એક કાવ્ય- મનીષા જોષી

sunflower.jpg

હું મોટે ભાગે રસ્તા પરનાં મકાનોમા રહી છું
અડધી રાત્રે આવતા જતા વાહનોનો અવાજ
મેં સાંભળ્યા છે
શહેરો બદલાયાં એમ એ ટ્રાફીકનો લય પણ બદલાયો.
ઘણી વાર રાત્રીના બીજા-ત્રીજા પ્રહરમાં
કવેળા ઊંઘ ઊડી જાય ત્યારે, હું જોયા કરું
રસ્તા પર દોડ્યે જતી એ રંગ બેરંગી ગાડીઓને
એમાં બેઠેલા લોકોના ચહેરાઓમાં મને રસ નથી
કે ન તો એમની મુસાફરીના કારણોમાં
મને માત્ર ગમે છે,
મારી બારીમાંથીદેખાતા રસ્તાનાં એ એટલાક ભાગમાં
સડસડાટ પ્રવેશતી અને ઓઝલ થઈ જતી ગાડીઓને જોવાનું.
પણ, ગઈ કાલે રાત્રે થયું એવું કે,
હુંતો ભર ઊંઘમાં સુતી હતી.
ત્યાં રસ્તા પર પૂરપાટ દોડતી એક મોટર ગાડી
મારા શરીર પર ફરી વળી
કોઈ કારણ નહીં, કશુ જ નહીં
મારા રુમ અને રસ્તા વચ્ચેની દીવાલ જાણે કે તૂટી પડી
રાત ભર હું પડી રહી રસ્તા વચ્ચે.
અને એક પછી એક રંગબેરંગી મોટરો
મારા શરીર પરથી માર્ગ કરતી રહી.
મને હજીયે ખબર નથી,
એ મુસાફરો કોણ હતા અને ક્યાં જતા હતા.

——–

vijayshah (02:15:33) : edit

“સંધી”માં આ કાવ્ય વાંચ્યુ
બીજી વાર વાંચ્યુ અને કાવ્યની પૂખ્તતા અને કથાનક સમજાયુ…જિંદગીમાં ઘણા મુસાફરો આવે અને જતા રહે અને ખબર પણ ન પડે કે તેઓ શું કામ આવ્યા અને કેમ જતા રહ્યા…આગાઉ હેમંત પૂણેકર ના કાવ્ય “પત્તાનાં મહેલ” ઉપરથી મને એક લઘુકથા સ્ફુરેલી લગભગ તેજ અવસ્થામાં અત્યારે છું અને સર્જાય છે લઘુકથા

કુંવારા મન નો માણીગર..

આમ્રપાલી આમ તો નગરવધુ જ હતી.પણ તેને એક તરસ હતી કોઈક તો એના હ્રદયને ચાહનારુ અને સમજનારું ક્યારેક તો મળશે. સોળમા વર્ષે કોયલનાં ટહૂકાથી તેને પીયુ સાંભરતો..તેના હ્રદયમાં પોતાના સાથીની ખેવનાઓ કોળતી જતી હતી ..તેના સ્વપ્ના નો સાથીદાર ક્યારેક “રાજકુમાર” ચિત્રપટનો નાયક હતો તો ક્યારિક “આરાધના” ચિત્રપટનો નાયક્..
શાળાના વાર્ષિકોત્સવો અને નવરાત્રીના મેળાઓમાં તેના મન નાં માણીગરને શોધતુ કુંવારુ મન
સુરેશ, રાજેશ્, કેયુર અને આકાશની વચ્ચે ભટકાયા કરતું.

વર્ષો વીતતા ગયા અને તે દરેક્ના દેહની તરસ શમાવતા શમાવતા તે ક્યારે શાંતા માસીના ચક્કરમાં આવી ગઈ તે તેને સમજાયુ નહીં.વર્ષો વીતતા ગયા માસીઓ અને ગામો બદલાતા ગયા
રાત ભર હું પડી રહી રસ્તા વચ્ચે
અને એક પછી એક રંગબેરંગી મોટરો
મારા શરીર પરથી માર્ગ કરતી રહી

પણ ક્યાં ખોવાયો છે મારા કુંવારા મન નો માણીગર..

 1. April 3, 2008 at 2:15 am

 2. akash
  April 3, 2008 at 2:22 am

  KAVYA majbut ane tenaa uparthI sarjayel laghukathaa pan MAJABUT
  banee ne abhinandan

 3. Jagat
  April 3, 2008 at 2:32 am

  saras. mazaa aavi

 4. keyur
  April 3, 2008 at 2:34 am

  kavitaa gami
  vartaa haji mavajat maange chhe pan katha tatva chhe.
  nagara vadhune manano manigar na malyo tethi to te nagaravadhu chhe.

 5. April 5, 2008 at 10:57 am

  મજા પડી ગઇ મારા ભઇ

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: