સ્વાગત અને મારી સર્જન યાત્રા

મારા વેબ પેજ પર આપનુ સ્વાગત.

પ્રાર્થના
                        

હે પ્રભો !

વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,

પણ વિપત્તિમાં હું ભય ન પામું,

એ મારી પ્રાર્થના છે.

દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે

મને સાંત્વના ન આપો તો ભલે,

પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,

પણ મારું બળ તૂટી ન પડે.

સંસારમાં મને નુકસાન થાય,

કેવળ છેતરાવાનું જ મને મળે,

તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,

પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,

પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.

સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,

દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય

ત્યારે તમે તો છો જ -

એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

ઉમાશંકર જોશી

 

મારી સર્જન યાત્રા

IMG_0083

મારી સર્જન યાત્રા

 

વિજય શાહ

1964માં પહેલી બાળ વાર્તા જાદુઇ વાડકો નૂતન ગુજરાતમાં પ્રસિધ્ધ થઇ
1969માં પહેલુ હાઇકુ કાવ્ય કોલેજ અંકમાં પ્રસિધ્ધ થયુ
1972માં પહેલો રેડીયો પ્રોગ્રામ થયો અમદાવાદ આકાશ વાણીનાં યુવવાણી વિભાગમાં
1977માં પહેલો કાવ્ય સંગ્રહ હું એટલે તમે પ્રસિધ્ધ થયો
1981માં પહેલું નાટક દુરદર્શન નાટ્યશ્રેણી ત્રિભેટે માં પ્રસાર થયું.
1983માં પહેલી નવલીકા ‘અમે પથ્થરનાં મોર કેમ બોલીયે પ્રસિધ્ધ થઇ
1985 માં પહેલો અનુવાદ કર્મ તણી ગતિ ન્યારી તૈયાર થયો
1987 માં પહેલી નવલકથા આંસુડે ચીતર્યા ગગન લખાઇ
1992 માં સંદેશમાં કોલમ શરુ થઇ શેરબજારનાં આટાપાટા
2002 માં પહેલો વેબ કાવ્ય સંગ્રહ ‘મારા વિશ્વમાં તમેનું વિમોચન થયુ.
2003 માં ગુજરાત ટાઇમ્સ (ન્યુયોર્ક) કોલમ શરુ થઇ શેરબજારની સાથે સાથે
2004માં રાધેશ્યામ શર્મા દ્વારા રચાયેલ ” સાક્ષરનો સાક્ષત્કાર 11″માં સમાવેશ
2006 માં બહુલેખકોની સહિયારી નવલકથા નિવૃતિ નિવાસ રચાઈ
2006 માં બહુલેખકોની સહિયારી લઘુનવલ બીના ચીડિયાકા બસેરા રચાઈ
2006 માં બે વેબ પેજ મુકાયા www.gujaratisahityasarita.com અને www.vijayshah.wordpress.com
2007 માં બે બીજા વેબ પેજ મુકાયા www.gadyasarjan.wordpress.com અને www.gujaratisahityasarita.org મુકાયા
2007 પહેલી વેબ નવલકથા પૂ. મોટાભાઇ અને બીજો વેબ કાવ્ય સંગ્રહ તમે અને મારુ મનપ્રસિધ્ધ થયા.
2008 પૂ. મોટાભાઈનાટ્ય સ્વરૂપે ભજવાયુ
2009 ગુજરાતી શબ્દ સ્પર્ધા -વેબ સાઈટ મુકાઈ www.shabdaspardha.gujaratisahityasarita.org

૨૦૦૯ વેબ સંકલન-અંતરનાં ઓજસ ( ચિંતન)

2009 વેબ નવલકથા પત્તાનો મહેલ

2009 વેબ નવલીકા વૃત એક વૃતાંત અનેક

2009 નિબંધ નિવૃત્તિની પ્રવૃત્તિ શ્રી હરિક્રીષ્ણ મજમુદાર સાથે..

2009 “શેર બજારનાં વિવિધ પાસાઓ તિરંગા મા ચાલતી કોલમ

2009 www.gujaratisahityasangam.wordpress.com મોના નાયક, જયશ્રી પટેલ અને વિશાલ મોણપરા સાથે મુકાઇ.  ગુજરાતી બ્લોગરોને એક તાતણે સાંકળતીકડી www.netjagat.wordpress.com કાંતીભાઇ કરશાળા સાથે મુકાઇ

2009  But મોગરો- પ્રવિણ પટેલ ” શશી”

આભાર સ્વિકાર

જુદી જુદી કૃતિઓને શબ્દ દેહ મળ્યા તે સર્વે સમાચાર પત્રો અને માસિકો:
નૂતન ગુજરાત,ગાંધીનગર સમાચાર્ તિરંગા, ચાંદની, સ્ત્રી, સંદેશ, ગુજરાત ટાઇમ્સ, દર્પણ, ગુજરાત દર્પણ , દિવ્ય ભાસ્કર,અને જંનસત્તા મુખ્ય ગણાય.

વેબ શબ્દ દેહ
ઝાઝી,ગુજરાતી સાહિત્ય સરિતા,સહિયારું ગદ્ય સર્જન, રીડ ગુજરાતી અને કેસુડા

સ્વર દેહ
આકાશવાણી અમદાવાદ વડોદરા

ચલચિત્ર માધ્યમ
દુરદર્શન કેન્દ્ર અમદાવાદ

 

 

 

 
Permalink |  Trackback
  1. ashalata
    November 10, 2006 at 4:53 pm | #1

    sunder page
    vanchelu joyelu ane manelu fari fari
    manva male to kevi maza pade!!!!!!
    abhinandan
    ashalata

  2. November 11, 2006 at 5:02 am | #2

    Welcome in World of Gujarati Blog
    Keep it up God bless you

  3. November 28, 2006 at 5:14 pm | #3

    Dear hard worker,

    First of all, accept my congratulations as you have done wonderful job for all the Gujaratis leaving away from Gujarat! Today first time I visited your web ans was impressed a lot. Many thanks.

    What can one say about Umashankar Joshi? His poems are always wonderful. This prayer is really beautiful and inspiring.

    Thanks for nice selection of this poems and other articles.

    Will like to visit again and again.

    Again thanks and kind regards.

    Akhtar (Glasgow-Scotland)

  4. Pravin V. Patel
    January 20, 2007 at 3:56 am | #4

    Sundar pasandgi. Bhaishree Akhtarbhaie yogya mulavani kari chhe.
    Mote bhaage aapani araj Tana,Mana ane Dhanani svakendri hoya chhe.
    Abhinandan temaj Aabhaar.

  5. sumedha
    January 25, 2007 at 9:05 pm | #5

    khuba g zalasa thai gaya.

  6. Jugalkishor
    January 29, 2007 at 9:13 am | #6

    સંશયાત્મા વિનશ્યતિ !

    ઉમાશંકર જેનું નામ ! એમની તો પ્રાર્થના ય કેવી સાદી-સરળ છતાં બળૂકી છે !

    એમને જ્યારે પૂછવામાં આવેલું કે આટઆટલું સાહિત્ય જગતભરનું તમે વાંચ્યું છે તો એમાંથી તમને સૌથી ગમી હોય એવી પ્રાર્થના કઈ ? એમણે તરત જ જવાબ આપેલો : “ઓ ઈશ્વર ! ભજીએ તને, મોટું છે તુજ નામ .” આની તોલે આવે એવી કોઈ પ્રાર્થના નથી !

    તમે પસંદ કરેલી પ્રાર્થનામાં કેટલી સાદગી છે !છતાં એની બળકટતા ય કેટલી બધી છે ?!

  7. February 21, 2007 at 2:00 am | #7

    VERY GOOD WORK.
    BEST OF LUCK.

  8. gopal h parekh
    March 20, 2007 at 2:21 am | #8

    aajna tamara lekh palojan vishe comment kevi rite aapvi samajatun nathi will u pl guide?

  9. Dr. Chandravadan Mistry
    April 8, 2007 at 8:43 pm | #9

    vijaybhai Tamara web page par swagat mate aabhar. Umashankar Joshini prathana jem tamari shubhbhavnao prathna jem fale. VIJAYNE chandra kahe shubhbhavna tum karate raho ne hum vanchte rahe CHANDRAVADAN.

  10. gadya
    May 21, 2007 at 1:06 pm | #10

    bus ek ichha chhe, ke have e ichha pan na ho

    lage raho vihay bhai

  11. Indraneil. Joshi
    September 28, 2007 at 6:27 pm | #11

    Ati Sundar, aava samay ma tame samay kaadhi ne atli saras web site sharu kari che enne mate aapno aabhar. Mann khili uthyu sundar sahityik krutio vaanchi ne.

  12. September 30, 2007 at 4:42 pm | #12

    good creation
    keep it up

  13. vilas bhonde
    April 22, 2008 at 5:48 am | #13

    khub sars swagat. gamyu

  14. July 27, 2008 at 3:00 pm | #14

    વિજયભાઈ,
    આજે નિરાંતે તમારો બ્લોગ વાંચીને ખૂબ આનંદ થયો. રવિવારની સવાર સુધરી ગઈ.

  15. October 20, 2008 at 11:25 am | #15

    વિજયભાઈ,

    તમાર કેટલાંક પ્રયોગો ખૂબ જ સુંદર છે..અભિનંદન.
    મેઁ તો હજી વીસ દિવસ પહેલાં જ બ્લૉગ જગતમાં પગ મૂક્યો છે…
    તમારી નવરાશની પળોમાં ક્યારેક મુલાકાત લેશો.

    કમલેશ પટેલના
    પ્રણામ

    http://kcpatel.wordpress.com/

  16. November 28, 2008 at 4:50 pm | #16

    ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  17. December 31, 2008 at 3:23 pm | #17

    સુંદર સ્વાગત. ધન્યવાદ.

  18. rajniagravat
    February 20, 2009 at 5:16 am | #18

    વિજય ભાઈ, તમારી બ્લોગર આચાર સંહિતા વાળી પોસ્ટ ક્યા?!

  19. Rajendra Shah
    April 27, 2009 at 7:51 am | #19

    Dear Vijaybhai,

    Like to confirm are you from Baroda?. I am subhash ( Tarang society) brother. It is happy to read this and see your photgraphs. I was having same idea to collect the good articles but today learn it to how to use it.

    The prayer is excellent. If anybody interested in Gujarti Prayers must read ” Param Samipe ” by Kundanika Kapadia. I liek it too much you will find many prayers like this.

    Regards,

    Rajendra Shah
    Singapore

  20. Rajendra Shah
    April 27, 2009 at 7:54 am | #20

    Dear Vijaybhai

    Excellent prayer. Just remind me the book of Prayer in Gujarati .”Param Samipe” by Kundanika Kapadia. I love it and sure many of your blog reade like to read it .

    Regards,

    Raj Singapore

  21. shantibhai
    July 10, 2009 at 4:51 pm | #21

    ape swagat page par prathna ane e pan kavi samrat umashankarjini hriday sprase tevi ane mahenatu manvini ashana suryane pragtavati kavita muki
    te badal jay gujrati.

  1. No trackbacks yet.