Home > લઘુ નવલકથા, વિજય શાહ > (૬) બીના ચીડીયા કા બસેરા (લઘુ નવલકથા)

(૬) બીના ચીડીયા કા બસેરા (લઘુ નવલકથા)


bina-chidiaka-2.jpg

નિરવ નાં લગ્ન પછી એક અઠવાડીયામાં વાત્સલ્યનાં પણ લગ્ન લેવાયા હતા.લગ્ન નાં દિવસે રમાબેન કરતા શર્મીલાબેન વધુ આનંદીત હતા જોકે તેનુ કારણ તો વાત્સલ્ય્અને પણ સમજાતુ નહોંતુ પણ તેને અજુગતુ પણ લાગતુ નહોંતુ.તે દિવસે રીનાની મોટીબેને પુછ્યુ પણ ખરુ વાત્સલ્ય આ શર્મીમાસી તારી સગી માસી છે ત્યારે બહુ ઠાવકાઇથી વાત્સલ્યે કહ્યું ‘રમાબાને પુછી જોઇએ.’
રમાબા નો જવાબ હતો ‘મા તો વાત્સલ્યની હું છુ પણ શર્મી ને નિરવ જેટલોજ વ્હાલો વાત્સલ્ય છે. મારા કરતા પણ વધુ સાર સંભાળ તેની શર્મીલા રાખે છે. હશે કોઇ ગત ભવની લેણ દેણ વધુ તો શું કહુ?’
શર્મી માસીને વાત્સલ્યે આ વાત કહી ત્યારે શર્મી માસી કહે ‘ છોકરાઓ પૂર્વ ભવની લેણ દેણ થી જનમતાં હોય છે તે વાત તો સાવ સાચી પણ આ ભવે તેઓ તો આપણી મમતાનાં અધિકારી. આપણે તો આપવાનુંજ. લેણાનું તો કોઇ નામ નિશાન જ નહિ.આપણી મરજીથી તેમને આપણે આંગણ આણ્યાં, હવે લાગણી હુંફ અને વ્હાલથી ઉછેરવાનાં જેમ માળી બીજ રોપી છોડ ઉછેરે તેમ..’
નિરવને થોડુંક વેવલાપણુ લાગ્યુ પણ વાત્સલ્ય તો હેતનાં ફુવારે ભીંજાયો અને રીના પણ મનોમન હરખાઇ તેના વાત્સલ્ય માટે આવુ વિચારતી મા પણ છે.
વાત્સલ્ય અને રીના પરણી ઉતર્યા અને રમાબા અને હરીશભાઇને પગે લાગવા જતા શર્મી માસી પહેલા ઉભા હતા તો વાત્સલ્ય તેમને પગે લાગ્યો ત્યારે તેમની આંખમાં ઝળઝળીયા આવી ગયા’ફલો ફુલો. માબાપની સેવા કરો અને જીવન ખુશીઓથી ભરો જેવા કંઇ કેટલાય આશિષોથી બંને ને તરબતર કરી દીધા.રમાબા અને હરીશભાઇને પગે લાગતા રમાબાની આંખમાં પણ ખુશીનાં આંસુ તો હતાજ ‘કલ્યાણ થાવ.’અને તેનાથી વધુ બીજો કોઇ શબ્દ નહિ. રીનાએ મનોમન આની નોંધ લીધી.તેના મનમાં તરત જ બીજો વિચાર આવ્યો ગમે તેમ તોય તેજ વાત્સલ્યનાં બા છે વળી જન્મ.સંસ્કાર, લગ્ન અને મરણ એ તો કર્મ અનુસાર મળે છે તે ક્યાં કોઇનાં વશમાં છે.
રમાબાએ રીનાનાં હાથમાં શુકનનાં રુપિયા અને ઘરની ચાવી સોંપતા કહ્યું ‘રીના હવે ઘર તને સોંપ્યુ.મારી ફરજ પુરી થઇ હું તો ધર્મના મારગે ચઢીશ. જરુર હોયતો મને પુછજો.
રીનાએ નમ્રતાથી કહ્યું ‘એવુ તે કંઇ હોય! તમે મારા ઉપર આખુ ઘર ના સોંપશો નવા સવા હાથે કોઇક ભુલ ચુક થઇ જાય!
રમાબાએ હળવેકથી કહ્યુ ‘એમ કંઇ ભુલ થતી નથી અને તુ તો ભણેલી અને ગણેલી છે ગ્રેજ્યુએટ છે.મારા કરતા પણ સારુ ઘર ચલાવીશ.’
બીજલને મનોમન થયુ કે રીના ખરેખર ભાગ્યશાળી છે.
શર્મીમાસીએ રમાને ટોકી ‘અલી રમા નવી સવી છોકરીને ઘર કામમાં સમજ નહિ પડે તો ગભરાઇ નહિ જાય્?’
રમાબા એમની ઠાવકાઇ સાથે બોલ્યા ‘કર્મનાં બંધનોમાંથી જેટલો જલ્દી છુટકારો થાય તેટલુ સારુ કારણ તો ખબર છેને કે જેટલુ “મારુ” મારુ” કર્યુ તૅટલો  “માર” પડે. જેવી જગ્યા મળે તેવી “ખો” આપી દેવાની.આખી પાઘડી માથે પહેરી ફરવાની વાત જ ખોટી’
હરીશભાઇ બોલ્યા ‘રમા ધર્મની રીતે તુ કદાચ સાચી હોઇ શકે પણ વહેવારીક રીતે ઘરની રીતભાતથી વાકેફ કરવા સુધી સાથે રહેવુ જોઇએ.એમ ગૃહસ્થીનો ભાર ઉતારી વહુને માથે ના નંખાય.’
રમાબા કહે ‘હવે ઘરમાં કરવાનુ શુંછે? બે સમયનું રસોડુ અને ઘર કામ.એ કરતા મારુ પ્રભુ ટાણુ ના જતુ રહે? અને તકલીફ હશે તો હું ઘરમાં જ છુને?’
બીજલ આ સાંભળતી હતી અને મનમાં થતુ હતુ કે મને આ જોઇએ છે તે મળતુ નથી અને રીનાને તે મળે છે તો જોઇતુ નથી.સંસાર આને જ કહ્યો છે ને?

મધ્યાન્હે પહોંચેલી આ લઘુનવલને અંત તરફ લઇ જતા એક અઠવાડીયાનો વિરામ અને આપ સૌને

Advertisements
 1. January 3, 2007 at 4:44 am

  વિજયભાઈ,ખરેખર વાંચવાની બહુ મજા પડી. નવલકથાઓ કે લઘુનવલ મેં બહું વાંચી નથી. તમારી લઘુનવલે મને હવે ગુજરાતી નવલકથા તરફ પણ વાળવાની શરૂવાત કરી દીધી છે. જય.

 2. April 12, 2010 at 9:07 pm

  Vijayabhai,
  laghunaval katha vanchavani maja aave chhe.
  I wish I can wright in gujarati.
  I am learning.
  Indu

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: