Archive

Archive for July, 2009

એમનો વંશ

July 31, 2009 vijayshah Leave a comment

 અને આક્રોશમાં ધારા પોકે ને પોકે રડી પડી. એને સમજ નહોંતી પડતી કે પ્રિયમ ને આટલુ સમજાવ્યા છતા પણ તે બા ની વાતોને જ કેમ વધારે મહત્વ આપતો હતો. બે છોકરી પછી પણ હજી એજ પુત્ર લાલસા..તેનામાં હવે સુવાવડ લેવાની તાકાત તો હતી જ નહીં. પ્રિયમ તેને સ્પંદીત કરવા મથે તો સ્પંદનો જન્મે તો ખરા પણ અજંપા, દુઃખ અને એકલતા ભરીતે સુવાવડની રાતો યાદ આવતાજ તે ઠરી જતી. પ્રિયમને મન ધારાનું દર્દ એ હંગામી ઘટના હતી પણ બાને રાજી રાખવા તે બધુ કરી છુટવા હરદમ તત્પર હતો..અને તે પણ માનતો કે વંશ ચલાવવા બા જે પુત્ર માટે આગ્રહ કરે છે તે લોકધારે પણ સાચો છે.

પ્રિયમ પણ આમતો ત્રીજે ખોળે હતો તેથી બા માનતા કે ત્રીજુ સંતાન પુત્ર હશે…રાત પડે અને પ્રિયમનો મનગમતો સાથ શરીરનો થાક ઉતારતો પણ સુવાવડની ભીતિ અને ત્રીજી પણ પુત્રી થશે તો?નો કાલ્પનીક ભય ધારાને રડાવતો..તેના ગર્ભધારણ ન થાય તે પ્રયત્નોથી પ્રિયમ પણ ખીજવાતો અને એક પ્રકારની તાણથી ધારા પણ ત્રસ્ત રહેતી..પહેલી રાધા બીજી સ્વરા પ્રિયમની શીફ્ટ ની નોકરી અને પાછી ધારાની નોકરી તો ચાલુ જ્..જોકે બા ઘણું કરતા છતા અપેક્ષાઓનાં બે ચાર વાક્યોમાં જેવો વંશજનો ઉલ્લેખ આવે એટલે ધારાને તેના પપ્પા જે વાત કહેતા તે યાદ આવે. આજના જમાનામાં પુત્ર હોય કે પુત્રી બંને દરેક રીતે સમાન. પણ બાને આ વાક્ય પ્રિયમ કહી શકે ધારાથી થોડું કહેવાય? Read more…

સાહેબોને સજા

July 30, 2009 vijayshah Leave a comment

સાહેબોને સજા

પોલીસ સબ ઇન્પેક્ટર રણજીત સિંહ આમતો હસમુખ અને નિખાલસ જીવ..દરેક સાહેબોને અનુકુળ થનારો અને તેમનો પડ્યો બોલ ઝીલનારો તેથી દરેક સાહેબોનાં તેના ઉપર ચાર હાથ..અને એ મહેરબાની તળે તેનું છ જણાનું કુટુંબ સરસ રીતે શાંતિનું જીવન જીવતુ.

પણ છેલ્લા કેટલાક સમયથી તેના શાંત જીવનની કુદરતને ઇર્ષા આવી હોય તેમ ઉપરા છાપરી તે ચારે બાજુથી ભીંસાતો જતો હતો. ક્યાંકથી નનામી અરજી થઈ તે કાર્યવાહી શરુ થઈ તેજ સમયમાં ઉપરી અધિકારીની બદલી થઈ. નવા ઇન્સ્પેક્ટરને રણજીતસિંહની ઉપરીઓની ભક્તિમાં દાળમાં કાળુ લાગ્યું અને દસ વર્ષથી જે ચોકી ઉપર તે સ્થિર હતો તેને આ નનામી અરજીનાં આધારે ગાળાગાળી કરી બદલી કરી નાખી. Read more…

3 stupid stages of life………..email from Akbarali Narasi

July 28, 2009 vijayshah 1 comment

We have  3 stupid stages of life………..

 
 
Teen age:  
Have Time + Energy …but No Money
 

 
 
Working Age:  
Have Money + Energy …but No Time
 

 Old age:  
Have Time + Money …but no Energy

Categories: email

મનભાવન

July 28, 2009 vijayshah 3 comments

motabhai 016

 

કોઇ ક્યાં હવે સાથે આવે છે

વાતો ઘડી બેઘડી ની લાગે છે.

 

જન્મ્યા જીવ્યા તે તો ઠીક!

મૃત્યુની બીક બહુ  લાગે છે

 

ચલ્યા ગયા સૌ ભાંડુરા

હવે આ એકલતા બહુ ડારે છે

 

દિવસે હોયે ઘણા બધા

રાતની એકલતા બહુ ડારે છે

 

જ્યારે જે સાથે હતા તે સૌ સાથ

આજે હવે મનભાવન લાગે છે

The Old Carpenter -E mail from Shrenik R. Dalal

July 28, 2009 vijayshah Leave a comment

Your life today is the result of your attitudes and choices in the past. Your life tomorrow will be the result of your attitudes and choices today.

This is a story of an elderly carpenter who had been working for a contractor for many many years. He had built many beautiful houses but now as he was getting old, he wanted to retire and lead a leisurely life with his family. So, he goes to the contractor and tells him about his plan of retiring. The contractor feels sad at the prospect of losing a good worker but agrees to the plan because the carpenter had indeed become too fragile for the tough building work. But as a last request, he asks the old carpenter to construct just one last house. Read more…

વિચાર બે લીંટીની વચ્ચેનો

July 24, 2009 vijayshah Leave a comment

__________________________________________________________________________

બંધ બારણા સામે જોવાનું બંધ કરો તો ક્યાંક ખુલેલ બારણા દેખાયને?

_____________________________________________

ગઇ કાલ વટાવયેલો ચેક છે આજ રોકડ છે અને આવતી કાલ એક હૂંડી

__________________________________________________

કોઇક્ને માર્ગદર્શક બનાવો કાં કોઇક્નું મર્ગદર્શન કરો. બંને શ્રેષ્ઠ પરિણામ દાતા છે

___________________________________________________

શબ્દાક્ષરી -આમ પણ રમાય…

July 21, 2009 vijayshah Leave a comment

શબ્દાક્ષરી

મારા મનમાં આ શબ્દ રમત આ રીતે રમાય..(પ્રયોગાત્મક સુચનો આવકાર્ય છે.)
એકાક્ષરી શબ્દ નાં ૧૦ ગુણ
બેઅક્ષરી શબ્દનાં ૨ ગુણ
ત્રીઅક્ષરી શબ્દના ૩ ગુણ
ચાર અક્ષરી શબ્દનાં ૪ ગુણ
એજ પ્રકારે જેટલા અક્ષરનો શબ્દ તેટલા ગુણ મહત્તમ ૯ ગુણ
શબ્દ આપ્યા પછી અર્થ ના આવડે તો એક ગુણ કપાય અને જે સાચો અર્થ કહે તેને તે ગુણ મળે
૮ સ્પર્ધકો, બે ટુકડી એક ગણક નિષ્ણાત અને એક નિર્ણાયક- સમય ૧૫ મીનીટ કે મહત્તમ ૨૦૦ શબ્દો

ઉદાહરણ તરીકે બે ટુકડીઓમાં ૮ સ્પર્ધકો છે Read more…

હાસ્યની શતાબ્દી-રમેશ બાપાલાલ શાહ

July 18, 2009 vijayshah 2 comments

 

‘બેન જમના ઉપરથી અંગ્રેજી શબ્દ બન્યો બેન્જામિન અને મોરલી પરથી બન્યો મોર્લે. આમ શબ્દો જ નહીં, આખ્ખેઆખ્ખી અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષા પરથી ઉતરી આવી છે.’ –આ વિધાનના સંશોધક છે હાસ્યસ્વામી જયોતીન્દ્ર દવે.

એમની જન્મ શતાબ્દી એટલે હાસ્યની શતાબ્દી. ગુજરાતીઓ ખાસ હસતાં નથી હોતા એટલે આ મોકો ચૂકવા જેવું નથી ! આવા ગુજરાતમાં જયોતીન્દ્ર જેવી વ્યકતિ સો વર્ષ સુધી અજોડ રહી છે. એમના પછી એમના સાહિત્યમાંથી પ્રેરણા લઈ આપણે ત્યાં કંઈ કેટલાયે લેખકો પ્રગટ્યા પરંતુ એ બધા સૂર્યની ઓથ લઈને પ્રકાશતા ચંદ્ર જેવા પરપ્રકાશિત !

આ હાસ્યસ્વામીની ફિલસૂફી ધારદાર અને સચોટ રહેતી. એક નમૂનો એ સમજવા પૂરતો થઈ રહે એવો છે  ‘જેવા હોઈએ તેવું દેખાવું અને જેવા દેખાઈએ તેવા હોવું એ વસ્ત્ર પહેરવાનો નિયમ ધરાવતા સમાજમાં શકય નથી.’ આવા સમર્થ હાસ્યસ્વામીની શતાબ્દી યાદગાર બનાવવા એમના જન્મદિવસને ‘હાસ્યદિન’ તરીકે ઊજવી શકાય.

રમેશ બાપાલાલ શાહનાં પુસ્તક ‘પાન ખરે છે ત્યારે’માંથી સાભાર

વિચાર બે લીંટીની વચ્ચેનો

July 17, 2009 vijayshah 2 comments

____________________________________________________

ધારણા ધારશો નહીં. તે ખોટી પણ પડી શકે છે. રુબરુ જઇને ચકાસજો.

____________________________________________________

ભરવાપાત્ર કર સમયસર ભરી દેજો. ટેક્ષ ન ભરનારને આયકર વિભાગ ભુલતું નથી

____________________________________________________

તમે લીધેલા નિર્ણયોની નોંધ રાખો.  નિષ્ફળ પરિણામો વધુ લબ્ધીદાતા હોય છે.

___________________________________________________

તમને ઈર્ષ્યા થાય એવું મારી પાસે કંઈ નથી -સૌરભ શાહ

July 17, 2009 vijayshah Leave a comment

પાંસઠ પછી વિરક્તાશ્રમ શરૂ થાય છે… આ એક એવી અવસ્થા છે જ્યારે કોઈક છીનવી લે તે પહેલાં જ છોડી દેવામાં વધારે મઝા આવવાની છે. આસક્તિના ગાળામાં એકઠું કરેલું બધું જ એક પછી એક છોડી દેવાનો, સામે ચાલીને ત્યજી દેવાનો મનને ફરી એક વાર હળવું બનાવી દેવાનો સમયગાળો છે. કબીરવાળી સફેદ ચાદરને ફરી જેવી હતી તેવી કરીને પાછી સોંપી દેવાનો ગાળો છે. વિરક્તાશ્રમના છેલ્લા તબક્કા પર પહોંચી ગયા પછી માણસમાં દુનિયા માટે વિરક્તિનો તીવ્ર ભાવ રમતો રહે છે : તમને ઈર્ષ્યા આવે એવું મારી પાસે કંઈ નથી, એટલે હું તમારા કરતાં વધુ સુખી છું.
-સૌરભ શાહ

http://saurabh-shah.com/2009/07/14/tamane-maari-irshya-thay/

Categories: Uncategorized