જાગ્યા ત્યાંથી સવાર….

ડિસેમ્બર 12, 2008 Leave a comment Go to comments

 

 

જતીન ભણેલો ગણેલો અને નિવડેલો બીઝનેસમેન હતો. પરંતુ હતાશા એ એને ચારે બાજુથી ઘેરી લીધો હતો. ડોકટરો ની દવાઓ અને તેની માઠી અસરોએ તેની ઉંધ હણી લીધી હતી. પરંતુ અંતરિક શાંતિ તેનાથી હજારો માઈલ દૂર હતી. ભારતથી આવી ને 30 વર્ષમાં ઘણી સિધ્ધી એના કામમાં મેળવી હતી.

 

અમેરીકન પધ્ધતિ તેના વર્તનમાં ક્ષણેક્ષણે દેખાતી હતી કલાક ના 250 ડોલરની કમાણી ની દોડમાં કુટુંબ તબિયત અને મનની શાંતિ ધર્મ બધાનો નાશ અને ડોલરનો એક ધારા ધોધે એને સફળ તો બનાવી દીધો પણ…. એના અંતરમાં ચીસો એકધારી હતી માબાપ ની જેમ પત્ની અને તેના બાળકો કયારેય સાથે ટેબલ ઉપર જમ્યા નહોંતા. ઘરમાં હોટેલ નું વાતાવરણ વધુ અને બાહ્ય દેખાડો વધારે હતા. ડોકટર, વકીલો અને સાઈક્રીયાટ્રીસ્ટ ને ફીમાં પૈસા જેટલા કમાણી થતી હતી તેટલી જતી હતી. ફ્રુઝ, ગીફ્ટો અને પાર્ટીમાં આનંદ કરતા મનદુખો વધારે હતા. દરેક ને પોતાની પડેલી હતી જતીન તેમને માટે પૈસા નું મશીન માત્ર હતો.

 

કયારેક તેના મનમાં પ્રશ્ર્ન થતો હતો આ દોડ કોને માટે હતી તેના દીકરા, દીકરીઓ માટે તેમના કુતરા બીલાડા માટે આઈઆર એસ માટે કે તેના પોતાના માટે ?  સમાજમાં તે સફળ હતો પરંતુ ધીમેધીમે તેનુ બેંક બેલેન્સ તેને તે નિષ્ફળ છે તેમ જણાવી રહ્યું હતું.

 

છેલ્લો ઘા તેને ત્યારે વાગ્યો જયારે તેના ત્રીજા ડાઈવોર્સ તેને હતાશાની ગર્તામાં ધકેલી દીધો. પહેલા લગ્ન નિષ્ફળ જવાનુ કારણ પૈસો હતો બીજા લગ્નમાં પત્ની પાસેની અપેક્ષાઓ કરતા ફરજો વધુ હતી ત્રીજા લગ્નમાં કંઈક દાડો વળે તેમ લાગ્યુ ત્યાં… જણાયું કે તે તો ક્ષણ માત્ર નો સગવડીયો આવેશ હતો… તેને મન તેના કરતા તેના ડોગનું મહત્વ વધુ હતુ ભારતથી લાવેલ તે ત્રીજી પત્ની તેને ગ્રીનકાર્ડ મેળવવાનું સાધન ગણતી હતી જે મળી ગયા પછી…. તુ કોણ અને હું કોણ?

 

 ખૈર…. એ કયાંક ભુલો પડ્યો હતો… તેને તે ભુલ મળતી નહોંતી. જયારે પણ ઉપાધી આવતી ત્યારે બાપાએ તેને મદદ કરી હતી પૈસાથી સમજણથી અને લાગણીથી… તેથી તેણે ભારત જવાની તૈયારી કરી અને….. દેશમાં પહોંચ્યો…. બાપા એમના કુંડાળામાં વ્યસ્ત હતા… છતાય જતીન આવ્યો તેનાથી રાજી હતા. જતીન અને રણણીકભાઈ દસ વર્ષે શાંતિથી બેઠા જતીન ઘણા વર્ષે પાછો આવ્યો હતો. થાકેલો અને હારેલો

 

રમણીકભાઈએ જતીન ને એક વાર્તા કહી…

 

નાનો બાળક તે સફરજન ના ઝાડ પાસે રોજ જતો અને ઝાડને તે ખુબજ ગમતુ… નાના નાના બાળકના કુણા કુણા પગલા ઝાડની ડાળીઓ ને ઝણઝણવતા હતા…. સફરજનની ડાળી પકડી તે બાળક ઝુલતો હતો. તેના સફરજન તોડી ખાતો હતો અને ઝાડના છાંયડામાં મઝાની કલાકેક ની ઉંધ કાઢતો હતો. બાળક ને સફરજન નું ઝાડ ગમતુ હતુ અને ઝાડને તે બાળક… તેથી જયારે જયારે તે આવે ત્યારે પ્રેમથી ઝુલી ઝુલી ને કહેતુ આવ-રમ મારી સાથે અને બાળક નાનો હતો ત્યાં સુધી રમ્યો.

