Archive

Archive for December, 2008

દ્રષ્ટિભેદ

December 31, 2008 vijayshah 3 comments

બુધ્ધ ભગવાન ના આદેશથી એમનો શિષ્ય બુધ્ધ ધર્મ ના પ્રચારાર્થે નીકળ્યો.
રસ્તામાં લોકો એ તેને વાર્યો – કહ્યું “ત્યાંના લોકો નગુણા છે તમને અપમાનીત કરશે, ધૃણીત કરશે.”
શિષ્ય નો જવાબ હતો – “એટલુ જ કરશે ને ? મારશે તો નહીં ને ?”
લોકો એ કહ્યું “મારે પણ ખરા – પથરા મારે”
જવાબ હતો – “પથરા જ મારશે ને ? મારીતો નહીં નાખે ને ?”
લોકોએ કહ્યું “મારી પણ નાખે – કંઈ કહેવાય નહીં. ગુસ્સો આવે અને હાથમાં હથિયાર હોય તો મારી પણ નાખે.”
જવાબ હતો – “ધર્મ ના પ્રચાર માં દેહ છુટે એનાથી રુડી મુક્તિ કંઈ ?”

લોકો બીવડાવતા હતા – પણ શિષ્ય નિડર હતો – દ્રષ્ટિભેદ ફક્ત એટલો હતો કે તે લોકો ની સારી બાજુ જોતો હતો – સારી રીતે પોતાને થતા દુખોને હલકા બનાવી ને જોતો હતો. જયારે તેને વારનારા ડરાવનારા – લોકોની માઠી બાજુ જોતા હતા – દુઃખો ને ભારે બનાવી ને બતાવતા હતા.

જે છે તેને ભારે બતાવીને જોનારો ડરપોક 

 જે છે તેને યોગ્ય રીતે જોનારો વ્યવહારુ

જે છે તેને હલકુ બનાવી જોનારો નીડર.
- વિજય શાહ

ધ્યેય સિધ્ધી

December 31, 2008 vijayshah 4 comments

 

andrew-carnegie.jpg

 

 

એન્ડ્રયુ કાર્નેગી ને એક દિવસ કોઈ વિઘાર્થીએ પુછ્યુ “તમારી સફળતા શાને કારણે છે ?”

જવાબ બહુ સરળ હતો –” હું ગમે તે કારણોથી ગભરાતો નથી. પહેલ કરતા અચકાતો નથી. અને નિષ્ફળતા માંથી નિષ્ફળતા નું કારણ જાણી લઈ ધીમે ધીમે સફળતા તરફ જવાનું ધ્યેય સિધ્ધ કરી લઉં છું.”

 

આપણા માં ઘણા લોકો આ વાત સમજે છે. પણ અપનાવતા નથી. તેઓ ને નિષ્ફળતા, ગરીબી, પ્રેમ સંપાદન ગુમાવવાનો, રોગનો તથા મૃત્યુ નો ડર હોય છે. અને તેથી કોઈ પણ કાર્ય કરતા પહેલા હજાર વખત વિચારે છે. અને આમ વધુ વિચારવા માં યોગ્ય સમય ચુકી જાય છે અને નિષ્ફળ થતા… પાછા પડતા જાય છે.

 

સફળતા અને જોખમ વચ્ચે સીધો સબંધ છે જેટલુ જોખમ વધુ તેટલી સફળતા વધુ અને જેટલુ જોખમ ઓછુ તેટલી સફળતા ઓછી કેટલોક બુધ્ધિજીવી વર્ગ જોખમ લીધા વિના જ સફળ થવા મથે છે બીજા ના પૈસે માલદાર થવાનાં સ્વપ્નો જુએ  છે.

તેઓ એન્ડ્રયુ કાર્નેગી ની જેમ જોખમને આપનાવતા  નથી.

 

સફળતા હંમેશા જોખમ ખેડનાર ને સાથ દે છે

પ્રારબ્ધ પણ પુરુષાર્થ ની સાથે સાથે ચાલે છે.

-          વિજય શાહ

દાબડા…

December 30, 2008 vijayshah 2 comments

 

 

 

ગાંગા તૈલી નાં બળદો આખો દિવસ ફરે. એમની  આંખ આગળ દાબડા બાંધ્યા છે. તેથી કેટલુ અને કેવી રીતે ચાલે છે. તે ખબર નથી પડતી પણ ચાલ્યા કરે છે અને સાંજ પડે થાકીને ઠુસ થઈ જાય છે.

 

એક દિવસ ગાંગો તૈલી બહાર ગયો છે. અને કોલુ પર એનો દિકરો બેઠો. અનુભવ નહીં એટલે આંખ આગળ ના ડાબલા પહેરાવવાનું ભુલી ગયો… અને બળદ ને ડચકારવા માંડ્યો…. પણ આ શુ….? રોજ સીધે સીધી રીતે ચાલતા બળદ ગોળ ગોળ પાંચ ચક્કર ફર્યા પછી તમ્મર ખાઈ ગયા…કામ અટકી ગયુ… બળદો પણ વિફરી બેઠા, સાંજે ગાંગો તૈલી આવ્યો અને હકીકત જાણી અને બોલ્યો બેટા દાબડા નાખવા નું ભુલી જઈશ તો આવુ જ થશે.

 

આપણે પણ આવા દાબડા પહેર્યા છે ને? તેથી તો કોલુ ના બળદ ની જેમ ભટકાવી ને લખ ચોરાશી ફેરામાં ફર્યા કરીયે છે. એ દાબડા હટે તો આપણને સમજાય ને કે આપણે કયાં છીયે ?

-          વિજય શાહ

જ્ઞાનનો પ્રકાશ

December 29, 2008 vijayshah 2 comments

 

તુલસીદાસ તેના સંસારી જીવનમાં એની પત્ની માટે ખુબજ તીવ્ર રાગ હતો. તેથી એનો ક્ષણભર વિયોગ તે મહી શકતા નહીં.

એક વખત એમની જાણ બહાર એમના પત્ની પિયર ગયા. સાંજે નદીમાં પુર આવતા સમયસર પાછુ ના વળાયુ. ત્યારે બેચેન તુલસીદાસ  રાત ના ઘોર અંધકાર માં નદી કાંઠે આવીને નદીના વધતા વહેણ ને જોઈ આમતેમ આંટા માર્યા ત્યાં સામેથી આવતા એક ઢીમચા ને જોઈ મર્માળુ હસ્યા…. જો મારે માટે નાવ મોકલી છે. તે ઢીમચા પર ચઢીને સામે પાર જતા રહ્યા…. ઘરમાં અંધકાર માં દાખલ કેવી રીતે થવુ… તો પાછલા બારણે નીચે લટકતુ એક દોરડુ જોઈ એને પકડી ને ઉપર ચઢી ગયા. 

એમના પત્ની ને બહુ જ નવાઈ લાગી આવી અંધારી ઘનઘોર રાત ના કેવી રીતે આવ્યા જવાબ બહુ જ સુંદર હતો તમે તો નાવ મોકલી હતી. પાછળ દોરડુ ટીંગાળ્યુ હતુ, તેથી તેના સહારે. 

ફાનસ લઈ ને દોરડા ને જોયુ તો મસ મોટો અજગર …. અને નાવ હતી  કોઈક ની લાશ…. 

 

મોહમાં આવુ ઘણુ બધુ થતુ હોય છે જયાં જ્ઞાનનો પ્રકાશ રેલાય ત્યાં સમજાય કે જે છે તે નથી અને જે નથી તે છે.

-          વિજય શાહ

Accupressure

December 29, 2008 vijayshah Leave a comment

સુટેવ કે કુટેવ

December 27, 2008 vijayshah Leave a comment

zdq6wmca02ijdmcanfuvfncavn5b1rcautqh3hcanrcqyncag3pznjca4ji40scaq8nlkqca7izfpfcawxiifkcaak2rgqcajoysffcaglf6kacao9k2uuca3yh42eca6emt5lcasaypb4cadkis1vcak96x5n

 

એક દિવસ એક ભાઈ સંત પાસે ગયા. વ્યથિત હૈયે પોતાને પડેલ કુટેવો અને વ્યસનો ની વાતો કરી. એનાથી થતા નુકશાનો નો પણ તેમને પેટભરી ને અનુભવો થયા છતા એમ ન કરુ ત્યાં સુધી મને ચેન નથી પડતુ. મને માથુ દુખે વિચારો વિચિત્ર આવે સાચા નિર્ણયો ન લેવાય તબિયત બગડે છે જેવી પોકળ દલીલો કરી અને છેલ્લે કહ્યું મારે આ કુટેવો છોડવી છે. અને સારી ટેવો પાડવી છે. મારે શું કરવું ?

 

સંતે તેમને બીજે દિવસે આવવા કહ્યું. એક થાંભલા ને પકડી ને બોલતા હતા… “અરે !  કોઈ મને છોડાવો આ થાંભલો મને છોડતો નથી… થાંભલો મને છોડતો નથી…”

 

પેલા ભાઈ એ ક્હ્યુ અરે સંતજી થાંભલા તમને નથી પકડ્યાં, તમે થાંભલાને પકડ્યો છે તમે તેને છોડી દો એટલે છુટી જશે.”

સંતે કહ્યું “પણ ! મારાથી છુટતો નથી. અને એ છોડી દઉં તો વિચિત્ર વિચારો આવે છે….સાચા નિર્ણયો ન લેવાય તબિયત બગડે છે”

…. અને પેલા ભાઈ સમજી ગયા કે સારી ટેવો પાડવી કે કુટેવો છોડવી એ આપણા હાથમાં છે.

-          વિજય શાહ

Its a reality- Email by VM Bhonde

December 27, 2008 vijayshah Leave a comment

Whenever you find the key to success, someone changes the lock.
_____

To Err is human, but to forgive is not a COMPANY policy.
_____

The road to success??.. Is always under construction.
_____

Alcohol doesn’t solve any problems, but if you think again, neither does Milk.
_____

In order to get a Loan, you first need to prove that you have ability to repay back.
_____

All the desirable things in life are either illegal, expensive or fattening. Read more…

Categories: email

નિયંતા..

December 26, 2008 vijayshah 1 comment

 

નાની ગ્રીવા જીદે ચઢી. મા હજી દુધ આપ, હજી દુધ આપ

. મા એ સમજાવ્યુ બેટા ! તારા કપમાં સમાય તેટલુ દુધ તો મેં તને આપ્યુ છે. હવે તુ વધુ દુધ ના માંગ, નહીં તો ઢોળાઈ જશે.

 

લોભમાં અને જીદમાં આવેલી ગ્રીવા સમજે તો ને ? મા એ દુધ ના આપ્યુ તો જાતે લીધુ અને મા એ કહ્યું હતુ તેમજ તે ઢોળાઈ ગયુ, ઢોળાયા પછી રડવા બેઠી. મા… મારુ દુધ ઢોળાઈ ગયુ,”

 મા એ કહ્યું મેં તને કહ્યું હતુ ને કે કપમાં વધુ લેવા જઈશ તો ઢોળાઈ જશે.

ગ્રીવા કહે પણ કેમ ?”

 

આ કેમ ? પ્રશ્ર્ન આપણે સંપતિ ધન અને ઐશ્વર્ય ને મેળવવા મથતા આપણી જાત ને પુછતા જ નથી. પરંતુ એ ઢોળાઈ જતા અફસોસ જરુર કરીયે છીએ, પણ નિયંતા ના નિયમો અફર છે.

 

 જેટલુ સુખ અને જેટલુ દુખ એણે કર્મ ના નિયમો ને આધીન રહી ને નક્કી કરેલુ છે તેટલુ જ મળવાનું છે. તેનાથી એક પાઈ ઓછુ નહીં અને એક ક્ષણ વધારે નહીં. તેથી નિયંતા ને મા સમજી તે કહે તેમ ચાલીયે તો દુઃખ કયાંથી રહે ?

                                                                                - વિજય શાહ

Happy Holidays

December 25, 2008 vijayshah 3 comments

 

 

 

મિત્રો

૨૦૦૮નું વર્ષ પુરુ થશે..

આપનો આભાર-

નાતાલ મુબારક અને નવા વર્ષ ૨૦૦૯ માટે શુભેચ્છાઓ

સાથે સાથે વિતેલા વર્ષનુ સરવૈયુ…

૧. વેબ કાવ્ય સંગ્રહ “તમે અને મારું મન” પ્રસિધ્ધ કરતા આનંદ અનુભવુ છું

૨. વેબ લઘુકથા સંગ્રહ “ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ” પ્રસિધ્ધ કરતા આનંદ અનુભવુ છું

૩. વેબ નવલકથા પૂ. મોટાભાઈ પ્રસિધ્ધ થઇ અને તેનુ નાટ્ય રુપાંતર ભજવાયુ.

અન્ય ચાલુ કાર્ય

૪. વેબ ચિંતન લેખોનો સંપુટ અંતરનાં ઓજસ

આપ સૌ વાચક મિત્રો અને સ્નેહીજનોનો બહુ બહુ આભાર. મને આશા છે કે આપની આ ગમતી પ્રવૃત્તિ તમે તમારા મિત્રોમાં પણ વહેંચશો. વાંચનની સવલતનો એક બીજો ટુંકો રસ્તો છે કેટેગરી બટન નો ઉપયોગ.

હું ગુજરાતી સાહિત્ય સરિતાનાં(www.gujaratisahityasarita.org) બ્લોગ ઉપરાંત

વિજયનું ચિંતન જગ(www.vijayshah.wordpress.com)

ગદ્યસર્જન સહિયારુ (www.gadyasarjan.wordpress.com ) અને

નિવૃત્તિમાં પ્રવૃત્તિ (www.gsshouston.wordpress.com) ઉપર પણ લખુ છુ.

આપની મુલાકાત અને કિંમતી અભિપ્રાયો ની અપેક્ષા સહ વિરમુ

વિજય શાહ

Categories: માહિતી

જાતે જ નીકળાશે…

December 24, 2008 vijayshah 1 comment

 

સમુદ્ર ઘુઘવે છે…. કાળા કાળા… ઉંચા ઉંચા મોજા ચારે તરફ ઉછળે છે. મઝધાર માં ફસાયેલ નાવિક ઘડીમાં ઉપર તો ઘડીમાં નીચે જાય છે. રાત ના અંધકાર માં કશુ દેખાતુ નથી છતા વમળ માંથી નાવ ને બહાર કાઢવા મથી રહ્યો છે હલેસા મારી મારી ને પોતાની નાવ ને ખરાબામાંથી બહાર કાઢીને ઝંપે છે.

એજ રીતે મોહના વિકરાળ સમુદ્રમાંથી આપણે આપણી જાતેજ બહાર નીકળી શકીયે તેમ છીયે કોઇ આપણ ને બહાર કાઢશે તેવી આશા રાખનાર ડુબ્યોજ સમજજો…

પણ કરુણતા તો એ વાતની છે કે અજ્ઞાન નું પળ એટલુ તો તીવ્ર છે કે મોહ નો સમુદ્ર કે જેમાં પડ્યો તે ડુબશે એવુ જાણનાર મન મોહ નાં સમુદ્ર ને સુખનો સમુદ્ર માની બેસી મારા‘, મારુઅને હુંજેવા પથ્થરો ને ગળે લગાડી વધુ ને વધુ ડુબતો જાય છે.

 

મારા મારુઅને હુંજયારે એના નહીં હોય ત્યારે જે પછડાટ કે ગુંગળાટ નો અનુભવ થશે તે ખરેખર અસહ્ય હશે.

તેથી જ જાતે તૈયાર થાવ કે જે મારુ છે તે મારુ નથી. જે મારુ આજે છે તે કાલે મારુ ન રહેતા અન્યનું થનાર છે..અંત સમયે સઘળુ  મિથ્યા છે.

-          વિજય શાહ