Home > ફરી પાછુ એ જ પ્રશ્નાર્થ ચિન્હ, વાર્તા > ખોટો રુપિયો જાય જ ક્યાં?

ખોટો રુપિયો જાય જ ક્યાં?


madhubala sadhana madhuri-dixit aishvaryaa-rai pretty-woman 

ઘણી વખત મને નવાઈ લાગે છતા ઘણા અજાણ્યા ચહેરાઓમાં મને જાણીતા ચહેરા દેખાય અને તે ચહેરા મન ભાવન થઈ જાય

ત્રણ વરસનો હોઈશ ત્યારે બા નાં ચહેરાને બસ અપલક તાકી રહેતો…થોડીક મોટી ઉંમરે લાગ્યું એટલે કે ચહેરા તો પિતરાઇ અને મસિયાઈ બહેનઓનાં પણ ગમે છે અને તેથી જ તો તેઓની સાથે બોર અને ગંડેરી વહેંચવી ગમતી. કોણ જાણે કેમ તે સમયે મારા ગોઠીયા મિત્રને મે કહી દીધુ યાર મને તો મધુબાલાનો હસતો ચહેરો ગમે છે. તે તો મારી સામે અજાયબી થી જોતોજ રહ્યો અને પછી ધીમેથી કહે યાર મને પણ મારા ઘરની બાજુમાં કલ્પના હસે છે તો બહુ ગમે છે. પણ આપણાંથી તેને એવુ તાકી ન રહેવાયને…અઢાર ઓગણીસની મુગ્ધતાનાં વરસોમાં તેને ભારતી, ભાવના અને મીનળ ગમતી ક્યાંય પ્રેમ કે જાતિયતાનો કોઇ આવેગ નહીં બસ તેઓને હસતા જોવાનું અને મલકવાનું. મારા લીસ્ટમાં ફિલ્મ અભીનેત્રી મધુબાલા પછી સાધના ઉમેરાઈ. થોડો પક્કો તો ખરો હું..મે બધા મિત્રોનાં આવા ગમતા ચહેરાઓ નવરાત્રી દરમ્યાન પકડી પાડ્યા હતા જેમ કે દિલિપને ચેતના ગમતી તો કપિલ નીલમ નીલમ  કરતો અને પેલો મહેશને શકુ ગમતી.

એક દિવસ ભાવનાનાં લગ્ન અમેરીકાથી આવેલ કીશોર સાથે થયા ત્યારે દરેકને લાગ્યુ.. આ ગમતા ચહેરાઓની ચોવટ છોડો અને હવે જીવન સાથી શોધો…બધા આમતો નબળા તેથી તેમના ગમતા ચહેરાઓની સાથે વાત કરવાને બદલે ન  ગોઠવાય્. તેની સાથે તે તો નાની છે.

એક દિવસ મોટી ઉંમરનો કીરણ બોલ્યો ગમતા ચહેરા એ તો જિંદગીનાં દરેક વણાંકો ઉપર મળશે પણ જે ચહેર જીવન સાથી સ્વરુપે મળવાનો તે સત્ય અને બાકી બધી કલ્પનાઓ.જુઓ બહેનની બહેનપણી કે ભાઈનો ભાઇબંધ જો ગમતું પાત્ર હોયતો દીલ ખોલીને સાફ વાત કરી લેવાની નહીંતર ગાતો ચહેરો ગણીને તે પણ જતી રહી શકે.અને પાંચેય મિત્રો પાંચ અઠવાડીયામાં સગાઈનાં દોરે બંધાઈ ગયા.

ગમતા ચહેરાનું પ્રકરણ ત્યાર પછી પણ રાજેશે ચલાવ્યું અને ત્રણ વર્ષે છુટા છેડા થયા.

બાકીના બધાએ  એક જ રસ્તો અપનાવ્યો. તુ ભલેને હોયે કાણી પણ મારી તો તુ છે રાણી..તેઓનાં ઘરે હવે બીજી પેઢીએ ત્રીજી પેઢી પણ આવી છે.

હવે ગમતા ચહેરાઓનાં નામો બદલાય તો પણ રાણી તો સદાય હર્દમ જબાન પર રહે છે..મારા ગમતા ચહેરાઓમાં માધુરી દિક્ષીત, ઐશ્વર્યા રાય અને જુલીયા રોબીન્સન આવી છે અને મારી પત્ની ને હું તેનાથી આગળ વધુ તે વાત માનવી જ નથી તેથી તો કહે છે “ખોટો રુપિયો જાય જ ક્યાં? મને ચીંતા જ નથી હમણાં જ પાછો આવશે…

  1. Harnish Jani
    December 6, 2008 at 3:47 am

    શું સરસ વિષય છે? હું એક ડગલું આગળ વધીને કહીશ કે ગમ્તા ચહેરાઓ જીવનભર સામે આવ્યા જ કરે છે.આવતા રહેવા જ જોઇએ.અને એ ચહેરાઓએ આપેલા આનંદની ક્ષણો મનના કોઇ ખૂણે કાયમ માટે રહેશે તો જીવન મ્હેંકી ઉઠશે.જીવન જીવવાની મજા આવશે.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: