મારે સખેદ કહેવું રહ્યું મા ગુર્જરીનો પરદેશીભાષાનો રોગચાળો જટીલ છે અને એનુ કારણ કદાચ જાણકારી તો છે પણ તે દુર કરી શકાશે તે અંગે આશંક વધુ છે.મારા વડીલ અને ઉત્સાહી ગુજરાતી ભાષાનાં જાણકાર પ્રાધ્યાપક મિત્ર જુગલકિશોરભાઇ વ્યાસનો મનને હચમચાવી નાખે તેવો પત્ર અત્યારે ચર્ચામાં મુકુ છુ. આ પત્ર તેમના હ્રદયની વ્યથા અને કશું ન કરી શકવાનો અજંપો વ્યક્ત કરે છે.
શ્રી વિજયભાઈ,
આજે આપના ઈમેઈલ પછી હું ગુજરાત વિદ્યાપીઠ દ્વ્રારા પ્રકાશિત સાર્થ જોડણીકોશની પુરવણી કે જે ઓક્ટો.. ‘ 05માં આવી તેને લઈને બેઠો.. અત્યારે આપનો મારા પરનો મેઈલ વાંચીને ભારે હૈયે લખવા બેઠો છું !
આપને જાણીને આશ્ચર્ય થશે પણ એ શબ્દકોશ પુરવણીમાં સેંકડો અંગ્રેજી શબ્દોને કાયમી ગુજરાતી તરીકે સ્વીકારી લીધા છે !!! એટલે હવે અંગ્રેજી શબ્દો સામેનું આંદોલન એટલે વિદ્યાપીઠ સામેનું આંદોલન કહેવાય ! આ સેંકડો શબ્દો માટે હવે ગુજરાતી શબ્દો શોધવાનો શો અર્થ ?! પુરવણીમાં એના અર્થો આપ્યા છે. અને આ જે સેંકડો શબ્દોને વિદ્યાપીઠે ગુજરાતીના શબ્દ તરીકે મૂકી દીધા જ છે પછી એના પર્યાય પ્રચલિત કરવાનો શો અર્થ ?
છતાં હું મારા ગુરુજી કનુભાઈને આ અંગે પૂછીશ અને પછી આ અંગે આગળ શું કરવું તે હું કહી શકીશ. હું તો એક જ દિવસમાં બબ્બે સામસામા છેડાના અનુભવો કરી ચુક્યો ! સવારે આપના આંદોલનના સમાચારે પોરસાઈ ગયો ને અત્યારે આ લખતાં હાથ ધ્રુજે છે !!
આપનો જુગલકિશોર.
જાગૃતિ બહેન્ ત્રિવેદીને મેં વિનંતી કરી હતીકે ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દો તો ઘણા જ છે પણ અંગ્રેજી ભાષાએ આપણા કેટલા ગુજરાતી શબ્દો લીધા તેની માહિતી આપી શકાય ત્યારે તેમનો પત્ર હતો.
આપ કહો છો તેવા ગુજરાતી શબ્દોની જાણ નથી, પરંતુ ભારતની રાષ્ટ્રભાષા હિંદીના ઘણા શબ્દો આપ ઑક્સફર્ડ ડિક્શનરીમાં જોઇ શકશો. જેમ-જેમ એક ખાસ ભાષાના શબ્દો અન્ય પ્રાંતમાં અપનાવાતા જાય તેમ-તેમ તે શબ્દો તેના મૂળ સ્વરૂપે અપનાવાતા જાય છે, જે વૈશ્વિક પરંપરા છે. હાલમાં મારા ધ્યાનમાં હિંદીના શબ્દો આવ્યાં છે, તેથી ઉલ્લેખ કર્યો હતો.
જો આપ ગુજરાતીના જ શબ્દો માટે આગ્રહ રાખતાં હો, તો મને થોડો સમય લાગશે, જે આપ સમજી શકો છો.
ભાષાની શુદ્ધતા માટે હું બનતા પ્રયત્નો કરું છું… સમયાનુસાર અભિયાનમાં મારું યોગદાન આપીશ જ.
પ્રવિણાબેન કડકીયાનો પણ અભિપ્રાય એવો છે કે હું પણ શુધ્ધ ભાષા ની હિમાયતી છું.
મેં સૌને જણાવ્યું હતુ તેમ આ રોગ ચાળાને ડામવાનો અને રોકવાનો ઉપાય છે.
હું મારું મંથન રજુ કરતા પહેલા રામાયણનો એક પ્રસંગ ટાંકીશ.
માતા સીતાને શોધતા શોધતા હનુમાન લંકા પહોંચીને સમાચાર તો લઇ આવ્યા હતાકે સીતામાતા અશોકવાટીકામાં કેદ છે. સમગ્ર વાનરસેનાને લઇને લંકા પહોંચવુ લગભગ અશક્ય હતુ.
તે દ્વીધાનું નિરાકરણ્ બાલ્યાવસ્થામાં મળેલ તોફાની બાળ વાનરનાં શ્રાપે કાઢ્યો. રામનાં નામે પથરા તરતા થયા અને સેતુ બંધાયો. રામ પરેશાન હોય ત્યારે હનુમાન હાથ જોડીને બેસીતો નજ રહેને…
આપણા સૌની આજે વ્યથા આવી જ છે. આટલું બધું કામ કેવીરીતે થશે? સેંકડો શબ્દો છે જે લોકભોગ્ય ભાષામાં ઘર કરીને બેઠા છે. હું તો ગુજરાત વિદ્યાપીઠનાં સંશોધકોનો આભાર માનીશકે તેમણે હનુમાન નું કામ કરી નાખ્યું છે સીતા માતા અશોક વાટીકામાં બેઠા છે. રોગ પકડાઇ ગયો છે. રસી કે પ્રતિરોધક દવા જેવા ગુજરાતી શબ્દો શોધવાનાં છે જે લંકા જવા જેવુ કઠીન કામ કદાચ લાગે પરંતુ નવી પેઢી અને જુની પેઢીનાં ભાષાવિદો અને નવી તક્નીકો સાથમાં છે. આપણે તે ન કરી શકીયે તે ભયને કાઢી નાખો. મને શ્રધ્ધા છે ગુજરાતી ભાષા પ્રત્યેનો આપણો પ્રેમ જ આપણને તે દિશામાં સક્રિય કરશે. ખરેખર તો આપણે ગાંધીજીનાં વંશજો છીયે અને તેમનુ અધુરુ રહી ગયેલ સ્વપ્ન સંપૂર્ણ આઝાદીની દિશામાં આપણા પગલાં પડી રહ્યાં છે.
હું આપ સૌની સલાહ અને મદદથી મા ગુર્જરીને વળગેલા ભયાનક રોગચાળાથી મુક્ત કરાવવાના આ અભિયાનમાં ફક્ત નાના આ ત્રણ સહયોગ માંગુ છું તે નીચે મુજબ છે.
સામો માણસ અંગ્રેજી શબ્દ પ્રયોગ કરે તો તેને જવાબ આપવા અંગ્રેજીનો ઉપયોગ કરવો જરુરી ન જ હોય તો તે ટાળો
ક્રમશ:
વાત મનનીય છે. શુદ્ધતાનાં ધોરણો વિષે ચર્ચા ચાલે તે આવકાર્ય છે.
….. હરીશ દવે અમદાવાદ
bane tetla gujarati shabdono upyog karavo joie e suchan aavkarya, aasani thi amalmaa muki shakay tevun kharun, pan bhasha bhadarmabhadriya na bane tenu dhyan rakhavun jaruri