મુખ્ય પૃષ્ઠ > પ્રકીર્ણ, સાહિત્ય જગત > ગુજરાતી શબ્દ સ્પર્ધા

ગુજરાતી શબ્દ સ્પર્ધા

ફેબ્રુવારી 12, 2009 Leave a comment Go to comments

 2008022950320601

જ્હોન એફ કેનેડી એ કહ્યું હતું કે “દેશે તમારા માટે શું કર્યુ તે જોવાને બદલે દેશ માટે તમે શું કરી શકો તેમ છો તે તમે કરો” વાળી વાત ગુજરાતી ભાષાનું શું થશે તેવી ચીંતા કરતા દરેક ગુજરાતીને હું કહેવા માંગુ છું. મારી વાત હું ગુજરાત બહારનાં ગુજરાતી માટે છે તેવું નથી પણ મને ગુજરાતી ભાષાની ચીંતા ગુજરાત બહાર ગયા પછી વધુ થઇ તેથી તે ચીંતા મેં મારા નિબંધ “ગુજરાતી ભાષાનાં ભવિષ્ય”માં રજુ કરી. તે નિબંધનો કેટલોક હિસ્સો તમે વાંચ્યો હશે.

અત્રે એ કહેવુ છે કે જેને ગુજરાતી માટે કંઇક કરવું છે તે સ્વયંભુ કરે જ છે કેટલાક દાખલા આપુ તો તે અત્રે અસ્થાને નહીં હોયે..

૧.”કેસુડા” વેબ સાઈટ નાં કિશોર રાવળ કે જેમની વેબ સાઈટ કે ઇ મેગેઝીને ૧૯૯૭માં મને ઘણી ભાવનગરી ગુજરાતીની મોજ કરાવી છે.

૨. “ઝાઝી “નાં ચીરાગભાઈ નું ગુજરાતીનું અડિખમ આંદોલન મારા ચીત્ત તંત્રને સદા ઝણકારતુ રહેતુ

૩. “રીડ ગુજરાતી”નાં મૃગેશભાઈ શાહને ગુજરાતી ભાષા માટે વપરાતા હીણા શબ્દોનું લાગી આવતા આખો યુવા પેઢી માટે સાહિત્યનો ઓવર ફ્લાય્ ઉભો કર્યો

૪. ગુજરાતી કવિતાનું ગમતાનાં ગુલાલ જેવું કામ ડો ધવલ અને ડો વિવેકે “લયસ્તરો” અને “શબ્દો છે મારા શ્વાસ” માટે કર્યુ

૫.જયશ્રી ભક્તા “ટહુકો” અને “મોરપીચ્છ” દ્વારા ગુજરાતી ગીતો અને સંગીતને અમર બનાવે છે.

૬.ઉર્મીએ ગદ્ય અને પદ્યનું “સહિયારુ સર્જન” કર્યુ..અને મારા જેવા કેટલાય ઉગતા કવિ અને લેખકોની સર્જન શક્તિ ખીલવી

૭.સોનલ વૈદ્ય એગ્રીગેશનનાં બ્લોગ “સંમેલન” દ્વારાબ્લોગ જગતને સમૃધ્ધ કરતા રહ્યા

૮.બાબુભાઈ સુથારે ગુજરાતીને કોમ્પ્યુટર પર સરળ બનાવી

૯. રતીભાઈ ચંદરીયા એ ગુજરાતી લેક્ષીકોન આપ્યુ, ઓન લાઇન ગુજરાતી શબ્દ કોશ આપ્યો

૧૦. ઉત્તમ ગજ્જરે “સન્ડે ઇ મહેફીલ” આપી ઇ મેલ દ્વારા ગુજરાતીને વિશ્વભરમાં પ્રસિધ્ધ કરી

૧૧. સુરેશ જાની અને તેમની ટીમે સરસ “સારસ્વત પરિચયો” આપ્યા

૧૨.વિશાલ મોણપરાએ “અક્ષર પેડ” અને “પ્રમુખ સ્પેલ ચેકર” આપ્યુ..

૧૩.જ્યારે કિશોર દેસાઈ એકલા “ગુર્જર ડાઇજેસ્ટ” દ્વારા વર્ષોથી અમેરીકાને ઉત્તમ સાહિત્ય પીરસી રહ્યા છે.

 ૧૪. ન્યુ જર્સીમાં સુભાષભાઇ શાહ “ગુજરાત દર્પણ” વિનામુલ્યે સમગ્ર અમેરિકાને ગુજરાતી સાહિત્ય પીરસી રહ્યાં છે.

આ બધા એ પોતાની મર્યાદમાં રહી સમય આવડત અને તક્નીકી બાબતે ગુજરાતીને જીવંત રાખવા પ્રયત્ન સાચા હ્રદય થી કર્યો હવે મારો અને તમારો વારો છે. ગુજરાતી પાસે ભગવદ ગોમંડળ અને સાર્થ જોડણી કોશ છે. અંગ્રેજીમાં જેમ Spell bee competetion થાય છે તેમ ગુજરાતી શબ્દ સ્પર્ધાનું આયોજન મેં હાથ ધર્યુ છે.

તેની વિગતો અને નીતિ નિયમો નક્કી કર્યા છે અને દરેક ગુજરાતી સમાજ કે ધર્મ સંસ્થાનો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. “ગુજરાત દર્પણ” આ સ્પર્ધાનાં છેલ્લા વિજેતાને ફરતી ટ્રોફી આપવાનો ઇરાદો જાહેર કરી ચુકેલ છે.

ભાગ લેનાર દરેક ગુજરાતી સમાજે કે ધર્મ સંસ્થા એ લઘુત્તમ બાર સ્પર્ધકોમાંથી એક વિજેતા જાહેર કરે જે ( શબ્દ નિષ્ણાત) કહેવાય. સમગ્ર અમેરિકાનાં જેટલા ગુજરાતી સમાજનાં વિજેતાઓની તેજ પ્રકારે બીજી રાજ્ય સ્તરે સ્પર્ધા થાય અને વિજેતાને (શબ્દ ગુરુ) કહેવાય્ ને રાષ્ટ્રીય સ્તરે (શબ્દ મહારથી)ની પદવી એનાયત થાય

આ પ્રોગ્રામ બહુજ સરળ છે અને ગુજરાતી સમાજ કે ધાર્મીક સંસ્થા કે સીનીયર સીટીઝન મંડળ જુદી જુદી ઉંમરનાં લઘુત્તમ ૧૨ અને મહત્તમ ૨૦ સ્પર્ધકો વચ્ચે આ સ્પર્ધાનુ આયોજન કરી શકે છે. કોઇ સોફ્ટવેર ખરીદવાનો નથી પરંતુ જે તે સંસ્થા પાસે ભગવ્દ્ગો મંડળ કે સાર્થ જોડણી કોશ હોય તે આનો ઉપયોગ કરી શકે છે.

આ સ્પર્ધા માટેની પ્રશ્નોત્તરી ભાગ લેનારી સંસ્થાને સ્પર્ધાનાં બે દિવસ પહેલા પહોંચાડવામાં આવશે. આ પ્રશ્નોત્તરી ગુજરાતી ભાષાનાં વિદ્વાનો તૈયાર કરશે…( સુચનો આવકાર્ય છે)

પ્રત્યેક સ્પર્ધક્ને ૨૦ પ્રશ્નો પુછાશે અને સંસ્થાનાં માનદ જજ સંસ્થાનાં નામ સાથે વિજેતાની માહીતિ રવાના કરશે. ફોગાના ની જેમ છેલ્લી સ્પર્ધા જે ગુજરાતી સમાજે સ્પર્ધકોને નિમંત્ર્યા હશે ત્યાં થશે.

કોઇ પણ વિવાદના સમયે સાર્થ જોડણી કોશ કે ભગ્વદ ગો મંડળની ગુજરાતી વાતો સ્વિકારાશે.

આ પ્રોગ્રામ નો હેતુ સાવ સરળ અને સીધો છે અને તે ગુજરાતી ભાષા પ્રત્યે દરેક્નો સ્નેહ વધે..તેઓ ગુજરાતી વાંચે અને કુટુમ્બોમાં માતૃભાષ માટેનો આદર વધે

૨૦૦૯નાં વર્ષ માટેની સ્પર્ધા માટે સ્વયં સેવકોની સેવા આવકાર્ય છે

ગુજરાતી સમાજો આ પ્રોગ્રામને ગુજરાતી ભાષાવિકાસનો એક્ ઉમદા પ્રયત્ન તરીકે લે અને તેમના વિજેતાને બીજી સ્પર્ધા માટે તૈયાર કરે.. . વધુ વિગતો માટે સંપર્ક vijaykumar.shah@gmail.com

 1. ફેબ્રુવારી 13, 2009 પર 5:10 પી એમ(pm)

  Dear Vijay,

  Good gift for Gujarat and Gujarati via Internet world!
  Send out to all bloggers the Rules and Guideline so,They can put in there blog.

  “ગુજરાત દર્પણ” આ સ્પર્ધાનાં છેલ્લા વિજેતાને ફરતી ટ્રોફી આપવાનો ઇરાદો જાહેર કરી ચુકેલ છે.

  ભાગ લેનાર દરેક ગુજરાતી સમાજે કે ધર્મ સંસ્થા એ લઘુત્તમ બાર સ્પર્ધકોમાંથી એક વિજેતા જાહેર કરે જે ( શબ્દ નિષ્ણાત) કહેવાય. સમગ્ર અમેરિકાનાં જેટલા ગુજરાતી સમાજનાં વિજેતાઓની તેજ પ્રકારે બીજી રાજ્ય સ્તરે સ્પર્ધા થાય અને વિજેતાને (શબ્દ ગુરુ) કહેવાય્ ને રાષ્ટ્રીય સ્તરે (શબ્દ મહારથી)ની પદવી એનાયત થાય

  ગુજરાતી સમાજો આ પ્રોગ્રામને ગુજરાતી ભાષાવિકાસનો એક્ ઉમદા પ્રયત્ન તરીકે લે અને તેમના વિજેતાને બીજી સ્પર્ધા માટે તૈયાર કરે.. . વધુ વિગતો માટે સંપર્ક vijaykumar.shah@gmail.com

 2. Haresh Turakhiya
  ફેબ્રુવારી 14, 2009 પર 1:10 એ એમ (am)

  ઘણું જ પાયાનુ કામ ઉપાડ્યુ છે.

  અમારા ગુજરાતી સમાજ્માં આ કરવું છે વધુ વિગતે માહીતિ આપો

  હરેશ

 3. Kirtika Kanani
  ફેબ્રુવારી 14, 2009 પર 1:15 એ એમ (am)

  This is what exactly I was discussing with my gujarati teacher..
  so us the way..and we will go for it.
  is your program requires some kind of fee or buying a software?

  I want my daughter to take part in the competetion

  Kirtika

 4. સુરેશ જાની
  ફેબ્રુવારી 14, 2009 પર 3:20 પી એમ(pm)

  મુળભુત રીતે હકારાત્મક અભીગમ અને પ્રયત્ન.
  હાર્દીક અભીનંદન..

 5. ફેબ્રુવારી 14, 2009 પર 3:57 પી એમ(pm)

  દરેક વડીલો-મીત્રોને અભીનન્દન.

  આ યાદીમાં જુ.કાકાનું નામ ઉમેરી શકાય. શાસ્ત્રીય ગુજરાતી શીખવવાના તેમના પ્રયાસોને પ્રસીધ્ધી નથી મળી, પરંતુ અનેકોને ફરી વ્યાકરણનો પરીચય અને સાહીત્યપ્રકારોનો પરીચય તેમણે કરાવ્યો છે.

 6. ફેબ્રુવારી 16, 2009 પર 4:13 એ એમ (am)

  જો આપણે જોડણી માટેની સ્પર્ધા કરી શકીએ છીએ તો ઊંઝા જોડણી શા માટે? એમાં તો જોડણીઓનું કાંઈ મહત્વ જ નથી. એનાંથી તો આપણા ઉચ્ચારો પણ બગડી જાય.

 7. ફેબ્રુવારી 19, 2009 પર 7:48 એ એમ (am)

  શ્રી વિજયભાઈ,

  સરસ કામ ઉપાડવા બદલ હાર્દિક અભિનંદન!

  દસ-બાર વર્ષ પહેલાં, એક એડ એજન્સી માટે અમારે સારું જોડણીજ્ઞાન ધરાવતા ગુજરાતી વિદ્યાર્થીઓની જરૂર હતી ત્યારે મેં ગુજરાત વિદ્યાપીઠમાં તપાસ કરી હતી અને તે વખતે વિદ્યાપીઠમાં શબ્દકોશ માટે કાર્યરત એક સજ્જને મને દુઃખ સાથે કહ્યું હતું કે એવી જરૂર તો અમને પણ છે, અને તે પૂરી થતી નથી!

  આવી સ્પર્ધાઓની અહીં ગુજરાતમાં પણ જરૂર છે.

  આપની સ્પર્ધા વિશે મેં http://www.cybersafar.com પર નોંધ મૂકી છે, આપની જાણ માટે.
  Email from Himanshu kikani

 8. ફેબ્રુવારી 20, 2009 પર 12:17 પી એમ(pm)

  Dear Vijaybhai

  Wonderful idea !

  A great step forward. Initiatives like this are the need of the hour. Congratulations for this concept.

  We will help in all possible manners.

  Regards
  Ashok Karania
  http://www.Gujaratilexicon.com

 9. એપ્રિલ 13, 2009 પર 9:08 પી એમ(pm)

  ઉમદા કાર્ય, વિજય ભાઇ .!! અભિનન્દન ..!

 10. એપ્રિલ 15, 2009 પર 6:19 એ એમ (am)

  very nice uncle,

  very good idea and it will work ……. !!

 11. GIRISH BHATT
  એપ્રિલ 29, 2009 પર 8:50 પી એમ(pm)

  Very good work for Gujarati Sabda bhandol.I hope all gujarati people should be proud of the work.

 12. Mohasinkhan
  જુલાઇ 29, 2011 પર 2:56 એ એમ (am)

  i
  i want to organize handwriting competition in gujarati. so send me information about rules of competition and the circular for competition for students as well as school in gujarati formate plz as soon as possible. Mohasinkhan 9428186156

 1. ફેબ્રુવારી 14, 2009 પર 3:59 એ એમ (am)
 2. ફેબ્રુવારી 21, 2009 પર 12:07 એ એમ (am)
 3. ફેબ્રુવારી 22, 2009 પર 3:23 પી એમ(pm)
 4. ફેબ્રુવારી 22, 2009 પર 3:41 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: