ગુજરાતી ગીતો
તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…
તારે કાને કોઈ સંકટ સંભળાવે રે,
બને તો થોડું…કાપજે રે જી…
માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો…આપજે રે…જી…
કેમ તમે આવ્યા છો ? …એમ નવ કે’જે રે…,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો…આપજે રે…જી…
વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો…આપજે રે…જી…
‘કાગ’ એને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે….,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો…આપજે રે…જી…
- દુલા ભાયા ‘કાગ’ – Dula bhaya ‘Kaag’
ગમતી પ્રેમપંકિતઓ-સંકલન-નિલમ દોશી
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર
તત્વનું ટૂંપણું તુચ્છ ભાસે
નરસિહ મહેતા.
જો મૈ ઐસા જાનતી પ્રીત કિયે પસ્તાય
નગર ઢિંઢોરા પીટતી પ્રીત ન કરિયો કોઇ
મીરા
કોઇને આમ સમજાયો.
કોઇને તેમ સમજાયો
અઢી અક્ષરના હતા તોયે
ન પૂરો પ્રેમ સમજાયો.
હરજીવન દાફડા
કંઠમાં પદ,હાથમાં તંબૂર છે
બાઇ મીરા આજ તો મશહૂર છે
પ્રેમનો પર્યાય બીજો શું હશે
ભક્તથી ભગવાન કયારે દૂર છે?
નંદન અંધારિયા
જયારે પ્રણયની જગમાં
શરૂઆત થઇ હશે
ત્યારે પ્રથમ ગઝલની
રજૂઆત થઇ હશે.
આદિલ મન્સુરી
પ્રેમની ઉઘડે કળી તે બે જણની હોય છે,
તેની જે ખુશ્બુ વહે છે તે બધાની હોય છે.
રમેશ પારેખ.
આપણી વચ્ચે અભરખો એક સોડમનો હતો,
વાંક કયાં તારો કે મારો,વાંક મોસમનો હતો.
મુકુલ ચોકસી.
આપણે પોતે અઢી અક્ષર જમા
કેટલી જાહોજલાલી થઇ ગઇ.
આદમ ટંકારવી.
તેં પૂછયો પ્રેમનો મર્મ
અને હું દઇ બેઠો આલિંગન.
હરીન્દ્ર દવે.
મિલનની ઝંખના હોતે ના દિલમાં તો,
નદી પણ હર વળાંકે થાકતે….શાયદઅહમદ ગુલબંધ નયનના દ્વાર ખુલે છે,
ભીતરના વિસ્તાર ખુલે છે,
ક્ષણે ક્ષણે છે નોખી સોડમ,
શ્વાસ મહીં કંસાર ખુલે છે.વંચિત કુકમાવાલા
પ્રીતની લીલ પ્રસારે છે ગઝલઆર.જે.નિમાવત.
ડાળ એ લીમડાની મીઠી થઇ ગઇ.આદમ ટંકારવી.
નહીં રાહુ,નહીં કેતુ.મકરન્દ દવે.
ચીતરી દિલ તીર બે ખોસ્યા વચ્ચોવચ્ચ
એમને ચિઠ્ઠી એ કેવી આવડી છે !!હરેશ તથાગત
ચૈતરી તડકામાં તારી યાદને
માની લીધી ડાળ નેં ગુલમહોરની.શ્યામ સાધુ.
બે હથેળીઓ મળી ને ઘર થયું
તે પછી જે કંઇ થયું સુંદર થયું.પ્રદીપ રાવલ.
એક એની ગલી ગઝલ જેવી.મનસુખવન ગોસ્વામી.
કોણ ફરીથી આવી ને આ દિલમાં માળો બાંધે છે?આંસુના આ હીરામોતી શબ્દોમાં ટાંકે છે.
સુધીર દેસાઇ.
*****
કસુંબીનો રંગ લાગ્યો કસુંબીનો રંગ -રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..
નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ..
પીડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ ..
ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ ..
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !
ઝવેરચંદ મેઘાણી
***
ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘુમટો તાણ્યો
ઘુમટો તાણ્યો
પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભન આતુર આંખો દોડી આવી દિગનારી
આવી દિગનારી.
તાળી દઇ કરે ઠેકડી તીડૉ, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે
ફરી દ્વારે દ્વારે.
રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોળ્યાં
શમણાં ઢોળ્યાં.
નીનુ મઝુમદાર
વાપીથી ગોપલ પરીખે ટાઇપ કરીને મોકલ્યુ તે બદલ તેમનો આભાર
તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિત
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
http://jhbhakta.wordpress.com/
ખોટ વર્તાયા કરે જો અડગ રહેવાનો નિશ્ચય ધરતીના જાયા કરે,
એ પડે તો એનું રક્ષણ એના પડછાયા કરે. માફ કર નિષ્ક્રિયતા મારાથી એ બનશે નહીં !
જીવતાં મારી જગતને ખોટ વર્તાયા કરે.એટલું ઉન્નત જીવનનું ધ્યેય હો સંતાપમાં,
વાદળી એકાકી જાણે ચૈત્રમાં છાયા કરે.વિશ્વસર્જક, ઘાટ અને ઘડતરની આ અવળી ક્રિયા !
તારું સર્જન જિંદગીભર ઠોકરો ખાયાં કરે ?આપણે હે જીવ ! કાંઠા સમ જવું આઘા ખસી,
કોઈનું ભરતી સમું જો હેત ઊભરાયાં કરે.જે પૂનમના ચાંદ સમ ચમકે છે તેઓને કહો:
બીજ રૂપે પણ નભે ક્યારેક દેખાયાં કરે !શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઈ ભીંજાયાં કરે.આગવી મારી પરાધીનતા ગમી ગઈ છે મને,
કોઈ જિવાડ્યાં કરે, ને આમ જિવાયાં કરે.
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયાં કરે.‘ગની’ દહીંવાલા Courtesy: www.Readgujarati.com
શાનદાર
હોઠો હસી રહ્યા છે અને અશ્રુધાર છે;
મારા વિશે આ મારો અનોખો પ્રચાર છે.
અવકાશ જો મળે તો તમે આ વિચારજો,
યૌવનની ભૂલ એક સરસ યાદગાર છે.
ઊજવી શકાય એવા પ્રસંગો નથી રહ્યા,
મૃત્યુને માટે કેવો સરસ આવકાર છે.
બચપણ પછી યુવાની, યુવાની પછી ઉમંગ,
કેવો સરળ ને છાનો તમારો પ્રચાર છે.
વિશ્વાસ હું મૂકું છું બધા માનવી ઉપર,
વર્ષોથી મારો પ્રિય વિષય અંધકાર છે.
પગલાંઓ મારાં મેં જ ભૂંસ્યા કે ભરમ રહે,
વાતાવરણ કહે કે કોઈ આવનાર છે.
ઉપકાર પણ કરીને ઢળી જાય છે સદા,
આંખો ઉપર ખુદાને ખબર શેનો ભાર છે ?
કહેવું પડ્યું ઢળેલાં નયન જોઈને આ ‘સૈફ’
જે પ્યારમાં મળે એ પતન શાનદાર છે.
– સૈફ પાલનપુરી
કલાપી ના કાવ્યો
દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.http://dhavalshah.com/layastaro/2006/06/blog-post_10.html
જીવનનો માર્ગ – ‘બેફામ’
January 16, 2006 at 8:51 pm · Filed under ગઝલ, બેફામ સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ધર સુધી.શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.-’બેફામ’બેફામસાહેબની આ ગઝલનો છેલ્લો શેર ગુજરાતીના સૌથી યાદગાર શેરમાં સ્થાન પામે છે. આ સામાન્ય લાગતા શેરમાં એમણે જીવનની સરળ અને સચોટ ફિલસૂફી ભરી દીધી છે. http://layastaro.com/?p=168

ghana yaadgar gito no sangrah chhe…bahu j saras..gr8
keeep it up..!!!!
Simply wonderful!!
ધન્યવાદ!
આ સંગ્રહ હજુ વધી શકે છે.
જૂનું બધું કેટલું ભુલાઈ રહ્યું છે ! છતાં ક્યારે ક ઝપટે ચડી જાય છે ત્યારે એક ઝપાટે આવાં ગીતો વરસોનાં વરસ ખંખેરી નાંખે છે !! મારા મોટાભાઈ ( આજે તો 86 વરસના ) જ્યારે આ આંખનો અફીણી ગાતા ત્યારે અમે ટૅણિયાઓ ય ડોલી ઊઠતા ! આજે રૂપની પુનમ અને પુનમનું પાગલત્વ કાવ્યનો રસ બનીને સમજાય છે ત્યારે કેવળ કાવ્ય રૂપે પણ એનું મહત્વ સ્થાપી દે છે, આંતર-બાહ્ય સભર ભરી દઈને ! આજના આ શોરબકોર સંગીતમાં આવું આ બધું કેટલું વ્હાલું લાગે છે,વિજયભાઈ !
( જયશ્રીબહેન જેવી આ જમાનાની પણ પોતાનો સ્વતંત્ર બ્લોગ સંગીતને અર્પણ કરી દે છે ત્યારે નિરાશા ખંખેરાઈ જાય છે : ના ના આજનાં યુવાનો ય આપણાંથી જાય તેવાં નથી.)
કઈં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે !
AAJNA YUVANIYAOMA BAHU ZUZ EVA BACHYA CHE KE JENE KAVITAMA RAS HOY……BAKI GHONGHATIYA GITO PA6AL PAGAL HOY 6E……HU PAN YUVAN 6U………..M.N.DRIVEDINO AA SHER……..KAIN LAKHO NIRASHAMA………..PRAMANE………E VAT SACHI 6E…….TAMARI AASHANE AKHAND RAKHVANO YATHASHAKTI-MATI PRAYAS KARISH…………..
Gujarati kavyno aanad anokho j hoy che.Khoob maja aavi.
Jayant Shah
gujarati kayitao no sngrh prakasit karva no jy mahant purv no
pryas krio chy ty abhinndniy chy.
Vijay bhai ni mahant khub j vakhan va layk chy any vadhry vnchn
maty asha rakhu to ayog nahi gdhay.
Abhar.
Vijaybhai Enjoyed your web page.Keep up the good work. CHANDRAVADAN
BADHU BAHUJ SUNDER CHHE,AGAR BANI SHAKE TO KABIR/TULSIDAS NA DOHA TEMAJ BHAJAN PRGAT KARAWA KOSHSIH KARAJO.
ભાષા પ્રણયની લખાયે ર્હ્દય ‘પર,
‘વળી લખાય છે તે નયનોની કલમથી.
સમજાય ના પૂરી કેવળ શબ્દો વડે જે,
તે સમજાય અશ્રુ કે ચુંબનોની આપ લેથી
good collection
ખૂબ મજા આવી.. સુંદર ગીતોની રસલાણ માણી
આભાર
“તારી આંખનો અફીણી” સંપૂર્ણ ગીત માટે આભાર.
માર હ્રદયને પગ નીચે કચળો નહી તમે
કે ત્યાના માર્ગ જાય છે ઇશ્વરના ઘર સુધી
મન્નાડે ના અવાઝમા આ ગઝલ સાંભળવાની મજાજ કંઇ ઔર છે
Really a wonderful blog, absolutely a treasure.
ખૂબ મજા આવી!!!
Thanks a lot.
સમજાવી નથી શકતો
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.
ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.
તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.
તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.
બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.
MEGHNINU KASUMBINO RANG…….SAMBHALTA J MEGHANI JEVO KOI YUGPURUSH NASO FULAVI-FULAVINE AA GAYAN GUJARATIONE MATRUBHASHA PRTYE JAGRUT KARVA GATO HOY EM LAGE 6E………..
gujrati gito vanchi-sambhali ne kaink judi duniyama pahonchi javay chhe.thanku you very much for wonderful songs.
ખૂબ મજા આવી.. સુંદર ગીતોની હારમાલા
http://palji.wordpress.com
Excellent collection of poems. No real educated Gujarati will be unaware about all this poems. Modern new generation probably not knowing what they are missing.
Very nice collection indeed.
“Saaj” Mevada
Dear All Gujarati
Thanks for Gujarati web side, I am happy for i am gujarati beseuse Over in world in only for Gujarat & Gujarati are best for Most of gujarati pure vigiterian & busineess men in over in world spreyd. I proved of My Gujarat & Gujarati Lunguge.
આપનો બ્લોગ ગ્મ્યો .સુંન્દર રચનાઓ. http://palji.wordpress.com