Archive

Archive for June, 2008

એ ઘડી-ભરત દેસાઈ…’સ્પંદન’

June 29, 2008 vijayshah Leave a comment

 ઘડી ને થોભવાનુ   જ તો  કારણ  હતુ

મન ભરી ને દેખવાનુ   જ તો  કારણ  હતુ

 

પૂછશો  ના હાલ  મારા  શું  થયાતા   પછી

છાશ  ને પણ  ફુંકવાનુ  એ જ તો  કારણ  હતુ

 

આમ  તો  ચાલીચઢી ને  એ કદી ના આવતા

તોરણો  ને બાંધવાનુ     જ તો  કારણ હતુ Read more…

Categories: Received Email

USEFUL TIPS- Email courtsey 0 Dr. MJ Kapadia

June 26, 2008 vijayshah Leave a comment

 
Do not drink coffee TWICE a day

Do not take pills with COOL water

Do not have HUGE meals after 5pm

Reduce the amount of TEA you consume

Reduce the amount of OILY food you consume

Drink more WATER in the morning, less at night

Keep your distance from hand phone CHARGERS

Do not use headphones/earphone for LONG period of time

Best sleeping time is from 10pm at night to 6am in the morning

Do not lie down immediately after taking medicine before sleeping

Categories: email

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક

June 25, 2008 vijayshah 1 comment

Mukund Gandhi
શ્રી મુકુંદ ગાંધી- પૂ. મોટાભાઈનાં પાત્રમાં

Artists Performing Pu. Motabhai
સંગીતકાર મનોજ મહેતા, મુકુંદભાઈ અને વર્ષાબેન શાહ પત્ર વાંચનની ક્ષણોમાં

Artists Performing Pu. Motabhai 2

પ્રવક્તા નાં પાત્રમાં વર્ષાબેન શાહ અને સોહમનાં પાત્રમાં શ્રી રસેશ દલાલ

Audience 1
નાટ્યમાં તલ્લીન શ્રોતાગણ..વિજય શાહ, સતીશ પરીખ, નિખિલ મહેતા,ફતેહ અલી ચતુર્ સરયુબેન પરીખ, દેવિકાબેન ધ્રુવ અને પ્રશાંત મુનશા. પાછળની હરોળમાં રીધ્ધીબેન દેસાઈ, દીપાબેન દલાલ અને તેમના બેન તથા કનક બેન શાહ નાટક માણી રહ્યાં છે

Audience 2

નાટ્યમાં તલ્લીન રમઝાનભાઈ વિરાણી, હેમંતભાઈ ગજરાવાલા, સુરેશ બક્ષી, ઉમાબેન નગરશેઠ, નીરા બેન શાહ્ ગીરિશ ભાઈ પંડ્યા, પંકજભાઈ દેસાઈ, પૂર્ણીમાબેન ગજરાવાલા, રસિક મેઘાણી રાજેશ દેસાઈ, ભાવિક અને શ્રધ્ધા શાહ

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક

ગુજરાતી સાહિત્ય સરિતાની જૂન મહીના ની બેઠક તા. ૨૨ જૂન ૨૦૦૮, રવિવારે શ્રી મુકુંદ ગાંધીને ત્યાં બપોરે ૨ વાગે આયોજાઈ. આ બેઠક્નો વિષય હતો “મારા પિતાજી” જે ફાધર ડે ને અનુલક્ષીને હતો. ધારણા હતીકે માતા ઉપર ઘણુ લખાણ છે પણ પિતા ઉપર ઓછુ લખાણ્ હોય છે તેથી આ વિષય થોડો અઘરો થશે પણ તેવુ ન બન્યુ અને ઘણા લખાણો વંચાયા કેલીફોર્નીયાનાં ડો ચંદ્રવદન મિસ્ત્રી થી માંડીને લાભશંકર ઠાકરનાં પુસ્તક “બાપા વિષે” સુધી ની મજલ ફાધર ડે ને જીવંત કરી ગઈ. પ્રવિણાબેન કડકીયા, દેવિકાબેન ધ્રુવ્, હિંમત શાહ, નુરુદ્દિન દરેડિયા, રમઝાન વિરાણી, સતીષ પરીખ, વિજય શાહ અને વર્ષા શાહે પોતાની પિતાજી વિશે કવિતા કહી, ફતેહઅલી ચતુરે વ્યંગાત્મક રીત આજની પેઢીની વાતો તેમની આગવી છ્ટામાં કહી.

આ બેઠક્નું વિશિષ્ટ પાસુ એ હતું કે ગુજરાતી સાહિત્ય સરિતાએ પહેલી વાર સ્વાયત્તતાનો હેતૂ પુર્ણ કર્યો.. સાત વર્ષ પહેલા આ પરિકલ્પના હતી કે સાહિત્ય સરિતા સંપૂર્ણ સ્વાયત્ત બને એટલે કે એવો પ્રોગ્રામ કરે કે જેમાં સંગીત નાટ્ય અને લેખન ત્રણેય કળાઓને વરેલા સભ્યો સર્વે સર્વા હોય્. આવો એક કાર્યક્રમ આજે યોજાયો. સભ્ય વિજય શાહની વેબ પત્રશ્રેણી “પૂ. મૉટાભાઈ” નાટ્ય સ્વરુપે ભજવાઈ તેનું નાટ્ય રુપાંતર અને ભજવનાર હતા શ્રી મુકુંદ ગાંધી, રસેશ દલાલ અને વર્ષા શાહ અને પાર્શ્વ સંગીત આપ્યુ હતુ શ્રી મનોજ મહેતાએ.

“પૂ. મોટાભાઈ” વેબ પત્ર શ્રેણી માતૃભૂમિ છોડીને પરદેશમાં ઠરીઠામ થયેલા આપણા સૌની કહાણી છે. માતાપિતા કુટુંબની છત્ર છાયા છોડીને આપણે આવ્યા. આજે તેઓ ની વૃધ્ધાવસ્થામાં તેઓ દિકરાઓની હૂંફ ઇચ્છે છે ત્યારે દિકરાઓ તેમના સંતાનો ને પણ તેટલીજ આર્તતા થી ચાહે છ તેથી તેઓ ત્યાં જઈ ને રહી નથી શકતા. બે સંસ્કૃતિ, બે પેઢીઓ વચ્ચેનો આ પ્રવાસ, સહવાસ અને સુંદરતાની સાથે જે ખાલીપો બંને પેઢીનાં માબાપો ભોગવે છે તેની શું ફલશ્રુતિ હોઈ શકે તેની વાતો થી આ નાટ્ય પ્રયોગ તેની ભજવણી દરમ્યાન દરેક નાટ્ય વણાંકો પ્રમાણે સભાગૃહનાં સભ્યો ને તન્મય અને એકરુપ કરી શક્યું હતું સૌ શ્રોતા નાટકનાં દરેકે દરેક પત્રોને વધાવતા જતા હતા. દર્દનાં પ્રસંગે અશ્રુધારા પણ જોવા મળતી હતી. શ્રી મુકુંદ અને મંજુબેન ગાંધીનાં ઘરમાં આયોજીત રંગમંચમાં ભારત અને અમેરીકાનાં ધ્વજ જે તે દેશ અને વેશ દર્શાવતા હતા. સવા કલાકનાં આ નાટક દરમ્યાન સભાગૃહનું રંગમંચ પર ભજવાતા નાટક પ્રત્યે માન ઉંચું હતું તે પત્ર પતે અને પડતી તાળીઓનાં ગુંજારવ થી સિધ્ધ થતુ હતુ.

આભાર વીધી કરતી વખતે વિજય શાહે જણાવ્યુ હતું કે આ પ્રયોગ ગુજરાતી સાહિત્ય સરિતાનાં સભ્યોની હુંફ અને માર્ગદર્શન વગર શક્ય ન બન્યુ હોત. આ આખી વાર્તા અને તેનો નાટ્ય પ્રયોગને ગુજરાતી સહિત્ય સરિતાની વેબ સાઈટ http://gujaratisahityasarita.org ઉપર જોવા મળશે.

-ફતેહ અલી ચતુર
ફોટો સૌજન્ય: સતીશ પરીખ

The New, New Alphabet

June 21, 2008 vijayshah 1 comment

 
The New, New Alphabet

 

A is for apple, and B is for boat,
That used to be right, but now it won’t float!
Age before beauty is what we once said,
But let’s be a bit more realistic instead.

Now…The Alphabet A

A’s for arthritis;
B’s the bad back,
C’s the chest pains, perhaps car-d-iac?

 

D is for dental decay and decline,
E is for eyesight, can’t read that top line!
F is for fissures and fluid retention,
G is for gas which I’d rather not mention.

 
H is high blood pressure – I’d rather it low;
I is for incisions with scars you can show.
J is for joints, out of socket, won’t mend,
K is for knees that crack when they bend.
L is for libido, what happened to sex?
M is for memory, I forget what comes next.
N is neuralgia, in nerves way down low;
O is for osteo, the bones that don’t grow!

 
P is for prescriptions, I have quite a few. Just give me a pill, and I’ll be good as new!
Q is for queasy, is it fatal or flu?
R is for reflux, one meal turns to two.

 
S is for sleepless nights, counting my fears,
T is for Tinnitus; there’s bells in my ears!
U is for urinary; big troubles with flow;
V is for vertigo, that’s ‘dizzy,’ you know.

*A

W is for worry, NOW what’s going ’round?
X is for X ray, and what might be found.
Y is another year I’m left here behind,
Z is for zest that I still have — in my mind.

 

I’ve survived all the symptoms, my body’s deployed,
And I am keeping twenty-six doctors fully employed!!!

E mail Courtsey: Vijay Dharia

Categories: email

નવી ક્ષીતિજો

June 21, 2008 vijayshah 1 comment

cry.jpg

આ કોઈ હાર નથી, જો માને તો આ વહાલ છે સખી!
પંખી માળામાંથી જાય્, તે તો જગ વ્યવહાર છે સખી!

જનમ્યું તે જાય, એ વાત સાચી સંસારની છે સખી!
રડ નહીં આતો, બધી રોજની ઘટમાળ છે સખી!

કાલનો સુરજ આવશે, કોઇ વાત નવી લઈને સખી!
આ ઘાતને,સમજથી કે હીબકીને વિતાવીયે સખી!

ધર્મ કહે ,કરેલુ કદી એળે જતુ નથી તે જાણ ને સખી
બંધ દ્વારને જોઈ, નવી ક્ષીતિજો અણદેખી કર ના રે સખી

કાવ્ય રસાસ્વાદ

June 20, 2008 vijayshah 1 comment

મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂદણું દીધું.
મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.

અનિલ જોશીની આ કવિતા મારી દ્ર્ષ્ટીએ અફલાતુન છે.. જે સ્ત્રીને સમાજ ધીક્કરે છે..( એની મજબુરીને સમજવાને બદલે.).”સમાજની નાતમાંથી બહાર  તગડે છે ત્યારે કવિ ને દયા ઉપજે છે..સીતાની મજબુરી, ને સમાજની બહાર હઠાવી ..રાજ્ય-રાણી જંગલમાં જઈ વસે!! એ સ્ત્રીના છૂંદણા આપણે પારખી નથી શકતા.આ કવિ પારખી શક્યો છે. 
તુલસી  તો એક એવી પવિત્ર વસ્તું છે કે એ જ્યાં ભળે -મળે તે વસ્તું પણ અ પવિત્ર બની જાય! બિયર પણ દિયર બને!  કવિ એ પણ કહેવા માંગતો હોય કે આંડબરીઓ ધર્મને નામે આવા ચેન -ચાળા  ન કરે!!

વિશ્વદિપ બરાડ

સિનિયર સિટિઝનનું સ્વરાજ …ગુણવંત શાહ…

June 19, 2008 vijayshah Leave a comment

સિનિયર સિટિઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે: સમય અને અવકાશ. સિનિયર સિટિઝન પાસે મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય
છે. સમય અને અવકાશના આવા બેવડા વૈભવને લોકો‘મોકળાશ’ કહે છે. મોકળાશનો માલિક દુ:ખી શી રીતે હોઈ શકે? એ દુ:ખી હોય છે, કારણ કે મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા વૃદ્ધોને
વળગેલો માનસિક રોગ છે. મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ જાય તે માટે જવાબદાર કોણ? સિનિયર સિટિઝન પોતે!

ઘણાખરા સિનિયર સિટિઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધિ ખીલે તેનું નામ અનાગ્રહ છે. સિનિયર સિટિઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે. જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી
જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો ! પોતાના આગ્રહો બીજા પર લાદે તે મૂર્ખ છે.

મૂર્ખતા પણ ખાસ્સી સિનિયર હોઈ શકે છે. દીકરાવહુને પોતાનો અભિપ્રાય એકવાર આપી દીધા પછીનું મૌન દિવ્ય હોય છે. સામેવાળી વ્યક્તિ ગમે તેટલી નાની ઉંમરની હોય તોય તેને વણમાગી સલાહ ન આપવામાં વૃદ્ધત્વની અનેરી શોભા પ્રગટ થાય છે. જે
વયોવૃદ્ધ સિટિઝન મફત સલાહ કેન્દ્રનો માલિક હોય તે દુખી થવા સર્જાયેલો જીવ છે.ભગવાન પણ તેને સુખી ન કરી શકે.

માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ કવિતાઓ, નાટકો, શિલ્પો, ચિત્રો, ફિલ્મો, ગીતો અને કલાકૃતિઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. કવિ વોલ્ટ વ્હીટ્મન પોતાને ભવ્ય આળસુ (મેગ્નીફિશંટ આઈડ્લર) તરીકે ગૌરવભેર ઓળખાવતો. નોબેલ પારિતોષિક વિજેતા કવિ પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં નવરાશનો મહિમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે ‘સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.’ અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે. ઘણા સિનિયર સિટિઝન્સ મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે. એ સ્વાદનું રહસ્ય એમના મિજાજમાં રહેલું છે. એ મિજાજ એટલે સ્વરાજનો મિજાજ. સ્વરાજનો મિજાજ એટલે શું? ‘હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી’, એવી દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલિક હોવું. મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી. મરજીના માલિકને, માલિકની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ. સિનિયર સિટિઝનના સ્વરાજનું આ રહસ્ય છે.

જે વડીલોને સાહિત્ય, સંગીત, સત્સંગ, સમાજસેવા, પ્રવાસ કે પ્રેમ જેવી બાબતોમાંથી કોઈ એક સાથે પણ નિસ્બત ન હોય તેમણે દુખી થવાની પૂરી તૈયારી કરી લીધી છે એમ કહી શકાય. નવરાશ એટલે કર્મશૂન્યતા નહીં, પણ મનગમતા કર્મની સમૃદ્ધિ.

વડીલોએ વારંવાર પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન છે,‘મારો માહ્યલો શેમાં રાજી?ં જે કર્મ કરતી વખતે હેત અને હરખનો અનુભવ થાય તે કર્મ કરવું અને બીજું ફાલતું કર્મ ટાળવું એ તો પાછલી ઉંમરનો વિશેષાધિકાર ગણાય. જે વડીલ કોઈના કામમાં ટકટક ન કરે તે વડીલ પોતાના કામમાં બીજાની ટકટક નહીં સહન કરવાનો અધિકાર પ્રાપ્ત કરે છે. આ દુનિયા આપણી કલ્પના પ્રમાણે ચાલે એવી ઈચ્છા રાખવી એ પણ એક પ્રકારની નાસ્તિકતા ગણાય. સમગ્ર જીવન કેવળ પૈસા એકઠા કરવામાં જ વીતી ગયું હોય, તો પાછલી ઉંમરે દુખનું ડિવિડંડ મૃત્યુ સુધી મળતું જ રહે છે. નોકરી છૂટી જાય પછી જે ખાલી થેલી જેવા બની જાય, તેઓ નોકરી ચાલુ હતી ત્યારે પણ ખાલીખમ જ હતા! એમને એ વાતની ખબર ત્યારે ન હતી, તે જુદી વાત છે.

સિનિયર સિટિઝનના સુખનો ખરો આધાર પગ ઉપર રહેલો છે. આપણે ત્યાં જે માણસ કમાણી કરતો હોય તેને માટે કહેવામાં આવે છે કે એ પોતાના પગ પરં ઊભો છે. જેના પગ સાબૂત તેનું ચાલવાનું સાબૂત! જે ચાલવાનું રાખે તેને કકડીને ભૂખ લાગે. કકડીને લાગતી
ભૂખ પછી જે ખવાય, તે અન્ન પચી જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભૂખવૈભવમાં સમાયું છે. જે સિનિયર સિટિઝન રોજ પાંચ કિલોમીટર સ્ફૂર્તિથી ચાલે તેને ભૂખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય. થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઊંઘવૈભવ પણ આપોઆપ મળે છે. ભૂખવૈભવ, થાકવૈભવ, અને ઊંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફૂર્તિવૈભવ મળી રહે છે. સ્ફૂર્તિ છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદઘાટન પગના સદુપયોગ થકી થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી, ‘પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા!’ મૃત્યુ પામેલા વડીલને આનાથી ચડિયાતી અંજલિ બીજી શી હોઈ શકે? એને કહેવાય રળિયામણું મૃત્યુ!

વડીલોએ કોઈ પણ હિસાબે બે કલાક પોતાના ખાસ કલાકોં તરીકે અલાયદા રાખવા જોઈએ. પરિવારના જુનિયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સિનિયર સિટિઝનને પોતાના સ્વરાજની જેમ જુનિયર સિટિઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ.
ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખૂબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પિતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છૂટાં રહેવું સારું, છેટાં રહેવું સારું, પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું!

તમે દીકરાની જન્મતિથિ યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધૂની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચૂકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરિવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છૂટે છે.

પૂજ્ય રવિશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી લીટીનો માણસ નાસ્તિક હોય તોય આધ્યાત્મિક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે
દુખ થાય છે.

કેટલાક સિનિયર નાગરિકો ભક્તિમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા મૃત્યુનો ડર કારણભૂત છે. સિનિયર સિટિઝનની ખુમારી ખૂટવી ન જોઈએ.

ખુમારી ખૂટે ત્યારે જ ઘડપણ પ્રવેશે. ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સિનિયર સિટિઝન હોવાને નાતે ગુજરાતના સૌ સિનિયર સિટિઝન્સને ખાસ વિનંતી છે. તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી લેવાનું ચૂકશો નહીં.

..પાઘડીનો વળ છેડે..

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ
આપણું હસવાનું ઓછું થયું , તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં!

–(અનામી ચિંતક)

…ગુણવંત શાહ…

ફેબ્રુઆરી ૨૦, ૨૦૦૫ના ‘સંદેશ’ દૈનિકની રવિવારીય ‘સંસ્કારપૂર્તિં’માંથી સાભાર,

Truly Inspirational Story

June 18, 2008 vijayshah Leave a comment
At 72 She can swim 3.5 KMs in Narmada!
 
You may snigger if a 72-year-old challenged you to a 50-metre dash in the swimming pool, then raced you 50 km from Vadodara to Shinor on a bicycle and finally challenged you to another swim in the Narmada river.

But you are asking for trouble if you snigger at Bhagwati Oza, 72, who swam 3.5 kilometres between Shinor and Malsar in the Narmada on June 15. She was among the only two senior citizens participating in the open water swimming challenge. “It was the first time that I participated in a competition in which one had to swim in the river instead of a pool. The race was a challenge worth taking up,” says the gritty lady who lives by the dictum – Nothing is impossible. A practising gynaecologist, Oza now plans to learn scuba diving as she feels that it is time to give adventure sports a try.

Instead of retiring, Oza started her career in sports at 65. Today, she is a swimmer, cyclist and a trained pilot. In a span of eight years, she has won more than 70 medals and trophies in various disciplines nationally and internationally. She is also a mountaineer, having trained under the legendary Tenzing Norgay. No wonder she is now eyeing to enter the Limca Book of Records.

Oza has already cycled from Pune to Bangalore and Wagah Border to Agra to promote safe motherhood. Four years ago she sold off her car, preferring a bicycle wherever she goes. “It is my contribution to the environment cause,” she says. Oza adds that she remained unmarried to dedicate her life to her patients and is available to the ailing round the clock. In 1980, she worked with Mother Teresa in Morbi after the Machchu Dam breached. In 2005, she was also on the list of ‘Top 20 Most Powerful People’ selected by a magazine from senior citizens. She shared space with the likes of Yash Chopra, Khushwant Singh and MF Hussain.

http://timesofindia.indiatimes.com/Cities/At_72_this_doc_swam_the_Narmada/articleshow/3139369.cms#
E mail Courtsey Jagruti Trovedi

Categories: email

This is interesting… but TRUE

June 18, 2008 vijayshah 2 comments

Believe it or not.

  

Woman has Man in it; But in Man there is no Woman

 

Mrs. has Mr . in it; But in Mr. there is no Mrs

 

Female has Male in it; But in Male there is no Female

 

She has  He in it; But in He there is no She

 

Madam has Adam in it; but in Adam there is no Madam

 

So Woman can understand Man very well,

 

 but Man?

 

 How he can understand She?

 

 

Inspiration: E mail from Dr Mayur J Kapadia

 

દઈએ ડંખ કેમ?

June 16, 2008 vijayshah Leave a comment

કરીલે કરવા હોયે તેટલા જુલમો જુલ્મી
સહીને ડંખ સૌ કોશેટો પતંગિયું બને છે

કરેલા સૌ જુલ્મોનાં હિસાબો જ્યારે કરીશું
અમે સ્મિત ભરેલું તમારું કવન બનીશું

જાત અમારી મકરંદની તેથી તો આ જેલ
કમળ જેવા કોમળ શરીરે દઈએ ડંખ કેમ?

આયખું લાંબુ તેથીતો પરિવર્તનની આશ
નહીંતો એક ચિત્કાર અને બંધ થાય શ્વાસ.