Archive

Archive for September, 2008

સોહાગણની જેમ

September 30, 2008 vijayshah 6 comments

 

sohagan-ni-jem1

બાને હોસ્પીટલમાં દાખલ કર્યા છે તેવો ફોન તો મોટી એ નાનકા ને કર્યો.

બાનુ મન ચકરાવે ચઢ્યું. ખાસ કંઈ છે નહીં આ તો એના બાપા બહુ અધીરીયા અને કંઈક ફરિયાદ કરો અને ડોક્ટરને ફોન કરીદે.. અલ્યા ડો જનક્ને કહેજો કાકી માંદા છે ઘરે આવી જાય અને જનક એમના ભાઈબંધનો છોકરો એટલે પાછો ફોન આવે કાકા શું થયુ? અને કાકા અહેવાલ તો આપે અને એ અહેવાલ પર જનક નિર્ણય લઈને કહે કાકા સાંજે આવીશ્.

સાંજ પડે મને સારુ થઇ ગયુ હોય છતા જનક કહે તો જ સાચુ..જોકે હવે તેમને પણ મારી કિંમત સમજાય છે અને મને પણ આ મોટી ૬૨ની થઈ એટલે ૬૩ વરસનો  સંગાથ..એટલે એ એવા લાડ કરે તો ગમે.. Read more…

Better to be a Lion in your country – Email Courtsey Dr. M J kapadia

September 27, 2008 vijayshah Leave a comment

In a poor zoo of India , a lion was frustrated as he was offered not more than 1 kg of meat a day.

The lion thought its prayers were answered when one day a Dubai Zoo Manager visited the zoo and requested the zoo management to shift the lion to a Zoo in Dubai

The lion was so happy and started thinking of a central A/c environment, a goat or two every day.

On its first day after arrival, the lion was offered a big bag, sealed very nicely for breakfast. The lion opened it quickly but was shocked to see that it contained few bananas. The lion thought that may be they cared too much for him as they were worried about his stomach as he had recently shifted from India .

The next day the same thing happened. On the third day again the same food bag of bananas was delivered.

The lion was so furious; it stopped the delivery boy and blasted at him, dont you know I am the lion…king of the Jungle…, what’s wrong with your management? What nonsense is this? Why are you delivering bananas to me?’

The delivery boy politely said, ‘Sir, I know you are the king of the jungle… but… you have been brought here on a monkey’s visa!!! ‘
Moral of the Story….

 *Better to be a Lion in your country than a Monkey elsewhere*
Categories: Received Email

જિંદગી અને તમે -E mail Courtsey Bharat Desai

September 26, 2008 vijayshah Leave a comment

 
ભાઈશ્રી/બહેનશ્રી,
હું ભગવાન–
આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધાજ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી.

તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે:
 
[1]જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર– ભગવાનને માટે– એવું અવશ્ય લખવું. એક વખત આબૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે,  હા! મારા સમયે, તમારા સમયે નહીં! Read more…

ગુજરાતી ભાષાનું નવું સરનામું: ડોટ કોમ!(૪) મોના નાયક (ઊર્મી)

September 23, 2008 vijayshah 4 comments

તમને થશે કે બ્લોગ અને બ્લોગીંગ તો ઠીક, પરંતુ ઈંટરનેટ પર ગુજરાતી લખાય શી રીતે ?  તો પ્રકારની માહિતીઓ પણ ખૂબ સહજ રીતે ઉપલબ્ધ છે.  વિશાલ મોણપરાએ અને હિન્દીનીએ બનાવેલા ગુજરાતી ટાઈપ પેડો પર દુનિયાનાં ગમે તે ખૂણે બેસીને તમે આસાનીથી ગુજરાતી લખી શકો છો. પણ કોઈ પણ સોફ્ટવેર ઈંસ્ટોલ કર્યા વગર. અને જો તમારે તમારા કમ્પ્યુટર પર ગુજરાતી લખવાની સુવિધા મૂકી દેવી હોય તો પણ હવે તો ખૂબ સરળ બની ગયું છે. માટે તમને ધવલ શાહનાં લયસ્તરો બ્લોગ ઉપરથી કમ્પ્યુટર પર ગુજરાતી શી રીતે લખશો?’   વિશેની માહિતી ખૂબ સરળતાથી મળી રહેશે.  ઈંટરનેટ પર આટલી સહજ અને સરળ રીતે ગુજરાતી લખી અને વાંચી શકવું સાચુ પૂછો તો યુનીકોડનાં આશિર્વાદ વગર શક્ય ન્હોતુ. યુનીકોડની સુવિધા આજે માઈક્રોસોફ્ટનાં વિંડૉઝ એક્સ-પી તથા એની ઉચ્ચ આવૃત્તિ પર બેરોકટોક ઉપલબ્ધ છે.  અને યુનીકોડ એટલે કે કોઈપણ પ્રકારનું સોફ્ટવેર તમારા કમ્પ્યુટરમાં નાંખ્યા વગર વાંચી શકાતા ફોંટ એટલે કે અક્ષરો.  જેને વાંચવા માટે તમારે કોઈપણ જાતના ફોંટ ડાઉનલોડ કરવાની કોઈ ઝંઝટ નહીં. Read more…

ગુજરાતી ભાષાનું નવું સરનામું: ડોટ કોમ!(3) મોના નાયક (ઊર્મી)

September 23, 2008 vijayshah 1 comment

ગુજરાતી ભાષાનું સરનામું હવે બદલાઈ રહ્યું છે એમ કહું તો જરાયે ખોટું નથી. પુસ્તકના પાનાંઓના ઉંબરા વળોટીને હવે આપણી ભાષા સાચા અર્થમાં ગ્લૉબલ બની રહી છે.  છેલ્લા ચારેક વર્ષથી શરૂ થવા માંડેલી ગુજરાતી ભાષા પ્રત્યેની પ્રવૃતિ આજે ઈંટરનેટ પર બ્લોગરૂપે ખૂબ ફુલીફાલી રહી છે.  માતૃભૂમિથી વિખૂટા પડેલા ગુજરાતીઓને માભોમ, માતૃભાષા અને તળપદા સંસ્કારોથી બાંધી રાખતી  કડી સૌથી મજબૂત સાબિત થઈ રહી છે. લગભગ બે વર્ષ પહેલા મેં ગુજરાતી બ્લોગોનું લિસ્ટ બનાવવાનું ચાલુ કર્યુ હતું,  ત્યારે માંડ 15-20 બ્લોગો હતા.  ત્યારથી આજ સુધીમાં 150થી પણ વધુ ગુજરાતી બ્લોગો મારા લિસ્ટમાં થઈ ગયા છે. અને હવે લિસ્ટને maintain કરવું પણ લગભગ અશક્ય બની ગયું છે એટલા બધા ગુજરાતી બ્લોગ્સ રોજ રોજ ખૂલતા રહે છે. ધ્યાનમાં રાખવા જેવી વાત પણ છે કે નવો બ્લોગ ખોલી નાંખવો માત્ર 5-10 મિનિટનું કામ છે, Read more…

ગુજરાતી ભાષાનું નવું સરનામું: ડોટ કોમ!(૨) મોના નાયક (ઊર્મી)

September 23, 2008 vijayshah Leave a comment

એક દિવસ આખરે મેં પણ મને ગમતી કવિતાઓનો ગુલાલ કરવા માટે પોતાનો બ્લોગ ખોલ્યો અને આમ ગુજરાતી બ્લોગીંગની સફર શરૂ થઈ ગઈ.  નવાઈની વાત છે કે મને પોતાને પણ ખ્યાલ રહ્યો કે જે કંઇક અંદરથી ખૂટતું હોવાનો આભાસ હતો ધીમે ધીમે દૂર થતો ગયો. અંદરથી જે કંઇક ઉઘડવાનું શરૂ થયું હવે ઉઘડતું ગયું અને હજીયે ઘણું ઉઘડે છે. હવે તો લાગે છે કે દેશમાં પણ જે કંઇક ખૂલવાનું બાકી રહી ગયું હશે એવુંયે ઘણું ઉઘડે છે. માતૃભાષાની આટલે દૂર જઈ ફરીથી વધુ નજીક પહોંચી ગયાનું સુખ અને એનાંથી મળતો સંતોષ ખરેખર તો કહેવા જેવી કોઈ વાત નથી, બસ માણવા જેવી છે. આવા ભાવાવેશમાં એકવાર અનાયાસે મેં લખેલું કે-

ભાષા આવીને મને એમ વરી આજે,
ખોવાયેલું મારું કોઈ ઘરેણું હતી જાણે !” Read more…

ગુજરાતી ભાષાનું નવું સરનામું: ડોટ કોમ!(૧) મોના નાયક (ઊર્મી)

September 23, 2008 vijayshah Leave a comment

આજનાં ગુજરાતી યુવાનને ગુજરાતી ભાષા પ્રત્યે કેટલો લગાવ રહ્યો છે ?  વાંચનનો શોખ કેટલો જળવાઈ રહ્યો છે?   સાચું પૂછો તો ગુજરાતમાં પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખતી આજની પેઢી ગુજરાતી કવિતા, નિબંધ, વાર્તા, નવલકથા વગેરે ખરેખર ભૂલતી જાય છે.  ઘરનાં વડીલો સિવાય અઠવાડિક પૂર્તીઓની ધારાવાહિક નવલકથા વાંચવાનો શોખ યુવા પેઢીમાં પહેલાં જેટલો હવે રહ્યો નથી !  એવું લાગે છે કે પુસ્તકો વાંચનારાની સંખ્યાઓ પણ દિવસે દિવસે ઘટતી જાય છે.  એનું કારણ શું હશે વાત સમય પર છોડી દઈએ, પરંતુ આજની પેઢીને ગુજરાતી વાંચતી કરવી હોય અને આપણી માતૃભાષાની નજીક ફરી લાવવી હોય તો આપણે શું કરવું જોઈએ?  શું કરી શકીએ છીએ ?  માતૃભાષાની સ્થિતિ આજે સારી નથી , અને વાત બધા જાણે અને માને છે. Read more…

Here's the site the music

September 23, 2008 vijayshah 1 comment

 

http://www.dishant.com/compilations-albums-index.html

This amazing site has any song you want. May be this will be end of search for songs. This is the best site I ever saw for Indian songs. U name it, it is there.

Categories: email

પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે

September 22, 2008 vijayshah 4 comments

તમે પ્રેમથી ભર્યુ ભર્યુ જીવન દીધું
વસમી વિદાયે તે આંસુઓથી ભર્યુ
કેવી રીતે કહુ કે બા તમે આજે નથી
તો કેવુ એકલુ અટુલુ ને વસમું લાગ્યું
 
બધા છે છતા તમે નથી નો આ ગમ
કેમ વારે વારે આંસુ બનીને સર્યા કરે.
પ્રભુ! તારે દ્વારે ઉભી છે તે મારી બા છે
તેં બોલાવી છે છતા કહું છું ધ્યાન રાખજે
 
મારી બા છે. તારી બા ની જેમ્ જ.. મોંઘી અને વહાલી
તેને બધુ દેજે,  તારી પણ બા ને જેમ દે તેમજ તો..

હું અને તું બન્ને જુગારી ! -દિનેશ ઓ.શાહ

September 21, 2008 vijayshah 2 comments

         
               સૌ કહે તને તારણહાર ને માયા તારી નીરાળી રે
               પ્રેમે કહું ઓ સરજનહાર તું એક મહાન જુગારી રે
 
               નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી તેં ઝેર મીરાના પીધા રે
               દ્રોપદીને સહાય કરી તેં છળથી દાવો જીત્યા રે
 
               દરેક દાવ તું છળથી જીતતો છળ તારી બલિહારી રે
               હું ના જાણું જીવનના દાવો જીતવા કેટલા ભારી રે
 
               તારી રમતનો ભેદ કેવો જીતવા માગે સૌ હારે રે              
               સહેજે જીતતો દાવ હું જ્યાં હાર નિશ્ચિત લાગે રે
 
               પ્રભુજી આપણી રસમો જુદી જે હારે તે અંતે જીતે રે
               હું અને તું બંને જુગારી આજ સામસામા ૨મીએ રે
 

               દિનેશ ઓ.શાહ, ડી ડી યુનિવરસીટી, નડિયાદ, ગુજરાત, ભારત અને
               યુનિવરસીટી ઓફ ફ્લોરીડા, ગેઇન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.

Categories: Received Email