બાવળ ની શુળ

જાન્યુઆરી 24, 2009 Leave a comment Go to comments

acacia_constricta

 

 

 

 

 

 

 

 

 ઉંટ રણમાં વિચરતું હતું. ભુખ અને તરસ પણ જબરી લાગી હતી. દુર રણમાં બે ચાર લીલા ઝાડ દેખાયા એટલે ભુખ ના દુઃખે ઉંટ બાવળ તરફ દોડયું, નજીક ગયુ ત્યારે બાવળ ના ઝીણાં ઝીણા લીલા પાન દેખાયા…. પણ તેની સાથે ની સીધી તીક્ષ્ણ શુળો ન દેખી. બટુક બટુક શુળો સાથે બાવળ ને પાન ખાતા આખુ મોં લોહી થી ખરડાઈ ગયુ… પણ ખાવાનું ન છોડયું.

 

સંસાર નું સુખ પણ બાવળ ના પાન જેવુ છે. તેમાં દુરથી દેખાતા દરેક સુખો ની સાથે દુખોની બારીક શુળો હોય જ છે. પરંતુ ભુખ ના દુઃખમાં તે શુળો દેખાતી નથી…. અને આપણે પણ ઉંટની માફક લોહી લુહાણ થતા જ હોય છે.

 

વિષય વાસના માં લપેટાઈ ને અનેક દુખો ભોગવ્યા છતા મોહ અને માયા રાગ અને લોભ ના પડળો માં આપણે અટવાતા જ રહીયે છે. આવી ધ્યનીય સ્થિતિ જે વહેલુ સમજે છે તે વિષય વાસના ને તુર્ત જ ત્યજે છે. એને જે છે તે છે તે રીતે જ દેખાય છે. જયારે શાનભાન ગુમાવેલ રાગી જે છે તેને નથી સમજીને અથડાયા કરે છે દુખના જંગલો માં……

          વિજય શાહ

Advertisements
 1. જાન્યુઆરી 24, 2009 પર 6:23 પી એમ(pm)

  ભુખ ન જુવે એઠો ભાત,
  ઊંઘ ન જુવે તુટી ખાટ,
  પ્રેમ ન જુવે જાત-કજાત!..
  પરિસ્થિતી માનવી ને મજબુર બનાવે! કાંટા છે, છતાં એમાં ચાલવા મજબુર બને તે…રજૂ થાય છે . આપના વિચારોમાં

 2. pragnajuvyasp
  જાન્યુઆરી 25, 2009 પર 1:16 પી એમ(pm)

  મોહ જ ન રહે તો પછી જિંદગીનો મતલબ શો છે? આખરે માણસ આખો દિવસ હેરાન શા માટે થાય છે? માણસ બધી જ પ્રવૃત્તિ અંતે તો કંઇક મેળવવા માટે જ કરતો હોય છે! બધા જ લોકો સંસારનો મોહ ત્યાગીને સાધુ થઇ જાય તો દુનિયાનું શું થાય? મોહ વગર જિંદગીની મજા જ શું છે? મોહ-માયા સામેની આ બધી જ દલીલ એકદમ સાચી છે. વાત એ નથી કે બધું છોડી દેવું, વાત એ છે કે મોહ કેટલો રાખવો!

  મજા કરો પણ અ મજા સજા ન થઇ જાય એની કાળજી રાખો. પચાવવાની તાકાતથી વધુ ખોરાક પેટમાં નાખીએ એટલે અપચો થાય. જોમાનસ એટલે કે મન કાબૂમાં ન રહે તો માણસનો પોતાના ઉપર જ કાબૂ રહેતો નથી.

  આજની સૌથી મોટી સમસ્યા ડિપ્રેશન છે. માણસ નાની-નાની વાતોમાં ડિપ્રેશનમાં સરી પડે છે. પોતાના ચહેરા ઉપર પોતે જ ગૂંથેલી ઉદાસીની ચાદર ઓઢી લે છે. મરેલાની જેમ જીવતા લોકોની સંખ્યા વધતી જાય છે. તેનું સૌથી મોટું કારણ વધુપડતો મોહ છે. બધું જ જૉઇએ છે અને ખૂબ ઝડપથી જોઇએ છે

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: