પ્રિય સોહમ-(બે)

એપ્રિલ 20, 2007 Leave a comment Go to comments

motabhai.jpg

તારા પત્રનો જવાબ આપવામાં વિલંબ થયો તેનુ કારણ તો સ્પષ્ટ છે. તારી બાની તબિયત નાદુરસ્તી અને તેને થતી પીડાઓ પરોક્ષ રીતે સહન કરતા કરતા અધમુઓ થઇ ગયો. તે સત્તરની હતી ત્યારે હસતી અને કિલ્લોલતી મારે ત્યાં આવી. આજ દિન સુધી સંગાથે સહ જીવન વિત્યું અને વિદાયની કલ્પના પણ થતી નથી..કદાચ તારી બાની ભાષામાં આ મોહ છે જે રડાવે છે પણ વહેવારની દ્રષ્ટીએ એકલા પડી જવાનો ભય મને સતાવે છે. પહેલી વખત મને સંતાનો હોવાની સુખદ અનુભુતી જરા જુદી રીતે થઇ દરેકે દરેક્ની આંખો રડતી હતી અને મને પણ તેમની હુંફનો અહેસાસ થતો હતો. જોકે આવા સમયે હુંફની સાથે સ્થિર મગજથી પરિસ્થિતિ સંતુલીત કરવાનું કામ તુ કે હર્ષલ જ કરી શકે. કદાચ લાગણીનું તત્વ મને અને ત્રણેય બહેનો ને થોડુંક કુંઠીત કરી શકે તેવુ મને જણાયુ. ખૈર ડોક્ટર તરીકે સાચુ નિદાન મળવાને બદલે ભયભીત્ત વધુ કર્યા. જ્યાં જરુર ન હોય તેવી રીતે રુગ્ણાલયોમાં ત્રસ્ત રહેવાનુ થયુ. જો કે હર્ષલ અમેરીકાનાં તેના ડોક્તર મિત્રની સલાહ થી પરિસ્થિતિને સહજ કરી ગયો અને હવે બહુ સારુ છે.

ક્રીપ્ટોક્યુબની તારી કલ્પના બહુ સચોટ છે.ઘણી વખત એવુ બને છે કે જ્યાં જે હેતનાં ઢગલાની અપેક્ષા હોય ત્યાં કોરા અને સુક્ક ભઠ્ઠ રણ નીકળે અને જ્યાં કોઇ જ અપેક્ષા ન હોય તે મીઠા જળની વીરડી બની પ્રસંગની તરસ શમાવી જાય.

તને તો ખબર છે મને મારા જ્યોતિશ અને મિત્ર ચંપુ વ્યાસ સાથે રહી જ્યોતિષનો અભ્યાસ ક ર્યો હતો, તેમનુ સ્પષ્ટ માનવું છે કે મારી અને તારી બાની ઉંમર 90 પછી બગડશે ત્યાં સુધી તો અમારુ જીવન સહિયારુ અને સુંદર છે જ, પણ આ માંદગી અને આઇ. સી.યુ. ના સમય દરમ્યાન હું ખરેખર જ્યોતિષ ઉપર થી વિશ્વાસ ગુમાવી ચુક્યો હતો. તારો મિત્ર અનિલ તે વખતે અહિ હતો અને તેણે મને સ્પ્ષ્ટ કહ્યુ હતું કે કાકા! માસીને કપરો કાળ રવિવાર સુધી છે અને રવિવાર પછી તમારો શની લગ્ન સ્થાન છોડી જતા સૌ સારુ થઇ જશે. બનવા કાળ એવું જ થયુ હર્ષલ શની વારે આવ્યો અને તેણે ડોકટરની કાલ્પનીક ભય માવજતમાંથી અમને બહાર કાઢ્યા.

ડોક્ટર એક જ વાત કહે તમે ઓક્ષીજનની ટ્યુબ કાઢી નાખશો તો તમારી જવાબદારી… બે કલાકમાંજ દર્દી ખલાસ થઇ જશે. હર્ષલે નર્સને કહ્યુ ‘ ડોક્ટરની ફરજ છે અમને ચેતવવાની પણ આપણે થોડીક વાર તે કાઢીયે અને જોઇએ તકલીફ થશે તો પાછી ટ્યુબ ચઢાવતા વાર શું? પંદર મીનીટમાં તેમને કશુ ન થયુ પછી અર્ધો કલાક અને મને તો રીતસર ની બીક લાગે પણ હર્ષલ કહે તમે ચિંતા ના કરો તેમને ટ્યુબથી તકલીફ છે.અને મારો અમેરીકાનો ડોક્ટર આ બધુ સમજીને કહે છે. ચાર દિવસે તો જેમની છેલ્લી ઘડીયો ગણાતી હતી તે સાવ સાજા હોય અને અહીંથી મને ઘેર લઇ જાવની વાત ઉપર આવી ગયા.

મને કહેવા દે આવુ જોખમ હું કે કોઇ બહેનો ના લેત, દિકરા અને દિકરી માં ફેર છે અને બંને નુ સ્થાન તેમની રીતે અલગ છે. કદાચ તેનુ કારણ બંને નો અલગ ઉછેર પણ હોય.
આ પ્રસંગે પોતાના કેટલા અને પારકા કેટલાનો પરિચય થઇ ગયો. એક્વીસ દિવસની માંદગીમાં ત્રણ પ્રકારનાં સગા અને સબંધીઓ જણાયા.. કેટલાક્ને માટે આ લોટરી હતી ( દવાખાનુ દવાની દુકાન અને દાક્તરો માટે); કેટલાક્ને માટે આ મો સંતાડવાનો કે બહના કાઢવાનો ઉત્સવ હતો; જયારે કુટુંબ માટે જીવન મરણ નો પ્રશ્ન હતો બધાએ તેમનો રંગ બતાવ્યો.
મનમાંથી એક્જ આહ નીકળે છે જો કશું હતુ નહિ તો આ દોજખ અમને પ્રભુ એ કેમ બતાવ્યુ?

પછી રહી રહીને જવાબ મળે છે કર્મનાં બંધન બીજુ શું?

તબિયત સાચવજો અને અમારા વ્યાજ્ને ઉછેરી ગુણ અને સંસ્કારનો સરસ વડલો બનાવજો.

તે ફોન ઉપર જણાવ્યુ તેમ તુ પરિક્ષામાં સફળ થયો તે આનંદની વાત છે. અમારા અભિનંદન.

તારુ સુંદર કાર્ડ અને બા માટે કરેલી પ્રભુ પ્રાર્થના સ્વરુપ કવિતા વાંચી તેની અને ઘરનાં સૌની આંખો ભીની થઇ હતી.

તારુ આધ્યાત્મીક જ્ઞાન તને આવી સુંદર વાણી અને ભાવો આપે છે. તારો સાહિત્યિક બાબતે થતો વિકાસ જોઇને ગર્વ અને આનંદ અનુભવાય છે. જે હું થવાઇચ્છતો હતો તે કવિનું સ્વપ્ન તારામાં પુરુ થતુ દેખાય છે.

શિખાની અને તારી આ માંદગીમાં ખુબ જ ખોટ સાલી પણ અંતે જેનુ સારુ તેનુ બધુ સારુનાં ન્યાયે હવે બધુ થાળે પડતુ જાય છે.

બા મોટાભાઇનાં આશિષ

  1. એપ્રિલ 25, 2007 પર 5:20 એ એમ (am)

    is this fact?then i must pray for mother.

  1. No trackbacks yet.

Leave a comment