સોહાગણની જેમ

સપ્ટેમ્બર 30, 2008 Leave a comment Go to comments

 

sohagan-ni-jem1

બાને હોસ્પીટલમાં દાખલ કર્યા છે તેવો ફોન તો મોટી એ નાનકા ને કર્યો.

બાનુ મન ચકરાવે ચઢ્યું. ખાસ કંઈ છે નહીં આ તો એના બાપા બહુ અધીરીયા અને કંઈક ફરિયાદ કરો અને ડોક્ટરને ફોન કરીદે.. અલ્યા ડો જનક્ને કહેજો કાકી માંદા છે ઘરે આવી જાય અને જનક એમના ભાઈબંધનો છોકરો એટલે પાછો ફોન આવે કાકા શું થયુ? અને કાકા અહેવાલ તો આપે અને એ અહેવાલ પર જનક નિર્ણય લઈને કહે કાકા સાંજે આવીશ્.

સાંજ પડે મને સારુ થઇ ગયુ હોય છતા જનક કહે તો જ સાચુ..જોકે હવે તેમને પણ મારી કિંમત સમજાય છે અને મને પણ આ મોટી ૬૨ની થઈ એટલે ૬૩ વરસનો  સંગાથ..એટલે એ એવા લાડ કરે તો ગમે.. પણ ઘણી વખત જમાઈની હાજરીમાં કહે આ નાનકાની બા તો જરાય સમજતી નથી. એને કેટલુંય સમજાવું કે હવે આ નાનકો જતો રહ્યોછે દુબાઈ અને મને કઈ ઉંચીનીચી થઈ ગઈ તો આ ઘરમાં બધુ ક્યાં મુક્યુ છે તેની ખબર રાખ ત્યારે બહુ લાજ આવે અને કહેવાની ઇચ્છા પણ થઈ જાય્ કે બળ્યુ તમને કંઈ ઉંચી નીચી થાય ત્યાં સુધી મારે કેમ જીવવાનુ? એ પુરી લીલી વાડી છે..આ મોટી તો દાદી થઈ ગઈ અને નાનકો પણ નાના થઈ ગયો…ચોથી પેઢી જોવા તો મારા બાપા પણ ક્યાં રોકાયા હતા?

 સહેજ પડખુ ફર્યુ અને મોટી બોલી “બા”

“હં ” મેં હુંકારો કર્યો..

” ઉંઘ આવતી નથી?”

“હા વિચારે ચઢી ગઈ છું”

“નવકાર ગણ ને”

“તે તો ચાલુ જ છે..પણ કેમ જાણે કેમ આ તારા બાપાને આટલી બધી મારી ચીંતાઓ થાય છે. ખાલી બે ઉલટી થઇ ને હોસ્પીટલમાં દાખલ કરી દીધી.”

“હવે તુ કાચનુ વાસણ છે ને બા તેથી?”

” મારા કરતા તો તેઓ વધુ મોટા છે પણ મને એમની એટલી ફીકર નથી થતી.”

” ખાલી બોલે છે તુ પણ!..બંને એ લાકડી પકડી લીધા પછી હવે અમે દુર થતા ગયા અને તમે લોકો બંને અમને ઇર્ષ્યા આવે તેવું સુખી જીવન જીવો છો.”

“લેણ દેણની વાત છે.. બાકી મારી ચંપાબેને સુવાવડમાં છોકરી છોડીને દેહ છોડ્યો અને સત્તર વર્ષની ઉંમરે આવી હતી આજે ૭૯ થયા પણ તેમનો સ્નેહ મારા માટે કદી ઘટ્યો નથી.”

બા રાતના બાર વાગ્યા..  તમે સુઈ જાવ્. . તમને ઠીક તો છેને?

હા. તુ સુઈ જા અને મને હમણા દવાની અસર થશે અને હું પણ સુઈ જઈશ.

મોટી સહેજ આડે પડખે થઈ અને ભગવાનનૂ નામ લેતા લેતા સહેજ આંખ મળી અને સપનુ શરુ થયુ…ચંપાબેનની પન્નાને તે ઉછેરતા હતા અને મોટી આઠમે મહીને હતી.. પન્નાને તાવ હતો અને ઉતરવાનુ નામ લેતો નહોંતો..બહુ પ્રયત્નો છતા તે ના બચી. તે વખતે મારી બા કહેતી હતી જમાઇ બાબુને સાચવજે.. એક પછી એક એમ બે ઘાત ગઈ છે. મોટી બરોબર વીસમે દિવસે આવી અને પહેલી વખત તેમને હસતા જોઈ મને આનંદ થયો..સમયનુ ચક્ર ફરતુ જાય છે. મારી બા બહુ ખુશ છે મારા જમાઈ એક લીલી નોટ કમાય છે એને લેવા મુકવા સરકારી જીપ આવે છે. મોટા સાહેબ છે. ઓગણીસ વર્ષની વયે મુગ્ધતાથી જોતી મને હું સ્વપ્નમાં જોઉં છુ.

હોસ્પીટલમાં પાળી બદલાઈ હશે અને નવી પાળીની નર્સ આવીને જોઇને કાગળમાં માં લખી ને જતી રહી.. મોટી થોડુક સળવળીને સુઈ ગઈ. આંખો હજી પેલુ સ્વપ્ન સાચવીને બેઠી હતી..તે ચિત્રપટની જેમ ચાલુ થયું.. મોટી પછી છેક આઠ વર્ષે નાનકો રહ્યો..વચ્ચે ત્રણ કસુવાવડે શરીર ભાંગી નાખ્યુ હતું એમની નોકરી ફરતી રહેતી તેથી ઘર ચલાવવાનુ અને સંભાળવાના કામો કરતા કરતા નાનકો કોલેજમાથી ગ્રેજુએટ થઈને આવ્યો ત્યારે તેમણે શ્વાસ હેઠો મુક્યો.  હાશ! જિંદગીનાં બધા કામો પુરા થઈ ગયા.. મોટીને સાસરે  વળાવી અને નાનકાને ભણાવ્યો અને ગણાવ્યો..

ચાલ હવે થોડુંક આપણે આપણી જિંદગી પણ જીવીયે…

મને થયુ તો આટલુ આ ૩૫ વર્સથી તો જીવ્યા જ કરીયે છે ને..તો કહે આ બધુ આપણે સંતાનો માટે જીવ્યા..હવે નોકરીમાંથી રીટાયર થઈને આપણું ગમતુ કરવાનુ..એમ ગમતુ કરવામાં તિર્થાટનો.. ધર્મસ્થાનો..અને તેમને ગમતા સમુદ્ર કિનારાનાં બધા ભરતીનાં પરપોટા જોતા જોતા તે બોલતા પણ ખરાકે

“મોજાની આવન જાવનની જેમ એક દિવસ આપણે પણ પરપોટાની જેમ ફુટી જઈશું ને? “અને હું બોલી

“પણ તમે જાવ તે પહેલા હું જવાની ચૂડી ચાંદલા સાથે સોહાગણની જેમ્”

..તે દિવસે તેમને મને ખુબ જ વહાલથી જોયુ હતુને બોલ્યા પણ હતા કે

“મૃત્યુ ક્યાં આપણા હાથમાં છે? તારા કરતા ૫ વર્ષે મોટો છું ને.. કદાચ મારો નંબર વહેલો લાગી જાય તો…”

સવાર પડી ગઈ છે..મારુ સ્વપ્ન હજી આગળ્ ચાલે છે..મને બા અને બાપા દેખાય છે. આવી ગઈ બેટા…મોટૉભાઈ, ચંપાબેન અને પન્ના પણ દેખાય છે.. અને મેં મલકતા અવાજે વાત શરુ કરી…એમની..

ત્યાં આ રડારોળ શાની છે. મોટી અને નાનકો બંને હીબકા ભરે છે ડોક્ટર જનક માથુ હલાવે છે અને કહે છે કાકી ગયા…

હું એકદમ હલકી થઈ ગઈ છું..

એમનો અવાજ ભારે છે અને નાનકાને છાનો રાખતા કહે છે..

“તે તો સુહાગણ ગઈ છે તેને માથે ચાંદલો કરો. મોડ પહેરાવો અને શણગાર કરો..પ્રભુએ કેવુ ઉત્તમ મોત આપ્યુ છે ન કોઈની ચાકરી લીધી  ન પીડાઈ અને સુતા સુતા જ દેહ છોડી ગઈ..”

Please find this story being published in Sandesh Ahmedabad sanskar purti 20/12/2008

Advertisements
 1. સપ્ટેમ્બર 30, 2008 પર 10:40 એ એમ (am)

  ખૂબ સુંદર વાર્તા..

 2. Gopal
  ઓક્ટોબર 2, 2008 પર 4:43 એ એમ (am)

  તે તો સુહાગણ ગઈ છે તેને માથે ચાંદલો કરો. મોડ પહેરાવો અને શણગાર કરો..પ્રભુએ કેવુ ઉત્તમ મોત આપ્યુ છે ન કોઈની ચાકરી લીધી ન પીડાઈ અને સુતા સુતા જ દેહ છોડી ગઈ..”

  bahu sundar chitrana..satyaghaTanaa thati hoy tem laage..

 3. Achary amar
  ઓક્ટોબર 2, 2008 પર 4:46 એ એમ (am)

  “મોજાની આવન જાવનની જેમ એક દિવસ આપણે પણ પરપોટાની જેમ ફુટી જઈશું ને? ”અને હું બોલી

  “પણ તમે જાવ તે પહેલા હું જવાની ચૂડી ચાંદલા સાથે સોહાગણની જેમ્”

  ..તે દિવસે તેમને મને ખુબ જ વહાલથી જોયુ હતુને બોલ્યા પણ હતા કે

  “મૃત્યુ ક્યાં આપણા હાથમાં છે? તારા કરતા ૫ વર્ષે મોટો છું ને.. કદાચ મારો નંબર વહેલો લાગી જાય તો…”

  Excellant…marraige life of 63 years… great!

 4. ramesh Parekh
  ઓક્ટોબર 2, 2008 પર 4:48 એ એમ (am)

  very touchy..

  Vijaybhai

  saras vaat lakhi je vaartaa nahi satyaghatana jevi vaartaa chhe.

 5. kailash
  ઓક્ટોબર 3, 2008 પર 3:13 પી એમ(pm)

  63 years of marraige life..in sucha a small story formet..
  excellant and controlled expressions of emotions…
  Congratulations Vijaybhai!

 6. Satish Parikh
  ડિસેમ્બર 30, 2008 પર 3:48 પી એમ(pm)

  vijaybhai:
  ghani sundar abehub varta hoi evu laghe chhe.
  abhinandan

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: