Home > અંતરનાં ઓજસ > એકત્વનું જ્ઞાન….

એકત્વનું જ્ઞાન….


 

 

 

 

 

નેમિકુમાર રાજા ને સખત શરીરમાં દાહ ઉપડયો હતો. શિતળ ચંદન નો લેપ કરવાથી રાહત થશે તેમ રાજવૈઘની આજ્ઞા થતા નેમિકુમાર ની બધી રાણીઓ ચંદન લઈને ઘસવા બેઠી. હાથમાં ના કંકણનો ધ્વનિ વધતા દાહ ની જોડે કોલાહલ અસહ્ય બન્યો. તેથી મસ્ત નેમિકુમારે આંખો મીંચીને કંકણ ના રણકાર બંધ કરો ની રાણીઓ ને આજ્ઞા કરી. શરીરનો દાહ તો શમ્યો નથી અને ચંદન ઘસવા ની જરુર તો હતી તેમની તેમ જ રહી હતી.

 

રાણીઓ એ હાથનાં કંકણો ઉતારીને એક કંકણ પહેરીને ચંદન ઘસવાનું ચાલુ રાખ્યું. અવાજ શમી ગયો ત્યાં નેમિકુમારે મનોરમા રાણી ને પુછ્યુ ચંદન કેવી રીતે ઘસો છો ? રાણી એ જવાબ આપ્યો હાથમાં સુરણ ની નિશાની જેવુ એક કંકણ છે તેથી રણકાર થતો નથી.

 

આટલા વચનો સાંભળ્યા અને નેમિકુમાર ને એકત્વ નું જ્ઞાન થયું. સંસારની દરેક મમત્વ પેદા કરવાની વસ્તુઓ મારી નથી. ઝાઝા મળ્યે ઝાઝી ઉપાધી. એક કંકણ થી ન કોલાહલ ન રણકાર…. એવાં જ એકલો આત્મા…. એકલો જ આવ્યો અને એકલો જવાનો જયારે જવાનો ત્યારે કંકણરુપી બધા સગા સ્નેહી અહીં જ રહેવા ના…. કોઈ પાછળ સાથે ન આવવાનું પછી શીદ ને સહેવો કોલાહલ … રણકાર…..

          વિજય શાહ

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: