મઝહબની એટલે તો ઇમારત બળી નથી.
શયતાન એ સ્વભાવે કોઇ આદમી નથી.
તકદીર ખુદ ખુદા એ લખી પણ ગમી નથી.
સારુ થયુ કે કોઇ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગના મળે તો મુસીબતના પોટલા,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી
શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી
ડુબાડી દઇ શકું છું ગળાબૂડ સ્મિતને
મારી કને તો અશ્રુઓની કંઇ કમી નથી
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી
શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી
ડુબાડી દઇ શકું છું ગળાબૂડ સ્મિતને
મારી કને તો અશ્રુઓની કંઇ કમી નથી
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી
Bahuj saras ane daada maangi le tevaa sher chhe.
કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી એ વાક્ય તો હૈયે જડાય ગયું, આભાર વિજયભાઇ
કળ વળે તે પહેલાં ઠેસ વાગે. કિંતુ માનવ તું
નસિબદાર છે. એ ઠેસ વાગે તેની પીડા વેઠવા
તું પળવાર પણ ઠહરતો નથી.
તેથી તો કહેવાય છે
‘પ્રસંગ મારો હતો ને
મારી ગેરહાજરી હતી.
ચર્ચા મારી થતી હતી
મારી હસ્તી ન હતી’