Archive

Archive for February, 2008

જ્યારે તારા નયનથી નયન ટકરાય છે-ભરત દેસાઈ ‘સ્પંદન્’

February 28, 2008 vijayshah 1 comment

jyaare1.jpg

જ્યારે તારા નયનથી નયન ટ્કરાય છે
શાંત પડેલી લાગણીઓ ઉભરાય છે
જ્યારે તારા…

લેણ દેણ નથી શબ્દોની આપલે પરંતુ
ઓળખ વર્ષોની હોય તેમ વર્તાય છે
વાંકાં ચુંકા પથરીલા એ પહાડ પર્
એક પગદંડી લીલીછમ દેખાય છે
જ્યારે તારા…

રાત જાગ્યા સપના સઘળાયે મારા
મહેલ મીનારા તાજ્ ખુલ્લી આંખે ચણાય છે
આમ મોટેથી સાદ દઈશ ના તું મને
ખાલી મારા ઘરમાં એ પડઘાય છે
જ્યારે તારા…

સાવ નગ્ન સત્ય હકીકત “સ્પદંન”
ગઝલો આવી રીતે જ લખાય છે
જ્યારે તારા…

Categories: Received Email

નજરો જેની

February 27, 2008 vijayshah 4 comments

vijay-renu.jpg 

પેલી સારસ બેલડી મલકે સંગ સંગ
કેવુ સુખી જોડુ આ હેતલ નજરો જેની

ભવોથી સાથે ફરતી ગાંધર્વ જોડી આ
ના લગાવો નજર ઓ જમાના વાલો

સુખી દંપતિ જીવન જીવે ત્રણ દસકાથી
હેત પ્રીત અને સતત નેહ નજરો જેની

નજરો જ જેની કહી દે પ્રેમ અમર તેનો
સુખ દુઃખે પણ રહી હસતી નજરો જેની

પૂ. મોટાભાઈ (૨૮)

February 27, 2008 vijayshah 1 comment

moon-venus_filtered.jpg

તમારો પત્ર મળ્યો. અક્ષરે અક્ષર સત્ય અને અનુભવ ભરેલ વાણી છે.

ઘણા લાંબા સમય પછી આજે મંદિરે ગયા હતા અને આજે એવુ ભયાનક દુઃખ જોયુ . દિલીપ દોશીનું કુટુંબ ખુબ ધાર્મિક અને સફળ વેપારી. દસેક વર્ષ પહેલા તેમની બંને કીડની ખલાસ થઈ ગઈ.સમાજમાં નામ મોટું તેથી પહોંચ ઉંચી તેથી જીવન બચ્યુ પણ કીડની ડાયાલીસીસ નુ દર્દ વેઠતા રહ્યા.પત્નીને સમજાવી તેમના ધંધા ઉપર બેસાડી.વીલ કર્યુ ભાગીદારી છુટી કરી અને હવે જિંદગી ઓછી છે કરીને ધર્મ માર્ગે ચઢ્યા Read more…

વિચાર વિસ્તાર

February 24, 2008 vijayshah 2 comments

છે હરણની ફાળ જેવા ઓરતા
ને ચરણમાં કાચબો પાળ્યો તમે
                  કરસનદાસ લુહાર

માણસની મોટામાં મોટી મજબુરીને કવિએ કેવા સરસ શબ્દોમાં મુક્યુ છે.મનનાં ઓરતા તો ગગન આંબવાનાં છે.. કોઈકને કરોડપતિ બનવું છે.કોઈકને અપ્સરા સમી નાર જોઈએ છે તો કોઈક્ને દેવરૂપ જીવન સાથી.આપેક્ષાઓનો તો અંત નથી અને તે અપેક્ષાનાં અશ્વોને મન બેફામ રીતે દોડાવે તેમ કાયમ બને પરંતુ તે સ્વપ્ના દરેક્ના સાચા નથી પડતા કારણ્ કે એ મનોરથોને પામવાનાં સાધનો ટુંકા છે પગે કાચબો બાંધ્યો છે..પરિણામે અપેક્ષાઓ તુટતા દુઃખનો અહેસાસ થતો હોય છે.
  
જે હ્રદયને સાંભળે છે તે પગે કાચબો બાંધ્યો છે તે સત્યને ભુલતો નથી અને તેથી કદાચ આ વણ જોઈતા જાતે ઉભા કરેલા દુઃખથી બચી જાય છે. મારી મોટર કાર ભલેને ૧૨૦ માઈલની ઝડપે ચલાવી શકાય પણ ગતિમર્યાદા ૪૫ માઈલ હોયતો ૯૦ માઈલનું અંતર એક કલાકમાં ન જ કપાય્… હવામાં ભલે ઊડો તમે પણ પગ જો હશે ધરતી પર તો પછડાટનો માર નહીં લાગે

પ્રિય સોહમ (27)

February 24, 2008 vijayshah 1 comment

moon-venus_filtered.jpg

તારી વાતો હંગામી ધોરણે તને ભલે સાચી લાગે પાણ વાસ્તવિકતા તો એજ છે કે દેશ તેવો વેશ કરવામાં તે સાચો છે. જો રોજ નાં સંઘર્ષો વેઠીને પણ અંતે ત્યાં નાં જેવુ થવાનુ જ હોય તો સંઘર્ષો વેઠ્યા વિના કેમ ત્યાંનું અનુકુલન કેમ ન લેવું? ભારતનાં મુલ્યો ભારત માટે સાચા છે તે અમેરિકામાં સાચા હોઇ પણ શકે અને ન પણ હોઇ શકે..!

હું હરદમ એવુ માનતો આવ્યો છું કે એક પરિસ્થિતિમાં હું સાચો હોઉ તે પરિસ્થિતિ દરેક માટે તે ક્ષણે સાચી ન પણ હોઇ શકે તેનાથી તે ખોટો છે તેવુ સિધ્ધ નથી થતુ. અનેકાંતવાદનાં આ સિધ્ધાંતનુ જ્યારે અમલિકરણ હુ તારી વાતો સાથે કરુ છુ ત્યારે મને તો વારં વાર એવો અહેસાસ થયા કરે છે કે વાંક જો હોય તો એકલી વિધાતા બની ગયેલી મનોવૃત્તિનો છે. તમે બધ્ધા કહો છો Read more…

પૂ મોટાભાઈ(૨૭)

February 20, 2008 vijayshah 2 comments

moon-venus_filtered.jpg

તમે કહેલુ સત્ય મને તો શીરાની જેમ ગળે ઉતરી જાય પણ આ પંડ એકલો ક્યાં છે? શીખા અને આશ્કાને આ સત્ય હું જેવો સમજાવા બેસુ એટલે તેમનો છેતરાયા નો ચચરાટ જ્વાળા મુખીની જેમ ભડકે…

કેમ? કેવી રીતે આવુ ચાલે અને એ આગને ઠારવા છેલ્લે આવીને ઉભી રહે આંસુઓની ફોજ… જે મને કદી ન ગમે.
મારી હાલત તો એવી કે મને જ જાણે મારુ બીજુ અંગ ઠપકારે…સાવ જ બિન વહેવારીક છે તુ. આવા છોકરાની પાછળ લોહી તે બળાતુ હશે જે તમને મોઢા પર કહે
“તમને મે ક્યાં બોલાવ્ય છે તે આમ વિના અમંત્રણે ચાલ્યા આવો છો?”
શીખા તો રડતા રડતા બોલે કે હું તો એના ભલા માટે ના કહેતી હતી અને તેની ચિંતા થી રડ્યા કરતી હતી. એ ફસાયો છે તે ભોળો છે.અમેરિકન થવામાં તે અમેરિકન પણ નથી અને ભારતિય પણ નથી તેથી તો મને છોડીને જતો રહ્યો…આશ્કા પણ બોલે કે મારે અને એને શું વહેંચવાનુ છે? પણ મારો પણ ફોન ઉપાડતો નથી.. મને પણ હડધૂત કરે છે. Read more…

પ્રિય સોહમ (26)

February 17, 2008 vijayshah 4 comments

moon-venus_filtered.jpg

તારો પત્ર મળ્યો.

મને નવાઈ લાગે છે કે અંશનાં લગ્નને સવા વરસ વીતી ગયા પછ અરે તેને ત્યાં દિકરો આવી ગયા પછી તને તેનુ આલ્બમ જોવા મળે છે? અને તે પણ અચાનક અને તેને તુ દુઃખનુ કારણ માની દુઃખી થાય છે? આ બતાવે છે કે હજી તુ કર્તૃત્વ ભાવથી મુક્ત નથી થયો…હજી તને ઉંડે ઉંડે એવી આશા છે કે દહીંનુ ક્યારેક દુધ થશે?તે તો તેના જીવનમાં તને તારા હાલ ઉપર છોડીને જતો રહ્યો..હવે જે થનાર છે તે અંગે વિચારી વિચારી દુઃખી થવાને બદલે થોડોક ભરોંસો ભગવાન ઉપર મુક અને ખાલી પ્રાર્થના કર કે તેનુ પણ ભલુ થાય અને તારી જિંદગીમાં તારે જે કરવાનુ હોય તે કર.
હમણા ક્યાંક વાંચેલુ તને લખવાનુ મન થાય છે Read more…

પૂ મોટાભાઇ(26)

February 16, 2008 vijayshah 4 comments

moon-venus_filtered.jpg

તમારી વાત સાચી હોવા છતા મનમાં એવુ ક્યારેય થતુ નથી કે અહીં રહીને મારે તમારુ ઘડપણ બગાડવુ જોઇએ.મારી મારા સંતાનો તરફ કોઇ ફરજ છે તો તમારી તરફ પણ મારી ફરજ છે. ડોલરનો નશો તો કદી ઉતરે તેવો નથી અને માણસને સાચા ખોટાનુ ભાન ભુલાવી દે તેટલો નશો પણ શુ કામ કરવો જોઇએ?

હા આશ્કા તેના સાસરે સુખી છે અજય મોટો થઇ રહ્યો છે જ્યારે અંશ તેના જીવનમાં સુખી છે.ત્યારે મને અહીં હું મારો સમય વેડફી રહ્યો હોઉ તેવુ લાગે છે.

બહુ શાંતિથી તમારી વાત ઉપર વિચારતો હતો અને એક ઘટના નવી ઘટી.. Read more…

વેલેન્ટાઈન ડે

February 14, 2008 vijayshah 4 comments

valentine.jpg 

વેલેન્ટાઈન ડે એટલે “હની” એકલી?
તમે જેન ચાહો તે બધા વેલેન્ટાઈન
જે તમને ચાહે તે બધા પણ વેલેન્ટાઈન
વેલેન્ટાઈન એટલે પ્રેમ પુનઃનવીનીકરણ

જે વરસે એક વાર કેમ્?
કેમ નહીં તે અહર્નિશ ?

માણસાઈની હેલી!-ડો. દિનેશ ઓ શાહ

February 13, 2008 vijayshah 15 comments

mansai-ni-heli.jpg

એક હતા માજી બહ શાણા સમજુ અને સન્નારી
બીજી હતી ભલી અને ભોળી યુવાન એક દુધવાળી
ગજરી એનુ નામ હતુ એ લાગતી ખૂબ રૂપાળી
માજીને ગજરી હૈયું ખોલી કરતા વાત નિરાળી

શિયાળાની ઠંડી પડતી સૌની કાયા કંપાવી
કુદરત તેનુ જોર બતાવે સૌને ખુબ હંફાવી
માજીને ઉષ્મા આપે ગજરી માલીસનુ તેલ લગાવી
ગજરી વિના માજીનુ જીવન બળદ વીનાની ગાડી

માજી આપે રૂપિયો ગજરીને, લીધા વીના ગઈ દોડી
માડી તારી ચાકરીના રૂપિયા મારે હરામની મૂડી
માજી કહે હું મરુ ત્યારે તો તુ આવજે સ્મશાને દોડી
આપીશ તને ચિતાની ઉષ્મા હવે એજ રહી છે મૂડી

મોજ શોખ ને પૈસા પાછળ આ દુનિયા થાતી ઘેલી

“દિનેશ” હૈયુ પલળે આજે જોઈ માણસાઈની હેલી

દિનેશ ઓ શાહ
નડીયાદ, ગુજરાત
૧૦, ફેબ્રુઆરી ૨૦૦૮

 MAAJI (OLD LADY) AND GAJARI
 
 
 There was an old lady who was wise, thoughtful and kind
 And a milk-maid who was young, pretty, an innocent mind
 Her name was Gajari  and she was beautiful
 Both would talk with open hearts and mind
 
It was a very cold winter and people would shiver
Nature was showing its power making everyone feel helpless
Gajari massaged Maaji’s feet and hands to give warmth
Without Gajari, Maaji’s life was like cart without bullock!
 
The old lady offered a rupee but Gajari walked away saying
It would be a sin to accept the money for helping you through winter!
The old lady said, I must pay you, so come to my cremation when I die
I will return the warmth  that you gave me through the massage !
 
In this world every one is busy running for their own gains,
Dinesh rejoices by witnessing the heavy rains of humanity!
 
Dinesh O. Shah
Nadiad, Gujarat, India  10 February 2008

“પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ” વાળા કળીયુગમાં સાવ ગરીબ, નિઃસહાય અને સાધનહીન મૃત્યુની નજીક પહોંચેલી વૃધ્ધાની માવજત કરતી દુધવાળીની એક ઘટના અને સ્વાર્થ વિનાનાં માણસાઈના સબંધો જે સમજ થકી કેટલા ઉંચે જઈ શકે તેની સાવ સીધી વાત “માડી તારી ચાકરીના રૂપિયા મારે હરામની મૂડી” કહીને દર્શાવે છે દેશમાં રહી દેશનું ઋણ ફેડવા માનદ પ્રધ્યાપક તરીકે કાર્ય કરતા સીત્તેર વર્ષની ઉમરે દેશ અને વિદેશ બંનેમાં છ મહિના રહેતા અને સરળ જીવન જીવતા ડો.દિનેશ ભાઈ ઘણાનાં જીવનમાં માર્ગદર્શક બન્યા છે.