નિયંતા..

ડિસેમ્બર 26, 2008 Leave a comment Go to comments

 

નાની ગ્રીવા જીદે ચઢી. મા હજી દુધ આપ, હજી દુધ આપ

. મા એ સમજાવ્યુ બેટા ! તારા કપમાં સમાય તેટલુ દુધ તો મેં તને આપ્યુ છે. હવે તુ વધુ દુધ ના માંગ, નહીં તો ઢોળાઈ જશે.

 

લોભમાં અને જીદમાં આવેલી ગ્રીવા સમજે તો ને ? મા એ દુધ ના આપ્યુ તો જાતે લીધુ અને મા એ કહ્યું હતુ તેમજ તે ઢોળાઈ ગયુ, ઢોળાયા પછી રડવા બેઠી. મા… મારુ દુધ ઢોળાઈ ગયુ,”

 મા એ કહ્યું મેં તને કહ્યું હતુ ને કે કપમાં વધુ લેવા જઈશ તો ઢોળાઈ જશે.

ગ્રીવા કહે પણ કેમ ?”

 

આ કેમ ? પ્રશ્ર્ન આપણે સંપતિ ધન અને ઐશ્વર્ય ને મેળવવા મથતા આપણી જાત ને પુછતા જ નથી. પરંતુ એ ઢોળાઈ જતા અફસોસ જરુર કરીયે છીએ, પણ નિયંતા ના નિયમો અફર છે.

 

 જેટલુ સુખ અને જેટલુ દુખ એણે કર્મ ના નિયમો ને આધીન રહી ને નક્કી કરેલુ છે તેટલુ જ મળવાનું છે. તેનાથી એક પાઈ ઓછુ નહીં અને એક ક્ષણ વધારે નહીં. તેથી નિયંતા ને મા સમજી તે કહે તેમ ચાલીયે તો દુઃખ કયાંથી રહે ?

                                                                                – વિજય શાહ

Advertisements
  1. ડિસેમ્બર 31, 2008 પર 1:43 એ એમ (am)

    “અંતરના ઓજસ’ ખુબ અજવાળા પાથરી રહ્યા છે. તમારી લેખન પ્રવૃત્તિના વિવિધ પ્રકારોમાં મોરપીંછ સમાન છે; જાણે કે, તમારી સર્જન યાત્રાનુ તીર્થ સ્થાન છે ! અતિ ગહન વાત સાવ ટૂંકી અને સરળ રીતે ,શીરાની જેમ ગળે ઉતરી જાય છે. મમળાવવાનું મન પણ થાય અને રોજ સવારે ખોલીને નવા દર્શન કરવાની ઇચ્છા પણ થાય.લાગે છે કે હવે પછીની પેઢીને પણ ખુબ ગમશે. અને લાભ થશે….અભિનંદન, વિજયભાઇ…

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: