ફેમીલી

જાન્યુઆરી 17, 2007 Leave a comment Go to comments

   

 

 

 ક્યારેક આ ઘર એવું હતું કે જ્યાં શંકા નહિ_

ડર નહિ_ સબંધો વણસી જશે તેવો કોઇ ભય નહિ_ આશંકા નહિ _

માન અપમાનનું અવઢવ ભર્યું વલણ સુધ્ધા નહિ.

જ્યાં ફક્ત હાસ્ય_ પ્રેમ અને વાત્સલ્ય જ નિતરતું હોય_

મા માથા પર હાથ ફેરવતી હોય અને સંતાનોની બાળ ચેષ્ટાઓ જોઇ મા બાપ હરખાતા હોય_

બેનોનાં હેતાળવા સાદ હોય અને ભાઇઓથી ખીલખીલટ મલકતું દિવાનખાનુ હોય… 

સમયે કરવટ બદલી…

બેનો સાસરવાસી થઇ. ભાઇઓ વ્યવસાયે વળગ્યાં

ભત્રીજા અને ભાણીયાઓથી કિલ્લોલતું ઘર શાંત અને ક્ષુબ્ધ બની એકાંતવન બની ગયું.

આધી વ્યાધી અને ઉપાધીથી ઘેરાતા જતા માબાપ ખાલીપાનાં રાસ ખેલાતા જોઇ રડે છે.

દિકરાઓને ઘર પોતાનુ નથી લાગતુ ઉપાધીનું વન લાગે છે.

દિકરીઓને સાસરવાસ પોતાનુ જીવન લાગે છે.

મા બાપ ને ઘર ઘર ન લાગતા ઉજડી ગયેલ બહારનું કંકાલ તન લાગે છે.

બાવન વર્ષ જાણે બાવન અઠવાડીયા બની એક જુની ડાયરી બની જાય છે.

સરવૈયામાં ખાલી હાથ અને હતાશ આવતી કાલ રહી જાય છે.

થેંક્સ ગીવીંગ’ એ ઠાલી લપડાક છે.

દિવાળી નાં સૌ વહેવાર કોરા કાગળનાં ફુલોની સુગંધ જેવા મિથ્યા લાગે છે.

ક્રીસ્ટમસ અને નવુ વર્ષ રડતાં ચહેરા પરનો હસતો મુખવટો માત્ર રહ્યો છે.

આવુ તે કંઇ ફેમીલી હોય?

ફટ રે ભુંડાઓ… ચુલ્લુ ભર પાણીમાં ડુબી મરો.

ફેમીલી કોને કહેવાય તે ખબર છે ખરી?

‘સંપ હોય ત્યાં જંપ હોય’ તે વાત સાઁભળી છે ખરી??

ફેમીલી સુખમાં અને દુ:ખમાં બધે સાથેજ  હોય તેવુ દાદા કહેતા તે યાદ છે???

 

Advertisements
 1. gopal h parekh
  જાન્યુઆરી 18, 2007 પર 1:55 એ એમ (am)

  exceleent,

 2. જાન્યુઆરી 18, 2007 પર 4:38 પી એમ(pm)

  સાવ સાચી વાત કહી. વધતા શિક્ષણ અને સમૃધ્ધિનો આ અભિશાપ છે. જેમ આ બે વધે તેમ જીવ ટૂંકા થતા જાય છે . એવું કેમ?
  સ્વતંત્રતા સારી પણ તે સમૂહજીવનનો ભોગ લે છે , તેવું કેમ?

 3. જાન્યુઆરી 19, 2007 પર 5:55 એ એમ (am)

  સુરેશકાકા, તમે સ્વતંત્રતાની વાત કરી. આ જ સ્વતંત્રતાની દુહાઇ દઇને લોકો સંયુક્ત કુટુંબમાંથી અલગ થતા હોય છે. પણ મોટાભાગના લોકો ને સ્વતંત્રતાનો સાચો અર્થ ખબર હોતી નથી. “મારે જે કરવું છે એ કરવા મળતુ નથી, મને સ્વતંત્રતા જોઇએ છે” એમ કહેનાર એટલી સાદી વાત સમજી શકતો નથી કે એ પોતે પોતાની ઇચ્છાઓનો ગુલામ છે. સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાને પ્રોત્સાહન મળે છે.

 4. જાન્યુઆરી 19, 2007 પર 7:57 એ એમ (am)

  મિત્રો
  આઅ વાર્તા સમાજનુ પ્રતિબિંબ છે અને વિભક્ત કુટુંબ પ્રથા કરતા થેંકલેસનેસ નો ભોગ બનતા માબાપની વાત દરેક ઘરમાઁ સર્વ સામાન્ય બને ત્યારે જે આક્રોશ આવે તેનો ચિતાર કલાત્મક રુપે આપવા મથામણ છે.ચર્ચા આવકાર્ય છે પરંતુ અહીં ચુકાઇ ગયેલ વાત છે
  “સરવૈયામાં ખાલી હાથ અને હતાશ આવતી કાલ રહી જાય છે.”

 5. pravina kadakia
  જાન્યુઆરી 23, 2007 પર 4:25 પી એમ(pm)

  F Father
  M mother
  I I
  L Love
  Y you
  No matter children growup and leave the
  NEST. Does not mean they forgot their
  parents. They still LOVE them. They are
  the branches of the same TREE.
  Children, Grandchildren are THE ASSET>

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: