બોંબ બ્લાસ્ટ

ઓક્ટોબર 10, 2006 Leave a comment Go to comments

  

તે દિવસે અલ્પા અને નિરવ નાનકડા સેતુને લઇને ખુબજ ઝઘડ્યા. આમતો તેમનુ જીવન બે સમાંતર પાટા જેવુ હતુ. ક્યારેય કોઇ વાત પર એક મત નહીં.નિરવ અને તેનુ કોંપ્યુટર્ જ્યારે ચા પીવાની તલપ લાગે ત્યારે નીચે આવવાનુ અને સેતુને ચા ઉકળે ત્યાં સુધી રમાડવાનો. ગબડાવવાનો અને ટી બ્રેક પતે એટલે પાછો તેના “ક્લીકો”નાં વનમાં એક કલાક ગુમ થઇ જવાનુ. રુપીયાનો ઢગલો થતો પણ અલ્પા હંમેશા કહેતી ઘરેથી કામ કરવાનો મતલબ એવો નહીં કે ચોવિસ કલાક એકનુ એક “ક્લીક્..ક્લીક્” કર્યા કરવાનુ.સેતુ પહેલા હું છુ અને ઘર ગ્રુહસ્થી છે.

 નિરવ અલ્પાને કહેતો આ ક્લીક ક્લીક છે તેથી તો રુપીયા ઘરમાં આવે છે અને આ સ્પર્ધાના જમાનામાં જ્યારે તમને કામ મળતુ હોય તો મ્હોં ધોવા જનારાને તકલીફ થતી હોય છે. સેતુનુ બચપણ જતુ રહેશે તુ અને હું ક્યાં જતા રહેવાના છીયે.સહેજ ધંધાને ધીરો પડવા દે.હમણાં તો ટાઇમ જરા પણ બગડવા દેવાય નહીં. અલ્પા તેની બહેનોનાં જીવન જોઇ નિઃસાશા નાખતી અને બબડતી પણ ખરી કે આના કરતા કોઇ બેઠી નોકરીવાળાને પરણી હોત તો એટલુ તો સારુ હોત કે સાંજ પડે વર ઘરે આવે અને સાથે બેસીને ટી.વી. સીરીયલ તો જોવાય…

ડેડ લાઇન ને પહોંચી વળવાની ધમાલમાં તે દિવસે અલ્પાએ સોંપેલ કામ સેતુની દવા લાવવાની તેનાથી રહી ગઇ.આ વાતે વતેસર કર્યુ અને માંદા સેતુને લઇને તે ખુબજ લઢી પછી ખુબજ રડી અને કાંદીવલી તેના પિયર જવા નીકળી ગઇ.

અલ્પાને નિરવ બહુજ ગમતો પણ તેના આગ્રહયુક્ત વલણો નિરવને ત્રાસરુપ થઇ જતા તેથી કહેતો સેતુને મુકીને તારે જ્યાં જવુ હોય ત્યાં જા તેથી આજે અલ્પા સેતુને ધરાર જીદ કરીને લઇ ગ્ઇ.જો કે તેના મનમાં તો એવુ હતુ કે ડેડ લાઇન પતી જાય ત્યાં સુધી સેતુ માંદો રહે તે કેમ ચાલે?

નિરવને અલ્પાની જીદ ગમતી નહોંતી અને ખાસ કરીને કામના સમયે તો બીલકુલ જ નહીં. આજની રડારોળથી તો તે ત્રાસી ગયો હતો અને એમાં પાછુ હાર્ડ ડ્રાઇવ ક્રેશ થયુ તેથી બધોજ ગુસ્સૉ અલ્પા પર ઉતર્યો અને વલવલાટમાં નિઃસાસો નંખાઇ ગયો. સમજતી પણ નથી અને વચ્ચેથી ટળતી પણ નથી.

કંટાળીને નીચે ચા પીવા ઉતર્યો અને સેતુની યાદ આવી તે તો હતો નહી તેથી ટી.વી. ચાલુ કર્યુ અને તેને ફાળ પડી. બોંબ બ્લાસ્ટ્થી આખુ મુંબઇ ખળભળી ગયુ હતુ અને આ અલ્પુડીને આજે જ કાંદિવલી જવુ હતુ..મન એક વિચિત્ર પ્રકારનાં અવઢવથી ખીન્ન થઇ ગયુ.

સેલ્ફોન પર ફોન કર્યો.. રીંગ વાગ્યા કરતી હતી. મનમાંને મનમાં પોતાની જાતને ખુબજ ભાંડી.અલ્પા તુ સાચ્ચી છે..હું જ રુપીયા પાછળ ઘેલો થયો હતો. પરમાત્માને કેટલીય વખત યાદ કર્યા અને માફી પણ માંગી લીધી. કાંદીવલી ફોન કરીને વાત કરવાની હીંમત કરતો હતો ત્યાં ફોન રણક્યો.” નિરવ ટેક્ષી નહોંતી મળી એટલે બચી ગઇ છુ.”

અને નિરવ છુટ્ટા મોઢે રડી પડ્યો..અલ્પાને પણ નવાઇ લાગી પણ ત્રણ વરસનાં લગ્નજીવનમાં પહેલી વખત એને સારુ લાગ્યુ કે નિરવ સેતુને એકલાને નહીં તેને પણ ચાહે છે. ટેક્ષી કરીને તે ઘરે પાછી વળી ગઇ.

આ વાર્તા સંડે ઇ મહેફીલ માં પ્રસિધ્ધ થઇ હતી

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: