એવા વીરલા કો’ક…


 

નવી નવી પેઢી જમાવવી તે સહજ વાત નહોંતી અને તે પણ મશીન ટૂલ્સમાં કે જ્યાં ગળાકાપ સ્પર્ધામાં પૈસા વિના તે તો લગભગ અશક્ય જ કે તે કામને અખીલે પોતાનુ સર્વસ્વ બનાવી દીધુ અને ઓછા નફે બહોળો વહેપારની રણ નીતિ અપનાવી નાના ખોબલા જેવી ઓફીસમાં ભાણા ને સાથે લઈને કામ શરુ કર્યુ. જબાને સાકર અને વહેવાર ચોખ્ખો વેપારી જામતા વાર ના લાગી પણ તે બહુ જ ફરતો અને દરેકે દરેક વાતમાં સાચી સલાહ આપતો અને પૈસા કરતા સબંધોને વધુ મહત્વ આપતો પ્રશાંત તે દિવસે સી જે ટુલ્સના ચેરમેનને પ્રભાવીત કરી એજન્સી મેળવી લઈ શક્યો.

એજન્સી હાથમાં આવતા વિશ્વાસ વધ્યો અને બેંકમાં શાખ વધી. જે આવકો નોકરી છોડ્યાને કારણે અસ્થિર થયેલી તે સ્થિર થઈ.

છો બેનો નો સૌથી નાનો ભાઈ
પત્ની અને બે પુત્રીઓનો પિતા

કુદરતને શું સુજ્યું કે એક પગે એક હાડકુ રોજે રોજ વધે.. એક ઓપરેશન, બે ઓપેરેશન, ત્રણ ઓપરેશન થયા પણ જેમ ઓપેરેશન વધે તેમ રોગ ઘટવાને બદલે વધ્યા જ કરે. ઘણા ઈલાજો થયા પૈસા પાણી ની જેમ વહ્યાં. દુખતા પગે પણ સ્કૂટર ઉપર ધંધાની દોડતો એવીજ્..સહેજ જો ઢીલો પડે તો એજન્સી જોખમાય…

તે દિવસે ખુબ જ લોહી વહી ગયું ડોક્ટર પાસે ઓપરેશન ઉપરાંત કોઇ જ ઈલાજ નહોંતો ડોક્ટરે કહી દીધું વધતુ હાડકું કીડનીને નુક્શાન કરે છે તમે હવે આરામ કરો કે ભ્ગવાનનુ નામ લો કારણ કે બોન કેન્સર હવે છેલ્લા તબક્કામાં છે. બધી બહેનો ની રડારોળ સાથે પત્ની અને બે પુત્રીઓની ચીંતા..ને શરુ થયો જીવલેણ કેન્સર સાથે ખરાખરીનો જંગ.  બને તેટલુ રોકાણ ફીક્ષ અને બોંડમાં ફેરવાયુ. ભાણેજ ને છુટો કર્યો અને તેની દુકાન માંડી અપાવી પત્નીને ધંધામાં બેસી સમજાવવા માડ્યું કે ગમે તે થાય આ પેઢી તુ જીવે ત્યાં સુધી રહેવી જોઈએ..આ મારી અન્નપુર્ણા છે અને તે તમને પણ પાળશે.

પત્ની ખુબ જ સહે છે તે ખબર હોવા છતા તેને કહેતો આ દેહ નાં દંડ છે દેહે ભોગવવા પડે છે..હું ગમે તેટલી વેદના ભોગવુ તુ બહુ જ મજબુત રહેજે..જતા જતા છેલ્લે એટલે કહુ છું મને આત્મા અને દેહને છુટો પાડવાની પ્રક્રિયા પ્રભુ શીખવાડે છે.તે શીખતા  મારુ હૈયુ તમને ત્રણેયને જોઈને વલોવાયા કરે છે. પ્રભુની મહેરબાની થી ઘર ગાડી બધુ લોન મુક્ત છે ધંધો પણ ધીખતો છે.. ખાલી પડેલી બાકીની જિંદગી લાંબી છે..મારી વિધવા બનીને જિંદગી તુ ન કાઢીશ.. જો યોગ્ય પાત્ર મળે તો હું તો રાજી થઈશ.

પત્ની ચોધાર આંસુ એ રડતી રહી અને બાળકની જેમ નાડી દાયણ કાપે તેમ વિધાતાએ છ મહિનામાં પ્રશાંત જતો રહ્યો..અકથ્ય વેદના છતા મન પર અને આત્મા પર કોઈ બોજ લીધા વીના તેણે જાતને સંકોચી લીધીતે સમય દરમ્યાન જાતે રોજ મણબંધી કેળા કેટલાય અબોલ પ્રાણીઓને ખવડાવતો રહ્યો અને મનમાં અને મનમાં પ્રભુને પ્રાર્થતો કે સૌનું કલ્યાણ થાય

કેન્સરના કેટલાય દર્દીઓ પોતાના શરીર ઉપર બંધાયેલ ટાઈમ બોંબને ફાટતા પહેલા  કંઇ કેટલીયે વાર મરતા હશે પણ પ્રશાંત તો વીર હતો તે મૃત્યુને પણ પોતાના આત્મબળે જીવી ગયો તે વાતની ખબર મને ત્યારે પડી જ્યારે ડોક્ટરે કહ્યુંકે તેનુ છેલ્લુ ઓપેરેશન તદ્દન નિષ્ફળ હતું અને તેઓ માનતા હતા કે તે દસ પંદર દિવસ્નો મહેમાન છે. પણ તે ત્યાર પછી ખાસુ જીવ્યો લગભગ નવ મહીના .. અને જેટલુ ધર્મ ધ્યાન, વટ વહેવાર અને કુટુંબ વહાલ અમિ વહેવડાવ્યુ..ત્યારે મનમાં અવાજ ઉઠે હા એવા વીરલા કો’ક…

સત્ય ઘટનાનાં આધારે..

Advertisements
 1. knshah
  મે 2, 2008 પર 3:15 પી એમ(pm)

  fari ek vaar taari yaada aavi bhaila ane ankho bhinjai gayi

 2. NCShah
  મે 2, 2008 પર 3:17 પી એમ(pm)

  vaat uttam Che chhataa mote je nav mahina zazume tevaa virala kok ja hoy!

 3. મે 2, 2008 પર 9:46 પી એમ(pm)

  aava to kaink virala samajma chre kor dekhashe. jivanama
  padati musibatono samano haste mukhe karavo, fariyaad na
  karavi evu saamany manasana vashama nathi.
  very nice true incident. We have to learn lesson from it.

 4. મે 3, 2008 પર 3:30 પી એમ(pm)

  Sundar abhivyakti!

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: