ગુજરાતી ભાષા શુધ્ધી અભિયાન માર્ચ 18 2007

18 03 2007

 ગુજરાતી ભાષામાં અંગ્રેજી ભાષાનુ આધિપત્ય એક બીજી વાતમાં પણ જણાય છે. અમેરીકા યુ.કે કે ભારત બહાર જે લોકો છે એટલે કે બીન રહેવાસી ભારતીયો (મારા જેવા) તેમણે એક એવો ભ્રમ જીવંત રાખ્યો છે કે તેઓ જ્યાં છે ત્યાં રુપિયા ગુણાકારમાં વધે છે. બીજી ભાષામાં સાત ડોલર કલાક્નાં ભાવે કમાતો મધ્યમવર્ગી માણસ કલાકનાં 300 રુપીયા અને દિવસનાં 8 કલાક અઠવાડીયાના 40 કલાક અને મહીનાનાં 160 કલાક એટલે 48000 રુપિયા જેટલા દરેક મહીને કમાય… અધધધ.. થઇ જવાય પણ તે જ્યારે અહિ આવે ત્યારેજ તેને ખબર પડે કે ચાનો એક કપ પચાસ રુપિયનો છે.. આઠ કલાક કાળી મજુરી એટલે ઉભાઉભ સતત યંત્રવત કામ કરવાનુ… આ મેળવવા તે ઘણુ બધુ ખોતો હોવા છતા

દેશમાં આવીને તમાચા મારીને ગાલ લાલ રાખતા હોય છે. અહીનાં અન્ય દુષણોની ચર્ચા નથી કરતો પણ એકાદ કારણ એ પણ છે કે જેને જોઇને મા બાપ એવો આગ્રહ રાખતા થાય છે કે અંગ્રેજી જાણ્તો હશે તો વિદેશ જશે અને ઘરને  ઉંચુ લાવશે. મારો એવા દિવાસ્વપ્નો જોતા મા બાપ સામે લાલ બત્તી છે. અહીંનાં એવા સ્વપ્નો કદાચ ક્યારેય ન ફળે અને એવુ પણ બને કે દિકરા  ખોઇ નાખો અને ઘડપણ તમારુ રોળાઇ જાય.
ખૈર આ વાત એટલા માટે કરું છું કે ત્યાં ગરવી ગુજરાતીનું નવું નામ ગુજરેજી ગુજલીશ કે ઇંગ્રાટી  આગળ વધેલાની ભાષા પ્રીત નો માપ દંડ છે.
 એક એવી વાત આગળ ધરાય છે કે વૈશ્વીક સ્તરે જ્યારે વિકાસ થતો હોય ત્યારે અંગ્રેજી જાણવી જરૂરી છે. વૈશ્વીક સ્તરે વિકાસ માટે ભાષા ભલે તમે જાણો પણ તે ભાષા સાથે તમારી માતૃભાષામાં તે મિશ્ર કરવાની વાત નૈતિક ધોરણે જચતી નથી તેને લગતા દરેક દાખલા અને દલિલને પહોંચી વળી શકાય છે
જે ખૉટુ છે તે દરેક સ્તરે ખોટુ છે તે ગમે તે સ્વરૂપે આવે. તામિલ એક ભાષા નથી જ્યાં આ દુષણ દુર થઇ હ્યું છે અંગ્રેજો જ્યાં જ્યાં હતા  ત્યાં બધે થી આ સફાઇ થઇ રહી છે.
મને પ્રતિઉત્તરોમાં બે વસ્તુ સ્પષ્ટ દેખાઇ એક વર્ગ એમ માને છે કે જેમ ચાલે છે તેમ ચાલવા દોને.. તમે કંઇ ફેર પાડી નથી શકવાના.. અને તે સર્વે વ્યવહારિક રીતે સાચા પણ હોય! એ વાત જુદી છે કે ન્યુટન સફરજન નીચે કેમ પડ્યુ વિચારતા વિચારતા ગુરુત્વકર્ષણ નો નિયમ શોધી શક્યો હતો તેમ મથતા રહીશું તો સાચુ જે કંઇ હશે તે શોધી શકશુ. મુ. રતિભાઇ ચંદેરીયા જો ગુજરાતી કોમ્પ્યુટર અને ટાઇપ માટેનો લેક્ષિકોન પડતુ મુકી દીધુ હોત તો આજે કંઇ કેટલા ગુજરાતીમાં લખતા થયા તે ન  થઇ શક્યા હોત
બીજો વર્ગ એમ માને છે કે  ભાષામાં શુધ્ધિકરણ શક્ય નથી પ્રવાહ ગમે ત્યાંથી આવે નદી જો વહેતી રહે તો દરેક પ્રવાહ તેમા સમાઇ જતો હોય છે. મારી દલિલો હાલમાં અંગ્રેજી પુરતી જ સીમીત છે. કારણ મહદ પ્રદુષણ તે એક જ ભાષા છે. જુદા જુદા મિત્રો પાસેથી મને જરુરી માહિતી મળતી જશે તેમ તેમ આ ચર્ચા આગળ વધારીશું.હાલ બે વાત સમજાઇ છે અને તે ગુજરેજી ગાંડપણ અને તેના અતિરેકોને કારણે ઘસાતી જતી માતૃભાષા એ ચિંતાનો વિષય હોવા છતા તેના પ્રતિ સેવાતી ઉપેક્ષાનાં કારણો ધ્યાન થી જોવા જરુરી છે .તેવું હું દ્રઢ પણે માનુ છુ. 
મારા વિચારો વૈજ્ઞાનીક સત્યો અને સંશોધન માંગે છે તેથી તે સંશોધનો ઉપલબ્ધ થયે આ ચર્ચા સંપન્ન કરશુ હાલ તે હંગામી સ્તરે સ્થગીત કરું છું


Actions

Information

One response

19 03 2007
pravinash1

ગુજરાતી ભાષાનું આપણે જો ગૌરવ નહીં જાળવીએ તો
કોણ જાળવશે? ભણેલા ગણેલા પોતાની જાતને સુધરેલા
ગણાવતા જરાક મને ‘સુધરેલા’ની વ્યાખ્યા આપી
શકશે ખરા?
પ્રગતિના નામે આપણે ચાર કદમ પીછે હઠતો નથી
કરતાં ને? જ્યારે એકાંતમાં એકલા હોઈએ ત્યારે દરેકે
પોતાની જાતને આ અણમોલ પ્રશ્ન પુછવા જેવો ખરો.

Leave a comment