મુખ્ય પૃષ્ઠ > નિવૃત્તિ ની પ્રવૃત્ > પ્રકરણ – 5 કુટુંબ સમય અને સબંધો

પ્રકરણ – 5 કુટુંબ સમય અને સબંધો

ડિસેમ્બર 2, 2008 Leave a comment Go to comments

 

આ પ્રકરણ લખવુ એ એક કસોટી જ નહીં પણ મુખ્ય જવાબદારી છે. આ પ્રકરણ શરુ કરતી વખતે વિચાર હતો કે સંસ્કારીતા પ્રમાણે બે ભાગ પડે છે. કુટુંબ સમય ભારતમાં જુદી ઘટના છે જયારે ભારત બહાર જુદી ઘટના છે. આપ જયાં આ પુસ્તક વાંચો છો તેને અનુરુપ બનાવવુ એ લેખક તરીકે કસોટી છે. ભારતમાં હજી સંયુકત કુટુંબો છે. અમેરીકામાં આ સંયુકત કુટુંબો વિભક્ત કુટુંબો નાં સમુહ તરીકે હયાત છે. અર્થાંત સંયુક્ત કુટુંબ ભાવના ફોન સુધી સીમિત છે પણ વિભક્ત કુટુંબો ને એક રાખતી પ્રથાઓ અને કાર્ડ છે.

 

કુટુંબનો અર્થ એક જ પેઢી એટલે કે મા-બાપ અને સંતાનો થાય. અર્થ પ્રમાણે જયારે એક કરતા વધુ પેઢીઓ સાથે રહે તે ભારતીય કલ્પના… સુખદ ચાર પેઢી સુધી ગણાય… એટલે દાદા દાદી, કાક-કાકી, ફોઈ-ફુઆ, પિતા-માતા, દિકરા-દિકરી-પિતરાઈભાઈ બહેનો પૌત્ર અને પૌત્રી સુધી સૌનો સમાવેશ થાય. જયારે પેઢી વધુ હોય ત્યારે, મત મતાંતરો સમાવવાનાં રસ્તા અનેક હોવાનાં… જો કે આ કુટુંબો નાં મોભી નું સ્થાન મહત્વ નું છે.

પહેલા આપણી ચર્ચા એક પેઢી ના કુટુંબ પુરતી કરીયે… એક પેઢીનું કુટુંબ એટલે હું અને મારા… એટલે મારી પત્ની મારી દિકરી મારો દિકરો… આ કુટુંબ નું જીવન મહત્તમ 25 થી 30 વર્ષ ભારતમાં અને ભારત બહાર જયાં સુધી દિકરા અને દિકરી 18 ના થાય ત્યાં સુધી કદાચ આ કુટુંબો માં નિવૃત્ત થયા પછી ખાલી હું અને મારી પત્ની બે જ  જણાએ સાથે જીવવાનું હોય છે. જેમાં કોઈ બંધન નથી અને તેથી જ સાજે-માંદે ધ્યાન રાખવા એક મેક સિવાય બહુ લાંબી આશા નથી હોતી.. તેથી કદાચ આ ઉંમરે ઘરમાં કુતરો બીલાડી કે બર્ડ આવે છે. અત્રે થોમસ અને ક્રીસ્ટીના ની વાત કરુ તો અજુગતુ નહીં રહે… થોમસ અને ક્રીસ્ટીના ના બંને બાળકો ઘર બહાર છે. ફોન ઉપર કવચિત ક્રીસ્ટીના બંને સાથે વાતો કરે છે. પણ થોમસ ને લાગે છે કે તે સમય કરતા વહેલો રીટાયર થઈ ને ખાલી પૈસા જ બગાડે છે. કદાચ બાળ ઉછેર માં ક્રીસ્ટીના કદી થોમસ ને રસ લેવા દેતી નહોંતી તેથી તેણે કદી પોતાનું વાત્સલ્ય છલકાવા દીધેલું નહીં.

 

નિવૃત્તિ આવી અને એ વાત્સલ્ય છલકાવાનું પાત્ર બન્યુ નાનો જેરી જે પડોશીની ભેટ હતી.. ઓલ્સેશીયન ડોગ જે ટોમ નું પ્રવૃત્તિ કેન્દ્ર તેને નવડાવે… ખવડાવે વહાલ કરે ગુસ્સો કરે અને હુકમ ચલાવે… સાથે ફરવા જાય અને ધીમે ધીમે ક્રીસ્ટીના થી દુર થતો જાય. આ કુટુંબ સમયનો દુરપયોગ છે. ખરેખર થોમસ નું કામ ક્રીસ્ટીના સાથે વધુ સમય પસાર કરવો જોઈએ… કદાચ ક્રીસ્ટીના એ જેરીને વધુ સમય આપવો જોઈએ.. આ ઘટના ઘટવાનું કારણ ક્રીસ્ટીના નું વહાલ બંને બાળકો પાછળ પુરતુ વપરાયુ પણ થોમસ કમાવાના ઝમેલામાં ચુકી ગયો. થોમસ ની બહેન માર્થા 4 ઘર દુર રહે જેરી એણે જ ભેટ કરેલો માર્થા અને ક્રીસ્ટીના ને એક મેક સાથે ઘણુ જ બને તેથી થોમસનું જેરી તરફ વળવુ એ તો એવો જ છે કહી ને સહજ બન્યું…..

 

અહીં નિવૃત જીવન વેડફાય છે. જેરી અને માર્થા બંને કુટુંબ સમય ને વેડફે છે. થોમસ 67 નો છે ક્રીસ્ટીના 64 ની હવે વાત સમજીયે એક સાથ સહુજ સત્યની… આને તે સત્ય મીરા ભટ્ટ ની જીવન સંધ્યાનું સ્વાગત માં લખેલછે તે પ્રમાણે…..માણસ દિવસે એવા કામ કરવા જોઈએ કે જેથી રાત નિરાંતે જાય… આઠ મહીના એવી રીતે કાર્યરત રહેવુ જોઈએ કે ચોમાસુ નિરાંતે જાય અને જુવાની એવી રીતે જીવવી જોઈએ કે ઘડપણ માં પસ્તાવુ ના પડે. અને આખુ જીવન એવી રીતે જીવવુ જોઈએ કે પરલોક સુધરે….

 

આ ઙરના તત્વ સાથે જોઈએ તો થોમસ મોડો છે ક્રીસ્ટીના તેના સમયે કરવા યોગ્ય બધુ કરી મુચી ખે અને થોમસ… બે છેડા ભેગા કરવા અને ડોલર કમાવામાં લગભગ બધુ જ કરવા યોગ્ય કામ મોડુ શરુ કર્યું… કદાચ આ થોમસ ને હું વધુ ઓળખું છું કારણ તે મારો પડોશી છે તેવુ તો નથી… પણ એ કક્ષા નો હું પણ ભાગ છું. મને પણ થોમસ ની જેમ પૈસા ની ઘંટી હજી પીસે છે અને તેથી કયારેક સહુજીવનની વાતો માં હું હજી પણ સાંભળુ છું તને શું ખબર છોકરા ઉછેરતા કેટલી વીસે સો થાય છે? ખાલી ગાડી આપી દેવીથી છોકરા નથી મોટા થતા… તેની વાતો નો મર્મ સમજી સાચુ જ્ઞાન દેવુ તે પણ ઘણુ મોટુ કામ છે કારણ બાળક આપણામાં તેનુ ભવિષ્ય જુએ છે. અને તેના હિસાબે બધુ મા જ આપે અને બાપ એ તો ફક્ત રવિવારે ચર્ચમાં સાથે લઈ જતા ડ્રાઈવર થી વધુ ન હોય તો તેને સમાજનું કે વહેવાર નું કોઈ કામ પિતૃ નજરે જાણવા નથી મળતુ. અને એ સ્પષ્ટ માન જો કે ગયેલો સમય… કદી પાછો નથી આવતો… થોમસ અને મારા જેવી કામઢી જ્ઞાતિઓ ના સભ્યો માટે કુટુંબ સમય એ ઘણી જ જરુરિયાતની વસ્તુ છે તે સમજાવવા આ ઉદાહરણ પ્રસ્તુત છે.

 

અભય નામે અભય પણ કાયમ એવુજ માને કે મારી મા જે વાતો કહે તે સાચી… એક દિવસ નિશાળે થી તેના સાથીદાર ની શીશાબેન ઙરે લઈ આવ્યો. તેની માતા કનકે જોઈ અને પુછયુ આ શીશાપેન કોની છે ? તો જવાબ આપ્યો કાલ સુધી તે અશોક ની હતી આજે મારી પાસે છે તેથી મારી. કનકે બાળ ચેષ્ટા સમજી અવગળ્યું. બીજા અઠવાડીયે દફતરમાં નાસ્તા નો ડબ્બો હતો. એજ પ્રશ્ર્ન કાંતિભાઈ એ અભય ને પુછ્યો અભયે સ્પષ્ટ કર્હ્યું કાલ સુધી આ ડબ્બો જનક નો હતો આજે મારો છે. અને કાંતિભાઈ એ સ્પષ્ટ ભાષા માં કર્હ્યું ના આજે પણ તે ડબ્બો જનક નો જ છે તેને આજે પાછો આપી સોરી કહેજે. અભય ને વડીલો ની આ વિરોધાભાસી વર્તણુંક ન સમજાઈ તેથી તે બોલ્યો પણ મમ્મી ને મેં શીશાપેન વિશે કર્યું તો મમ્મી તો હસતી હતી… પાંચ વર્ષના અભય ને થતી ગુંચવણો સમજાય તેવી હતી…..

 

કદાચ આપણી સવારે સાત થી સાંજે સાત સુધી કામ કરતી બાળક નામની પ્રજાતીને જરુરી આ જ્ઞાન સમય સર ન આપે તો અભય કયાં જાય ? તે વાત નો કાલ્પનીક તાળો એમ બેસાડાય કે… અભય મોટો થતા મારા હાથમાં તે મારુ નામના રોગ નો ભોગ બની મોટો ચોર બને અને એક દિવસ જેલમાં જાય… કારમ કે સમાજના નિયમો અનુસાર મારા હાથમાં એટલે મારુ એ ગુનો છે, સાચો જીવન નો ન્યાય જે કનકબેન ન શિખવી શકયા તો બાળક માટે જેલ એજ અંત હોય ને ?  વાતને આગળ ચલાવું તો જે નિયમ કાંતિભાઈ અભય ને શીખવતા હતા તે નિયમ અભય ને સમાજ કયાંક ને કયાંક સારે કે માઠે તબક્કે શીખવશે જ…. અને એ શિખામણ મળ્યા પછી એક દિવસ શુળી ઉપર ચઢતો અભય… મહદ્ અંશે તેના 30 પછીના વર્ષો માં એની મા કનક નું નાક કરડી ખાશે જ .. કેમકે મા તરીકે તે જો તેણે શીખવ્યું હોત તો કદાચ… આજે સમાજ તેને શૂળી એ ના પણ ચઢવતો હોત… કદાચ પિતા કાંતિભાઈ ની વાત નાનુ બાળક તરત સમજી ગયુ હોત….

દાદા તરીકે મકનજીભાઈ પણ આ જ્ઞાન અભય ને આપી શક્યા હોત… પણ આજે દાદા એ તો પાછલી સદી નું ગંદુ ગોબરું પ્રાણી… તેમનો રોગ મારા દિકરાને લાગી જશે તેવુ વિચારતી યુવા માતા ઓએ આ સમજવું રહ્યું કે કુટુંબ જીવન એ બંને પેઢીઓ માટે એકમેક નું પુરક પરિબળ છે. અને બંને કામ કરતા હોય તો બેબી સીટર તરીકે મા બાપને ન રાખતા અનુભવી શિક્ષકની જેમ જો વકીલો ને રાખીએ તો… અભય કદાચ આજે શઈષ્ટ સમાજનો અભય અંગ હોત….

આ પુસ્તક વાંચતા જો તમે દાદા હો તો તમારુ દિકરાઓ ને વહેંચતા વધેલુ વહાલ તમે તમારા પૌત્ર પૌત્રી આપો છો તેમ વિચારશો… તો રુપિયા નું વ્યાજ હંમેશા વ્હાલુ લાગશે… અને જો એમ વિચારશો કે આતો જમાઈનો છોકરો છે કે વહુ નો છોકરો છે… તો બેબી સીટીંગ કરવાનો ભાર લાગશે… કુટુંબ સમય દરેક પેઢીનો, દરેક જ્ઞાતિ અને પ્રથાનો બહુ જ જરુરી અંગ છે.

આ પુસ્તક તમે યુવા પેઢી તરીકે વાંચતા હો તો સમજ જો કે વૃધ્ધ ની ઉંમરની તકલીફો ની સામે જે અનુભવ જ્ઞાન નો રુડો વારસો તમારા બાળકો ને એ આપે છે. તે અમુલ્ય છે. કદાચ આ તાલિમો જે મૂળ ભુત સંસ્કાર પ્રથાનો ભાગ છે. તે શીખવા તેને યુનિવર્સીટી માં તમે હજારો ડોલર ખર્ચી ને મેળવશે… પણ સમય ખોટો હશે.

આ પ્રકરણ જરુર કરતાલાંબુ હોવાનું કારણ સ્વાભાવિક છે મારે સબંધો ની વાતો અત્રે કરવાની છે. અને તે જટીલ હોય છે. કારણ કે સબંધો બે બાજુ ની વાત છે. કાર્ય અને તેના પરિણઆમો ની વાત છે. ગમા અને અણગમાની વાતો છે અને સૌથી વધુ તો અહંમ ની વાત છે. તમે નિવૃત્ત છો તેથી તમારી સાથેના સૌ નિવૃત્ત નથી થઈ જતા… તે સમયે કેટલાક અનુકુળનો ની વાત છે. એમા સૌથી અગત્યનું છે તમારુ પોતાનુ તમારા વધતા સમય સાથે અનુકુલન ની વાત…. જે આપણે આગળ કરીશું… પણ કુટુંબ સમયમાં તે અનુકુલન આવે છે. કુટુંબ સાથે… જીવન માં બંધાતા દરેક સબંધો એક મેક ને પુરક થવા માટે ના હોય તો તે સબંધો હંમેશા મીઠા મહુલા જેવા હોય છે. જેમ કે મા અને દિકરા નો સબંધ… ગર્ભમાં અસંખ્ય વેદના આપતુ સંતાન જયારે અકળાય અને હાથ પગ લાંબા ટુંકા કરે ત્યારે વેદના થી કણસતી મા જો એમ વિચારે કે હવે કયારે છુટુ તો તે જ બાળક ને સંસ્કાર માં એ એમ જ કહુ છે મને તારા થી પીડા છે. હવે તુ જા… એજ બાળક મોટુ થઈ ને તમારા ઘડપણ માં જયારે તમારાથી પીડાશે ત્યારે એમ જ કહેશે હવે તમે જાવ !

સબંધ જયાં હોય ત્યાં “મારું” જાય…..” અમારું” આવે

સબંધ નો હેતુ અને અનુભવ એવો કે એક મેકને એક મેક થકી સંપન્ન કરીયે… સુખી કરીયે… જેનુ સર્વ શ્રેષ્ઠ ઉદાહરણ વડ અને તેની વડવાઈઓ… વડ વિસ્તરે છે કારણ કે તેની શાખા ઉપર જાય છે અને વડવાઈઓ નીચે.. વડવાઈ જયારે જમીન માં પ્રસ્થાપિત થાય ત્યારે શાખા પર્ણ અને ટેટાથી ભરાઈ જાય… વડે તેની શાખા ને વડવાઈ થકી ટટ્ટાર કરે તેમાં વડ નો શું ભોગ….? આ પ્રશ્ર્ન જયારે નવી પ્રશાખા વડ ને પુછે તો સમજવું કે વડવાઈ દ્વારા કરેલા ટેકા નો આપેલો ભોગ વ્યર્થ ગયો… છતા વડ શું નવી વડવાઈઓ જન્માવા નું છોડે છે ?  અને આવો ઘનઘોડ વડલો શું કદી વાવાઝોડા સામે ઝુકે છે. ? ભેગા હો તો ભોગ પણ આપવો પડે અને ભાગ પણ મળે… આ જે સમજે તેને સબંધો ને કેમ સારા બંધનો કહેવાય તે સમજાય…..સબંધો માં જે લેણદેણ આવે તે કદી એક તરફી ન ચાલે… તમે નિવૃત થયા ત્યાં સુધી જો તમે આપ્યુ હશે તો…. વાવ્યુ હશે તો…. ફળ સ્વરુપે પાછુ તમને મળશે …. કહે છે સબંધો માં લેણ પર ભાર ઓછો અને દેણ પર જયાં ભાર વધુ ને સબંધે ની વયમર્યાદા વધુ… આપવુ એ રુપિયા ડોલર અને નાણા સબંધી બને તો સબંધ ની મર્યાદા ઘટે…. આપવુ સહકાર સગવડ અને અનુભવ ના સબંધી બને તો તે પણ સબંધ ની વય મર્યાદા વધે પણ આ બે તરફી હોવુ જરુરી છે… માપ તોલમાં જયારે બધુ એકાંગી બને ત્યારે વડ પણ વાવાઝોડા નો સામનો નથી કરી શકતો.

કહેવાય છે સંત રામકૃષ્ણ પરમહંસ યુવાની મા અતી સ્વરુપવાન હતા… પરંતુ મૃત્યુ સમયે તે કૃષ્ણવર્ણી બન્યા હતા… અને કહેવાતુ કે તેમના માં ગુનેગારો અને પાપીઓ ના પાપ પોતાના માં ખેંચી લેવાની ક્ષમતા હતી… તેથી જે ગુરુદેવ ના ચરણ સ્પર્શ કરે તે પાપ મુક્ત થતા… તેમનો દોષ ગુરુ પોતાના માથે લેતા… અને મનથી તેમના ભક્ત ને સુખ શાતા મળે તેવી શુભેચ્છાઓ અને આશવાર્દ આપતા… પોતે શોષવાઈ ને બીજા નું ભલુ કરે તે ભક્ત અને સંતનો સબંધ.

સબંધ નું ગણિત ન સમજાય તેવુ જટીલ નથી પણ તેનુ અનુબંધ અને પાલન ચોક્કસ કઠીન છે. અને તેથી જ તો મની ને હની નાં સબંધો અને સની અને મની નો સબંધ ની તોલે મા બાપ અને સંતાનો ના સબંધો આપતા  નથી… કારણ મા બાપ તેમના સબંધોમાં મની ને મહત્વ આપતા નથી પણ હની અને સની ને તો મની વિના ચાલતુ નથી.. અને તેથી હની અને સની ના છુટા છેડા શક્ય છે પરંતુ મની નું મુલ્ય ન કરતા મા બાપ નાં લાગણી નાં સબંધો મૃત્યુ પછી પણ ઘટતા નથી. શેરડી ચુસી લીધા પછી ફેંકાઈ ગયેલા કુચા ની જેમ મા બાપ ને ફેંકી દેતા તે હની અને સની ને કુદરત નો તે ન્યાય કદી સમજાતો નથી કે એક દિવસ હંમેશા આવે છે કે જે તમે વાવ્યુ હોય તેવુ જ તમે લણો.

સુનિલ ભટ્ટની આ ટુંકી વાર્તા અત્રે એટલા માટે ટાંકુ છુ કે તે વાર્તા ભલે નાની હોય પણ સબંધ ને સમજાવતો લાગણી સભર પ્રસંગ છે.

 

Little girl and her father were crossing a bridge. The father was kind of scared so he asked his little daughter,
‘Sweetheart, please hold my hand so that you don’t fall into the river.’
The little girl said, ‘No, Dad. You hold my hand.’
‘What’s the difference?’ Asked the puzzled father.
‘There’s a big difference,’ replied the little girl.’If I hold your hand and something happens to me, chances are that I may let your hand go.
But if you hold my hand, I know for sure that no matter what happens, you will never let my hand go.’In any relationship, the essence of trust is not in its bind, but in its bond.

So hold the hand of the person who loves you rather than expecting them to hold yours…
This message is too short…….but carries a lot of Feelings.

 

 

સબંધ ઉપર આમતો ઘણુ લખાય પણ તે એક પ્રકરણ છે પુસ્તક નહીં તે જ્ઞાનની સમજ પ્રમાણે સબંધ ના ગણીત ની નિવૃત્ત વયે આચાર સંહીતા સમ કેટલીક ટુંકી નોંધ અત્રે મુકી આ ચર્ચા સંપન્ન કરુ.

 • નિવૃત્તિ ની પળોમાં આપણા આદર્શો વિચારો અને આચારો માટે ફક્ત આંગળી ચિંધવી પણ તેના પાલન માટે કોઈ પણ જાતનું દબાણ તે હિંસા છે. તે સમજવું.
 • આપણા સ્વપ્ન, ખાસ તો અધુરા સ્વપ્ન સંતાને સિધ્ધ કરે તે યયાતિવૃત્તિ છે. તેનાથી દુર જ રહેવુ કારણ કે સંતાન પણ તેનું સ્વપ્ન અને ભાગ્ય લઈને આવે છે જ ….
 • તમારા અનુભવે તે રત્નો છે તેને જેમ તેમ વેરી ન દેવાય… તેથી મફત સલાહ કેન્દ્ર કદી ન બનશો.  તમારી પાસે સમય છે અનુભવ છે તેથી તેને લખજો ડાયરી રુપે અને તેનો વારસો આપજો…
 • સામે ના વ્યક્તિ ને મન ખોલવાનું મન થાય તો કાન આપજે પણ ખણખોતર કરી તે ન કહેવા ઈચ્છતો હોય તેવુ હરગીજ ન કરશો. તેમની અંગતતા જળવાય તે માટે સાંભળેલુ મનમાં રાખજો તેનો જાતે વાગતો રેડીયો સ્ટેશન ન બનશો.
 • દરેક સબંધો માં અપેક્ષા હીણ થશો તો ઘણુ મળશે… પણ અપેક્ષા રાખશો તો ફક્ત દુ:ખ અને દુ:ખ જ મળશે.
 • ઈસુખ્રીસ્તો કર્હ્યું હતું કે કદી કોઈના જજ ન બનશો કારણ કે તે કામ પ્રભુ નું છે તેણે તે કામ માટે જજો ની નિમણુંક કરી ત્યારે તેમાં માણસ નું નામ નથી. માણસ તો ફક્ત પ્રેમ જ  કરી શકે અને તેને તો ફક્ત પ્રેમ જ કરવાનો અધિકાર છે.
 • ઉંમર શરીર ના દરેક ઈન્દ્રીયો પર અસર કરે છે દાંત પડી જાય. હાથ પગ ઢીલા પડે… પણ એક લુલી… જીભડી ઢીલી નથી. તેથી પ્રતિજ્ઞા લેવી કે નિંદા કરવી નહીં. નિંદા થતી હોય ત્યાં બેસવુ નહી અને નિંદા કે ટીકા ને માનવી નહીં… તે વાણી વિલાસ છે જે સબંધો ને કરવત થી રહેંસે છે. અને કાળક્રમે એકાંત વાસ ની કારમી સજા કરે છે.
 • આ એકાંત વાસ ધટતી જતી ઉંઘ ના રુપે આવે છે. ઘરમાં એકલા હો ત્યારે કે ભરેલા ઘરમાં હો ત્યારે તે ઘટતી ઉંઘ સ્વગત ભગવતી સાથે વાતો કરવાનો સમય છે. સ્વગત શબ્દ ઉપર ખુબ ભાર એટલે મુક્યો છે કે તમારી પુજા પ્રાર્થના સામાયિક કે સ્તવન મનમાં બોલો તો જ તે પ્રભુને પહોંચે છે… માટે હોલો તો તે તેની તાકાત ગુમાવે છે… પ્રભુને નહીં પણ જગતને સંભળાય છે.
 • સ્વ નિર્ભરતા તે નિવૃત્તિ જીવન નું ઉત્તમ કર્તવ્ય  છે. મારી સેવા કરો… મારા માટે આમ કરો તેમ કરો તેવી અપેક્ષા માત્ર દુ:ખ જન્માવે છે તો પત્ની કે પુત્રવધુ કે ઘરના કામવાળા કે જે કોઈ તમારુ કામ કરે છે. તેમને માટે તમે માન ગુમાવવાનું કારણ બનો છો. પરસ્પરાવલંબન અને પરાવલંબન વચ્ચે સોય માત્ર નો ફરક છે. પણ જયારે પરસ્પરાવલંબન પરાવલંબન બને તો સુખ શાસ્વતા દુખ બની જાય છે.
 • કયાંય મારો અવાજ નહીં કોઈ મારુ સાંભળતુ નથી એવા અરણ્ય રુદનો ને બદલે નરસિંહ મહેતા એ કર્યું હતુ ને કે ભલુ થયુ ભાંગી ઝંઝાળ વાળો અભિગમ  ખુબ જ લાભ પ્રદ રહેશે…
 • દીર્ય આયુષ્ય એ વરદાન ત્યારે બને કે જયારે મન યુવાન હોય અને રહે… મન માં જો અભાવો દાખલ થયો તો પાન પીળુ પડ્યુ જ સમજો… અને પીળુ પડેલુ પાન પાનખરે ખરે…ખરે… અને ખરે જ … એ તો ખબર છે ને…..

 

Advertisements
 1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: