કરી શકે. નમ્રતા તો સાસુ સસરાની સેવામાટે આઘી પાછી થતી હતી. તેમને સિઅલ સીક્યોરીટી અને તબીબી માવજત પણ મળતી હતી.
એક દિવસે સવારે નરેન્દ્ર કહે તમારી ટીકીટ કઢાવી લીધી છે તમારે નાનાબાહી સુરેન્દ્રને ત્યાં રહેવા જવાનું છે કારણ કે નમ્રતાનાં પપ્પા મમ્મી રહેવા આવવાનાં છે. કનુભાઇ અને કપીલાબેન  ને સુરેન્દ્ર સાથે રહેવાનું બીલ્કુલ ફાવતુ નહોંતુ તેથી એવુ સુચન આવ્યું એક તમે નજીક એપાર્ટમેંટમાં રહો.તેમનુ મન માન્યું નહી કેમકે તેમ કરેતો ગામમાં એવી વાતો થાય કે સસુ સસરા આવવાના હતા તેથી માબાપને કાઢી મુક્યા…રડતે હૈયે બધા લાભો છોડી ભારત પાછા ફર્યા.
૭. જગુભાઈ એક દિવસે ભીની આંખે મને મળ્યા અને કહે” દાદા શું કરું? સુધાનાં મૃત્યુ પછી એક પણ દિવસ મેં વરાળ નીકળતી તાજી રસોઈ ખાધી નથી..સુધા હતી તો બધુજ વ્યવસ્થિત હતુ.એ મને ન પણ નહોતંતી કહી શકતી એવી ધાક હતી. પન તેના મૃત્યુ પછી અહીં અમેરીકા આવીને બધુજ બદલાઈ ગયુ..ટેવ કે કુટેવ અહી કશુ જ ના ચાલે…” મેં હસતા હસતા કહ્યુંકે તમને તો સોસીયલ સીક્યોરીટી મળે છે જ્યારે ઈચ્છા થય ત્યારે ઇંડીયન રેસ્ટોરંટમાં આંટો મારી આવો”

તેમાં પણ અએક વાંધો છે. ઘર દુર છે ચાલતા જવાય છે પણ જમીને આવ્યા બાદ ચલાતું નથી.અને સરકારી ગાડી ઓ લઈ જતી નથી. હસતા હસતા જગુભાઇ મને કહે “દાદા હુંતો યમરાજને પણ કહેવાનો છુમ મર્યા પછી ત્યાં પણ ગરમ રસોઇની વ્ય્વસ્થા રાખજો.

૮.પ્રાણજીવનભાઈ માંદા પડ્યા. દિકરા શરદે એસ્પીરીન આપી સુવડાવી દીધા..બીજા દિવસે ઉઠયા ત્યરે તેમને સારુ લાગતુ હતુ. બ્રેક્ફાસ્ટ તેબલ ઉપર બે ત્રણ કપ ચાના ચઢાવ્યા બીસ્કીટ પાંચ સાત ઉડાવી ગયા. પછી ફોન ઉપર શરદની ફરિયાદ કરી કે “છોકરો તો મારી ખબર નથી રાખતો અને પુછતો પણ નથી કે મને કેમ છે?”

મેં કહ્યું ” તમે બ્રેક્ફાસ્ટ કરતા હતા ત્યારે તે ત્યાં હતો?”

તમણે પ્રત્યુત્તરમાં કહ્યું “હા”

મારાથી ન રહેવાયુ અને બોલાઈ ગયુ..” તમારી તબિયત ઘોડા જેવી દેખાતી હોય તો પછી શા માટે પુછે?”

તેથી તેમને માઠું લાગ્યું

 તારા બહેન વિધવા થયા પછી છ મહીના ભારત અને છ મહીના અમેરીકા રહેતા હતા. કોઇ જગ્યાએ ગોઠે નહીં કારણ કે અમેરિકામાં સંતાનો ઇચ્છેકે મા તેનુ એપાર્ટમેંટ જુદુ રાખીને રહે.

જ્યારે ભારતમાં દરેક સગા વહાલા એમ જ ઇચ્છે કે તમને શું દુઃખ્.? ૨૭૦૦ ડોલરમાં તો ભારતમાં રાજાની જેમ જીવાય્.

 બહેન મનમાં મુંઝવાય કે મને માણસ્નું સુખ જોઈએ છે જે ક્યાંય નથી..તેમના જીવન અને સંવેદનાઓને આધીન એક ફીલ્મ બની “Neither milk nor curd” 

એકલા પડી ગયેલા વિધુર કે વિધવાઓના જીવન ઉપરની કરુણાંતિકા..અમેરિકાભરમાં લગભગ આજ હોય છે.

 

 

 

 0-0-0

વડીલો જ્યારે અમેરિકામાં ફરવા આવે કે ગ્રીન કાર્ડ ઉપર આવે ત્યારે યોગ્ય દોરવણીનાં અભાવેબહુ નુકશાન વેઠતા હોય છે. હું જ્યારે ૧૯૮૫માં આવ્યો ત્યારે શરુઆતમાં મારે જે કરવું હતું તે હું કરી નહોંતો શક્યો. કારણ મને યોગ્ય માર્ગદર્શન નહોંતુ અને તેને કારણે શરુઆતનાં અગત્યના વર્ષો બગડી ગયા. હું હવે મારી શક્તિ પ્રમાણે દોરવણી વડીલોને આપું છું. કેટલાક મારા અનુભવો વ્ય્ક્તિઓનાં કલ્પીત નામો સાથે આપું છું જેથી વાચક તે પરિસ્થિતિ સમજી શકે

ચિમનભાઇ કપાસી ૬૦ વર્ષની ઉંમરે ગ્રીન કાર્ડ ઉપર આવ્યા. મને પુછે કે મજમુદાર ભાઈ મને શું લાભો મળશે?

મેં કહ્યું હાલ તો તમને અહીંનાં સારા હવા પાણી ,સારા મોટા રસ્તા સારી લાઈબ્રેરી અને પ્રમાણીક લોકોનો લાભ મળશે.. પણ જો તમે કામ કરશો અને વર્ષની ચાર ક્રેડીટ પ્રમાણે ૪૦ ક્રેડીટ કરશો તો તમને સરકારી પેન્શન મળશે. અને તમારી દાક્તરી સગ્વડો પણ સચવાશે. એમણે આ પ્રમાણે કર્યુ અને આજે તેમને પેન્શન અને મેડીકેરનાં લાભો મળે છે.

વિદ્યા રામાસ્વામી ૪૫ વર્ષે આવ્યા અને બેબી સીટીંગ અને મોટેલમાં રુમો કરતા હતા. મેં તેમને Disabled Children ની સારવાર માટેનો Diploma લેવાનું સુચન કર્યુ. શરુઆતમાં ભણવાનો ખર્ચો થશે પણ પછી હંમેશની શાંતી થઈ જશે. ત્રણેક વર્ષ પછી જ્યારે મળ્યા ત્યારે કહે દાદા તમે મને સાચો રસ્તો બતાવ્યો.. બે વર્ષથી કામ કરું છું. કામમાં મઝા પણ આવે છે અને આવતા વર્ષે પ્રમોશન પણ મળશે…ભણવાનો ખર્ચો નીકળી ગયો અને શાંતીની જિંદગી જીવે છે.

ઇ.સ્ ૨૦૦૦ પછી એક મોટી તકલીફ ઉભી થઈ.કલ્યાણ યોજનાનો લાભ વૈશ્વીક સ્તરે મળતૉ થયો. આપણા વડીલોને તે સહેજે ગોઠતુ નથી કારણ કે આલાભ આપતા પહેલા ગવર્ન્મેંટ તેમની નાણાકીય સ્થિતિ તપાસે છે જેમાં દેશની સંપતિ પણ ગણાય છે. હવે અહી આવેલા મોટાભાગનાં વડીલો પાસે દેશમાં ઘર છે ,સંપતિ છે અને ઘણા ને તો પેન્શનની આવકો પણ છે. જેઓ અહીં આવીને બતાવતા નથી. કેટલાક બતાવે છે પણ કલ્યાણ યોજનાનાં કર્મચારીઓની સજાગતા ઓછી હોવાથી પકડાતા નથી. પણ જો પકડાઈ જાય ત્યારે આ યોજનાનાં કર્મચારીઓ તેમને કહે છે ભારતનું ઘર વેચી કાઢો. ભારતની બેંકોમાં જે કંઇ છે તેનાં સ્ટેટ્મેંટ બતાવો. આવુ જ્યારે થાય ત્યારે વડીલોની ઉંઘ ઉડી જતી હોય છે.

મારી આવા વડીલોને એક જ સલાહ છે કે અમેરિકામાં જો રહેવું હોય તો ૬૨ વર્ષે બાવા થઈ જાઓ. જે કંઈ છે તે છોકરા છોકરીઓને આપી દો અને અમેરિકન સરકાર પર ભરોંસો રાખીને જિંદગી જીવો.તમારી પાસે કંઈજ નહીં હોય તો તમારા ખાવા પીવાની અને દાક્તરી સારવારની જવાબદારી લેશે. શરત એક જ છે ભારતમાં કે અહીયા કશુ જ તમારા નામ પર ના હોવું જોઈએ. 

વડીલો જ્યારે અમેરિકામાં ફરવા આવે કે ગ્રીન કાર્ડ ઉપર આવે ત્યારે યોગ્ય દોરવણીનાં અભાવેબહુ નુકશાન વેઠતા હોય છે. હું જ્યારે ૧૯૮૫માં આવ્યો ત્યારે શરુઆતમાં મારે જે કરવું હતું તે હું કરી નહોંતો શક્યો. કારણ મને યોગ્ય માર્ગદર્શન નહોંતુ અને તેને કારણે શરુઆતનાં અગત્યના વર્ષો બગડી ગયા. હું હવે મારી શક્તિ પ્રમાણે દોરવણી વડીલોને આપું છું. કેટલાક મારા અનુભવો વ્ય્ક્તિઓનાં કલ્પીત નામો સાથે આપું છું જેથી વાચક તે પરિસ્થિતિ સમજી શકે

ચિમનભાઇ કપાસી ૬૦ વર્ષની ઉંમરે ગ્રીન કાર્ડ ઉપર આવ્યા. મને પુછે કે મજમુદાર ભાઈ મને શું લાભો મળશે?

મેં કહ્યું હાલ તો તમને અહીંનાં સારા હવા પાણી ,સારા મોટા રસ્તા સારી લાઈબ્રેરી અને પ્રમાણીક લોકોનો લાભ મળશે.. પણ જો તમે કામ કરશો અને વર્ષની ચાર ક્રેડીટ પ્રમાણે ૪૦ ક્રેડીટ કરશો તો તમને સરકારી પેન્શન મળશે. અને તમારી દાક્તરી સગ્વડો પણ સચવાશે. એમણે આ પ્રમાણે કર્યુ અને આજે તેમને પેન્શન અને મેડીકેરનાં લાભો મળે છે.

વિદ્યા રામાસ્વામી ૪૫ વર્ષે આવ્યા અને બેબી સીટીંગ અને મોટેલમાં રુમો કરતા હતા. મેં તેમને Disabled Children ની સારવાર માટેનો Diploma લેવાનું સુચન કર્યુ. શરુઆતમાં ભણવાનો ખર્ચો થશે પણ પછી હંમેશની શાંતી થઈ જશે. ત્રણેક વર્ષ પછી જ્યારે મળ્યા ત્યારે કહે દાદા તમે મને સાચો રસ્તો બતાવ્યો.. બે વર્ષથી કામ કરું છું. કામમાં મઝા પણ આવે છે અને આવતા વર્ષે પ્રમોશન પણ મળશે…ભણવાનો ખર્ચો નીકળી ગયો અને શાંતીની જિંદગી જીવે છે.

ઇ.સ્ ૨૦૦૦ પછી એક મોટી તકલીફ ઉભી થઈ.કલ્યાણ યોજનાનો લાભ વૈશ્વીક સ્તરે મળતૉ થયો. આપણા વડીલોને તે સહેજે ગોઠતુ નથી કારણ કે આલાભ આપતા પહેલા ગવર્ન્મેંટ તેમની નાણાકીય સ્થિતિ તપાસે છે જેમાં દેશની સંપતિ પણ ગણાય છે. હવે અહી આવેલા મોટાભાગનાં વડીલો પાસે દેશમાં ઘર છે ,સંપતિ છે અને ઘણા ને તો પેન્શનની આવકો પણ છે. જેઓ અહીં આવીને બતાવતા નથી. કેટલાક બતાવે છે પણ કલ્યાણ યોજનાનાં કર્મચારીઓની સજાગતા ઓછી હોવાથી પકડાતા નથી. પણ જો પકડાઈ જાય ત્યારે આ યોજનાનાં કર્મચારીઓ તેમને કહે છે ભારતનું ઘર વેચી કાઢો. ભારતની બેંકોમાં જે કંઇ છે તેનાં સ્ટેટ્મેંટ બતાવો. આવુ જ્યારે થાય ત્યારે વડીલોની ઉંઘ ઉડી જતી હોય છે.

મારી આવા વડીલોને એક જ સલાહ છે કે અમેરિકામાં જો રહેવું હોય તો ૬૨ વર્ષે બાવા થઈ જાઓ. જે કંઈ છે તે છોકરા છોકરીઓને આપી દો અને અમેરિકન સરકાર પર ભરોંસો રાખીને જિંદગી જીવો.તમારી પાસે કંઈજ નહીં હોય તો તમારા ખાવા પીવાની અને દાક્તરી સારવારની જવાબદારી લેશે. શરત એક જ છે ભારતમાં કે અહીયા કશુ જ તમારા નામ પર ના હોવું જોઈએ. 

૨૦૦૦ પછી આવેલા વડીલોની વાતોમાં હું ક્યારેક ધર્મસંકટમાં આવી જતો હોઉં છું કારણ કે તેમને જેઓએ સમજાવ્યુ હોય તેઓ જુના ધારા ધોરણ પ્રમાણે લાભ મેળવતા હોય જે લાભો તેમને ૨૦૦૦ બાદ આવ્યા હોવાથી મળતા નથી. સમાજ કલ્યાણ નાં કર્મચરી પાસે જ્યારે તેમને લઈ જાઊં ત્યારે તેઓ મિલ્કતની બાબતે ખોટું બોલી લાભ લેવા મથતા હોય છે ત્યારે હું શાંત થઈ જાઉં છું. ગહ્ણું વિચાર્યા પછી મને લાગ્યું કે તેવા વડીલો માટેની મારી નારાજગી યોગ્ય નથી કારણ કે કાયદાઓમાં પણ ઘણી છટક્બારી હોય છે. હું જ્યારે આવી છટકબારી બતાવતો હોઉં ત્યારે તે વિશે કલ્યાણ યોજનાનાં પ્રતિનિધિને પણ તેની જાણ કરતો હોઉં છું.

વડિલો પાસે પૈસા હોય તો તેમણે છોકરાનાં ઘરનાં મોર્ગેજ ભરી દઈ ઘરમાં જોઇંટ નામ રાખી શકે..આમ કરવાથી તે પૈસા તેમના રહેતા નથી પરંતુ આ કારણ સર તેમને તે જ ઘરમાં રહેવુ પડે છે. મારા બહોળા અનુભવને લીધે મેં ઘણાને આવી મુશ્કેલીમાંથી ઉગાર્યા છે.

કવિતાબેન જોશીપુરા જ્યારે મને મળ્યા ત્યારે તેમન સાસુ વીરુ બહેન ચિંતીત હતા..૬૦ વર્ષની ઉંમરે સ્થૂલ કાય એટલા બધા થઈ ગયાકે તેમના થી ચલાય નહીં અને વ્હીલચેરમાં રહેવું પડે. મેડીકેર ન હોવાથી દવા પણ થતી નહોંતી. મેં તેમને કાય્દાની એક છટક બારી બતાવીકે અમુક વજન કરતા વજન વધી ગયું હોય તો ૬૫ વર્ષ પહેલા પણ સમાજ કલ્યાણ યોજનાનો લાભ મળી શકે.પહેલા તો કર્મચારી એ ના પાડી પણ પછી વિગતે વાત કરી અને મેં સમજાવ્યો ત્યારે વીરુ બહેન ને લાભ મળ્યો અને તેમની સારવાર થવા માંડી.

ચંપાબેન મિસ્ત્રી ૬૧ વર્ષનાં હતા.તેમની ના દુરસ્ત તબિયત થી તેમનાથી કામ થતુ નહોંતુ અને સારવાર પણ મળતી નહોંતી. મેં તેમને disability માટે અરજી કરવાનું કહ્યું. તેમની અરજી નકારવામાં આવી. મેં હિંમત હાર્યા વિના ફરીવાર અરજી કરાવી. તે પણ અરજી નકારાઈ તેથી મેં ફરીથી ત્રીજી વાર અરજી કરાવી. જે મંજુર થઈ અને તેમના બેનીફીટ જ્યારથી પહેલી અરજી કરી હતી ત્યારથી મળ્યા.

રાધાબહેન અમીન પોલીયોગ્રસ્ત હતા. સારા કે ખરાબ નસીબે તેમને નોકરી Children Disability Orphanage માં મળી. બે દિવસ પછી ખબર પડી કે તેમનું મગજ પણ ચાલયુ નથી અને જે કહે છે તે પણ તેઓ સમજતા નથી. તેમનો સ્વભાવ સારો અને કામગરો તેથી પડ્યો બોલ જે તે સમ્જે તે પ્રમાણે કામ કરી શકતા પણ તે સમજાવનાર હોવો જોઈએ. સીટીઝન ની પરિક્ષા પણ વિના પરીક્ષાએ પાસ કરી હતી. રાધાબહેન ને ૧૭ વર્ષ સુધી ઓર્ફનેજ હાઉસે સાચવ્યા અને માન્ભેર એમની ઈચ્છામુજબ નિવૃત્તિ આપી હતી. મેં એમને Disability માટે અરજી કરવાનું કહ્યું ત્યારે સમાજ કલ્યાણ યોજનાનાં અધિકારીની દલીલ એ હતી કે જેમણે ૧૭ વર્ષ કામ કર્યુ હોય તે હજી પણ બીજી જગ્યા એ કામ કરી શકે. મેં વચ્ચે પડીને સમજાવ્યું કે તેમનુ મગજ પોલીયો ગ્રસ્ત છે તેમણે જ્યાં કામ કર્યુ છે તે જગ્યા અને પરિસ્થિતિ વાકેફ કર્યા. સમાજ કલ્યાણ યોજના નાં કર્મચારીઓએ કચવાતા મને તેમને ડોક્ટર પાસે મોકલ્યા. ડોક્ટરે સ્પષ્ટ નિદાન આપ્યું કે રાધાબહેન એક દિવસ પણ કામ કરી શકે તેમ નથી તો તેમને ૯૦૦ ડોલર નું વળતર દરેક મહીને આપવુ અને પાછલા વર્ષની તારીખોથી તે લાભ શરુ કરાવવો.

ચેતન વ્યાસ કોલેજ માં ભણતો હતો અને તે અચાનક “કોમા”માં સરી પડ્યો. સાડા અગીયાર મહીને હોસ્પીટલે તેને સારો ગણાવીને ઘરે મોક્લ્યો અને સાથે સાથે ૧૫૦૦૦૦.૦૦ ડોલરનું બીલ્…તેના મા બાપ રડતા રડતા મને મળવા આવ્યા. મેં કહ્યું હોસ્પીટલની આ ચાલાકી છે કારણ કે જો ૧૨ મહીના તે હોસ્પીટલમાં હોત તો વિદ્યાર્થી હોવાને કારણે બીલ માફ થઈ જતે. તેનું મેડિકલ કાર્ડ રદ થતા મેં અરજી કરાવી અને કોર્ટમાં થી ૩૦૦ પાના ભરીને તેની ફાઈલ મને વાંચવા મળી. આમતો ઘણિ બધી ટેકનીકલ બાબતોથી ફાઈલ ભરી હતી પણ એક ઠેકાણે એક રીસર્ચ આસીસ્ટંટની નોંધ હતી કે આ છોકરો સારો થાય તેમ જ નથી..તે વાતને મેં છેડી.. હોસીટલનો સ્ટાફ મારા ઉપર ખુબ જ ખીજવાય્,,જાત જાતની દલીલો થાય છેવટે ચેતન ની તર્ફેણમાં ચુકાદો આવ્યો.તેની બધી ફી માફ થઈ અને કાર્ડપણ મળ્યું.

મહેન્દ્ર ઝવેરી પાસે તેના દીકરા મોનીશે આપેલા ૨૫૦૦૦.૦૦ ડોલર હતા. જેને કારણે તેમને મેડિકલ બેનીફીટ મળતો નહોંતો અને તે સમયે ભારત થી પૈસા લાવવા દેતા નહોંતા. લાભ મેળવવામાં આડે આવતા આ પૈસા દિકરાને પાછા અપાય તેમ પણ નહોંતુ કારણ કે તે પૈસા દિકરાએ તેના લગ્ન વખતે થતા દસ્તાવેજમાં બતાવ્યા નહોંતા અને બતાવે તો લગ્નજીવન ભંગાણ પડે.સમાજ કલ્યાણ યોજના નાં અધીકારિએ એવો રસ્તો સુચવ્યો કે તે ૨૫૦૦ ડોલર  ઘર માટે Ear-mark કરીને મોનેશને આપી દો અનએ નવાઘર માટે તેની પાસેથી પૈસા ઉધાર લો. આમ થવાથી તેમની પાસે પૈસા નથી તેવું સાબિત થશે અને મેડીકલ બેનીફીટ પણ મળશે.

સુમંગલા બહેન પટેલ ૫૭ વર્ષનાં થયા ત્યારે તેને બરડો રોજ દુઃખે. રસોઈ બનાવવાના ભારે શોખીન પણ દવા લેવા જરુરી મેડિકલ કાર્ડ નહીં તેથી ઘર ગથ્થુ દવાથી કામ કાઢે. તેમને મેડિકલ બેની ફીટ અપાવવા ડોક્ટર પાસે લઈ ગયો ત્યાં શું કરોછોનાં પ્રશ્નમાં ૫૦૦ માણસોની રસોઈ કરી શકુ તેમ છું તેવુ બહુ ગર્વથી કહ્યું-તેથી ડોક્ટર મમતાથી કહ્યું કે ગેરંટર આપો તો લોન અપાવુ..અને કંઈ કામ કરો. મારે સુમંગલા બહેને બાફેલા ભાંગરામાં થી બહાર નીકળવા દલિલ કરવી પડેલી કે આ બાઇ ખરેખર માંદી છેકે તે ઢોંગ કરે છે તે કોઈ  ડોક્ટરને નક્કી કરવાદો. ડોક્ટરની તપાસમાં એવું આવ્યુકે આ બાઈ વધુ કામ કર્શે તો કેન્સર થઈ શકે તેથી તેને ડીસેબીલીટી ઉપર ઉતારી દીધી અને તાત્કાલીક બેનીફીટ મલતો પન થઈ ગયો.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: