આડ અસર

ઓગસ્ટ 9, 2008 Leave a comment Go to comments

દિવાન ખંડમાંથી વિદ્યા બુમો મારતી હતી.. અરે સાંભળો છો?
કોમ્પ્યુટરમાં ખુંપેલો શિવમ્. બે ત્રણ બુમે ચલાયમાન થયો.. રોજ્ની જેમ સાથે બેસવા અને તેની લ્યુસીનાં શોમાં બેસવા બોલાવતી હશે માનીને તેણે કહ્યું
“શું છે? મને સંભળાય છે હું બહેરો નથી..”

ત્યાં તો ધમ ધમ કરતી વિદ્યા મારા રુમમાં આવી પહોંચી…તુ ય ખરો છે શિવમ ઘરમાં આગ લાગી જાય તો ય તારુ રૂંવાડુ ય ન ફરકે. શિવમે ઠંડા કલેજે કહ્યુ..જો આગ લાગી તેમ હોય તો તુ મને બુમો ના પાડે ૯૧૧  ખખડાવતી હોય્… ચાલ વાત કર શું થયુ છે?

આપણા છાપરા ઉપરથી તડ તડ તડ્ અવાજો આવે છે..હું બહાર નીકળ્યો ત્યારે તડ તડ અવાજો ચાલુ હતા પણ ઘરનાં છાપરા પર નહોંતા બાજુની શેરીમાંથી સંભળાતા હતા. હું શાંતીથી મારા કોમ્પ્યુટર તરફ જતો હતો ત્યાં

“પણ શિવમ આપણે જોવુ તો જોઈએને એ થાય છે શુ?”

કચવાતા મને મેં શર્ટ પહેર્યુ અને ઘરની બહાર નીકળ્યો..તો રોજની જેમ શેરી સુની હતી કોઈ બહાર નહોંતુ અને વિદ્યાનો બબડાટ્ પાછો શેરી તરફ વળ્યો..”કેવા છે આ લોકો કોઈને પડી જ નથી… આ તડ તડ અવાજો હજી આવે છે ને કોઈ શેરીમાં દેખાતુ પણ નથી અને આ જો સામે ધુમાડા જેવું ય દેખાય છે..”
“મને લાગે છે કોઇ વાદળ છે…” મારો કંટાળો અવગણીને તે બોલી
“મને તો આતંકવાદીઓ ક્યાક હુમલો કરતા લાગે છે”
મેં તેને કહ્યુ..”આતંકવાદીઓને અહી આ સોસાયટીમાં શું મળવાનુ છે…કદાચ પેલી ફટાકડાઓની દુકાન સળગી હશે..”
ત્યાં સાયરનો વાગવા માંડી. પોલીસ ક્યાંક આવી ગઈ અને મને મારુ કોમ્પ્યુટર ઉપર વાત કરતો હતો તે યાદ આવ્યું.. અને વિદ્યા બોલી “તુ ગાડીની ચાવી લે અને ગાડી બહાર કાઢ. ચોક્કસ બાજુનો લીકર સ્ટોર ઉપર જ મશીનગનો ચાલી છે અને પેટ્રોલ પંપ લુંટાયો છે.
મેં કહ્યું “વિદ્યા તને શું થયુ છે.. તુ અને તારુ ઘર બંને સલામત છેને…. ? સાયરનો વાગી એટલે પોલીસ આવી ગઈને?હવે આપણે બહાર નીકળવાનું શું કામ્?”
 ”ના. પણ જાણવુ તો જોઈએને? હા તેં લાઈટની મુખ્ય સ્વીચ બંધ કરી? આપણી સોસાયટી વાળા પણ ખરા છે કોઈ સળવળતા સુધ્ધા નથી…”

ગાડી કાઢીને ૧૫ કીમી નાં ઘેરાવામાં આવેલા બધા પેટ્રોલ પંપ, ફટાકડાની દુકાનો અને લીકર સ્ટોરની પરક્કમા કરી ઘરે આવ્યા સુધી વિદ્યાને કશું મળ્યું નહીં.. તેની આ જિજ્ઞાસા હતી કે ભય તે શિવમ નક્કી ન કરી શક્યો..છેલ્લે મેં તેને કહ્યું “આમ પેટ્રોલ બાળવા કરતા તુ ૯૧૧ પર ફોન કરી લેજે…”
ઘરમાં દાખલ થયા પછી મેં તેને પુછ્યું “વિદ્યા આટલા વર્ષોમાં આજે પહેલી વાર આટલુ વિચિત્ર વર્તન મે જોયુ..”ત્યારે તેના ચહેરા ઉપર ભય કરતા વધુ ચેળાઇ ગયુ તેવો ભાવ સ્પષ્ટ હતો અને તેથી સ્વગત બોલી..
“જબરું થઈ ગયું? શિવમ તેં તો સાંભળ્યા હતાને તે અવાજો..તે સાયરનો..?

ડૉ ગાંધીને મેં પુછ્યુ ત્યારે તેમણે કહ્યું કદાચ મનોપોઝની આડ અસર હશે…નાની વાતે ભયભીત થઈ જવાય તે સામાન્ય છે

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: