Archive

Archive for February, 2009

લોહીમાં સૂર્યોદય (કાવ્ય રસાસ્વાદ )

February 28, 2009 vijayshah 1 comment

PB022953
(લોહીભીની સાંજ…                                            …કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)

જીવતરના કૂવામાં કદી ના થઈ શક્યો ઉજાસ,
તારી ખબરનો નહોતો કોઈ ડોલમાં સમાસ.

છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?

રસ્તો, ગલી કે ઘર, કશે પણ ક્યાં છે સળવળાટ ?
નિષ્પ્રાણ શહેર છું હું અને તું છે મારો શ્વાસ.

પિંજરમાં આંખના હવે એક જ છે મન્સૂબો -
તુજ આવણાંના પક્ષીનો ક્યારેક થાય ભાસ ! Read more…

It’s called Mindset!- Email Courtsey: V M Bhone

February 25, 2009 vijayshah Leave a comment

chained_zoo_elephant
As my friend was passing the elephants, he suddenly stopped, confused by the fact that these huge creatures were being held by only a small rope tied to their front leg. No chains, no cages. It was obvious that the elephants could, at anytime, break away from the ropes they were tied to but for some reason, they did not. My friend saw a trainer nearby and asked why these beautiful, magnificent animals just stood there and made no attempt to get away. Read more…

ગુજરાતી શબ્દ સ્પર્ધા-(૪)

February 24, 2009 vijayshah 2 comments

જે સંસ્થા શબ્દ સ્પર્ધાનું આયોજન કરવા માંગે છે  તેમણે તેમના સમાજમાંથી એક પ્રતિનિધિનો ઇ મેલ (પ્રમુખ્ની કે સેક્રેટરીની અનુમતીથી) મને આપવાનો છે કે જેમની સાથે નીતિ નિયમો અને સ્પર્ધાનાં બે દિવસ પહેલા સ્પર્ધાનાં શબ્દો સહિત સ્પર્ધાને જરુરી માહિતિ આપી શકાય્. પ્રથમ સ્પર્ધા નું સ્થળ અને સમય અત્રે જાહેર કરીશું અને તેનો વીડીયો પણ મુકવા પ્રયત્ન કરીશું. ઊત્તમ ગજ્જર ગઈ કાલે ફોન ઉપર ઘણા જ ઉત્સાહીત હતા અને તેમણે કરેલ સુચનો બદલ આભાર. હાલ આ સ્પર્ધા સ્તર મર્યાદિત છે પરંતુ બ્લોગર મિત્રો માટે આ કામ તેમના કાર્ય ક્ષેત્રનાં ગુજરાતી સમાજ કે સંગઠનમાં કરવું સરળ છે.

જેમ ગુજરાત દર્પણ નાં કલ્પેશભાઈને આ કાર્ય સુયોગ્ય લાગ્યું અને પોતાનો સહકાર ફરતો શીલ્ડ જાહેર કરીને કર્યો તેમ આપને પણ જો તમારા સમાજમાં કે આ પ્રયોગમાં તમારું યોગદાન નોંધાવી શકો છો. જે સહયોગી ૭૨૦ અજાણ્યા પરંતુ અર્થસભર શબ્દો તૈયાર કરવા માંગે છે તેમની મહેનત ને સુયોગ્ય રીતે અનુમોદીત કરીશું   Read more…

ગુજરાતી શબ્દ સ્પર્ધા-(3)

February 23, 2009 vijayshah Leave a comment

 

ગુજરાતી સમાજ અને અન્ય ગુજરાતી સંગઠનો ઘણી પ્રવૃત્તિ કરતા હોય છે. તે માટે તેમને અભિનંદન!

ગુજરાતી શબ્દ સ્પર્ધા હું અંગત રીતે એવુ માનું છું કે ગુજરાતી ભાષાની ગરિમા સાચવવાનો એક એવો પ્રય્ત્ન છે કે જેમા આખો સમાજ સક્રિય થઇ શકે.

હવે સમજીયે નાણાકીય માળખુ. Read more…

શબ્દ સ્પર્ધાને રસપ્રદ બનાવીયે-(2)

February 19, 2009 vijayshah Leave a comment

બારાખડી જોઇએ તો મલશે બધાજ એકાક્ષરી શબ્દો

અ      ઔ  ઇ    ઉ  ઊ અં અઃ

  કા  કે  કૈ  કો  કૌ  કિ  કી  કુ  કૂ  કં  કઃ 

ખ  ખા  ખે  ખૈ  ખો  ખૌ  ખિ  ખી  ખુ ખૂ  ખં  ખઃ

  ગા  ગે  ગૈ    ગૌ  ગિ  ગી  ગુ  ગૂ  ગં  ગઃ

  ઘે  ઘૈ  ઘો  ઘૌ  ઘિ  ઘી  ઘુ  ઘૂ  ઘં  ઘઃ

ચે  ચૈ  ચો  ચૌ  ચિ    ચુ  ચૂ  ચં  ચઃ Read more…

નિવૃત્તિ…

February 19, 2009 vijayshah 2 comments

આજે  અમારી ઑફિસમાંથી જયેન્દ્રકાકા  retire થઈ ગયાં… આમ તો મારે અને જયેન્દ્રકાકાને ઝાઝો પરિચય નહિ, હા. ત્રણેક વર્ષ સાથે કામ કર્યું પણ ડિપાર્ટમેન્ટ જુદા એટલે બહુ પરિચય કેળવાયેલો નહિ… એમના રીટારમેન્ટના માનમાં અમે બધાંએ સ્ટાફ મેમ્બર્સે એક ફેરવેલ પાર્ટી આપી… એક ગીફટ આપી અને ‘હસતાં’ ચહેરે એમને વિદાય આપી…

આમ તો ખાસ વર્ણવવા જેવો પ્રસંગ નહિ, પણ ખબર નહિ કેમ એમને જતાં જોઈને આંખમાં પાણી આવી ગયાં… એમને અમે શું ગીફ્ટ આપી ખબર છે? એક કાંડા ઘડિયાળ…!!!! પણ એમને જતાં જોઈને લાગ્યું કે હવે એમને આ ગીફ્ટનો ખપ ખરો????  સમય સાથે કદમ મિલાવી આખી 30 વર્ષ સુધી નિયમિત સમયસર ઑફિસ આવી જતાં જયેન્દ્રકાકાને હવે આ ઘડિયાળ શું પીડા નહિ આપે?

કાલે સવારે એમનાથી કદાચ સમયસર તૈયાર થઈ જવાશે… સમયસર પોતાનું રૂટિન પતાવીને એ કદાચ જ્યારે ઘરની બહાર નીકળવા જશે ત્યારે એમના ઘરની કોઈ વ્યક્તિ એમને અટકાવશે કે “ઓહો, આજે તો તમારે ઑફિસ નથી જવાનું…” અને ત્યારે કદાચ મન પર એક ઉઝરડો પડી જશે…

ઑફિસમાં રોજની જેમ જ HR મેનેજર મસ્ટરમાં જોઈ વિચારશે કે આજે કાકા મોડા પડ્યા છે… અને પછી એને પણ કોઈ યાદ કરાવશે કે “અરે, હવેથી તો જયેન્દ્રકાકા નથી આવવાના…”.એકાદ-બે દિવસ સહકર્મચારીઓથી પણ એમના ટેબલ પર કામની ફાઈલ્સ મૂકી દેવાશે અને પછી જાતે જ યાદ કરી લેવાશે કે હવે આ કામ બીજા કોઈએ સંભાળી લેવાનું છે…

બસ… બે-ત્રણ દિવસનો કચવાટ… બે-ત્રણ દિવસનો અજંપો… બે-ત્રણ દિવસની વિહવળતા… અને પછી બધું જ રૂટીન…. એમની જગ્યા ભરાઈ જશે… એમની હાજરીની ખોટ વિસરાઈ જશે… એ પોતે પણ ઘરથી નીકળીને કોઈ મંદિર કે કોઈ સંસ્થા કે પછી બાળકોને લઈને બગીચામાં જતાં થઈ જશે… અને થઈ જશે નિવૃત્તિની સહજ સ્વીકૃતિ…

 Courtsey:  http://shabdalay.wordpress.com/2009/02/10/%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b5%e0%ab%83%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%bf/

ગુજરાતી બ્લોગર મિત્રો…ચાલો આપણે વીડીયો સંમેલન થી મળીયે-વિશાલ મોણપરા

February 18, 2009 vijayshah 3 comments

einstein-karikatur_5575

૨૦૦૬માં જે તકનીકી સાધનો હતા તે સાધનો સાથે આપણે કેટલાક મિત્રોએ ચેટ કરી હતી અને વિચારોનું આદાન પ્રદાન કર્યુ હતુ. છેલ્લા બે વર્ષમાં તકનીકી વિકાસ ઘણો થયો અને બ્લોગર મિત્રોની પણ સંખ્યા વધી. તો ચાલો આપણે વીડીયો સંમેલન થી મળીયે

જરુરીયાત હશે યાહુ ઇ મેલ આઈ ડી, વેબ કેમેરો અને ફોન.

એક મેક ની ઓળખાણ ઉપરાંત આપના વિચારો અગત્યની બાબત છે નવા બ્લોગર શું કરે છે તે જાણીયે અને જુના બ્લોગરો જે જાણે છે તે જણાવે. ટુંકમાં આજના ગુજરાતી બ્લોગ જગતને વધુ સમૃધ્ધ બનાવવા વાતો કરીયે…બ્લોગરો માટે સારુ શું? નરસુ શું? તે જણાવવાની જુની વાતો જરુર હશે તો કરશુ..પણ મુળે તો એક મેકની ઓળખાણ અને વાતોચીતો કરીયે એક મેક સાથે …અમારી વાતોમાં રસ પડે તો જણાવશો અથવા તમારી વાતોમાં સૌને સમાવશો… Read more…

શબ્દ સ્પર્ધાને રસપ્રદ બનાવીયે-(૧)

February 14, 2009 vijayshah 7 comments

એકાક્ષરી શબ્દો

બારાખડી જોઇએ તો મલશે બધાજ એકાક્ષરી શબ્દો

અ      ઔ  ઇ  ઈ  ઉ  ઊ અં અઃ

ક  કા  કે  કૈ  કો  કૌ  કિ  કી  કુ  કૂ  કં  કઃ 

ખ  ખા  ખે  ખૈ  ખો  ખૌ  ખિ  ખી  ખુ ખૂ  ખં  ખઃ

ગ  ગા  ગે  ગૈ  ગો  ગૌ  ગિ  ગી  ગુ  ગૂ  ગં  ગઃ Read more…

મ્રુત્યુ અને તેનો ભય

February 13, 2009 vijayshah Leave a comment

 
જિંદગી જીવવા માટે જન્મ થી જ રસ્તો બતાડનારા મળે છે. પહેલા માબાપ પછી નિશાળ પછી મિત્રો પછી પત્ની પછી પુત્રો અને પછી પૌત્રો..પણ મૃત્યુ કેમ પામવુ તે શીખવાડનાર કોઇ જ હોતો નથી અને તેથી મોટી ઉંમરે મૃત્યુનો ભય બહુ જ લાગે તે સાવ સ્વાભાવીક છે. જગ વિખ્યાત કવિયત્રી પન્નlબેન નાયકે આ અનુભવ તેમના અછંદાસ કાવ્યમાં આ રીતે મુકે છે .
હવે મને
કશું વાગતું નથી
ત્વચા ઉઝરડાતી નથી
લોહી ટપકતું નથી
કોરી ખાતી વેદનાની ચીસ પડતી નથી
ને આંખમાં ઝળઝળિયાં આવતાં નથી
જગત સાથે કરેલા
આ સમાધાનને પરિણામે
કૂખમાંથી નથી જન્મતાં
ચિત્કાર કરતાં કાવ્યો

કવિયત્રી કે લેખીકાને જ્યારે કાવ્યો જન્મતા બંધ થાયે તેવી વેદના થાય તે મૃત્યુ થી કોઇ પણ રીતે કમ નથી..તેમની અનુભુતિ જ તો શ્વાસોચ્છશ્વાસ છે તે બંધ થાય એટલે..મૃત્યુનો એક વરવો અહેસાસ માત્ર્…પણ અહી આ કાવ્યનો ઉલ્લેખ મહદ અંશે છેલ્લી ઘડીઓ ગણતા વૃધ્ધોની મનોદશા દર્શાવવા માટે કરું છું. Read more…

ગુજરાતી શબ્દ સ્પર્ધા

February 12, 2009 vijayshah 15 comments

 2008022950320601

જ્હોન એફ કેનેડી એ કહ્યું હતું કે “દેશે તમારા માટે શું કર્યુ તે જોવાને બદલે દેશ માટે તમે શું કરી શકો તેમ છો તે તમે કરો” વાળી વાત ગુજરાતી ભાષાનું શું થશે તેવી ચીંતા કરતા દરેક ગુજરાતીને હું કહેવા માંગુ છું. મારી વાત હું ગુજરાત બહારનાં ગુજરાતી માટે છે તેવું નથી પણ મને ગુજરાતી ભાષાની ચીંતા ગુજરાત બહાર ગયા પછી વધુ થઇ તેથી તે ચીંતા મેં મારા નિબંધ “ગુજરાતી ભાષાનાં ભવિષ્ય”માં રજુ કરી. તે નિબંધનો કેટલોક હિસ્સો તમે વાંચ્યો હશે.

અત્રે એ કહેવુ છે કે જેને ગુજરાતી માટે કંઇક કરવું છે તે સ્વયંભુ કરે જ છે કેટલાક દાખલા આપુ તો તે અત્રે અસ્થાને નહીં હોયે..

૧.”કેસુડા” વેબ સાઈટ નાં કિશોર રાવળ કે જેમની વેબ સાઈટ કે ઇ મેગેઝીને ૧૯૯૭માં મને ઘણી ભાવનગરી ગુજરાતીની મોજ કરાવી છે.

૨. “ઝાઝી “નાં ચીરાગભાઈ નું ગુજરાતીનું અડિખમ આંદોલન મારા ચીત્ત તંત્રને સદા ઝણકારતુ રહેતુ

૩. “રીડ ગુજરાતી”નાં મૃગેશભાઈ શાહને ગુજરાતી ભાષા માટે વપરાતા હીણા શબ્દોનું લાગી આવતા આખો યુવા પેઢી માટે સાહિત્યનો ઓવર ફ્લાય્ ઉભો કર્યો Read more…