હવે થોડુક મોટુ થયુ…. એક દિવસ ઝાડ પાસે આવીને ઉભો રહી કહે મને રમવા રમકડા જોઈએ તારી સાથે રમીને હું ધરાઈ ગયો છું. ઝાડ કહે મારી પાસે પૈસા તો નથી… પણ તું સફરજન તોડીને લઈ જા પૈસા મેળવવા તે વેચી દે અને તારા રમકડા ખરીદી લે…. બાળક ના મોં ઉપર તરવરાટ અને ખુશી આવી ગઈ ઝાડ તે ખુશી જોઈ ને ઝુમી ઉઠ્યું.

 

કેટલાક વર્ષો પછી તે બાળક યુવાન થઈ ઝાડ પાસે આવ્યો. ઝાડે તેજ લગની થી કહ્યું ચાલ મારી સાથે રમ…. બાળક કહે હવે હું કંઈ તારી સાથે રમુ તેટલો નાનો નથી. હું કુટુંબ કબીલા વાળો છુ અને મને ઘર બાંધવું છે. ઝાડ ગુંચવાયુ મારી પાસે પૈસા નથી હું કઈ રીતે તને મદદ કરુ તે સમજાતુ નથી પણ હા તુ મારી શાખાઓ કાપીને લઈ જા તારા ઘરમાં તે જરુર કામ લાગશે…. નઠારો યુવાન એ જોવા પણ ન રહ્યો કે તેની શાખાઓ વિના ઝાડ ઝાડ ન રહેતા ખાલી ઠુંઠુ રહી જશે…. એ ખાશે શું ? એનુ અસ્તિત્વ કેમ રહેશે..?

ઝાડને તો તે યુવાન ના મોઢા ઉપર દેખાતી ખુશાલી આભા ગમતી હતી….વર્ષોના એકાંત પછી ફરીથી ઝાડ પાસે તે યુવાન પ્રોઢ બનીને આવ્યો… મને બોટ જોઈએ છે તારા થડમાંથી હું બોટ બનાવી ને સાત સમુદ્ર ની શેર કરીશ…. ઝાડ ફરીથી તે યુવાન ને કહ્યું…… ભલે તેમ કરતા તને આનંદ થાય તો તેમ કર….

 

કપાયેલ થડ ફરી પાછુ એકાંત વાસમાં સરી ગયુ… એક દિવસ તે પ્રોઢ સફેદ વાળ સાથે હતાશ વદને ઝાડ પાસે આવીને ઉભો. ઝાડ ની આંખમાં આંસુ હતા…. યુવાન ને તે આંસુ ન સમજાયા….. ઝાડે કહ્યું મારી પાસે સફરજન નથી પ્રોઢ માણસ કહે મને પણ દાંત કયાં છે ? મારી પાસે ડાળ શાળાઓ નથી…. મને તેની જરુર નથી મારુ ઘર મારુ નથી રહ્યું…. ઝાડ કહે થડ પણ જતુ રહ્યુ છે હું તને કેવી રીતે મદદ કરુ ? મારે થડ નથી જોઈતુ બોટ તો દરિયામાં ડુબી ગઈ…. હું તો હવે જિંદગી ના અંત ઉપર આવીને ઉભો છું થોડીક શાંતિ જોઈએ છે…. ઝાડ નાં મોં ઉપર થોડીક ચમક આવી મારા મૃત:પ્રાય મૂળ ને તારા આરામનું સ્થળ બનાવ….. આખરે તુ મારી પાસે આવ્યો તે મારા માટે આનંદના સમાચાર છે.

 

જતીન રમણીકલાલ પાસે છુટા મોઢે રડી પડ્યો…. હા બાપુજી તે ઝાડ તમે છો અને એ કપાત્તર પુત્ર હું….

 

રમણીકલાલ કહે છે ના. તું કંઈ કપાત્તર નથી. ફક્ત દ્રષ્ટિ બીંદુ અલગ છે. સુખી માણસ અને દુખી માણસ વચ્ચે ધર્મ કહે છે જે તેના માઠા દિવસો માટે બચાવે છે. તેને માઠા દિવસો આવે જ છે. જે માઠા દિવસો માટે બચાવ્યા વિના જે આજે માઠા દિવસમાં છે તેને મદદ કરે છે તેને માઠા દિવસોમાં મદદ મળે જ છે. આ કુદરતનો અફર નિયમ છે.

 

જે પોતાનુ જુએ છે તેને કાયમ પોતાનુ જ જોવુ પડે છે. જે બીજા નુ જુએ છે. તેને બીજા જુએ છે. આ બે વિચારસરણ સળંગ છે. સાધુ સંતો જેમણે કદી પોતાનુ જોયુ નથી તો તેમને કદી પોતાનુ શું થશે તેવુ જોવુ નથી પડયુ સમાજ તેમનુ પોષણ કરે જ છે. તેં તારો ચોકો અલગ બનાવ્યો. કાયમ સેલ્ફમેઈડ રહ્યો કદી તે પૈસા માટે હાથ લાંબો નથી કર્યો અને તેથી જ તેં કદી કોઈને મદદ ન કરી તાડ ની જેમ ઉંચો અને લાંબો થનાર માણસ જેના ફળ મોટા અને દુર કોઈને કામ ન લાગે જયારે વડ ની જેમ ફેલાતો માણસ અનેક વડવાઈઓ વડે ઘણે ફેલાય અને ઘણા જણાનો આશરો બને.

 

સ્વનો આશરો સારો આંતરિક વિકાસ માટે આધ્યાત્મીક ઉસ્થાન માટે સ્વમાન સ્વાધ્યાય સ્વાગત પરંતુ લૌકિક દુનિયામાં “સ્વ” ને ભુલે તોજ તમારુ ધાર્યું મળે….. પેલા ઝાડને બાળક ની ખુશી જોઈતી હતી બાળક તેની પાસે રહે અને રમે તે જ જોઈતુ હતુ તે અંતે થયુ ની જેમ જ…. તુ ભટકી ને પાછો આવ્યો…. મારો બધો અફસોસ લૂપી ગયો….

 

જતીન તેના પિતાની ઉદારતાને જોઈ રહ્યો…. તેને તેનુ બચપણ યાદ આવ્યું… બંને જણાએ તેમની જુવાની ના દિવસો બાળકો ના ઉછેરમાં ખર્ચ્ચા. મોજ શોખને કદી મહત્વનો બનાવ્યો નહોતો સદાય ધર્મ અને સાત્વિક વાતોથી બચપણ ભરેલુ રાખ્યુ હતુ…. પપ્પા આ જોઈએ…. હા બેટા લઈ આવશું અને એ વસ્તુ ઘરમાં આવી જ હોય…..

 

ઉંમર વધતા એ બાપા સામે Its my life – Do not bug me…. I am grown up – જેવા તીરોથી તેમના હૈયાને છીણી નાખ્યુ છતાંય જયારે જરુર પડી ત્યારે લોન ઓછી લો.. ન લો. કરકસર થી જરુર પડી ત્યારે આપતા માબાપને જોઈ આદરથી તેનુ હૈયુ તેમને વંદી રહ્યું.

 

આજે જતીન ને સમજાયું કે ઘરમાં આવતા બ્રાઉન પડીકામાં અને માના રોટલામાં શું ફેર હતો. બ્રાઉન પડીકા માં એક ટાકો બેલ કે બર્ગરમાં મા નું હેત નથી હોતુ તબિયત બગડે નહીં તેની તકેદારી નહોંતી. પશુની જેમ જીવાતી જિંદગીમાં પૈસો કદી ભેગો થયો નહીં ડ્રાય કલીનર, હોટેલ એપાર્ટમેન્ટ ના ભાડામાં, અને લોનો ના હપ્તા ભરી ભરી જિંદગી આખી નીચોવાઈ ગઈ પણ બે પાંદડે કયારેય ન થવાયુ…. સંપથી સાથે રહેવાય તો જે મઝા છે તે એકલ પેટુ થવામાં કયાંય નથી…. તે વાત તેને સમજી ગઈ તેથી ફરી પાછો ડુસ્કે ચઢ્યો.

 

રમણીકલાલે જતીન ને કહ્યું પેલી વાર્તા હજી પુરી નથી થઈ…. પેલો વૃધ્ધ ઝાડના મૃત:પ્રાય સ્થિતિમાંથી નવપલ્લવિત કરવા મૂળમાં પાણી આપવા માંડ્યો ફરી નાનો બાળક બની વાતો કરવા માંડ્યો…. અને અઠવાડીયા માં થડ ઉપર બે ચાર કુંપળો ફુટી. નદીની આજુ બાજુ ના એ વેરાન ઉજ્જડ પ્રદેશમાં દસ બાર ખાડા ફરીથી ત્યાં નવા સફરજન ના છોડ વાવ્યા….

જતીન ને વૃધ્ધ બાપની અનુભવવાણીમાં નવુ જીવન મળતુ દેખાયું…. જે કામ હજારો રુપિયા ખર્યા પછી ડોકટરો ન કરી શક્યા તે હતાશા બાપની અનુભવવાણીએ ક્ષણમાં દુર કરી નાખી…. જાગ્યા ત્યાંથી સવાર……… ( ગુજરાત ટાઇમ્સ-ન્યુ યોર્ક માં પ્રસિધ્ધ ટુંકી વાર્તા)

Email Courtsey Dr Janakbhai Shah

e0aa9ce0aabee0aa97e0ab8de0aaafe0aabe-e0aaa4e0ab8de0aaafe0aabee0aa82e0aaa5e0ab80-e0aab8e0aab5e0aabee0aab0

Advertisements
 1. ડિસેમ્બર 13, 2008 પર 1:53 પી એમ(pm)

  Kharekhar rhidaymgam varta.
  Really a heart captivating story.
  congratulations.

 2. Janakbhai
  ડિસેમ્બર 14, 2008 પર 6:50 પી એમ(pm)

  When there was Joint Family system, the new generation did not know how they and their children grown up. But gradually those system died and in foreign countries there is a new culture. This story can teach a good lesson to new generation.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: