Archive

Archive for January, 2009

Other side…E mail Courtsey Dr M J kapadia

January 31, 2009 vijayshah 1 comment

A Father was reading a magazine and his little daughter every now and then distracted him. To keep her busy, he tore one page on which was printed the map of the world. He tore it into pieces and asked her to go to her room and put them together to make the map again. He was sure she would take the whole day to get it done. But the little one came back within minutes with perfect map.

When he asked how she could do it so quickly, she said, ‘Oh. Dad, there is a man’s face on the other side of the paper. I made the face perfect to get the map right.”" she ran outside to play leaving the father surprised.”

Friends, there is always the other side to whatever we experience in this world. This story indirectly teaches a lesson. That is, whenever we come across a challenge or a puzzling situation, we need to look at the other side…We will be surprised to see an easy way to tackle the problem.

Categories: Received E mail

વિધાતા

January 30, 2009 vijayshah 5 comments

 

સ્વામી વિવંકાનંદ કહેતા હતા કે

તમને સહાય કોણ કરશે ? એ પ્રશ્ર્ન ના ઉત્તરની રાહ જોવા વિના તમે પોતેજ કોઈક ને સહાયભુત થાવ.

તમારા માં જે તાકાત છે તે બીજાના માં કયાં છે ?

તમે પોતે જ તમારા વિધાતા છો આગળતો શું કહેવુ.

દારિદ્રય નો ભાવ જન્મી ગયો છે તેથી નિષ્ફળ થવાના ભયથી તમે કોઈ ની હુંફ તથા સહાય શોધો છો.

પરંતુ એ દારિદ્રય ને ખંખેરી નાખવાની શક્તિ તમારા માં છે.

અને તમે ધારો તો જ તે શક્તિ જાગવાની છે.

તમે અજ્ઞાનતા થી એમ માની લીધુ છે કે તમે પ્રાર્થના કરો છો અને તે પ્રાર્થના નો જવાબ તમને કોઈક રસ્તા આપશે…

પણ ખરેખર તો તમારી પ્રાર્થના નો જવાબ તમે જાણશો ત્યારે તમને તમારી અજ્ઞાનતા પર હસવુ આવશે.

 

માટે જ તમે જો માનતા હો કે તમે આ કાર્ય કરી શકશો. તમારા સિવાય કોઈ પણ તે કાર્ય સંપુર્ણ નહી કરી શકે તેથી ઉઠો. જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

                                                                                        -- વિજય  શાહ

 

 

જડભરત

January 30, 2009 vijayshah Leave a comment

 

રાજા નો એક નોકર પાલખી છોડી ને જતો રહ્યો. બાકી ના ત્રણ નોકરો જડભરત ને પાલખી ઉપાડવા પકડી લાવ્યા.

 

જડભરત જીવહિંસા ન થાય તેનું ધ્યાન રાખી વારે ઘડીયે ઉંચા નીચા થતા તેથી પાલખી સરખી ચાલતી નહીં. રાજા ને આને કારણે તકલીફ થતી તેથી બોલ્યો આ કોણ મરેલો મરેલો ચાલે છે ?

 

જડભરત નો જવાબ હતો કે “જે માણસનો ભાર ચાર જણ ખભાપર ઉંચકી ને જતા હોય તે માણસ મરેલો કહેવાય…. સ્મશાન માં જતી ઠાઠડી નો ભાર ચાર જણ વચ્ચે જેમ વહંચાય તેમ… તેથી હે રાજન મરેલો કોણ છે. તે તો જાહેર છે. વળી હું તો આજ રીતે ચાલીશ કારણ કે મારા પગ નીચે કીડી મંકોડા ચગડાઈ ને મરે તે મને મંજુર નથી કારણ કે હું કોઈ જીવને જીવાડી શકતો નથી તો પછી મને મારવાનો પણ કોઈ અધિકાર નથી. થોડોક શ્વાસ ખાઈ ને જડભરતજી એ કહેવા નું ચાલુ રાખ્યું કે રાજન્ કયો માણસ મરેલો કહેવાય તેની તમને ખબર નથી પણ મને છે. જે માણસ બીજા ની કમાણી નું ખાય…. જે પોતાના જીવન માટે બીજાની પાસે મહેનત કરાવે તથા જે અન્ય નું શોષણ કરી પોતાનો નિર્વાહ કરે તે માણસ મરેલો કહેવાય. હું તેમાનુ કશુ કરતો નથી તેથી તમે જાતે નક્કી કરો કે કોણ શું છે ?

 

રાજા એ જડભરત ના વાક્યો પર વિચાર કરી ને પાલખી રોકી તેમને પગે પડ્યો, અને સ્વાશ્રયી અને પરગજુ જીવનાની પ્રતિજ્ઞા લીધી.

-          વિજય શાહ

કૈકેયી અને મંથરા

January 30, 2009 vijayshah Leave a comment

 

કૈકેયી અને મંથરા દ્વારા આચરાયેલા કાર્ય થી તેઓ સમગ્ર અયોધ્યા માં નિંદનીય બની ગયા હતા પરંતુ આ કાર્ય કરાવનાર તો હતા સરસ્વતી દંવી.

રાક્ષસો અને તેમના આશ્રિતો, સમાજ ના સજ્જનો ને શાંતિ થી ધર્મધ્યાન કરવા દેતા ન હોંતા. ઋષિમુનીઓ ની યજ્ઞ પ્રવૃત્તિ અને હોમ હવનમાં વિષ્ટા, હાડકા વિ. નાખી હેરાન કરતા હતા.

 

આ ત્રાસની મુક્તિ માટે દેવો નું એક મંડળ એકઠુ થયુ ચર્ચા વિચારણા ને અંતે સર્વમાન્ય રીતે એવુ સ્વિકારાયુ કે રામ સુખ અને દુખ ના દ્વંદ્વ માં સપડાનાર સામાન્ય માનવી નથી પરંતુ તે તો લોક હિત અર્થે રાજય કારભાર ને ત્યજી આ અનિષ્ટો ના નાશ અર્થે અવતરેલા દૈવી અવતાર છે. આ કાર્ય કરવા તે સમર્થ છે તેથી તેમને લોક હિતાર્થે વનવાસ મળે તેવુ કોઈ કાર્ય પ્રયોજવાનું નક્કિ થયુ. કાર્ય અને તેના પાછળ ની ઉચ્ચ ભાવના નો મર્મ સમજવાથી વરદાન માગતી કૈકેયી ની જીભે સરસ્વતિ દેવીએ વાસ કરી રામ ને વનવાસ અપાવ્યો.

 

નમાં વિચરતા વિવિધ મુનીઓ ના દર્શન અને જ્ઞાન થી રામ શસ્ત્ર વિઘા માં નિપુણ થયા…. અને આખુ રામાયણ રચાયું. આમ કેટલાક કાર્યો જે શરુઆતમાં આ પતિજનક હોય છે જે લાંબાગાળે ઉપકારી થતા જ હોય છે.

-          વિજય શાહ

ભૂલો માંથી શિખીયે

January 30, 2009 vijayshah Leave a comment
 

 

તમને નિરાશા, નિષ્ફળતા મળી છે તો….  

અથર્વવેદ કહે છે જે સ્થિતિમાં તમે છો તેનાથી ઉપર ઉઠવા પ્રયત્ન કરો.

રોવાનું નહીં, પશ્વાતાપ નો અગ્ની મન માં ઠારી ને, ભુતકાળ માં કરેલી ભુલોનું પુનરાવર્તન નહીં કરવાનું નક્કી કરી ઉપર ઉઠ.

સુખ સાથે દુઃખ જેમ એક સિક્કા ની બે બાજુ છે તેજ રીતે આજે નિષ્ફળતા છે તો કાલે સફળતા મળવવાની જ છે.

સંસાર ના દુઃખો થી ડર્યા વિના પ્રયત્નશીલ રહેજે.

 ઉગતા સૂર્ય ની પ્રગતિની જેમ ઉત્તરોતર આગળ વધ. પ્રભુ તારી સાથે છે.

 

રામકૃષ્મ પરમ હંસ કહે છે સંસાર ના કાર્યો કરતા એક હાથ પ્રભુ ચરણે રાખી બીજા હાથે સંસારીક કાર્યો પતાવવા અને જેવા તે કાર્યો પતી જાય કે તરત બીજે હાથ પણ પ્રભુચરણે ધરી દેવો… પરંતુ આપણને નિષ્ફળતા મળી કારણ કે આપણે ઉંધુ કર્યું છે. ભગવાન ના ચરણે હાથ એકાદ બે ઘડી રાખ્યો અને સંસારીક કાર્યો માં રત રહ્યા છે.

 

ચાલો આપણી ભૂલ સુધારી લઈએ… જે બન્યુ છે તે આપણી ભૂલથી બન્યુ છે…

હવે ફરીથી આ ભૂલ નકરીયે એમ વિચારીને ભુતકાળ ને ભુલાવી આજ ના વર્તમાન ને સુધારવા કટીબધ્ધ બનીયે.

આજ સારી તો આવતી કાલ સફળતા લાવનારી અને સુખકારી બનવાની છે તે નિર્વિવાદ છે.

-          વિજય શાહ

 

 

 

 

તેનું નામ જ સુખ છે.

January 30, 2009 vijayshah Leave a comment

 

એક સુખની શોધમા મથતો માનવ એ સુખ પ્રાપ્ત કર્યા પછી ભોગવવાની ક્ષણે તેને ભોગવવાને બદલે બીજા સુખની કામના કરતો થઈ જઈ ને તે દિશામાં સક્રિય થઈ જાય છે.

 

બેરોજગાર ને રોજગારી ની ઝંખના હોય છે. રોજગારી મળતા જ વધુ પગાર ની ઝંખાના વધુ પગાર મળતા પોષ્ટ કે સ્ટેટસ્ ની ઝંખના….

 

આમ…. એક સુખ પછી બીજુ સુખ પછી ત્રીજુ સુખ…… આ દરેક સુખો પાછળ નું મૂળ ઈચ્છાઓ હોય છે. આ ઈચ્છાઓ સુખના મૂળમાં બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ બની જન્મ્યા કરતી હોય છે.

 

તો પ્રશ્ર્ન થશે કે ઈચ્છા ન કરવી ? ઈચ્છા તમે કરશો કે નહીં કરો…. જીવન જીવવાનું છે તેમા થનારા હાની લાભો થવાના છે… પરંતુ એ જીવવાની પધ્ધતિ માં ઈચ્છા નો રંગ મીલાવી દેતા સુખ અને દુઃખ જન્મે છે. ઈચ્છા પ્રમાણે લાભ થાય તો સુખ લાગે અને ન થાય તો દુઃખ થાય…કહે છે ને સુખમ્ ચ દુખચ્ એવ મનસ્થ કારણમ્

 

સુખ આપણા મનની આશક્તિઓ માં છે. તેમાંથી મુક્ત થઈને સાશ્વત સુખ મેળવવુ હોય તો મનની આશક્તિઓ માંથી મુક્તિ નો ઉપાય શોધવો તેનું નામ જ સુખ છે.

-          વિજય શાહ

જીવનમાં સફળ થવુ છે ?

January 30, 2009 vijayshah 1 comment

આ પ્રશ્ર્ન નો જવાબ આપવો આમ તો સરળ અને સહેલો છે. કારણ કે સફળ થવુ કોને ન ગમે ?

આપણે ખરેખર શું થવુ છે તેનો અભિગમ સ્પષ્ટ હોય તેઓ ના જીવન માં સફળતા નિશ્ચીંત રીતે આવે છે જ. કારણ કે તેમના અભિગમ ને પાછા પાડતી ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતા તેઓ ખરેખર શું ઈચ્છે છે તે બાબતે સ્પષ્ટ હોવા ને કારણે કદી અવઢવ માં આવતા નથી.

એકલવ્ય ને ધનુર્વિઘા શીખવી હતી. ગુરુ દ્રોણાચાર્ય ની ના છતા તેમની મુર્તિ ને ગુરુપદે સ્થાપી ને ધનુર્વિઘા માં સતત રીતે પ્રયત્નશીલ રહેવા ને કારણે તે સફળ થયો જ… અને ત્યાં સુધી કે એક વખત ગુરુ દ્રોણ ને એકલવ્ય અર્જુન કરતા શ્રેષ્ઠ બાણાવાળી બની ગયો છે તેની પ્રતિતિ થઈ જતા અજુગતી ગુરુદક્ષિણા અંગુઠો માંગી લીધો….

 

સફળતા વિશે શંકા સેવ્યા વિના કોઈપણ નવુ કાર્ય હિંમતથી શરુ કરનાર અને તેમા છેલ્લા શ્ર્વાસ સુધી ના પ્રયત્નો કરનાર ને સફળતા મળે જ છે સફળ થવુ છે ? ચોક્કસ દિશા નક્કી કરી ઝંપલાવો અને સફળતા ના પ્રાપ્ત થાય ત્યાં સુધી મથતા રહો. સફળતા ની મજાલ નથી કે તે ના મળે.

-          વિજય શાહ

 

 

આ દિવસ પણ જશે

January 29, 2009 vijayshah Leave a comment

 

 

 

 

 

 

 

 

 

 

કાર માં એક ગર્ભ શ્રીમંત શેઠ અને તેના મુનીમ જઈ રહ્યા હતા. કાર જે ટ્રક ને ઓવરટેક કરવા જતી હતી તે ટ્રક ની પાછળ લખ્યુ હતું કે આ દિવસ પણ જશે….

 

મુનિમ બચરવાળ હતો…. નાના નાના પાંચ અને પોતેલ એમ સાત જીવો ને શેઠ ની નોકરી માંથી પોષતો હતો ઘણી નાણાકીય તકલિફો માંથી તે પસાર થતો હતો. એની નજર ને આ વાક્ય જચી ગયું… તે મનમાં બબડ્યો… આ દુખના દિવસ પણ જશે….

 

તેજ વખતે ટ્રક પાછળનું આ વાક્ય ગર્ભ શ્રીમંત શેઠે પણ વાંચ્યું….

ધંધાની મંદી તેજી, પૈસા નું રોકાણ યોગ્ય જગ્યા એ કરતા છતા મનમાં સતત ધાસ્તી રહેતી આ ડુબી જશે…. તો…. આ દોમ દોમ સાહ્યલી… જતી રહશે તો….

 

 

પણે સુખમાં અને દુખમાં જયાં પણ હોઈએ ત્યાં યાદ રાખવા જેવુ આ વાક્ય છે. દરેક દિવસો જતા જ હોય છે…. તેનો હરખ ન હોય કે શોક ન હોય……..

-          વિજય શાહ

આત્મનિરિક્ષણ

January 28, 2009 vijayshah 1 comment

 

 

1954 ની સાલમાં  કોમેટ નામના અતિ ઝડપી વિમાનો અવકાશ માં ઉડતા થયા. શ્રેષ્ઠ ધાતુ નું બનેલુ વિમાન એક વર્ષ સુધી નો સારી રીતે ચાલ્યુ પછી કોઈક અકળ કારણોસર હવા માં બે વિમાનો વચ્ચે થી ફાટીને તુટી પડ્યા, કોઈ બચ્યું નહીં.

 

વિમાન ની આવા અકસ્માતો દરમ્યાન ખાસ રખાતી સીલબંધ પેટી ના નિદાનો માં વાંક પાયલોટ નો યંત્ર નો કે કોઈ વાતાવરણ નો ન દેખાયો. યોગ્ય રીતે ચાલતુ વિમાન કોઈ નું પણ ધ્યાન દોર્યો સિવાય અચાનક જ તુટી પડ્યુ હતુ. તુટેલા વિમાન નું બારીકીથી અવલોકન કરતા નાની તડ બંને વિમાન માં મળી આવી. આ તડ હવાના ઘટતા દબાણને કારણે પડી હોવાનું શોધાયા બાદ આજ ના જેટ વિમાનો નો યુગ શરુ થયો.

 

આપણે પણ આપણી આવી પેટી નું તથા જીવન માં પડતી તડો નું બારિકાઈ થી નિરિક્ષમ કરવુ જોઈએ, શક્ય છે જીવન ની કોઈક બારીક ઘટના આવા આત્મ નિરિક્ષણ થી ઘાતક તડો શોધી કાઢે અને દુર કરીને આપણે આપણા ઉડ્ડયનો સંપૂર્ણ સુરક્ષીત કરી પણ્ નાખીયે

-          વિજય શાહ

અંગાર

January 26, 2009 vijayshah Leave a comment

 

 

 

 

 

 

 

 

 

 

ફાયર બ્રીગેડ ની તાલિમ ના વર્ગ ચાલતા હતા. ઈન્સ્ટ્રકટર કહી રહ્યા હતા કે આગ ત્રણ પરિબળો ભેગા થાય તો જ લાગે. એક જવલનશીલ પદાર્થ પ્રાણ વાયુ અને અંગાર, આગ લાગી હોય તો ત્રણ માંથી એક પરિબળ દુર કરો એટલે તે સ્વંયભુ શમે. પ્રાણવાયુ દુર કરવા કેમીકલસ પાવડર કે ઉન ના ધાબળા થી આગ ને ઢાંકી દો. અંગાર દુર કરવા પાણીનો મારો કરો અથવા આગની નજદીક માં કોઈક જવલનશીલ પદાર્થ હોય તે દુર કરો.

 

સંસાર ના દવ માં પણ આવુ જ છે. ઈચ્છાઓ, જરુરિયાતો અને અહમ્ આ ત્રણ વસ્તુઓ ભેગી થાય એટલે દવ લાગે જ….. અહમ્ દુર થાય તો દવ ઠરે ઈચ્છાઓ નું શમન થાય તો પણ દાહ ઘટે અને જરુરીયાતો ઘટે તો પણ તાપ ઘટે.

 

સાધુ સંન્યાસીઓ અને સંસાર છોડનારા મહાવીર, ઈસુખ્રીસ્ત, ગાંધીજી અને વિનોબા ભાવે જેવા નિસ્પૃહી આત્માઓ એ આ વસ્તુ નું માર્ગદર્શન સદા આપ્યુ છે.

 

પરંતુ આ માર્ગદર્શન જેને જચે છે તે સ્વિકારતા નથી.

 સ્વિકારે છે તો પાલન નથી કરી શકતા.અને

જે પાલન કરે છે તેઓ તો આ સંસારમાં રહી નથી શકતા.

-          વિજય શાહ