નંદવાયેલુ વાસણ

જુલાઇ 26, 2007 Leave a comment Go to comments

 પવનની ઝડપે સમાચાર ફેલાઇ ગયા કે શાંતિલાલ્નાં મોટા છોકરા ભાર્ગવને cancer જણાયુ. cancer એટલે cancel નાં ભાવો આપો આપ આવી જાય..દયા કરુણા અને અરેરાટીની ભાષા સંભળાતી અને બંને નાના ભુલકા અને તેમની મા ભાર્ગવી પણ મુંઝારો અને અકળામણ વેઠતા હતા. ભાર્ગવ સાથે સંકળાયેલા સૌ એક પ્રકારનો ભાર વેઠતા હતા. ચીનની લડાઇ વખતે એક પછી એક નીકળતા જતા ચીની જ્વાનોની જેમ એક પછી એક ટેસ્ટ સુચવાતા જતા હતા અને બે મહીના પછી આજે નિદાન આવી ગયું કે ફેફસામાં cancer છે.
ભાર્ગવને ભાર્ગવી અને મોંટુ અને પીંટુ સાથે બા અને બાપુજીનાં ચહેરા દેખાતા હતા…દરેક્ને માણસ ખોવાનું દુ:ખ વઢી ચઢીને દેખાતુ હતુ. ભાર્ગવી હવે મારું શું થશે કરીને રડતી હતી..હું એકલી જાત આ બંને ને કેમ મોટા કરીશ અને કેમ જીવીશ નો પ્રશ્ન હતો..જાનકી બા ને તૈયાર થયેલો કમાતો છોકરો ખોવાનો અને ઘડપણેમાં કેમ જીવાશે નું દુ:ખ હતુ.

શાંતિબાપાને તો દિકરો ગુમાવવાનું તો દુ:ખ હતુ પણ સાથે સાથે ઘડપણ માટે બચાવેલી મૂડી વપરાઇ જશે અને છોકરો તો બચવાનો નહીં નો ગમ કોર્યા કરતો હતો. મિત્રો સગા સબંધીઓનાં ટોળા વચ્ચે પણ ભાર્ગવનો જીવ ચુંથાતો હતો. તે સૌની દયા દ્રષ્ટી થી અકળાતો હતો. સૌ કંઇક ગુમાવવાનાં હતા જ્યારે હું તો બધુજ ગુમાવવાનો છું તે વિચારથી તેની આંખો વારે વારે ભરાઇ આવતી હતી. જાનકી બા રડતા રડતા તેને દિલાસો આપતા હતા.
ભાર્ગવે રડતી જાનકી બાને કહ્યું ‘ બા હું તો કાચનું વાસણ ..તીરાડ પડી ગઇ એટલે નકામું નહીં?’
‘ના બેટા તિરાડ ક્યાં પડી છે દવા ચાલુ છે ને? સૌ સારુ થઇ જશે.’
‘બા તો પછી રડો છો કેમ? તમેજ મને શિખવતા હતાને કે રડે તેનુ કિસ્મત પણ રડે?’ ભાર્ગવે મંદ અને ધ્રુજતા અવાજે કહ્યું
જાનકીબા થી ન સહન થયુ અને છુટ્ટા મોંએ રડી પડ્યા. ‘ હા બેટા હા મારું કિસ્મત જ રડવા બેઠું છે અમારે જેમનો જવાનો સમય આવી ગયો છે તે રહી પડ્યા છે અને જેમને જીવવાનુ છે તે પહાડ જેવા દિકરાનાં તેડા આવે ..’
શાંતિ બાપા ભાર્ગવને ખીજવાયા’ ભાર્ગવ તુ જરા શાંત રહીશ?’
ભાર્ગવ જાનકીબાની સામે જોતા ફરી બોલ્યો
‘ મારા જન્મ વખતે પીડાની માર્યા તમે રડતા હતા.. આજે પણ જતા જતા તમને રડાવુ છું નહિ?’
ભાર્ગવની આંખમાં આંસુ હતા..
ભાર્ગવની નજર ભાર્ગવી, મોંટુ અને પીંટુ તરફ ફરી અને ખુલ્લી જ રહી ગઇ…
નંદવાયેલુ વાસણ બટકી ગયું

લખ્યા તારીખ 24/05/1974

Advertisements
 1. Prafull pathak
  જુલાઇ 26, 2007 પર 4:14 એ એમ (am)

  આ લઘુકથામાં ખુબ જ દર્દ ભર્યુ છે.
  મને લાગે છે કે મારા ઘરની તમે વાત કર છો.
  મેં મારો દિકરો આ ર્રીતે જ ગુમાવ્યો હતો.

  તમારી લખાણ પધ્ધતિ બહુ જ હ્રદય સ્પર્શી છે
  અભિનંદન

 2. Akash Amin
  જુલાઇ 26, 2007 પર 4:19 એ એમ (am)

  Touchy and emotional story!

 3. J Kapadia
  જુલાઇ 26, 2007 પર 4:23 એ એમ (am)

  bahu saras varta..

 4. gopal h parekh
  જુલાઇ 26, 2007 પર 8:54 એ એમ (am)

  varta saras eni na nahi, pan aaje to cancer saame baath bhidyana dakhalao ni sachi vato janva malechhe, etle ekdam nirash thavani jarur nathi

 5. જુલાઇ 28, 2007 પર 10:42 એ એમ (am)

  short and effective.

 6. jagruti
  ઓગસ્ટ 4, 2007 પર 9:30 એ એમ (am)

  પ્રફુલ્લભાઇ આ પ્રકારના અનુભવમાંથી પસાર થયા પછી પણ આવી સ્વસ્થતાથી લખી શકે છે તે ઇશ્વરની કૃપા જ ! કદાચ તે પીડાની સાથે સહન કરવાની શક્તિ આપે છે તે આનું નામ !

  હાર્દિક શુભેચ્છાઓ

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: