ઝમકુબા

ડિસેમ્બર 10, 2008 Leave a comment Go to comments

 

ઝમકુબા છત સામે તાકીને તેમના રૂમ માં વિચારતા હતા “મારો લાલજી – મારો લાલજી કરતા આખી જિંદગી મારુ મોં ના સુકાય…. અને એ લાલજીએ આજે મારા કેવાં હાલ કર્યા – રડતાં રડતાં વિચારતી હતી. છ છોકરાઓ અને ત્રણ છોકરીઓનાં બહોળાં પરિવારમાં કોણ જાણે કેમ મને ભરોંસો બેસી ગયો હતો કે બધામાં સૌથી નાનો લાલજી એને ઘડપણ માં જાળવશે….પણ હું કેટલી ખોટી પડી? “

  સુમનરાય ના અંતિમ સમયે – સુમનરાયે કહ્યું પણ હતું – ઝમકુ – બધા તારા જ છોકરાઓ છે. લાલજી પાછળની તારી મમતાને કાબુમાં રાખજે. એ કંઈ તારો થવાનો નથી. પણ છતાયે મારી મમતાએ જાણતા અજાણતાં લાલજીમાં મારી જાત ને રમમાણ કરી દીધી – લાલજીનાં બે છોકરા માં પણ તેને લાલજીનું બાળ સ્વરૂપ દેખાતું – અને કાલી ઘેલી ભાષા માં તેને રમાડવા જતા – પણ લાલજી ની વહુ પેટ્રીસીયા ફફડતી…અને કહેતી કે બા તમને શ્વાસનો રોગ છે મારા દીકરાને આપી દેશો. તમે તેને રમાડવામાં મર્યાદા રાખો…. તમારા લાલજી ને તો દવાઓ કરાવ કરાવી ને સારો કર્યો છે – હવે એ બંને તમારા નહીં – મારા “લાલજી” છે તે  ધ્યાનમાં રહે – તમે તો મમતામાં ભૂલી જાવ છો કે તે શોન અને પીટર છે –

અમેરિકામાં લાલજી લેરી પટેલ હતો. અને લેરી પેટ્રીશીયાને પરણ્યો હતો – કારણ કે સુમનરાય પટેલ નો વંશ તો આખા વિશ્ર્વમાં પથરાયેલો હતો – બે છોકરી કેનિયામાં એક છોકરો ફીજી માં બે છોકરી ઈંગ્લેન્ડમાં એક છોકરી પનામા માં રહે – બધાના છોકરા છોકરીઓ સાથે આખુ કુટુંબ 70 નાં આકડે પહોંચ્યું – ઝમકુબા – બધે બોલાવાય…. પણ ઝમકુબા ને લાલજી ની માયા જબરી તેથી મન ત્યાં ખેંચાય…. પેટી હસતા હસતા કહે પણ ખરી – ગ્રાન્ડ મા – ગ્રો નથી થયા– એને લાલજી અને શોન એક સરખાજ લાગે.

 સુમનરાયે – 1935 માં દોરી લોટા સાથે આફ્રિકા પ્રયાણ કરેલુ અને ઝમકુ  તે વખતે 18 ની – કેનિયામાં નાનો વેપાર શરુ કરી પટેલ એન્ડ સન્સ ની ધીખતી પેઢી કરી. અંગ્રેજ ને જરૂરી દરેકે દરેક વસ્તુ નૈરોબી માં પટેલ એન્ડ સન્સ માં મળે…. 1935 થી 1952 છોકરા અને ઘરમાં કયાં જતા રહ્યા ખબર ન પડી – પણ 1952 માં લાલજી નો જન્મ થયો ત્યારે ઘરમાં અઢળક ધન આવ્યું અને પુષ્ટિ માર્ગીય માન્યતાએ નાનકાને લાલજી બનાવી દીધો. નૈરોબીમાં માં મોટું મકાન – પૂરતી ગાડીઓ અને અંગ્રેજ પધ્ધતિ ઉછેર ને કારણે છોકરા મંડાતા ગયા – અને ધીખતો ધંધો નવા નવા સાહસો અને હિંમતથી સાત સમુદ્ર પાર ની સીમાઓ બનતો ગયો.

 ઝમકુ ની જિંદગી માં લાલજી આવ્યા પછી ધર્મ ધ્યાન વધ્યું…. અને પેલી કોઈક ડૉક્ટર ની ઓપરેશનની પ્રક્રિયા પછી હવે નવા છોકરા ની ઝંઝટો રહેવાની નહોતી – કારણ કે લાલજી વખતે મોટી દીકરી પણ  ભારે પગી હતો – અને શરમે મરી જવાતું હતું…. પણ ખેર નવ નવ છોકરા થયા પછી પણ મમતા શમતી નહોતી. એટલે બધી જ ભેગી થયેલી મમતા નાનીયા ઉપર ઉતરી. અને ગમે કે ન ગમે – પણ ઝમકુબા નો હુકમ થાય એટલે નાનીયો તેનું પાલન કરે જ કરે….. અને એમ મમતાનો છોડ – ઝમકુબા તરફ થી નાનીયા તરફ એક તરફી રીતે વધતો ગયો…. મોટો થતા લાલજી માની આ નબળાઈ પામી ગયો…. કે જયારે પણ લાભ લેવો હોય ત્યારે….. ઝમકુબા ના નામે મોટી ચીસ પાડવી અને જેમ અલાઉદીન ના ચિરાગ માંથી જીન આવે અને બધી માંગણીઓ પુરી થાય તેમ…. નાનકાની બધી માંગણીઓ ઝમકુબા પુરી કરે જ કરે.

 સુમનરાય  સમતાથી ઝમકુ ને કહે પણ ખરા – ઝમકુ આ બાકી ના આઠ પણ તારા છે…. તારી મમતાનો દોર નાનીયા તરફ વધુ છે. તને નાનીયો કયારેક તકલીફ કરશે… કોઈપણ વસ્તુનું અતિરેક પણુ સારુ નહીં….

 ઝમકુબા – દરેકના પ્રસંગો યાદ કરી એમ સાબિત કરવા મથે કે મને લાલિયો ગમે છે પણ મારે તો બધાં સરખાં…. પણ હા – તે બધા સરખાં જયારે બહારના પરિબળો સામે ગણત્રી કરવાની હોય ત્યારે – જયારે નવે નવને ગણવાના હોય તો લાલીયો ખાનગી માં મેદાન મારી જ જાય….. ઝમકુબા મોટાને સમજાવે – હશે  નાનો છે ને…..

 75 માં વર્ષની જન્મદિન ઉજવણી વખતે આખુ સુમનરાય પટેલ પરિવાર એકઠુ થયુ હતું અને સુમનરાયને હાર્ટ ઍટેક આવ્યો.  ફીજીમાં અક્ષય મોટી હોસ્પિટલ ચલાવતો હતો તેથી સુમનરાય અને ઝમકુબાને ફીજી લઈ આવ્યા. બીજા અને ત્રીજા ઍટેક વખતે લકવાગ્રસ્ત શરીર થી સુમનરાયની માવજત સારી રીતે થઈ. પરંતુ 80 વર્ષની વર્યે સ્વર્ગવાસ થયો ત્યારે ઝમકુબા 77 નાં. અને  મમતા પાછી તેમને લાલજી ને ત્યાં લઈ આવી.

 પેટી નું નુ મૂળનામ તો પ્રતિમા. તેનું પેટી થયુ –  જેમ લાલજી નું લેરી થયુ. – અને શ્વાસનો રોગ જંપવા ન દે. કામ ધંધા ચાલે પણ પેટી બંને બાળકો ને   બેબી સીટર પાસે મૂકે અને ઝમકુબા ઘરમાં એકલાં રહે તેથી મમતા ના સંઘર્ષો અંતિમ ચરણે પહોંચે. પણ પેટી એમ ગાંઠે શાની?

 લાલજી એ તે દિવસે ઝમકુબા ને કહી દીધું. હું નાનો હતો ત્યારે સમજતો નહોતો કે તમને પણ ના કહેવું હોય તો કહેવાય….. તમે જેને મમતા કહેતા હતા તે તો નર્યો જુલમ હતો જુલમ…. મને ગોળ નો લાડવો ભાવે કે નહીં પણ – તમે લાડવા ખવડાવી ખવડાવી ને આ રાજરોગ ડાયાબીટીસ આપ્યો. તમે હવે એ ભૂલ સોન અને પીટર માટે તો ન જ કરાય ને….!

 ઝમકુબા ની આંખમાં પહેલી વખત બોર – બોર જેવા આંસુ દેખાયા.. સુમનરાયના શબ્દો તેમના કાને પડધાતા હતા. લાગણી ના પટારા ને બંધ કરવાના પ્રયત્નો માં ઝમકુબા…. ઝાટકો ખાઈ ગયા સંતોની વાત યાદ આવી – ભગવાન પથ્થર સ્વરુપે તમારો પાસે ભાવના અને ભક્તિ નો ભુખ્યો છે. બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેમની  બુધ્ધી પણ સતેજ થતી જાય…

 સંસ્કાર  ના હોય તો કહી જ દે કે Leave me alone…. જેવો અઢારનો થાય ત્યારે તેને સમજતો બધી જ પડે પણ મમતાનું મોલ ન આપી શકાય તેથી માનથી તમને જોતો થાય આ સમયે – આપણે વળવું જોઈ – વાનપ્રસ્થાશ્રમનું પ્રયાણ સહજ રીતે કરવું જોઈએ. અને તેથી જ પ્રભુ જુદા જુદા સંકેતો દ્વારા તમને કહે છે ચેતો – બદલાવ – અને નહીં બદલાવ તો થપ્પડો ખાઈ ને બદલાવું પડશે.  ઝમકુબા ક્ષણ માત્ર માટે તો ઠરી ગયા… પેટી ના વિચારો માં લાલજી આવું બોલે છે. બાકી તેને તો હું નસેનસમાં ઓળખુ ને ? આ તેના વિચારો નથી. જુની પેટી હવે ત્રાસ રૂપ લાગવા માંડી. મારો છોકરો પડાવી ગઇ.  ઝમકુબાને હવે સોન અને પીટરમાં લાલજી ઉપરાંત પેટી પણ દેખાવા માંડી…. અને તે રાત ઝમકુબા રૂમમાં એકલ એકલુ ખૂબ રડ્યા…. સવાર પડી – રૂમ બહાર ન નીકળ્યા…. દસ વાગે પેટી આવી ને પૂછી ગઈ – બા – ઊઠો સેવા નો સમય થઈ ગયો….

 છત ને તાકી રહેલા અને નખને ખોતર ખોતર કરતા ઝમકુબા ની મૌન સમાધિ 3 દિવસ ચાલી. લાલજી એ બહુ પૂછ્યું. ફીજી થી 3 ફોન આવી ગયા – કેનેડાથી દીકરીઓ ના પણ ફોન આવી ગયા. ઝમકુબા ઠીક નથી – કહી વાત ટાળતા – ડોકટોરો બધા ટેસ્ટ કરી ગયા બધું જ નૉર્મલ છે. પણ ઝમકુમા સમજી ગયા હતા – કે હવે કશું જ નૉર્મલ નથી. એકલાં પડે અને આંખમાંથી આંસુ નીતર્યા કરે. તેને તેની મમતાથી કરેલા અન્યાય યાદ આવ્યા. અને અંદરથી બહુ જ પોતાની જાત માટે દુર્ગંધ આવવા માંડી – એને એવું થવા લાગ્યું મારા ઉપર ધૂળ પડે છે…. ધૂળ પડે છે. અને ચોખ્ખા ચણાક જેવી ઝમકુબા શરીર ઉપર થી એ ધૂળ ખંખેરવા માંડી – એમનું આંતરિક મનમાં એ રીતે લાલજી ની માયા ખંખેરતું હતું……

 લાલજી અને પેટીએ ફરી પૂછ્યું બા શું થાય છે ? ઝમકુબાની આંખમાં મમતા ને બદલે છેતરામણીનાં ભાવો હતા… ફરિયાદો હતી – એ બોલ્યા – તને ખંખેરુ છું.

પેટી – ધીમે રહીને બોલી – “બા નું છટકી ગયુ લાગે છે”…. ઝમકુબા – ખડખડાટ હસતા બોલ્યા…. હા – ખરેખર છટકી તો ત્યારે ગયુ હતું જયારે લાલજી માટે હું દુનિયા સાથે લઢતી હતી – આજે તો હજી ભાનમાં આવી છું તેથી તો તેને ખંખેરુ છું. આ થપ્પડ સહન કરતા ત્રણ દિવસ લાગ્યા….. હવે સમજાય છે એક વાત….. વ્યવહાર ની વાત – દરેક ઠેકાણે મોહ રાજા દગો કરે છે. મને દગો થયો છે – તને ન થાય તે માટે ભગવાન ને પ્રાર્થના કરુ છુ અને સાથે સાથે તારા રુપી મોહને ખંખેરું છું. 

ભજન ના સુર ત્યારે રેલાયા….. 

પંખીડાને આ પીંજરું જુનું જુનું લાગે –

બહું રે સમજાવું તોયે પંખી નવું પીંજરું માંગે.

 1. Reena karkar
  ડિસેમ્બર 10, 2008 પર 6:16 એ એમ (am)

  ખુબ જ સચોટ અને સત્ય પરિસ્થિતિ…

 2. Janaki Pandit
  ડિસેમ્બર 10, 2008 પર 6:17 એ એમ (am)

  ઘણા સીનીયર સીટીઝનો આવી ઉપેક્ષીત જીવન જીવે છે

  ખાસ તો એક્લા પડી ગયેલા અને લાગણીશીલ વૃધ્ધો આવા અપમાનો જીવે છે.

  વાંચતા વાંચતા આંખો ભરાઈ આવી

 3. Hasit Patel
  ડિસેમ્બર 10, 2008 પર 6:22 એ એમ (am)

  લાગણી જ્યારે ઘવાય ત્યારે કોઇ પણ સ્વરુપે બહાર આવે

  આ ગાંડપણ નહિં પરંતુ ભરોંસો ખોટો પડ્યાની વેદના છે

  વિજયભાઈ ઘણા સમય પછી સારી વાર્તા વાંચવા મળી

  આભાર

 4. kalaki Desai
  ડિસેમ્બર 10, 2008 પર 6:26 એ એમ (am)

  મારા દાદીમાને મેં આ જ પરિસ્થિતિમાં જોયા હતા

  વાર્તામાં સંદેશ અને સમાધાન બંને સરસ રીતે ઉપસ્યા છે

 5. ડિસેમ્બર 11, 2008 પર 5:20 એ એમ (am)

  Maya dhire dhire vegali karvamaj maja che.
  ‘zamakuba’ dvara ghani badhi strio paatha bhane tevi prarathana.

 6. Satish Parikh
  ડિસેમ્બર 11, 2008 પર 12:55 પી એમ(pm)

  atirek moh ane maya jivan ne keva paripreksya ma muki de chhe tenu abahub chitra zamakuba ni varta dwara anubghavyu. aa badhu janata hova chhata pan putra/putri ni moh maya sankelvi saheli nathi te mate haribhakti ni jarur chhe.

 7. ડિસેમ્બર 12, 2008 પર 7:29 એ એમ (am)

  mane jamkubai ni aa vat dil thi lagi gayi,radvu aave aevi vytha che jamkubai ni.
  ma bap chokra ne lad-pyar thi,khushi thi mota kare,aemni pachl potani aakhi zindgi lutavi de,khushi bhuli jai,pan chokra mota thata ma-bap ne bhuli jai ,rakkhdta muki de.loko kai kari na sake,ane bhukhya mari jai tyare chokra ne ahesas thay ke me ketlu khotu karyu che.

  i lik it vijay shah aavij satya ni vato amne kaheta rahejo,to lokoni ankho khule.

 8. ડિસેમ્બર 12, 2008 પર 3:31 પી એમ(pm)

  Khushbooben

  aapne varta gami te badal abhaar.

  mitroma link mokalasho

  lekhak jue lakhe ane te krutine amara to tamaaaraa jevaa vachak mitro ja banaave.teno saransha jivine, felavine

  mara mate saransh be Chhe

  1.moha hamesha radaave
  2.always respect parents, they might be partial or out dated but because of them you are you today

  Thanks again!

 9. ડિસેમ્બર 13, 2008 પર 1:05 પી એમ(pm)

  અભિનંદન ! વિજયભાઈ ખૂબ જ ધારદાર વાર્તા છે.

  કમલેશ પટેલ
  (શબ્દસ્પર્શ)
  http://kcpatel.wordpress.com/

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: