રંગ, ચિત્રોનાં ને કલ્પનાનાં હીલોળે ચઢ્યા

4 03 2008

હ્યુસ્ટનની શાંગ્રીલા આર્ટ ગેલેરીમાં ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઉપક્રમે એક નવતર પ્રયોગ યોજાયો જેમાં રંગ, ચિત્રોના અને કલ્પનાનાં હીલોળે ચઢ્યા.

પહેલી માર્ચની હુંફાળી બપોરે ગુજરાતી સાહિત્ય સરિતાની 72મી બેઠક યોજાઇ જેમા નિયમીત આવતા 35 સભ્યોની હાજરીમાં નિયત સમયે એસોસીએટેડ કો ઓર્ડીનેટર શ્રી પ્રશાંત મુંશાએ શ્રી પ્રકાશ મજમુદાર ની પ્રાર્થના થી બેઠકનો આરંભ કર્યો. કવિ ન્હાનાલાલની ‘પ્રભો અંતરયામી જીવન જીવના દીન શરણા’ ગવાયુ અને સમુહ સભા પ્રાર્થના ના નવે નવ મુક્તકોને ગાયા અને માણ્યાં. પ્રશાંતભાઇએ સભા સંચાલન દેવિકાબેન ધ્રુવને સોંપ્યું. ‘નજર’ વિષય ઉપર કાવ્યો રજુ કરવા વિશે જાણ કરી આ બેઠક માં શેરાક્ષરી -2 રજુ થઇ

.

વિવિધ કવિઓ અને લેખકો પોતાની રચના રજુ કરતી વખતે શ્રી વિનોદ પટેલ તરફથી વિનંતી થઇ કે બે કળા- ચિત્ર કળા અને કાવ્ય કળાના અદભુત સંગમને યાદગાર બનાવવા કવિ મિત્રો ને જે ચિત્ર જોતા લખવાનુ મન થાય તેવુ કાવ્ય, મુક્તક કે શેર લખે.

જેનો પ્રતિસાદ બે કલાકે દેખાયો કવિ શ્રી સુમન અજ્મેરી, રસિક મેઘાણી,હેમંત ગજરાવાલા, મનોજ મહેતા,શૈલા મુંશા,રમઝાન વિરાણી, વિજય શાહ અને અશોક પટેલે પોત પોતાની કલમ રજુ કરી.જે ચિત્રો ઉપર કવિતા લખાઇ તેના ચિત્રકારો હતા સંગીતા પસરીજા, મિશ્તા સ્માલી, અનીતા હલ્દિપુર, હોમી ડેવિયર, સોનુ આનંદ (ઇશ્વિન)અને અવન ભર્થેના.મુખ્ય હતા
શ્રી અતુલ અને આરતી વીરની આ આર્ટ ગેલેરીમાં તે સાંજે હ્યુસ્ટનનાં જનરલ કોંસ્યુલર દ્વારા કોમ્યુનીટી સ્થાનિક કલાકારોનાં ચિત્રોનું પ્રદર્શન ખુલ્લુ મુકાવાનું હતુ. જેમા 19 જેટલા ભારતિય ચિત્રકારોનાં લગભગ 100 જેટલા ચિત્રો પ્રદર્શીત થયા હતા.ચિત્રકારો કોઇ કવિને ઓળખતા નહોંતા અને તેઓ સાંજે પાંચ વાગ્યે આવવાના હતા.સંવેદન શીલ કવિમિત્રોને આ ઇજન સોનામાં સુંગંધ ભરે તેવુ તો હતુજ..અને નવો પ્રયોગ ઘણી નવી ઉર્જા લાવી ગઇ. અને લગભગ બાર ચિત્રો પર દસ જેટલા કાવ્યો તે બેઠક ના બે કલાક દરમ્યાન લખાયા.

મિશ્તા સ્માલી ચિત્ર 1, 2

જુની છતાં વિરાટ હવેલીના બારણા

ખુલ્લાં કદી જે પ્રેમથી ધબકી રહ્યા હતા

આજે પડેલા કેમ છે સૂના સપનની જેમ

વીટેલ વાદળો છે કાં ત્યાં અંધકારનાં

રસિક મેઘાણી -


સંગીતા પસરીજા -ચિત્ર 1

મારી હાજરી નથી તેથી તે ઉદાસ છે

ઉડીને પહોંચુ તેવી મારી આશ છે

સુરેશ બક્ષી

2.

હતાશ નજરે જોઇ રહી છું જુના મહેલો તરફ

સારું થયું નાદારી નોંધાવી સત્તા તરફ

યુવાન લાગણી અને જોબનની મિલ્કત થી.

નવી દાસ્તાન બનાવીશું નવી પેઢી થી.

હેમંત ગજરાવાલા

અવન ભર્થેના ચિત્ર 2

 

 

નાજુક બે આ ગરદનો ને કેવો છે આ ભાર

થાય ગમે તે હવે ઉગારી લેવો છે આ ભાર

મનોજ મહેતા

સંગીતા પસરીજા ચિત્ર 4

 

ઓત પ્રોત છે એકબીજામાં લાલ ને કાળો રંગ

વાંસડાની ફર્સ જો વેઠે એમને ખુદને અંગ

મનોજ મહેતા

અવન ભર્થેના ચિત્ર 1

સીંદુરી કુમ કુમ સેંથીમાં રાજ
મને મિલન નો ઉલ્લાસ પ્રગાઢ
સખે કરુ સૌ આજ નર્તન આજ
સજન તુ આવ આવ ને આવ
વિજય શાહ

હોમી ડેવીયર ચિત્ર

ઇચ્છાઓનાં અશ્વો જુઓ કેવા હણહણે

નથી પુરી થતી બધી છતા તે હણ હણે

કવચીત એકાદ થાયે પુરી

હજારો નવી થઈ ઉભી હણ હણે

અશોક પટેલ્

સંગીતા પસરીજા ચિત્ર 4 અનીતા હલ્દીપુર ચિત્ર 1

સજી સોળ શૃંગાર સખીરી, બેઠી રમણ કાજે

ખુલ્લી આંખે ભાળું કેવાં,સપના નેણ સજાવે

ભર્યું ભર્યું મલપતુ હૈયું, કોના ખ્યાલે મદમાતું

પુલક પુલક આ મુખડે મીઠી, યાદ સરે ઝલકાતી

સખીરી હું તો ઘેલી ઘેલી થાતી

પ્રો સુમન અજ્મેરી

સોનુ આનંદ (ઈશ્વીન)ચિત્ર ૪

દુઃખો આ નારીએ વેઠ્યા ઘણા છે કારમા
વ્યાકુળ નયનો,ચિંતીત મુદ્રા,કોના ઇતજારમાં
રમઝાન વિરાણી

અનીતા હલ્દિપુર ચિત્ર 2

વાસંતી વાયરાએ કર્યુ અડપલુને

ખીલ્યો ગુલમ્હોર મારે અંગ

ખીલ્યો તે ચંપો ને ખીલ્યો કેસુડો

ને છંટાયો રંગ કસુંબલ મારે અંગ

શૈલા મુંશા

હોમી ડેવિયર ચિત્ર-2

પર્વતોને છાંયડે વસ્યું ગામડું

કેવું ગમ્યું

પ્રતિતિ કરાવે પળ માટે

કે વસ્યા એવા કેટલાય ગામ

ગામે -ગામ

દેશભરમાંને ખાસ

આપણા ગરવા ગુજરાતમાં

રમઝાન વિરાણી

ચિત્રકારો અને કવિની રુબરુ મુલાકાત દરમ્યાન લાગણી ઓ જે હિલોળે ચઢી તેનુ વર્ણન કરવુ હોય તો આ રીતે કરી શકાય કે બે કલાબહેનો પ્રેમથી એકમેકને ભેટી. ચિત્રકારને થયું કે તેમની કલાને દેહ મળ્યો અને કવિને તેમની કલ્પના વાસ્તવમાં કેનવાસ ઉપર ઉભરી…

ચિત્રકારોમાં મહદ અંશે વિનોદ પટેલ અને હોમી ડેવીયર સિવાય ભાગ્યે જ કોઇ ગુજરાતી હતા પણ છતા દરેક ચિત્રકારોને તેમના ચિત્ર ઉપરથી લખાયેલ કાવ્ય સમજવાની અને માણવાની ઇંતેજારી ને જો ઉપમા આપવી હોય તો કંઇક આવી અપાય..તાજી પ્રસુતા જેમ પોતાના સંતાનને પહેલી વખત જુએ અને હરખે તેમ હતુ..જ્યારે કવિ પણ તેમના કાવ્યને સંભળાવતા અને ભાવનુવાદ કરતા હરખાતા હતા જાણે કે તેમને પણ્ કોઇ નવી સિધ્ધિ ના મળી હોય

Gujarat times has taken notes of this article on 03/21/2008

 


Actions

Information

21 responses

4 03 2008
સુરેશ જાની

એકદમ તરોતાજા અને નવતર પ્રયોગ. તમે બધા હ્યુસ્ટનમાં ઘણાં કલ્પનાશીલ ઉડ્ડયનો કરો છો, તે બહુ જ ગમ્યું.

4 03 2008
સુનીલ શાહ

સુંદર ચીત્રો અને એથીયે સુંદર –શબ્દોના સાથીયા. નવા પ્રયોગ બદલ આયોજકોને તથા નવી વાત અમારા સુધી પહોંચાડવા બદલ તમારો હૃદયથી આભાર.

4 03 2008
વિવેક ટેલર

અદભુત ચિત્રો અને એવી જ મજાની પંક્તિઓ….

ખૂબ આનંદ થયો…. સૌ મિત્રોને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

4 03 2008
Chiman Patel "CHAMAN"

Le t me first compliment to Vijaybhai who come up with the idea Ibelieve Correct me if I am wrong.
Second complement to all who participated.
One suggestion:
The creation was instant so every one should revisit and improve it from CHAND etc point of view.

Let us keep GSS in the front line with new ideas.

CHAMAN

4 03 2008
ઊર્મિ

વાહ વિજયભાઈ… પહેલા શેરાક્ષરી અને હવે આ કંઇક નવું… ખૂબ મજા પડી.

ખૂબ જ સુંદર ચિત્રો અને કવોઓનો સુંદર ત્વરિત પ્રતિભાવ…

સૌ કલાકારોને હાર્દિક અભિનંદન…

4 03 2008
vijayshah

This idea is of Vinod Patel. I just executed when time is right. I am thankful to both..i.e. artists and poets to allow me to put their work on web page.

Thanks and appreaciate all comments

4 03 2008
nilam doshi

અરે, વાહ..! સરસ મજાની પંક્તિઓ…અને એથી યે ચડિયાતા ચિત્રો..સોનામાં સુગંધ..! અભિનન્દન…

just superb..all the pictures and lines r beautiful.thanks to all.

4 03 2008
વિશ્વદીપ બારડ

wow! I am proud to be houstanian… Great pictures with great poem, shayari, and she’r. keep it up HOUSTON!!. Congratualtion to all my poet and artist…

4 03 2008
pravinash1

It is wonderful. Dut to family engagement I couldn’t make it.
But well, congretulations to all Sahitya Sarita Friends.

4 03 2008
gdesai

શ્રી. વિજયભાઈ તથા શ્રી.વિનોદભાઈ,

તમને બેઉને હાર્દિક અભિનંદન અને ધન્યવાદ

વિજય અને વિનોદની અભિવ્યક્તિથી સહુને ખૂબ આનંદ થયો.
ન રહી શક્યો હાજર હું ત્યાં વસવસો તેનો મુજ મનમાં રહ્યો.

5 03 2008
Harnish Jani

Wonderful report about wonderful program-I wish I could have attended such event-Paintings are fantastic-Grade One- All the “Shighra Kavita” are nicely written-What a talent. Good Luck for the future programings- Conratulations to all.

5 03 2008
shivshiva

સીંદુરી કુમ કુમ સેંથીમાં રાજ
મને મિલન નો ઉલ્લાસ પ્રગાઢ
સખે કરુ સૌ આજ નર્તન આજ
સજન તુ આવ આવ ને આવ
વિજય શાહ

સુંદર ચિત્રો સાથે સુંદર કાવ્યો.

તમારું આ કાવ્ય મને ખૂબ પૉસિટીવ લાગ્યું.
પ્રેમ સાથે મિલનની ઉત્કંઠા વર્તાય છે.

5 03 2008
SG

સુંદર ચિત્રો સાથે સુંદર કાવ્યો.


http://www.searchgujarati.com
શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર .

5 03 2008
મગજના ડોક્ટર

બહુ જ ગમ્યું.

6 03 2008
Hemant Gajarawala

Vijaybhai, Vinodbhai,
You took the initiative in Antaxari; the second performance was even better than the first one performed three – four months ago. Beautiful, original paintings created a unique atmosphere with fountains of varied emotions and visions. You created a spark which engulfed the entire group of writers and poets who gave wings to “still” pictures. Creation of instant poems was a fomidable yet challenging endevour…and everybody added fragrance to beautiful colors of the paintings. Can the life get any better? Thanks to both of you, the leadership of Sahitya Sarita, and the members who were challenged by you.

6 03 2008
SARYU PARIKH

SUNDAR CHITRO ANE PANKTIO.
WE MISSED IT BY A FEW DAYS.
HOPE WE CAN HAVE ANOTHER BETHAK AT THE SAME LOCATION.

6 03 2008
jjugalkishor

ઓત પ્રોત છે એકબીજામાં લાલ ને કાળો રંગ

વાંસડાની ફર્સ જો વેઠે એમને ખુદને અંગ

–મનોજ મહેતા

આ કાવ્યની વ્યંજના રંગના કોન્ટ્રાસ્ટને આગળ કરીને સરસ તાકે છે. વાંસનો સંદર્ભ પણ કાવ્યને ઉપકારક બનીને દૃષ્યને વધુ અર્થસભર બનાવે છે.

રંગ-રેખા અને શબ્દનું આ સાયુજ્ય એક સુંદર પ્રયોગ છે. દૃષ્યો રજુ કરીને કાવ્યો સર્જવાની એક નવી ચેલેંજ સૌની વચ્ચે મુકવા જેવી છે. એનાથી પણ સર્જનનો ફાલ ઉતરશે.

આ કાર્ય માટે અનેક અભીનંદનો અને હવે આ પદ્ધતીએ આગળ વધવા અપેક્ષા છે.

7 03 2008
DR. CHANDRAVADAN MISTRY

CHITRO ANE KAVYONU MILAN…..WONDERFUL…COGRATS

8 03 2008
DR. CHANDRAVADAN MISTRY

CHITRO DWARA KAVYA PRERNA
RAHE MANAV JUDI JUDI HAVALIM
SHODH CHHU MANAVTA ENA DEHMA
…………………………………
MAHELO NATH JOVA MARE
RADAYMA CHHUPAYELI MANAVTANE SHODHVI CHHE MARE
………………………………
SHIR PAR BHARANE GARDAN MARI DOOKHI RAHI
CHNTA NATHI ENI JO JIVANE JE DOOKH SAHI RAHI
…………………………
HAVE JO PREMI MALYO CHHE MANE
SAATHE NRUTYA KARAVANO LAHAVO MALYO MANE
………………………….

8 03 2008
DR. CHANDRAVADAN MISTRY

KAVYA COTINUED…….
ABHSHANO PAHERI NRUTYA KARU CHHU HU
MUJ SUNDARTA KHILI KE NAHI EVU PUCHHI RAHI CHHU HU
…………………..
MANAV HAYYE TO ICHCHHAONA ASHVO HAMMESHA DODATA RAHE
ASHAO PURI KE ADHURI KON JANE SHU THASHE ?
…………………………..
SOL SHINGARMA BETHI CHHE EK SAHELI
PRITAMNE MALAVA ASHA HAYYE BHARI
……………………
ANDHARI RATRIE NARI BETHI CHHE EKALI
HAYYE BHAREL VEDANA SAHI RAHI CHHE EKALI
………………….
HAVE TO VASANT AAVI VASANT AAVI
KHILYA FOOLO BHAT BHAT RANGE
ANE SHOBHE CHHE VRUKSHO PAR PAN BHAT BHAT RANGE
…………………..
PARVAT TALETIE NIHALU CHHU EK MANAV MELO
E MELAMA NIHALU CHHU ANAND SNEH ANERO
…………..,……
CHITRO NIHALI CHANDRA ANTE KAHE……….
CHITRO DORNAR MANAVI EK
KAVYA KARNAR PAN MANAVI EK
KINTU.. PRERANA DENAR CHHE PRABH EK

25 03 2008
Pinki

well done………..!!
just keep it up
enjoyed loooooot ……

Leave a comment