કરોળીયા ની જાળ….
એક કરોળીયો ધ્યાન થી મકાન ના એક ખુણામાં જાળ બનાવીને બેઠો છે. ઘડીક માં એક બાજુ તો ઘડીક માં બીજી બાજુ એની જાળ ને સુધાર્યા કરે છે. મજબુત બનાવે છે.
એના મનમાં એક જ રઢ છે. કયારે કોઈ ઉડતુ જીવજંતુ એ જાળમાં ભરાય અને એને ભક્ષ્ય મળે, કયારેક સફળ તો કયારેક નિષ્ફળ કરોળીયો પોતાના જ ગુંચવાડામાં એટલો ગુંચવાઈ જાય છે કે દુર ટાંપીને બેઠેલી ગરોળી પર એનુ ધ્યાન નથી પડતુ અને સડસડાટ આવીને ગરોળી કરોળીયા ને ખાવા જાય છે. ત્યારે બચવાની ઈચ્છા હોવા છતા કરોળીયો પોતાના રચેલા જાળા માંથી ઝડપથી નીકળી ન શકતા સપડાઈ જાય છે.
મનુષ્ય પણ પોતાના કર્મો થી રચેલ આવા કુંડાળા માં કયારે આમ કરુ અને કયારે તેમ કરુ માં કાળને ભુલી જાય છે. ભક્તિ ઘડપણમાં કરીશુ એમ વિચારી ને યુવાનીમાં જવાબદારીઓ ના ઢગને વેંઢારીને થાકી જાય છે. અને જયારે જમ સામે આવીને ઉભો રહે છે ત્યારે મારું – મારું કરતો બધુ જ મારું અહીં જ મુકીને ચાલ્યો જાય છે.– વિજય શાહ
કોશેટો પણ કોરળીઆની જેમ જાળતો ગુંથે છે.પરંતુ તેનો હેતુ છે બાહ્ય જગતથી અલિપ્ત રહેવાનો જયારે કરોળીયાનો હેતુ છે બાહ્ય જગતને ભરખી જવાનો. અને તેથી જ કરોળીયો
ખૂદ ભરખાઇ જાય છે. જયારે કોશેટો નવું સુંદર પતંગીયાનું રુપ ધારણ કરી હવામાં મુકત મને
ઉડે છે. એટલે જ ગીતામાં કહ્યું છે ને કે
કર્મણિ એવ અધિકાર: તે માફલેષુ કદાચન
મા કર્મફલ હેતુ: ભૂ: મા તે સંગ: અસ્તુ અકર્મણિ