Archive

Author Archive

વિચાર બે લીટીની વચ્ચેનો

November 25, 2009 vijayshah Leave a comment

———————————————————————— 

ઘણા બાળકોમાં ભગવાન જુએ.ને કેટલાક ભગવાનને બાળક સમજે

———————————————————————– 

કામ કરનારાથી જ ભૂલ થાય. કશુંય કામ ન કરનાર કદી ભુલો કરતો નથી.

—————————————————————————- 

ઉપકાર કરીને ભુલી જાવ પણ ઉપકૃત થઇને કદી તે ઉપકારીને ન ભુલાય

—————————————————————————

દુર્લક્ષ્ય-2

November 25, 2009 vijayshah Leave a comment

આગળ વહી ગયેલી વાર્તા શરુઆતથી

નાનો કેતન પપ્પાને જોઇ રહ્યો હતો. તેને સમજણ નહોંતી પડતી કે પપ્પા રાત્રે એકદમ સરસ હોય છે અને સવારે આમ માથુ પકડીને કેમ બેસે છે. ગરમા ગરમ કોફી મારીયા આપી ગઇ. રમા તેના સ્ટુડીયોમાં નવું કેનવાસ કેળવતી હતી. બંને ભાઇ બહેન ટી.વી. ઉપર ટોમ અને જેરીનાં શો જોતા હતા. દિના કાયમ કેતન ને આ શોમાં હસતો જોતી અને બહુ હરખાતી. ભલે તે કાળો હતો પણ તેનો ભાઇ હતો. અને તે માજણ્યા ભાઇને જોઇને તેને બહુ જ હેત ઉભરાતુ. અર્ધા કલાકે જ્યારે રામાનુજમ્ નીચે આવ્યો ત્યારે ફોન ઉપર રમા કોઇકને તેના પહેલા ચિત્રનાં વેચાણનો આનંદ વ્યક્ત કરતી હતી. રામાનુજમ તે સાંભળી ને પહેલા તો મલક્યો પણ પછી મોટેથી ઘાંટો પાડ્યો “રમા મારા માટે ઉપમા બનાવ. બીલ્કુલ અમદાવાદી”.

રમાએ તેના રુમમાંથી ફોન મુકીને  હાથમાં દસ હજારનો ચેક લઇને આવી. રામાનુજમને તે હાથમાં આપી કહે “ડાર્લીંગ! જો તો મારી પીંછીની કમાલ.”

તમીલમાં રામા બોલ્યો મને ચુનો અઢી હજારનો લાગ્યો. પણ રમાને તે ન સમજાયુ.  ગેલેરીએ તેના 12500માંથી 10000નો ચેક મોકલ્યો. પણ રમા ખુશ હતી તેથી થોડા ગેલમાં આવીને કહે..”રમા તારી નવી કારકીર્દીની પહેલી સફળતા મુબારક! ”  આ કનક રેડ્ડીની કમાલ હતી. 12500 ગેલેરીને આપેલું દાન ખર્ચો ગણાશે અને ગેલેરી નવા કલાકારોનાં ઉત્તેજન માટે વપરાતા પૈસા તરીકેનુ અનુદાન ગણી ખર્ચ બતાવશે. આવક ન વધે તે માટે થનારા ગોટાળા કનક સાચવી લેશે. Read more…

Tools ‹ વિજયનુ ચિંતન જગત — WordPress

November 24, 2009 vijayshah Leave a comment
Categories: Uncategorized

દુર્લક્ષ્ય

November 24, 2009 vijayshah Leave a comment

કેતન અને દીના આમતો એક જ માનાં સંતાન પણ કેતન શ્યામ અને દીના શ્વેત..રમાબા ખુબજ સુંદર અને રામા ઐય્યર શ્યામ તેથી કેતન બધાજ પિતૃ ગુણો લઇને આવેલો..પણ એક ગુણ રમાબાનો તેનામાં ભારોભાર હતો અને તે તેની સંવેદનાઓ ખુબ જ તીવ્ર..દીનાને પણ તે ગુણ કળાનાં સ્વરૂપે ફળેલો અને તેથી તે બધી સંવેદનાઓ ચિત્ર સ્વરૂપે ઉતરે.

રામા ઐય્યરને તે  ન ગમે પણ રમાબા તો પેટભરીને દીકરીને પોરસાવે. નાનકડો કેતન આ જુએ અને મોટીબેનની જેમ ચિત્રો બનાવા જાય પણ તે જાણે ઓરમાયો દિકરો હોય તેમ રમાબા તેની ખોડ જ કાઢે. રામા ઐય્યર તો કેતન ને બાગમાં લઇ જાય અને સતોડીયુ રમાડે અને રમતગમતની વાતો કરે…ચામડીનો રંગ જુદો એટલે કાયમ એમ જ કહે તુ ઘાટીલો અને નટવરનો કાનો છું. પણ જેમ ઉમર વધતી ગઇ તેમ કેતનને ચામડીના રંગની તાકાત સમજાતી ગઇ. દીનાને મળતા પ્રાધાન્યથી કદીક તેને ઇર્ષા થતી અને ક્યારેક રમાબા ઉપર તેને બહુજ ગુસ્સો આવતોકે તેમણે તેને કાળો કેમ જન્મ આપ્યો? Read more…

વિચાર બે લીટીની વચ્ચેનો

November 24, 2009 vijayshah Leave a comment

પ્રેમમાં ભીંજાવાય. વહી ન જવાય
—————————-
પ્રેમ તો આપ્યા જ કરે. માંગે તે તો ફક્ત વહેવાર .
————————————–
માફી માંગે તેના કરતા માફ કરે તે વધુ બળીયો.
———————————–

બળદ વિનાનું ગાડું -ડો દિનેશ ઓ. શાહ

November 23, 2009 vijayshah 3 comments

હે જી મારું બળદ વિનાનું દોડે ગાડું રે
પ્રભુજી તારી અકળ લીલા હું કદી ના જાણુ રે

ગોળ, રોટલો મુકી તેઁ ભરી દિધું મુજ ભાણું રે
અમરત જેવો સ્વાદ તારી થાળીનો હું માણું રે

રદયે ટહુકે કોયલને આકાશી રંગોનું લ્હાણું રે
દુનિયાના કોલાહલ વચ્ચે ગાતો તારું ગાણું રે

ખુબ કમાયો ખુબ ગુમાવ્યુ શું બચ્યું ના જાણું રે
જીવનની સોનેરી સાંજે તુજ હવે મુજ નાણું રે

જંગલમાં તું મંગલ કરતો તારી લીલા વખાણું રે
સવાર સાંજ આવી જાતો,તું લાવે નવલું વ્હાણું રે

સઘળી ચિઁતા છોડીને હું મુજ કરતાલ વગાડું રે
તારા ભરોઁસે આગળ હાંકુ, હું બળદ બળ તારું રે

દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.

 

મારી શકુનુ શુ થશે?

November 23, 2009 vijayshah Leave a comment

મેઇલબોક્સમાંથી મેલનો થોકડો લઇને હરેશ ઘરમાં પેઠો.બાથરુમમાં ફ્રેશ થવા ગયો.અને,તેની પત્ની ચા બનાવવા રસોડામાં પેઠી.મેલનો થોકડો અને ચા લઇને એણે રીડીંગરુમમાં મૂક્યાં.ફ્રેશ થઇને તે ચા પીતાં પીતાં આજની મેલ જોવા લાગ્યો.અચાનક પેનથી લખાયેલ સરનામાવાળા એક મોટાં પરબીડીયા પર તેની નજર પડી.કૌતુકવશ તેણે તે ઉપાડ્યું.સામાન્ય અહીં મેલ ટાઇપ કરેલ સરનામા સાથે હોય છે.મોકલનારનું નામ જોઇ એનું આશ્ચ્રર્ય વધી ગયું-નકુળ.અઠવાડિયામાં બે-ત્રણ વાર મળનાર એનો નિ:સંતાન મિત્ર.પણ, એને ફૉન કરી શકતો હતો કે રુબરુ વાત કરી શકતો હતો.આ પત્ર લખીને સસ્પેંસ ઉભું કરવાની શી જરુર હતી?એને થોડો ગભરાટ થયો.થોડી શંકાસહિત એણે પત્ર ખોલ્યો.

        હરેશના સંબોધનથી શરુ થયેલ આ પત્રમાં,પોતાને શું સંબોધન કરવું તેનાથી શરુઆત થઇ.આજ સુધી તો આવી જરુર જ ન પડી હતી.એકબીજાને ગાળો દઇ,અને પછી ,શ્રીહરિ જેવાં શબ્દો બોલી મુલાકાત અને વિદાય થતી.આજે નકુળે પત્ર લખવાની શી જરુર પડી? શંકાના વાદળો ઘેરાં થતાં ચાલ્યા.અને પત્ર આગળ વંચાયો.

 ”एक दिन मीट जायेगा….”ની કડીઓ પુરી થઇ.મુરખ! એવા તો શું કામ કર્યા છે,કે દુનિયા તને યાદ રાખે.  હાહાહા વાંચતા રહસ્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું.હરેશને લાગ્યું કે નકુળ એની સામે આવીને ઉભો છે.

પત્ર લખવાની શી જરુર હતી?ફૉન કર્યો હોત કે રુબરુ વાત કરતે ને?” Read more…

કોહીનૂર-ચીનુભાઇ ગી શાહ

November 22, 2009 vijayshah 2 comments

Gujarati Radio Station available 24 hours ON NET

November 20, 2009 vijayshah Leave a comment

 
 
http://www.sheetalsangeet.com/content/radio

You can also send your requests and they will try their best to fulfil your  request.
Welcome,
Sheetal Sangeet is a Gujarati Internet radio station specifically designed to showcase the potential of the exciting new medium of Internet radio! Sheetal Sangeet is also the first 24HRS Gujarati Internet radio station designed specifically for adults with sophisticated musical tastes.

E. mail sent by Mukund Gandhi

વિચાર બે લીટીની વચ્ચેનો

November 19, 2009 vijayshah 2 comments

 મિત્રો બનાવવા તેમનું કંઇક સારુ શોધો અને તેમને કહો.દુશ્મન બનાવવા તેમનુ ખરાબ બીજાને કહો

———————————————————————————————————

 અજ્ઞાન ન બોલીને છુપાવી શકાય. બોલીને જાહેર ના કરાય.

—————————————————————–

સફળતા સદાયે વહેતી રહેતી હોય છે.વહેતા જળની જેમ.તરસ છીપાય પણ તેના ઘડા ન ભરાય.

—————————————————————————————————-