ટાંકણા નાં ઘા
શિલ્પી ને પોતાની નજીક આવતો જોઈ પથ્થર પોતાના ભાગ્ય ઉપર હરખી ગયો. શિલ્પી ને વિનંતી કરી – ભાઈ મારા ભાગ્ય ને સુધાર – લોકોની ઠોકરો ખાઈ ખાઈ ને હું હવે કંટાળી ગયો છું. તુ તારી કળાથી મારુ સ્વરુપ એવુ બદલ કે લોકો ઠોકરો મારવા બદલ પસ્તાય અને મારી પૂજા કરે..
શિલ્પી એ પથ્થર ની વાત સાંભળી અને બોલ્યો ભલે મિત્ર ! તારી એવી સુંદર મૂર્તિ બનાવીશ કે તને જોઈ ને રાજા મહારાજા પુજશે.. પરિણિતાએ પોતાના કોડ પુરા કરવા બાધા રાખશે અને અરમાનો ભર્યા યુવા હૈયાઓ તને પુષ્પ ચંદન અને ધુપ થી પુજશે.
પથ્થર પોતાના પલટાયેલા કિસ્મતને જોઈને ધન્ય થયો.
શિલ્પી એ ટાંકણુ ઉઠાવ્યુ અને મૂર્તિ ઘડવા બેઠો. હથોડી ના ઘા જેમ જેમ ઝીંકાતા ગયા તેમ પથ્થરની વેદના વધવા માંડી અને બોલી ઉઠયો…. અરે અરે… મને તારા ટાંકણા વાગે છે – મારા અંગભંગની મને પીડા થાય છે. શિલ્પી આ તુ શું કરે છે ?
આપણે વિધાતા ના ટાંકણા સામે પથ્થર જેવી જ મુર્ખતા નથી કરતા ? ઉપર તો જવુ છે પણ ઘા નથી ખમવા…
– વિજય શાહ
વાંચકોના પ્રતિભાવ