મુખ્ય પૃષ્ઠ > પ્રકીર્ણ, સાહિત્ય જગત > ગુજરાતી બ્લોગર મિત્રો…ચાલો આપણે વીડીયો સંમેલન થી મળીયે-વિશાલ મોણપરા

ગુજરાતી બ્લોગર મિત્રો…ચાલો આપણે વીડીયો સંમેલન થી મળીયે-વિશાલ મોણપરા

ફેબ્રુવારી 18, 2009 Leave a comment Go to comments

einstein-karikatur_5575

૨૦૦૬માં જે તકનીકી સાધનો હતા તે સાધનો સાથે આપણે કેટલાક મિત્રોએ ચેટ કરી હતી અને વિચારોનું આદાન પ્રદાન કર્યુ હતુ. છેલ્લા બે વર્ષમાં તકનીકી વિકાસ ઘણો થયો અને બ્લોગર મિત્રોની પણ સંખ્યા વધી. તો ચાલો આપણે વીડીયો સંમેલન થી મળીયે

જરુરીયાત હશે યાહુ ઇ મેલ આઈ ડી, વેબ કેમેરો અને ફોન.

એક મેક ની ઓળખાણ ઉપરાંત આપના વિચારો અગત્યની બાબત છે નવા બ્લોગર શું કરે છે તે જાણીયે અને જુના બ્લોગરો જે જાણે છે તે જણાવે. ટુંકમાં આજના ગુજરાતી બ્લોગ જગતને વધુ સમૃધ્ધ બનાવવા વાતો કરીયે…બ્લોગરો માટે સારુ શું? નરસુ શું? તે જણાવવાની જુની વાતો જરુર હશે તો કરશુ..પણ મુળે તો એક મેકની ઓળખાણ અને વાતોચીતો કરીયે એક મેક સાથે …અમારી વાતોમાં રસ પડે તો જણાવશો અથવા તમારી વાતોમાં સૌને સમાવશો…

તારીખ અને સમય નોંધી લેશો
તારીખઃ ૧૫ ફેબ. ૨૦૦૯ રવિવાર
સમયઃ સવારે ૧૦ઃ૦૦ સેન્ટ્રલ (USA) one hour…
ફોનઃ (218) 339-2500,

કોન્ફરન્સ કોડઃ 530102#
યાહુ આઇડીઃ vishal_monpara

Please show your willingness to participate with your blog name and area from where you are blogging

આભાર.
વિશાલ મોણપરા

તા ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૯ ના સવારે ૧૦:૦૦ વાગે ગુજરાતી બ્લોગરોની એક કોન્ફરન્સ યોજાઇ હતી. ૨૦૦૬ માં યોજાયેલી બ્લોગરોની કોન્ફરન્સમાં વિશ્વભરનાં બ્લોગરોએ ભાગ લીધો હતો. તેના ઉપક્રમે જ આ કોન્ફરન્સ યોજાઇ હતી પરંતુ માત્ર અમેરિકાના બ્લોગરો પૂરતી મર્યાદીત રાખવામાં આવી હતી. લગભગ ૩૦ જેટલાં બ્લોગરોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. આ કોન્ફરન્સનાં મુખ્ય હેતુઓ
૧) બધાં બ્લોગરોની એકબીજા સાથેની વ્યક્તિગત ઓળખાણ
૨) નવી ટેકનોલોજીના ઉપયોગની ચકાસણી.

અમેરિકામાં ઘણાં જૂના બ્લોગરો છે. તેઓને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા એકબીજાની નજીક લાવવાનો આ એક નવતર પ્રયોગ હતો. માત્ર અમેરિકાના બ્લોગરોને આમંત્રણ આપવાનો હેતું એટલો જ હતો કે કોન્ફરન્સ માટે જે ફોન નંબરનો ઉપયોગ થઇ રહ્યો હતો તે અમેરિકામાં રહેલાં બ્લોગરો સહેલાઇથી જોડીને વાતચીતમાં જોડાઇ શકે જ્યારે અન્ય વસતાં બ્લોગરોને આંતરરાષ્ટ્રીય ફોન દર ચૂકવવો પડે. વળી આ કોન્ફરન્સ એકમાત્ર અખતરો જ હતો કે જેનો ઉપયોગ ભવિષ્યમાં આપણે મોટા પાયે કોન્ફરન્સ કરવા માટે કરી શકીએ. કુલ ૭ ગુજરાતી બ્લોગરો અહીં હાજર રહ્યા હતાં. પ્રથમ થોડીક મિનિટો એકબીજાને યાહુ મેસેંજરની મદદથી કેમેરાને સેટ અપ કરવામાં ગાળી. જેમ અગાઉ જણાવ્યું તેમ આ કોન્ફરન્સ વ્યક્તિગત ઓળખાણ માટે  જ હતી એટલે થોડીક મિનિટો એકબીજાના પરિચય માટે ગાળી. દરેક બ્લોગરો એકબીજાને જાણતા જ હતાં, પરંતુ એકબીજાને જોઇને તેમના મુખથી તેમનો પરિચય સાંભળવાનો લહાવો અલગ જ હોય છે. ત્યાર બાદ આજની આ કોન્ફરન્સમાં પડેલી તકલીફો અને ભવિષ્યમાં આ પ્રકારની કોન્ફરન્સને વધારે સુદૃઢ બનાવવા માટેના સૂચનો દરેક પાસેથી લીધા. શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી બ્લોગરોને બોસ્ટન બે-ત્રણ દિવસની મહેફીલ કરવાનું આમંત્રણ આપેલ છે. વધુમાં તેઓ ફાધર વાલેસના સંપર્કમાં હોવાથી ફાધર વાલેસને પણ બોલાવી શકે એવી તૈયારી પણ બતાવી છે. ત્યાર બાદ દરેક વ્યક્તિ સ્વરચિત મનગમતી કડીઓ બોલીને આ કોન્ફરન્સને એક નાનકડી સાહિત્ય સભાનું રૂપ આપીને સમાપન કર્યું.

વિશાલ મોણપરા

Next month we will be meeting with possibly with all bloggars with the help of Vishal and Chirag.. Please wait for the invitation from Vishal…
 

 

Advertisements
 1. ફેબ્રુવારી 18, 2009 પર 10:32 પી એમ(pm)

  Participating bloggars were

  Vishal monpara from Houston (TX)
  Vishvadeep Barad from Houston (TX)
  Vijay Shah From Houston(TX)
  Chirag Patel from Lansdale (PA)
  Saryuben Parikh from Austin (TX)
  Dr Rajendra Trivedi from Boston (MA)
  Himanshu Bhatt from Dallas (TX)
  Bharat Desai (NJ)

 2. ફેબ્રુવારી 18, 2009 પર 11:43 પી એમ(pm)

  Happy to know that & Congrats for the 1st. Video Conference.

 3. ફેબ્રુવારી 19, 2009 પર 12:29 એ એમ (am)

  it wad wonderful meeting and thank you vishal for your hard work..

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: