તે જ તો પાનખરનું કામ છે

1 10 2008

Picture courtsey: tahuko.com/?p=605

પાંદડુ તો પીળું હતુ જ, અને ખરી પડ્યું, તેમા પાનખરનો શું વાંક્?
વૃક્ષ ઉભું છે ને કડે ધડે, પડેલાં પાન રડે , તે જ તો પાનખરનું કામ છે.

કુદરતનો તે છે વહેવાર, પડેલા પાન સડે, તેમાં પાનખરનો શું વાંક?
જગ્યા કરવી નવ પલ્લવીત કુંપળની તે જ તો પાનખર નું કામ છે.

કૂપળોને કહો ખુલે ખીલે અને પ્રસરે ચોતરફ પાનખર કંઇ નહી કરે
ગુમાવી જો જિંદગીની લીલાશ, ખેરવી નાખવુ પાનખરનું કામ છે.

હાથ ચાલતા બંધ થયા અને આશાનાં દરવાજા બંધ જો જાતે કર્યા
તો શ્વાસ બંધ કરી મૃત્યુ દ્વાર બતાવવું તે જ તો પાનખરનું કામ છે.


Actions

Information

Leave a comment