“તીર્થોત્તમ”-માંથી વીણેલું-સંકલન -ભૂપેન્દ્ર ઉપાધ્યાય
- Picture from www.mcl-bjm.ca

- બાળક્ને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઇ જેને,વત્સલ મૂરત સ્નેહલ સૂરત,હ્રદય હ્રદયનાં વંદન તેને ,-ઊમાશંકર જોશી
- ધન સંપતિ પ્રતિષ્ઠા સુખ સગવડ આપી દેવા મા તૈયાર થઈ જશે પરંતુ પુત્રને કદી નહિ આપે – અજ્ઞાત
- ઈશ્વર સદેહ બધે પહોંચી શકે નહિ તેથી તેણે માતાનું સર્જન કર્યુ.-યહુદી કહેવત
- મોંઘી માડી! જીવન ભરતી ઓટમાં તું જ ઇન્દુ -ચંદ્રવદન મહેતા
- તુ જીવી, બા, જીવન હરિનું જીવવા શિર સાટે!-કરસનદાસ માણેક
- આરાધનામાં સ્મરું રૂપ બાનું! ને બા સ્મરીને પ્રભુ રૂપ પામું-કૃષ્ણલાલ શ્રીધરાણી
- ચહું જન્મોજન્મે શિશુ તુજ હું, ને માત મુજ તું -ગુલાબદાસ બ્રોકર
- સમયને બાનો ચહેરો, વતનને બા નો ચહેરો -અજ્ઞાત
- માનો અર્થ દુનિયાની બધી જ ભાષામાં મા થાય છે.-રવિન્દ્રનાથ ટાગોર
- માનવતા અને સંસ્કૃતિનું મહાવિદ્યાલય માતાનાં ચરણોમાં છે-ફ્રેડરીક હેસ્ટન
- પ્રથમ શિશુ સૌ કહાન, માતા બધી જ યશોમતી, મૂક મિલન મ્હોંમાં બ્રહ્માંડો અનંત વિલોકતી-ઉશનસ
- મા એક એવી ઋતુ છે જેને કદી પાનખર આવતી નથી-અજ્ઞાત
- (મા,) તું માનવીનાં પરિતાપ કેરું હતું મહાઔષધ રામબાણ-ઇંદુલાલ ગાંધી
- મા યુવાન થઈ વૃધ્ધ થાય છે પરંતુ તેના સંતાન સદા બાળક રહે છે.-ઇરીચ નોરીશ
- બીમાર પડતો કોઇ પણ માણસ સૌથી પહેલો અને વારંવાર જે શબ્દો બોલે છે તે “મા“ છે. સ્વામી રામતીર્થ
- મારી માતાએ મારા ઉપર નજર રાખીને મને મારા સાથીઓનાં બુરા પ્રભાવથી બચાવ્યો છે -દાદાભાઈ નવરોજજી
- તારું સ્વર્ગ તારી માતાનાં ચરણોની નીચે છે- હઝરત મહમ્મદ પયગંબર
વિશેષ આભાર- નીલમ દોશીનો જેમણે “તીર્થોત્તમ” મને ભેટ આપ્યું.

Vijaybhai..So touched by these GREAT persons words on MATA ((Mother ) that I wrote their words my way>>>>
માતા !
(૧) બાળકને જોઈ જ રીઝે, એ જ માતા !
(૨)કદી ત્યાગ ના કરે બાળકનો, એ જ માતા !
(૩) પ્રભુ પાસે પહોંચવાની સીડી, એ જ માતા !
(૪)જીવનની ભરતી ઓટમાં સાથ, એ જ માતા !
(૫)હરિ ભજને દોરનાર, એ જ માતા !
(૬) પ્રભુ આરાધના તરફ દોરનાર, એ જ માતા !
(૭) જન્મો-જન્મ સાથ માંગનાર, એ જ માતા !
(૮) સમય કે વતનનો ચહેરો, એ જ માતા !
(૯) બધી ભાષા જેનો હોય એક અર્થ, એ જ માતા !
(૧૦)માનવતા અને સંસ્કૃતિનું મહાવિધાલય, એ જ માતા !
(૧૧) યશોમતી કહેતા, પ્રભુ-દર્શન દેનાર, એ જ માતા !
(૧૨) ઋતુ વગરની પાનખર, એ જ માતા!
(૧૩) માનવીનું મહાઔષદરૂપી રામબાણ, એ જ માતા !
(૧૪)સંતાન જેની નજરમાં સદા બાળ, એ જ માતા !
(૧૫ )માંદગીની પ્રથમ યાદ, એ જ માતા !
(૧૬) બુરા પ્રભાવથી બચાવનાર, એ જ માતા !
(૧૭)સ્વર્ગ જેના ચરણોમાં, એ જ માતા !
I just visited your Blog & read this Post & even posted a Comment…but,I forgot to thank Bhupendrabhai Upadhyay for his collection…It is nice of you to publish this as a Post, Vijaybhai !
Thanks Dr saheb for your kind words…