તુલના

જાન્યુઆરી 2, 2009 Leave a comment Go to comments

એક સભામાં રાજા ભોજે એક લીટી દોરી ને પ્રશ્ર્ન કર્યો આને નાની બનાવી દો.

 

સભામાં હાજર લોકોને આશ્ચર્ય થયુ કે આ તો કેવુ સરળ કામ ? એક જણ ઉભો થયો અને લીટીં નો ઉપર નો ભાગ ભુંસી નાખ્યો….

ભોજ બોલ્યા… અરે ! અરે ! એમ નહીં એને અડ્યા વિના નાની બનાવો તો ખરા. હવે દરબારીઓ ને લાગ્યુ કે છે તો બુધ્ધિ નું કામ એટલે ધીમે ધીમે વિચારવા માંડ્યા… અને ધીમે ધીમે કવિ માઘ તરફ બધા જોવા માંડ્યા.

 

કવિ માઘ મરક મરક થતા ઉભા થયા અને રાજા એ દોરેલ લીંટી ની બાજુમાં એક મોટી લીંટી દોરી. તુલના થતા જ હવે રાજા ની લીંટી નાની થઈ ગઈ.

 

આપણે આપણી જિંદગીમાં આવુ ઘણુ કરીયે છીએ. બીજાના ભોગે આપણે સ્વ સાંધીયે છે પણ બીજા ને તોડવાની, બીજા ને મારવાની કોશિષ ન કરો. પોતાનો વિકાસ કરો, વ્યક્તિત્વને સુધારો વધારો, બીજા આપમેળે નાના થશે નહીંતર તમને વધેલા જોઈ તમારા માર્ગે વધવા મથશે.

–          વિજય શાહ

Advertisements
 1. જાન્યુઆરી 2, 2009 પર 4:24 પી એમ(pm)

  ભૂલો કરો ભૂલથી ભલે, દિલ અન્યનું ન દુભવશો,
  કથીર પણ કંચન બને પારસમણિના સ્પર્શથી……

 2. pragnaju
  જાન્યુઆરી 4, 2009 પર 11:06 પી એમ(pm)

  નહીં પરદોષ
  નહીં પરનિંદા,
  નહીં પારકી પંચાત
  કામ ક્રોધ મદ લોભ મોહ,
  મત્સર નહીં મોહાત
  આવા નાના નાના દ્રુષ્ટાંતથી સારી રીતે સમજાવી શકાય છે

 3. Janakbhai
  જાન્યુઆરી 5, 2009 પર 4:47 પી એમ(pm)

  જુદી જિંદગી છે મિજાજે મિજાજે
  જુદી બંદગી છે નમાજે નમાજે
  છે એક જ સમંદર થયુ એટલે શુ
  મુસાફર જુદા છે પ્રવાસે પ્રવાસે
  ભલે હોય એકજ અંતર થી વહેતા
  છે સુરો જુદેરા રિયાજે રિયાજે
  જિવન જેમ જુદા કાયા ય જુદી
  છે મ્રુત્યુ જુદા જનાજે જનાજે
  હટી જાય ઘુંઘટ ઢળી જાય ઘુંઘટ
  જુદી પ્રિત જાગે મલાજે મલાજે
  કેમ રહો ગાફીલ હજીયે છો ગફીલ
  જુઓ દુનિયા બદલે તકાજે તકાજે
  જુદા અર્થ છે શબ્દ ના બોલવામા
  છે શબ્દો જુદા અવાજે અવાજે
  – ગાફીલ

 4. Sneha Patel
  જાન્યુઆરી 11, 2009 પર 2:43 પી એમ(pm)

  TchukaDI gajabanI vaata thai aa amuli
  laavI je sandesho ajabano ganabno amulo

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: