ગુજરાતી પૂરી કે અધૂરી-રેવ.જોસેફ વાન સોમરન ટેલર

29 08 2007

ઇ.સ.1867 માં લખાયેલ ” ગુજરાતી ભાષાનાં વ્યાકરણ” માંથી સાભાર ( સાર્થ ગૂજરાતી જોડણી કોશ 2006-પાન 14)

ગુજરાતી પૂરી કે અધૂરી, એ વિશે વિવાદ કોઇ વેળા સાંભળવામાં આવે છે. કહેવત છે કે યથા રાજા તથા પ્રજા: યથા ગુરુ તથા શિષ્ય એમ જ કહેવાય કે યથા ભાષકસ્થા ભાષા- જેવો બોલનાર તેવી બોલી…

એક વિષયમાં બધી ભાષા અધૂરીઓ છે: માણસની ટૂંકી સમજણમાં નહિ આવે એવી વાતો. એટલે ઇશ્વર વિષે કે અપારતા વિશે વાત કરીયે તો બધી ભાષા અધૂરીઓ છે

માણસની બુધ્ધિને આશ્રયે ભાષા ચાલે છે, માટે જ્યારે બુધ્ધિ ટૂંકી પડે છે. ત્યારે ભાષા અધૂરી હોય છે. ભાષાનો સાધારણ નિયમ એ છે કે લોકોના મનમાં જેવા વિચારો ભરેલા છે , તેવા જ તેમની ભાષામાં બોલાય છે. જો લોક વિવેકી તો તેમનીવાચા વિવકે ભરેલી: જો લોકો મૂઢ , તો તેમની વાચા તેમના જેવીજ.

ઇંગ્રેજીમાં કહેવત છે કે મૂઢ સુથાર વાંસલા ને વીંધણા નો વાંક કાઢે : ભાષાનો દોષ ઠરાવનારા કોઇ વેળા એવા હોય છે. જે વિદ્યાર્થીઓનાં હાથમાં ઇંગ્રેજી ભાષાનું અને તેમની સાથે ઇંગ્રેજી વિદ્યાનું કંઇ આવ્યું છે, તેમને ગુજરાતી ભાષા અધૂરી જેવી લાગતી હોય: કેમકે ઇંગ્રેજીમંથી ભાષાંતર કરવું કઠણ છે. એમાં વાંક ભાષાનો નહિ પણ તે લોકોનો છે. નવો શબ્દ, નવો વિષય, ભાષાનું કોઇ વલણ વાપરીયે, તો વિવેકથી સમજી લેવાનો અભ્યાસ લોકોમાં નથી, માટે બોલનાર અટકે છે: કેમકે બહેરાંની આગળ ગાતા છાતી કેમ ચાલે? અને જ્યાં લગી લોક સારું નરસું, નવું, જૂનૂં પરખી મૂલ્ય નથી ઠરાવી શકતા, ત્યાં લગી લખનારનો વિવેક કેમ પ્રફલ્લિત થાય?

પરભાષાનાં સંપાદનના શ્રમ કરતાં સ્વભાષામાં પ્રવિણતા મેળવવાનો આયાસ અધિક છે. શામળાદિક ગુજરાતી કવિઓનાં ગ્રંથ જુઓ, તૂકે તૂકે આયાસનાં પ્રમાણ દેખાય છે. મનોયત્ન કર્યા પૂર્વેની ગુજરાતી કાચી દેખાય, પણ પછી ખરી અને પાકી જણાશે. યત્નકારી અધૂરો તો તેની ભાષા પણ અધૂરી. પણ જો વાપનારાના યત્ન સંપૂર્ણ, તો ગુજરાતી પણ સંપૂર્ણ; હા શણગારેલી પણ દેખાય.

ગુજરાતી- આર્યકુલની-સંસ્કૃતની પુત્રી,-ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ અધમ કહે!

પ્રભુ એને આશિર્વાદ દેજો. જુગનાં અંત સુધી એની વાણીમાં સત વિદ્યા, સદ્જ્ઞાન,સદ્ધર્મનોસુબોધ હોજો. અને પ્રભુ-કર્તા, ત્રાતા, શોધક- એનું વખાણ સદા સુણવજો


Actions

Information

2 responses

29 08 2007
vijayshah

ગુજરાતી- આર્યકુલની-સંસ્કૃતની પુત્રી,-ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ અધમ કહે!

પ્રભુ એને આશિર્વાદ દેજો. જુગનાં અંત સુધી એની વાણીમાં સત વિદ્યા, સદ્જ્ઞાન,સદ્ધર્મનોસુબોધ હોજો. અને પ્રભુ-કર્તા, ત્રાતા, શોધક- એનું વખાણ સદા સુણવજો

Ketalee sundar ane saachi vaat 150 varso pachhe pan…

29 08 2007
Khyati Desai

રેવ્. જોસેફ વાન સોમરન ટેલર તો સંત છે તે તો તેમના લખાણ પરથી જણાય છે. તેમના લખાણમાં દેખાતી ભાષા પ્રીત આજે જીવંત રાખવા કેવુ પ્રેરણાદાયી લખાણ!

આ આપણા સંસ્કાર છે…

જય ગુર્જર માત..

Leave a comment